Red Shirt - 3 Denis Christian દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Red Shirt - 3

ગયા અંક માં:

રાઘવ એક શક્તિશાળી વ્યક્તિ છે. એને બહુ સફળ થવું છે, અને ના એને પસન્દ નથી. સફળ થવા એ કોઈ પણ હદે જઇ શકે છે. એની માઁ એને એટલો પ્રેમ કરે છે કે એ રાઘવ ને આમ જોઈ નથી શકતી અને રાઘવ એની માઁ ને એટલો પ્રેમ કરે છે કે એ માઁ નો જીવ લઇ લે છે. હવે એણે સફેદ શર્ટ પહેરી ને ઢોંગ કરવાનું છોડી લાલ શર્ટ માં પોતાની જાત ને અપનાવી લીધી છે. રાઘવ ને પોતાનું એક consignment શ્રીલંકા પોહચડવું છે, પણ મયુર નામ નો એક નેવી ઓફિસર એના રસ્તા ની વચ્ચે આવે છે. રાઘવ મયુર ને મળવા આવી પોહચ્યો છે, મયુર જોડે એની પત્ની આશા પણ છે, તૈયાર થઈ જાવ એક ઘમાસાણ યુદ્ધ માટે.

હવે આગળ....

######################

રાઘવ નું હાસ્ય હોલમાં ગુંજી રહ્યું હતું. મયુર અને સ્ત્રી સામે બેઠા તેને જોઈ રહ્યા હતાં.

એક દમ થી એ સ્ત્રી એ ધીરે ધીરે હસવાનું શરૂ કર્યું, રાઘવ નું શેતાની હાસ્ય વિલીન થવા લાગ્યું અને સ્ત્રી નું હાસ્ય વધતું ગયું. સ્ત્રી રાઘવ પર હસી રહી હતી. "અચ્છા, તો તું એ રાઘવ છું..." વાદળી સાડી પહેરેલી સ્ત્રીએ પોતાનું કટાક્ષ હાસ્ય ચાલું રાખ્યું.

મયુરે નાના સ્મિત જોડે કહ્યું, "come on, આશા. થોડું રહેમ કર બિચારા પર."

આશા હસતી હસતી ઉભી થઇ. "મયુર, તો રાઘવ આ છે...." રાઘવ ના ખભા પર હાથ રાખી, તેની પાછળ થી ફરી મયુર તરફ આવતા બોલી, "રાઘવ... સાંભળ્યું હતું પાગલ થઈ ચૂક્યો છે. વિચાર્યું હતું કેવો હશે, પણ આને જોઈને તો.. ના, મઝા આવી યાર." આશા મયુર ની બાજુ ની ખુડશી માં બેસી ગઇ. "બેસને, રાઘવ." આશા એ પોતે ખાલી કરેલી ખુડશી તરફ ઈશારો કરી કહ્યું.રાઘવે એક ફિક્કું હાસ્ય કર્યું ને ખુડશી પર બેસી ગયો.

રાઘવ કંઈક બોલવા જ જતો હતો ત્યાં, મયુર એ નાટક શરૂ કર્યું, "આશા, એવું ના બોલ તું, તને ખબર નથી રાઘવ કોણ છે...!" આશા એ પણ ડરી જવાનું ખોટું નાટક કરતી હોય એમ કહ્યું, " અચ્છા, કોણ છે? મને નથી ખબર!" મયુર એ હસી ને ચાલુ કર્યું, "રાઘવ, The Red Meat king of India. ( ભારત નો લાલ માસ નો રાજા)." આશા એ નાટક ચાલુ રાખ્યું, "લાલ માસ?? એ શું હોય??" મયુર એ જવાબ આપ્યો, "તને શું લાગે છે આપણા દેશ માં સૌથી વધુ ઉત્પાદન થતું હોય એવુ ઉત્પાદન કયું? કે જેની value આપણા દેશ માટે નહિવત હોય પણ international માર્કેટ માં કરોડો માં....?" આશા વિચારતી હોવા નો ડોળ કરી, "ઓહ... Let me think... (મને વિચારવા દો.) ચોખા? કોલસો? ડ્રગ્સ??"

મયુર આશા ને પ્રોત્સાહન આપતો, "આશા .. લાલ છે એ લાલ..." આશા જાણે કાંઈક ખબર પડી ગઈ હોય એમ રાઘવ સામે જોઇને ખીજવતાં, "ચુ...ડીઓ, i mean... (મારો મતલબ કે) બંગડીઓ...??" મયુર હસી ને, "ના, આશા માસ છે માસ..." આશા ને જાણે ખબર પડી ગઈ હોય એમ, "ઓહો... એ લાલ માસ... આ દેશ ની સૌથી સસ્તી વસ્તુ.. માણસ..!!!!!"

મયુર હવે serious થઈ રાઘવ સામે જોતા, "માણસ, ૧૩૦ કરોડ... દર થોડા સેકન્ડ માં એક બાળક જન્મે છે અને રાઘવ ના વેપાર ના chance વધી જાય છે. આટલા વસ્તી વાળા ભ્રષ્ટાચારી દેશ માં.. દર સેકન્ડે એક બાળક ગાયબ થાય છે.. તો બીજે કોઈ લાશ મળે છે.. ક્યાંક કોઈ લાપતા થાય છે... અને ક્યાંક કોઈ શબ પોસ્ટમટમ માટે જાય છે... આ બધા પર રાઘવ ની સીધી નજર હોય છે... જીવ બચાવવા કે મદદ કરવા નહીં.. વેપાર કરવા.. મનુષ્ય અંગનો વેપાર કરવા.. human organ trafficing... ના કોઈ ઝાડ ને ખાતર આપવાની જરૂર, ના કોઈ મશીન માં ઓઇલ પૂરવાની... મફત product.. અંદર થી કિડની, આંખો, ગુરડું.. અને બીજા સ્પેરપાર્ટ્સ કાઢી લેવાના ... અને પછી international market માં લાખો તો ઘણી વાર બ્લડ ગ્રુપ rare હોવાના બહાને કરોડો માં વેચી દેવાના... અરે થોડા દિવસ પેહલા તો રાઘવે એક હૃદય ને હોગકોંગ export કરાયું હતું.. obviously inlligeal... એક મરતા દર્દી ના કુટુબ ને પૈસા આપી, દર્દી માંથી જીવતું હૃદય કાઢી લઇ.. એક કલાક માં private જેટ થી હોંગકોંગ માં, કોઈ અમીર નું heart transplent... અને કરોડો ડોલર નો ઢગલો... simple blood money.... બીજા વેપાર માં માણસો ગ્રાહક હોય.. આના વેપાર માં તો... માણસો product પણ હોય છે."

આશા નાટક કરતાં, "wow યાર, જબરો ધંધો ખોલ્યો છે હો, તારા શર્ટ ના red કલર ને match થાય છે... એક વાત પૂછું રાઘવ... શેક્સસ્પીયર ના "mechbeth" માં લેડી macbeth ને ખૂન કર્યા પછી એવું લાગ્યા કરે છે.. કે એના હાથ પર થી લોહી ભૂંસાતું જ નથી...તને એવું કદી રાતે થાય છે??"

મયુર હસી ને, "ના, ના, રાઘવ ને તો એ બ્લડ નો ટેસ્ટ કરાવો પડે એ જાણવા કે આ કયા બાળક નું, કયા ભિખારી નું કે કઇ હોસ્પિટલ ની અવાવરું લાશ નું છે.. " આશા અને મયુર હસી પડે છે.

આશા હસતા હસતાં, "તો હવે આને તારું શુ કામ પડ્યું..." રાઘવ ને ચિડવતા, "જો હો, રાઘવ ભાઈ, આમનાં હૃદય પર મારો હક્ક છે... એ ના લેતા "

મયુર ક્રૂર મજાક આગળ વધારતાં, "અને કિડની પર દારૂ નો.. તો એનો પણ વિચાર ના કરતો..."

મયુર અને આશા એક બીજાને તાલી આપતાં.. આશા બોલે છે, "તો, શુ રાઘવ ના ગાળામાં કોઈ હાડકું ફસાયું છે??"

મયુર ખડખડાટ હસતા, "ના એનું consignment ફસાયું છે... શ્રીલંકા મોકલાવુ છે એને, અને... ત્યાંથી બહાર... પણ.. હું નડું છું એને... તો એ સમજાવા આવ્યો છે.. મારા દેશપ્રેમને, મારી માનવતા ને, મને ખરીદવા..." આશા વાત ને હવા આપતાં, "ઓહો... હું તો ડરી ગઈ બોલો." મયુર અને આશા ફરી હસી પડે છે. મયુર રાઘવ સામે જોઈ ને , "બોલ રાઘવ શુ થયુ હવા નીકળી ગઈ???"

"ના, ના, મઝા પડી.. મને મારી તારીફ સાંભળવાંમાં બહુ મઝા આવે છે. પણ તમે બે જણ.. perfect જોડી છે. યાર." રાઘવે ઉત્સુકતા બતાવી. "We konw.. (અમને ખબર છે.)... " આશાએ compliment સ્વીકારી.

"પણ.. વાત અત્યારે લોકો ના જીવ ની છે, મારા દેશ ની છે, મારા ઈમાન ની છે, મારા દેશ ને આપેલા વચનો ની છે.. તો હવે તું જે કાંઈ પણ બોલે એ બહુ સમજી વિચારી ને બોલજે." મયુર એ એક જ વાક્યથી આખું વાતાવરણ ભારે કરી નાખ્યું.

"સાચી વાત છે. વાત અત્યારે લોકો ના જીવ ની છે જે દૂર દેશ માં બેસી પોતાના નવા અંગ ની રાહ જોઈ રહ્યા છે, વાત મારા વેપારની છે, મારી ઈજ્જતની છે, મેં કરેલી deal ની છે. એટલે હવે મયુર તું જે કાંઈ બોલે એ દેશપ્રેમ અને ઈમાન ને આ ટેબલ થી દૂર રાખી ને બોલજે." રાઘવે સામે વાર કર્યો.

મયુર ઘુરકયો, "લોકો ના ઈમાન તારા જેવા હલકા નથી હોતા..." રાઘવે સામો જવાબ આપ્યો, "હું લોકો ના ઈમાન નહીં શરીર તોલું છું અને એટલું જ શીખ્યો છું કે.. દરેક અંગ, દરેક લોહી અને દરેક માણસ ની કિંમત હોય છે."

"મારી કિંમત તને પરવડે એમ નથી." મયુરે ટેબલ નીચે થી રિવોલ્વર બહાર કાઢી ટેબલ પર મૂકી.

"હું મોંઘા શોખ પાળવા નો શોકીન છું." રાઘવે રિવોલ્વર પર ફિક્કું હાસ્ય નાખતા કહ્યું.

"એક કરોડ,... દર વખતે." આશા એ એકદમ થી વાર્તા બદલી નાખી.

રાઘવ આશા સામે જોઈ ને, "1 કરોડ સમજ માં આવે છે.. આ દરવખતે નો મતલબ."

આશા એ જાળ પાંથરી, "મયુર તારા દરેક consignment ને જવા દર વખતે રસ્તો કરી આપશે.. બદલા માં દર વખતે એક કરોડ. અમે વેપાર એક વખત નથી કરતા. We believe in building a relationship. (અમે સબંધો બનાવવામાં માનીએ છીએ.)" આશા એ નકલી હાસ્ય જોડે પૂરું કર્યું.

રાઘવે મયુર સામે જોયું, મયુર એ આશા ની વાત ને ટેકો આપતા કહ્યું, "ઈમાન વેચવું જ છે તો એક વાર શુ અને દરરોજ શુ?? મારે પણ બાળક છે. મારે એનું future જોવું પડે ને. એટલે... એવું કંઈક કે કાયમી આવક હોય... you konw side business?? "

રાઘવ ખડખડાટ હસી પડ્યો, " રાવણ થી એની લંકા જ માંગી લીધી???" રાઘવનું હાસ્ય વધતું જતું હતું. આશા થી પણ હસી જવાયું. રાઘવ એને હસ્તી જોઈ ને વધુ હસવા લાગ્યો. મયુર પણ નાનું સ્મિત વેરવા લાગ્યો.

રાઘવ હસતાં હસતાં જીગર સામે જોઈ ને, "જીગા, મેં નોહતું કીધું જોરદાર જોડી છે બંને ની... જીગા, આપણી life માં પણ આવું કોઈક પાર્ટનર આવું જોઈએ હો..." રાઘવ આશા સામે જોઈ ને, "તમારી કોઈ બીજી બહેન ખરી? તમારા જેવી.. મારા માટે??" આશા ગર્વથી, "ના, મારા માતાપિતા ની એકલી જ છું. અને હું તો મયુર.. તું રહી ગયો."

રાઘવ હસતાં, "સાચે મયુર, નસીબ છે તને આવી પત્ની મળી.. હું રહી ગયો... એકદમ પરફેક્ટ છો તમે બનેં.. અને તમારી ફેમિલી.. એક છોકરો પણ છે ને તમારે. શુ નામ એનું?"

આશાએ મિત્રતા થી જવાબ આપ્યો, "અનિકેત"

રાઘવે યાદ કર્યું, "હા, અનિકેત.. અચ્છા, હવે પછી ના ડાયલોગ બહુ ફિલ્મી લાગશે પણ... તમને ખબર છે તમારો અનિકેત અતયારે ક્યાં છે??"

એક મિનિટ માટે આશા અને મયુર એક બીજા સામે જોઈ ને, વાતાવરણ ભારી બની ચૂક્યું હતું. મયુરે શાંતિ થી જવાબ આપ્યો, "એની બોર્ડિંગ સ્કૂલ માં, પંચગીની."

રાઘવે વાત આગળ વધારી, "સ્કૂલ માં, પંચગીની." પછી આશા સામે જોઈ, "તું સારી પત્ની તો બની ગઈ પણ સારી માતા ના બની શકી."

આશા વિફરેલી વાઘણ ની જેમ બોલી ઉઠી, "કેહવા શુ માંગે છે તું??"

રાઘવ શાંતિ થી, "સમજાવું, એક મિનિટ." અને રાઘવે પાછળ ફરી ને જીગર ને જોયું. જીગરે પાસે આવી બેગ માંથી કાંચની એક નળાકાર શીશી કાઢી ટેબલ પર મૂકી. શીશી માં કોઈક પ્રવાહી ભરેલુ હતું. અંદર કોઈક બે પદાર્થ તરતાં હતાં.

આશા એ ટેબલ નીચે બાજુ માં બેઠેલા મયુર નો હાથ પકડી લીધો. મયુરે હાથ ને દાબી શાંતિ રાખવા કહ્યું.

પણ આશા થી ના રહેવાયું, "આ શું છે??"

રાઘવે શીશીને મયુર અને આશા ને આપતા શાંતિ થી કહ્યું, " અનિકેત ની આંખો"

મયુર ના મોહ માંથી નીકળી ગયું, "શુ? Excuse me??"

રાઘવે ફરી શાંતિ થી મયુર અને આશાની આંખો માં આંખ નાખી ને કહ્યું, "અનિકેત ની....... આંખો."

મયુર અને આશા એ ધારી ધારી ને નળાકાર શીશી ને જોઈ, પછી એક બીજા સામે જોયું. મયુરે શીશી હાથ માં લીધી. કાંચની શીશી માં તરતી આંખો એને જોઈ રહી હતી. આશા એ મયુર ના હાથ માથી શીશી લઇ લીધી. બે આંખો અંદર તરી રહી હતી. આશા એ એક નિસાસો નાખ્યો. અને મયુર સામે જોયું. મયુર અને આશા એક બીજા સામે થોડી વાર જોઈ રહ્યા. પછી આશા થી control ના થયું અને એ હસી પડી, મયુર પણ ખડખડાટ હસવા લાગ્યો.

રાઘવ અશ્વચર્ય થી એમને જોવા લાગ્યો. પછી જીગર સામે જોઇને કહે છે, "જીગા, જોક કીધો મેં?? કે પોતાના દીકરા ની આંખો હાથ માં જોઈ ને એમની દાગલી ચસકી ગઈ છે??"

મયુરે હસતાં હસતા કહ્યું, "જોક જ છે... તને શું લાગે છે?? તું કોઈ ની પણ આંખો બતાવી ને અમને ફસાવી દઈશ કે આ અમારા છોકરા ની આંખો છે. આ ટ્રિક તો હિન્દી ફિલ્મો માટે પણ જૂની થઈ ગઈ રાઘવ...!!!" અને મયુર અને આશા હસવા લાગ્યા. જીગર અને રાઘવ એક બીજા સામે જોવા લાગ્યા જાણે એમની ચોરી પકડાઈ ગઈ હોય.

"જીગા, મેં કીધું તું આ બન્ને બહુ શાંતિર છે. પણ તમે ના માન્યા, બોલતા રહ્યા કે, "આંખો જોઈ ને બી જશે.". હવે આ જો.. તમારાં લીધે લોકો હસે છે મારા પર."

"હસીએ નહીં તો શું કરીએ, તારા જેવા બહુ ને જોયા," મયુરે હસતા કહ્યું.પછી એણે આંખો વાળી શીશી હાથ માં લીધી અને બતાવતાં ગુસ્સામાં આવતા કહ્યું, "પણ આટલી સસ્તી અને વાહિયાત રમત કોઈએ રમી નથી." અને મયુરે શીશી પોતાના પગ પાસે જમીન પર ગુસ્સામાં નાખી ને તોડી નાખી. જમીન પર બધે પ્રવાહી ફરી વળ્યું. આંખો ત્યાં નજીક માં જ એના પગ પાસે પડેલી હતી. જીગર એકદમ સતેજ થઈ ગયો. પણ રાઘવ હજુ શાંત હતો. "તારી રમત તારા જેવી જ છે, રાઘવ." મયુર એ ચાલુ રાખ્યું. "સસ્તી" એટલું બોલીને મયુરે પોતાનો એક પગ જમીન પર પડેલા આંખ ના એક ડોળા પર મુક્યો અને એને ચગદી નાખ્યો. રાઘવ આ જોઈ ને ધીરે થી ઉભો થયો. "અને વાહિયાત." મયુરે પોતાનો બીજો પગ બીજા આંખના ડોળા પર મુકી ચગદી નાખતા કહ્યું.

" લાખો ની કિંમત હતી એમેની એ સસ્તા તો ના જ હોઈ શકે." રાઘવે થોડું serious થઈ ને કહ્યું. "I dont care. (મને નથી પડી)" મયુરે રાઘવની આંખ માં આંખ નાખી ને કહ્યું. "વાહિયાત હોઈ શકે. તારા છોકરાં ના જે હતાં" રાઘવે વળતો જવાબ આપ્યો. "ભાડ માં જા" મયુરે બંને ડોળા ને પગ નીચે બરાબર ચગદી નાખતા જવાબ આપ્યો.

રાઘવ શેતાની હસી પડ્યો અને બુમ પાડી, "જીગા..." જીગર જલ્દી થી હોલ ના દરવાજે દોડી ગયો. દરવાજો ખોલી પાછળ થી એ એક આંખે પાટા બાંધેલા એક બાળકને તેણે એક બાળક ને ઊંચકી લીધો. બાળક ના આંખો પર પટ્ટી હતી. બાળક અર્ધ બેભાન અવસ્થામાં હતું. આંખો ના ભાગે રૂં ના પુમડાં મૂક્યાં હોય એમ લાગતું હતું. પાટા પર થી એ પુમડાં પર લાગેલી દવા દેખાતી હતી.

આશા એ દૂર થી જ બાળક ને જોઈ લીધું. એ તરત પોતાની ખુડશી માં થી ઉભી થઇ ગઇ અને "અનિકેત" નામની બુમ પાડી તેના તરફ દોડી જવા લાગી. પણ ત્યાં જ પાછળ થી રાઘવે આશા નો હાથ કાંડે થી પકડી લીધો. આશા એકદમ ચોકી ગઈ. રાઘવ ને જોવા લાગી. "તો business વુમન બહુ મોડી માઁ જાગી ને??" રાઘવે નાનું હાસ્ય કર્યું. "ચાલો માઁ જાગી તો ખરી મને એમ કે.. ખેર છોડો. ચલ આશા બેસ હવે થોડી business ની વાતો કરીએ." રાઘવે હાસ્ય ચાલુ રાખ્યું. આશા એ રડતા અવાજ માં રાઘવ થી છૂટવા પ્રયત્ન કરતા કહ્યું, "રાઘવ, please.. છોકરો છે મારો." રાઘવે ખોટી માયા બતાવતાં કહ્યું, "i know. (મને ખબર છે.)". "ઓહ, come on આશા. બાળક પાછળ છુપાઈ ને સોદો કરવા આવ્યો છે, નામર્દ. કશું નહીં કરે એ આપણા અનિકેત ને." મયુરે ગુસ્સામાં કહી નાખ્યું.

રાઘવે એક નજર મયુર પર નાખી પછી આશા સામે જોતા કહ્યું, "આશા, અનિકેત પણ તારો છે એ આંખો પણ તેની જ હતી." રાઘવે મયુર ના બુટ સામે જોઈ ને કહ્યું. આશા ની આંખો માં આસું ઓ સમુદ્ર છલકાઈ આવ્યો, "ના રાઘવ, એવું ના બોલ.". "Shut up, આશા. રમે છે રાઘવ તારી જોડે. તારી માઁ તરીકે ની ભાવના જોડે. હિન્દી ફિલ્મો ની નકલ મારે છે." મયુરે ટેબલ પર હાથ પછાડી ને કહ્યું.

રાઘવે ઝટકા થી આશા નો હાથ છોડ્યો. આશા સ્તબ્ધ થઈ ને ઉભી રહી ગઈ. રાઘવ અજીબ શાંતિ જોડે અનિકેત તરફ વધ્યો. જીગરે અનિકેત ને જમીન પર ઉભો કરી દીધો. રાઘવ અનિકેત ની પાછળ આવી ને ઉભો રહી ગયો. અનિકેત ને એણે આશા અને મયુર સામે મોહ કરીને ઉભો રાખ્યો. પોતે અનિકેતની પાછળ જઇ પટ્ટી ની ગાંઠ ખોલતાં બોલવા લાગ્યો. "મયુર, શરીર નો ધંધો છે મારો, અમારા ધંધા માં એક પ્રૉબ્લેમ હોય છે." રાઘવે ગાંઠ ખોલી નાખી. હજુ પાટો આંખો પર હતો. તેણે ગોળગોળ કરી ને એ ખોલવાનો ચાલું કર્યું. આશા એ પાછળ ફરી મયુર તરફ જોયું, મયુર રાઘવને જોતા જોતા આશા પાસે આવી ને ઉભો રહી ગયો.

રાઘવે પટ્ટી ખોલવાનું ચાલું રાખ્યું. "અને એ પ્રોબ્લેમ એ હોય છે કે, અમારાં ધંધામાં કોઈ નકલી માલ જેવી વસ્તુ નથી હોતી." બોલતા જ રાઘવે અનિકેત ની આંખો પર થી પટ્ટી હટાવી લીધી. આંખો ની ઉપર હજુ રૂ લાગેલ હતુ પણ આંખોની આજુબાજુ સુકાઈ ગયેલું લોહી દેખાઈ રહ્યું હતું. આશા આ દ્રશ્ય જોઈ ને બુમ પાડી રડતી મયુર ને પકડી જમીન પર બેસી ગઈ. એક માઁ નું દર્દ આજે ચરમસીમાં પર હતું. મયુર ના શ્વાસ ધીરા થઈ ગયા હતા.

રાઘવે એક ફિકકું હાસ્ય બંને તરફ નાખ્યું અને પોતાની વાત આગળ વધારી,

"એક વસ્તુ તું દર વખતે ભૂલી જાય છે, મયુર.

આ ફિલ્મ નથી.

આ રિયાલિટી છે.

આ કોઈ હીરો ની વાર્તા નથી,

આ એક વિલન ની વાર્તા છે.

આ તારી વાર્તા નથી,

આ મારી વાર્તા છે.

અને મારી વાર્તા માં

હું જ આ દુનિયાનો ભગવાન

અને હું જ શેતાન."

આટલું બોલતા જ રાઘવે બંને રૂ ના પુમડાં આંખો પર થી હટાવી લીધા. અનિકેત ની આંખો તેની જગ્યાએ હતી જ નહીં. હતો માત્ર શૂન્યાવકાશ. આંખો ની પાંપણો અને પોપચાં તો હતા પણ એમને કોઈ આધાર નોહતો મળતો એટલે લટકી પડ્યા હતા. અનિકેત ની આંખો માંથી આંસુ બહાર આવી ગયું, બેશક એ આંસુ આ વખતે પાણીનું નહીં લોહી નું હતું. કદાચ કોઈક અંદર ના ટાંકા માંથી રિસી રહ્યું હતું.

જે માઁ પોતાના છોકરા ની આંખ માંથી આંસુ પડતાં ના જોઈ શકે એ આશા આ જોઈ ને પાગલ થઈ ને રડવા લાગી હતી. મયુર ને ભરોસો નોહતો બેસતો. તેના હાથ પગ ઠંડા પડી રહયા હતાં.

મયુરે રાઘવ સામે જોયુ. રાઘવ માત્ર મયુર ના બુટ ને જોઈ રહ્યો હતો. મયુર પોતાના પગ પર ઉભો રહી શકતો તેના પગ થથરી રહ્યા હતા. એ જમીન પર બેસી ગયો બુટ કાઢી ને એના તળિયા જોવા લાગ્યો. પાગલપન ની કોઈ હદ મયુર માટે રહી નહતી.

રાઘવે અનિકેત પાસે જઈને એના કાન માં કહ્યું, "બેટા, મમ્મી પાસે જઈશ?? જો આ મારો હાથ છે ને એ દિશા માં સીધો સીધો ધીમે થી ચાલતો જજે." રાઘવે હાથ થી આશા અને મયુર તરફ ની દિશા અનિકેત ને બતાવી. અનિકેત ધીરા પગલે પોતાની નવી કાળી થઈ ગયેલી આ નવી દુનિયામાં હાથ થી પોતાનાં માં બાપને શોધતો આગળ વધી રહ્યો હતો.

રાઘવે પાછળ થી કીધું, "મયુર, જો તને એમ લાગતું હોય કે મારા માં માનવતા છે, દયા છે તો ભૂલી જજે. માનવતા અને દયા મને મોહ માયા જેવા લાગે છે. આ કોઈ હિન્દી ફિલ્મ નથી અને હું કોઈ ફિલ્મી વિલન નથી જેનું વાર્તા ની અંત માં હ્ર્દયપરિવર્તન થઈ જાય, હું સત્ય છું. અને અંત સુધી હું આવો જ રહીશ. લોકો મને સસ્તો અને વાહિયાત કહે કે પછી પાગલ અને dangerous. હું 'હું' છું. અને હા... consignment પોહચી જશે તો અનિકેત ની આંખો હું પાછી લાવી આપીશ. બાકી.. તમારો અનિકેત તમને મેં પાછો આપ્યો. શુ છે ને હું ધંધા માં patners નથી બનાવતો. હું ધંધો પૈસા માટે નહીં સામ્રાજ્ય બનાવવા કરું છું. અને સામ્રાજ્ય માં એક જ રાજા હોય."

રાઘવે ચાલવાનું શરૂ કર્યું. જિગર અને શિવા એની પાછળ ગયા. અને હોલ ના મોટા દરવાજે થી હોલ ની બહાર નીકળી ગયા.

અનિકેત ચાલતા ચાલતાં આશા મયુર જોડે પોહચી ગયો. સમજાતું નહોતું કે મજબૂર કોણ વધારે હતું. આશા અનિકેત ને ભેટી પડી. મયુર હજુ પોતાના બુટ પર લાગેલી ગંદગી માં અનિકેત ની આંખો શોધી રહ્યો હતો.

"મયુર, રાઘવ...." આશા એ રડમસ અવાજે કહ્યું. "આશા, કશું જ ના બોલીશ. એક વાર અનિકેત ની આંખો પછી આવી જાય પછી , રાઘવ ના સામ્રાજ્ય નું લંકાદહન હવે હું કરીશ." મયુર એ આશા અને અનિકેત ને પોતાની બાહો માં લેતા પ્રતિજ્ઞા લીધી.

રાઘવ, જીગર અને શિવા હજુ બહાર નીકળ્યા હતા. રાઘવે જીગર ને કહ્યું, "જીગા, કાકાને ત્યાં લઈ લે એમને કહી દઈએ કે મયુર નામનો અવરોધ હટી ગયો છે. consignment જવા તૈયાર કરે."
હજુ રાઘવ બોલતો હતો ત્યાં જ એક જણ દોડતું તેમની પાસે આવ્યું.

"રાઘવ ભાઈ, નીચે કોઈએ પોલીસ બોલાઇ છે."

રાઘવ, જીગર અને શિવાએ એક બીજા સામે જોયું. શિવા એ ઉદગાર કાઢયો, "એની તો..." અને એ દાદર તરફ દોડી ગયો.

######################

વધુ આવતા અંકે..

હું હિન્દી ફિલ્મો નો વિલન નથી જે બદલાઈ જાઉં. રાઘવે પોતાની વાત સીધી કહી દીધી છે. મયુર ને અને તમને પણ... ઘણા લોકો ને આ chapter વાંચ્યા પછી રાઘવ પ્રત્યે ગુસ્સો હશે અને ઘણા ને પ્રેમ. નક્કી તમારે કરવાનું છે. કારણકે રાઘવ હજુ શરૂ થયો છે.પણ બીજો એક પ્રશ્ન પણ છે કે હવે મયુર શુ કરશે? આશા શુ કરશે? જ લોકો પોતાનું બધું ખોઈ બેઠા હોય એમને હવે કોઇ નો દર નથી રહેતો, શુ આ જ વસ્તુ તેમને રાઘવ જોડે ટક્કર આપવામાં લાભ કરશે? પણ એ પેહલા આ પોલિસ આવી છે એનું શું? રાઘવ શુ પોલિસ થી બચી જશે?? કે શરૂ થતાં પહેલાં જ રાઘવ ની ઉડાન crashlanding માં ફેરવાઈ જશે???

વધું આવતા વખતે..

(હું પણ એક લેખક તરીખે કહી દઉં કે આ વાર્તા હજુ લોહિયાળ જ બનવાની છે.મારી ઇચ્છા રાઘવ ના સ્વરૂપ માં એક એવું chrachter બનવાની છે જે બધાથી અલગ હોય. પૂરું વિલન.અને મને ખબર છે તમારા માંથી ઘણા ને એ નહીં ગમે પણ, એમના માટે બીજી વાર્તા ઓ લઇ ને હું આવી જ રહ્યો છું. જે પ્રેમ, સામાજિક અને આદ્યાત્મિક વિષયો પર હોય. આ red shirt વાર્તા એવા લોકો માટે જ છે.. જેમને થોડો હટકે કન્ટેન્ટ ગમે છે. તો જેને ગમે છે એ વાંચવાનું ચાલું રાખ જો અને જેમને મારો આ વાર્તા ના ગમી એ મને દ્વેષ ના કરતાં. બધા માટે મારી પાસે કોઈક વાર્તા તો છે જ.)

*************

દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.

.

Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.