અધુરો સંગાથ Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરો સંગાથ

અધુરો સંગાથ..
( A Speechless Love Story..)

અનામિકા આજે સવારે કોલેજ જવાં માટે વહેલી તૈયાર થઈ ગઈ હતી, અને એક અલગ પ્રકારનાં જુસ્સા સાથે તે આજે કોલેજ જવાં માટે રવાનાં થઈ હતી, બહાર નીકળીને જોયું તો તેની એક્ટિવા પર વહેલી સવારની આછેરી ઝાકળનાં બુંદો છવાયેલ હતાં, સૂર્યનારાયણનાં કિરણો આ ઝાકળનાં આવરણોને ચીરીને ધરતી પર પ્રકાશ રેલવવા માટે તલપાપડ થઈ રહ્યાં હોય તેમ મથામણ કરી રહ્યાં હતાં, પક્ષીઓ પણ પોતાનાં માળો છોડીને તેમનાં બચ્ચાં માટે ખોરાકની શોધ કરવાં માટે નીકળી પડ્યા હતાં, ફૂલ જેવાં નાના બાળકો પણ ભાર વગરનું ભણતર લેવાં માટે ભારેખમ બેગ પોતાનાં ખભે લટકાવીને શાળાએ જવાં માટે નીકળી પડયા હતાં, ભારતનું ભાવિ ભવિષ્ય સે.એન.જી રીક્ષામાં અકડાઠટ ઠસાય - ઠસાયને યુદ્ધમાં જેવી રીતે સૈનિકો જઇ રહ્યાં હોય તેમ બાળકો પોતાની શાળાએ જઈ રહ્યાં હતાં.

અનામિકા આજે ખુબજ ખુશ હતી, કારણ કે કૉલેજનાં પહેલાં જ વર્ષથી તેનાં હૃદયમાં પ્રેમનાં જે બીજ રોપાયેલ હતાં, તે બીજ આજે પુરેપુરા વિકસિત છોડમાં ફેરવાઈ ગયાં હોય તેમ તે છોડ પર જાણે રંગબેરંગી સુગંધિત ફૂલો આવી ગયાં હોય તેવું લાગી રહ્યું હતું, જાણે વર્ષોથી સુકાયેલ જમીન પર વરસાદનાં અમી છાંટણા થવાનાં હોય તેમ અનામિકા મનોમન આનંદની લાગણી અનુભવી રહી હતી.

અનામિકાએ કોલેજમાં એડમિશન લીધાં બાદ, ચારેક મહિનામાં તે આરવને મનોમન પસંદ કરવા લાગી, પરંતુ તે એ બાબતથી તદ્દન અજાણ જ હતી કે તેની પસંદગી આગળ જતાં પ્રેમમાં પરિણમશે…!

બીજી બાજુ આરવ પણ અનામિકાને મનોમન પસંદ કરવાં લાગ્યો હતો, અનામિકાની સાદગી અને મોહકતા જાણે આરવનાં હૃદયને સ્પર્શી ગયાં હોય તેવું આરવ અનુભવી રહ્યો હતો.

આમ આરવ અને અનામિકા એકબીજાને પસંદ તો કરી રહ્યાં હતાં, હવે જોવાનું એ હતું કે બનેવ માંથી કોણ પહેલાં પોતાનાં હૃદયની લાગણી જણાવે છે.. !

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સ્થળ - એમ.એસ.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સની કેન્ટીન
સમય - સવારનાં 11 કલાક
તારીખ - 14 ફેબ્રુઆરી 2020.

આરવ તેનાં મિત્રો સાથે ટેબલની ફરતે ગોઠવાયેલ હતો, અને આરવ તેના અન્ય મિત્રો સાથે મળીને ચા ની એક પછી એક એમ ચૂસકીઓ લગાવી રહ્યો હતો, એવામાં આરવનાં એક મિત્ર સાગરનું ધ્યાન આરવ પર પડ્યું...આરવ પોતાનાં ખિસ્સામાં કંઈક છુપાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું….આથી સાગરે અન્ય મિત્રો સાથે મળીને આરવનાં મનમાં જે કંઈ ચાલી રહ્યું હતું તે જણાવવા માટે કહ્યું….ઘણીબધી વિનંતીઓ, આજીજી કર્યા બાદ આરવ અંતે પોતાનાં મનની વાત તેના અન્ય મિત્રોને જણાવે છે….!

આરવ પોતાનાં મનની વાત જણાવતાં કહે છે કે આજે પોતે જેને મનોમન પસંદ કરી રહ્યો છે તે અનામિકાને પોતાનાં હૃદયની વાત જણાવવાનો છે, આથી આરવ પોતાનાં ખિસ્સામાં અનામિકાને પ્રપોઝ કરવાં માટે એક ડાયમંડ રિંગ લઈને આવેલ હતો જે તે અનામિકાને ગિફ્ટમાં આપવાનો હતો.

આરવની આ વાત સાંભળીને આરવનાં મિત્ર વર્તુળમાં આનંદનું મોજું ફરી વળ્યું, સૌ કોઈ આરવને "બેસ્ટ ઓફ લક" વિશ કરતાં જણાવ્યું કે,"આજે કોઈપણ સંજોગોમાં તું તારા હૃદયની લાગણી અનામિકાને અચૂક પણે જણાવજે...જ...તે..!"

એવામાં અનામિકા પણ પોતાની ફ્રેન્ડ રોશની સાથે કેન્ટીનમાં પ્રવેશી, આ બાજુ અનામિકાની હાલત પણ આરવ જેવી જ હતી...અનામિકા અને રોશની કેન્ટીનમાં પ્રવેશીને આરવની બાજુમાં આવેલ ટેબલ પર ગોઠવાય જાય છે...અને બે કોફી ઓર્ડર કરે છે...થોડીવારમાં વેઈટર કોફી લઈને આવે છે...ત્યારબાદ અનામિકા અને રોશની પોત - પોતાની કોફી પુરી કરે છે...અને રોશની અનામિકાને કાનમાં "બેસ્ટ ઓફ લક" કહીને ખુરશી પરથી ઉભી થઈને કેન્ટીનનાં દરવાજા તરફ ચાલવા લાગે છે….આ બાજુ મોકો મળતાં જ આરવનાં મિત્રો પણ આરવને "બેસ્ટ ઓફ લક" એવું કહીને કેન્ટીનનાં દરવાજા તરફ ચાલવા લાગે છે… !

ત્યારબાદ આરવ ઉભો થઈને અનામિકાની પાસે જાય છે, આ દરમ્યાન આરવનાં શરીરમાં એક અલગ પ્રકારની જ ધ્રુજારી આવી રહી હતી, તે ખુબજ ગભરાહટ અનુભવી રહ્યો હતો, પોતાની સામે ચાર પાંચ દુશમનો ઉભા હોય છતાંપણ કોઈપણ પ્રકારની બીક કે ડર વગર ખૂલ્લી છાતીએ સામનો કરનાર, આરવ હાલમાં એક અગલ પ્રકારની ગભરાહટ મહેસુસ કરી રહ્યો હતો….આરવનાં મનમાં વિચારોની એક ટ્રેને ખુબ જ ઝડપી ગતિ પકડી હોય તેવું લાગી રહ્યું હતું...જેમકે શું હું અનામિકાને પ્રપોઝ કરીશ તો તેને ગમશે…? શું અનામિકા મારી પ્રપોઝલનો સ્વીકાર કરશે…? શું અત્યારે અનામિકાને પ્રપોઝ કરવાં માટે યોગ્ય સમય છે..? શું પોતે અનામિકાને પ્રપોઝ કરશે તો ક્યાંક અનામિકા તેની સાથે વાત કરવાનું કાયમિક માટે બંધ તો નહીં કરી દેશે ? - આવા અનેક પ્રશ્નો હાલમાં આરવને ચારેબાજુએથી ઘેરી વળેલ હતાં..!

તેમ છતાંપણ આરવે પોતાનાં શરીરમાં જેટલી હિંમત હતી તે બધી જ હિંમત એકઠી કરીને પોતાનાં ધ્રુજતાં પગને કાબુમાં કર્યા, અને પોતાનાં મનમાં પુરઝડપે દોડી રહેલી વિચારોની ટ્રેનને બ્રેક લગાવી અને અનામિકાની એકદમ નજીક ગયો…!

"અનામિકા ! મને ખબર નહીં…કે અત્યારે મારા મનમાં રહેલી તારા પ્રત્યેની લાગણીઓ જણાવવા માટે યોગ્ય સમય છે કે નહીં…? પરંતુ હું છેલ્લાં ઘણાં સમયથી મારા મનમાં તારા પ્રત્યે રહેલી લાગણીઓ જણાવવાનું વિચારી રહ્યો હતો...અને આજે વેલન્ટાઇન ડે હોવાથી હું તને મારા હૃદયમાં તારા પ્રત્યેની લાગણી જણાવી રહ્યો છું...તારો જવાબ ભલે ગમે તે હોય પરંતુ તેની આપણી ફ્રેન્ડશીપ પર કોઈ જ અસર નહીં પડે એવું હું તને વચન આપું છું... "વિલ યુ બી માય વેલન્ટાઈ" - જમીન પર પોતાના ગોઠણભેર બેસીને પોતાનાં હાથમાં રહેલ ડાયમંડ રિંગ અનામિકાની સામે ધરતા આરવ બોલ્યો.

આ જોઈને અનામિકાની ખુશીઓનો કોઈ પાર ના રહ્યો, જાણે આરવે પોતાનાં મનમાં જે વાત હતી તે જ વાત જણાવી એ સાંભળીને અનામિકાની ખુશીઓ સાતમા આસમાને પહોંચી ગઈ…"ભાવતું હતુ અને વૈધે કહ્યું..!" એવું અનામિકા અનુભવી રહી હતી...આ જોઈ અનામિકાની માસૂમ આંખોમાં ખુશીઓનાં આંસુઓ વહેવા લાગ્યાં, અને તે આંસુઓ અનામિકાના ભરાવદાર અને મોહક ગાલ પરથી દડ- દડતાં આરવના હાથ પર પડ્યાં.

આ જોઈ આરવે અત્યાર સુધી જે કંઈ બોલ્યો તે નીચે જોઈને બોલ્યો હતો, કારણ કે અનામિકાની સામે જોવાની હિંમત આરવ પાસે હાલમાં હતી નહીં...પરંતુ અનામિકાનાં આંસુઓ પોતાનાં હાથ પર પડતાંની સાથે જ જાણે આરવમાં હિંમત આવી ગઈ હોય તેમ એકાએક ઉભો થયો અને બોલ્યો.

"અનામિકા ! તને મારા પ્રત્યે આ પ્રકારની કોઈપણ લાગણી ના હોય તો તું મારી પ્રપોઝલનો અસ્વીકાર કરી શકે છે...આપણે અત્યાર સુધી જેમ મિત્રો છીએ તેમ ભવિષ્યમાં પણ સારા મિત્રો બની ને રહીશું..!" - આરવ અનામિકાની આંખોમાં આંખ મેળવીને બોલ્યો.

"આરવ ! મને એવું કંઈ જ નથી...જેમ તું મને પસંદ કરતો આવ્યો છું, તેવી જ રીતે હું પણ તને મનોમન પસંદ કરતી આવી છું, પરંતુ મેં ક્યારેય નહોતું વિચારેલ કે મને તું આવી રીતે પ્રપોઝ કરીશ…! યસ ! ઓફ કોર્સ એન્ડ ડેફીનેટલી આઈ વિલ બી યોર વેલેન્ટાઇન ફોર એવર….!" - પોતાનાં આંસુઓ પાછળ રહેલી ખુશીઓ જણાવતાં અનામિકા બોલી..!

આ સાંભળીને આરવના શરીરમાં પણ જાણે રગે - રગમાં એક નવો જ જુસ્સો કે શક્તિનો સંચાર થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું….ત્યારબાદ આરવે અનામિકાને ડાયમંડ રિંગ પહેરાવી અને કેન્ટીનમાં જ બનેવ એકબીજાને પાંચ મિનિટ સુધી ગળે મળીને વળગી રહ્યાં.

એવામાં આરવના મિત્રો અને રોશની "કોંગ્રેચ્યુલેશન ! બોથ ઓફ યુ" એવું બોલીને તાળીઓના ગલગાળાટ સાથે બનેવને વધાવી લીધાં..અને આરવ અને અનામિકાને ઘેરી લીધાં…અને કેન્ટીનમાં આનંદમય વાતાવરણ છવાય ગયું...ત્યારબાદ આરવે તેનાં મિત્રો અને રોશનીને રાતે સિલ્વર સ્ટાર હોટલમાં ડિનર માટે આમંત્રણ આપ્યું...અને સૌ કોઈ એક અલગ ખુશીઓ સાથે જ કેન્ટીનની બહાર નીકળી ગયાં….પરંતુ તેમાંથી એકપણ વ્યક્તિએ આરવ અને અનામિકાની લવ સ્ટોરી કે જે થોડીક જ મિનિટો પહેલાં શરૂ થઈ હતી તેમાં કેવો વળાંક કે આફત આવવાની છે તેનાંથી સૌ કોઈ ખુદ આરવ અને અનામિકા પણ અજાણ હતાં…!

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સમય - સાંજના સાત કલાક
સ્થળ - સિલ્વર સ્ટાર હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ.
તારીખ - 14 ફેબ્રુઆરી 2020.

આરવ તેનાં મિત્રો સાથે સિલ્વર સ્ટાર હોટલની બહાર ઉભેલ હતો, થોડીવારમાં રોશની પણ આવી ગઈ, અને બધાં સાગર અને અનામિકા જે હજુ સુધી આવેલ ન હતાં, તેની રાહ જોઈ રહ્યાં હતાં….આથી આરવે પોતાનાં મોબાઈલ ફોનમાંથી સાગરને કોલ કર્યો, આથી સાગરે આરવને જણાવતાં કહ્યું કે..

"આરવ ! હું મારા ઘરેથી નીકળી ગયો છું, હું વીસ મિનિટમાં ત્યાં પહોંચી જઈશ…!" - આટલું બોલી સાગરે કોલ ડિસ્કનેક્ટ કર્યો.

ત્યારબાદ રોશનીએ પોતાનાં મોબાઈલ ફોનમાંથી અનામિકાને કોલ કર્યો, આથી અનામિકાએ રોશનીને જણાવતાં કહ્યું કે…
"હું મારા ઘરેથી નીકળી ગઈ છું અને મારા ઘરેથી તે હોટલ સુધી પહોંચવા માટે બે વખત રીક્ષા કરવી પડે છે...આથી હું હાલમાં અડધે સુધી પહોંચી ગઈ છું, અને બીજી રીક્ષા મળે તેની અહીં રસ્તા પર ઉભી રહીને રાહ જોઈ રહી છું….હું લગભગ અડધી કલાકમાં ત્યાં પહોંચી જઈશ…!" - આટલું બોલી અનામિકાએ કોલ ડિસ્કનેક્ટ કર્યો…!

સૌ કોઈ સાગર અને અનામિકા આવે તેની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યાં….લગભગ અડધી કલાક વીતવા છતાંપણ સાગર કે અનામીકા બનેવ માંથી કોઈપણ આવ્યું નહીં...ધીમે - ધીમે એક કલાક જેવું વીતી ગયું પરંતુ હજુપણ બનેવ માંથી કોઈ જ હોટલ પર પહોંચ્યું નહી...ફરીવાર બધાએ સાગર અને અનામિકાને પોત-પોતાનાં મોબાઈલ ફોનમાંથી કોન્ટેક કરવાં માટે પ્રયત્નો કર્યા, પરંતુ બધાં જ પ્રયત્નો વ્યર્થ નીવડ્યા કારણ કે સાગર અને અનામિકા બનેવનાં ફોન "આઉટ ઓફ કવરેજ એરિયા" બતાવી રહ્યાં હતાં, ઘણાબધાં પ્રયત્નો કર્યા છતાંપણ હજુસુધી બનેવનાં ફોન "આઉટ ઓફ સર્વિસ જ બતાવી રહ્યાં હતાં….હાજર સૌ કોઈનાં ચહેરા પર ચિંતાઓની લકીરો છવાય ગઈ હતી….સાગર અને અનામિકા બનેવનાં મોબાઈલ ફોન એકસાથે "આઉટ ઓફ કવરેજ એરિયા" આવતાં હોવાથી આરવના મનમાં પણ સાગર અને અનામિકાનાં ચરિત્ર પર અવિશ્વાસ કે શંકાઓની સોય ઘૂમી રહી હતી...આરવના મનમાં એક પ્રશ્ન વાંરવાર થઈ રહ્યો હતો…" શું ? અનામિકા અને સાગર બનેવ સાથે મળીને પોતાને દગો તો નથી આપી રહ્યાં ને…? શું સાગર અને અનામિકા એકબીજાને અગાવથી જ પ્રેમ કરતાં હોય તેવું તો નહીં હશે ને…? અનામિકા સાગરને જ પ્રેમ કરતી હોવા છતાંપણ શાં માટે મારી સાથે પ્રેમ હોવાનું ખોટું નાટક કે દેખાવ કરી રહી હશે…? " - આવા અનેક પ્રશ્નો આરવનાં મનમાં ઉદભવી રહ્યાં હતાં, આથી આરવને ધીમે - ધીમે "મિત્રતા અને પ્રેમ" શબ્દથી જાણે નફરત પેદા થઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું….!

આમ એક કે દોઢ કલાક રાહ જોવા છતાંપણ સાગર અને અનામિકા આવ્યાં નહીં...એટલે આરવનાં મનમાં રહેલ શંકા જાણે હકીકતમાં પરિણમી રહી હોય તેમ તેની શંકા મજબૂતાઈ પકડી રહી હતી….!

અંતે અનામિકા અને સાગર આ બનેવ માંથી કોઈ આવ્યું નહીં, અને તેઓ આવશે એવાં અણસાર પણ ના મળવાથી આરવ ગુસ્સામાં રાતાચોળ થતાં થતાં પોતાનાં ઘરે જવાં રવાનાં થયો….અને ભવિષ્યમાં ક્યારેય પણ અનામિકા અને સાગરને પોતાની સાથે જે અવિશ્વનિય વિશ્વાસઘાત ભરેલ વર્તન કરેલ હતું, તેને લીધે નહીં બોલાવીશ એવું મનોમન દ્રઢ નિર્ણય પણ કરી લીધો…!

આરવ જ્યારે પોતાનાં ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એકાએક આરવની નજર રોડની એક તરફ પાર્ક કરેલ બાઇક પર પડી જે બાઇક બીજા કોઈની નહીં પરંતુ સાગરની જ હતી...અને બદનસીબે સાગરની બાઇક જે કોમ્પ્લેક્ષની બહાર પાર્ક કરેલ હતી, તે જ કોમ્પ્લેક્ષનાં બીજા માળ પર હોટલ નાઈટમુન આવેલ હતી, આથી આરવ સાગરની બાઇક તરફ ચાલવા લાગ્યો, એવામાં અચાનક તેના પગ નીચે એક મોબાઈલ આવ્યો જે પડવાથી તૂટી ગયેલ હતો, અને તે સ્વિચ ઓફ થઈ ગયેલ હતો, જે મોબાઈલ બીજા કોઈનો નહીં પરંતુ અનામિકાનો જ હતો, આથી સાગરની બાઇક અને મોબાઈલ બનેવ એક જ સ્થળેથી મળતાં આરવનાં મનમાં સાગર અને અનામિકા વિશે જે શંકાઓ જન્મી હતી તે હકીકતમાં પરીણમી હોય તેવો આરવને વિશ્વાસ આવી ગયો, આથી આરવે ગુસ્સામાં આવીને અનામિકાનો મોબાઈલ ફોન દૂર કેનાલમાં ફેંકી દીધો….અને ગુસ્સામાં જ તે પોતાનાં ઘરે જવાં માટે પરત ફર્યો.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સાગર હોટલ સિલ્વર સ્ટાર હોટલે જવાં માટે પોતાનાં ઘરેથી નીકળ્યો હતો, એવામાં સાગરનાં મોબાઈલ ફોનમાં આરવનો કોલ આવ્યો, આથી તેણે આરવને થોડીજ વારમાં પહોંચું છું તેમ જણાવ્યું, ત્યારબાદ સાગર હોટલ સિલ્વર સ્ટાર તરફ જતાં રસ્તે આગળ વધવા લાગ્યો, એવામાં રોડ પર લોકોનું ટોળું વળેલ હતું, આથી સાગરને મોડું થતું હોવા છતાંપણ માણસાઈને લીધે પોતાની બાઇક રોડની એક તરફ સાઈડમાં પાર્ક કરી...અને ટોળું ચિરતાં - ચિરતાં સાગર ટોળાની વચ્ચે પહોંચ્યો…ત્યાં જઈને જોયું તો તેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ….કારણ કે ટોળાની વચ્ચે બીજું કોઈ નહીં પરંતુ ખુદ અનામિકા પોતે જ બેભાન હાલતમાં પડેલ હતી….અને આ સમાજના કહેવાતાં શિક્ષિત લોકો અનામિકાની મદદ કરવાનાં બદલે તેનો ફોટો પાડી રહ્યાં હતાં અને વીડિયો ઉતારી રહ્યાં હતાં..!

સાગર તો થોડીવાર ખુબજ મુંઝાયો...શું કરવું તે તેને ખ્યાલ નહોતો આવી રહ્યો, આથી તેણે એકપણ સેકન્ડનો વ્યર્થ કર્યા વગર જ ત્યાં નજીકમાં રહેલ ઓટો રિક્ષામાં અનામિકાને લઈને નજીકની આદેશ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં લઇ ગયો, ત્યાં હોસ્પિટલમાં અનામિકાને સર્જીકલ આઈ.સી.યુ માં દાખલ કરીને ઈમરજન્સી બધી જ સારવાર આપવામાં આવી...અને ત્યાં ફરજ પર હાજર રહેલાં ન્યુરોલોજીસ્ટે અનામિકાની તપાસ કરી….

સાગર સર્જીકલ આઈ.સી.યુ ની બહાર ઉભેલ હતો, અને આરવને આ ઘટનાની જાણ કરવાં માટે પોતાનો હાથ ખિસ્સામાં નાખ્યો તો તે એકદમથી હેબતાઈ ગયો, કારણ કે તેનાં ખિસ્સામાં મોબાઈલ હતો જ નહીં...કારણ કે સાગર જ્યારે અનામિકાને રિક્ષામાં બેસાડી રહ્યો હતો કદાચ તે દરમ્યાન તેનો મોબાઈલ ફોન કયાંક પડી ગયો હશે તેવું સાગરને લાગી રહ્યું હતું.

એટલીવારમાં ન્યુરોલોજીસ્ટ આઇ.સી.યુ. ની બહાર આવ્યાં, અને પોતાના ચહેરા પર રહેલ માસ્ક હટાવતાં - હટાવતાં સાગરની સામે જોતો બોલ્યાં કે…

"અનામિકા ! હાલમાં બ્રેઇન ટ્યુમર(મગજની ગાંઠ) થી પીડાય રહી છે...જે ગાંઠ અનામિકાનાં મગજમાં ઘણાં સમયથી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આજે તે ગાંઠની સાઈઝમાં થોડો વધારો થવાને લીધે તેનું મગજના સભાનતા સેન્ટર પર અસર થઈ હતી, જેથી તે બેભાન થઈ ગયેલ હતી… હાલમાં અમે અનામિકાની સારવાર ચાલુ કરી દીધેલ છે, જેમ જેમ ગાંઠની સાઈઝમાં ઘટાડો થશે તેમ તેમ મગજમાં આવેલ સભાનતા સેન્ટર પરથી દબાણ ઘટશે...ત્યારબાદ અનામિકા ભાનમાં આવશે...પરંતુ ક્યારે આવશે એ કહેવું ઘણું જ મુશ્કેલ છે...કદાચ એકાદ કલાક, બે - ત્રણ દિવસ, અઠવાડિયુ, મહિનો કે વર્ષો પણ લાગી શકે….અથવા ભાનમાં ના પણ આવે તેવું પણ બની શકે...હાલમાં અનામિકા માટે 24 થી 48 કલાક ખુબજ ગંભીર ગણાય માટે તમારે અથવા તમારા કોઈ સગાએ અનામિકા સાથે રહેવું ખૂબ જ જરૂરી છે….!" - ન્યુરોલોજીસ્ટ સાગરને આટલું સમજાવીને પાછા આઈ.સી.યુ માં જતાં રહ્યાં….!

પછી સાગરે અનામિકાના પર્સમાં રહેલ ડાયરીમાંથી અનામિકાના ઘરનો નંબર લઈને વોર્ડબોયના મોબાઇલમાંથી તેના ઘરે આખી ઘટનાની જાણ કરી, થોડીવારમાં અનામિકાના માતા- પિતા હોસ્પિટલે પહોંચી ગયાં…અને સાગરે અનામિકાનાં માતા- પિતાને આખે આખી ઘટનાં વિશે જણાવ્યું….ત્યારબાદ સાગર અનામિકાના માતા-પિતાની રજા લઈને પોતાનાં ઘરે જવાં માટે રવાનાં થયો...અને રસ્તા પર જે જગ્યાએ પોતે પોતાની બાઇક પાર્ક કરેલ હતી ત્યાં પહોંચ્યો...અને ત્યારબાદ રાતનાં 12 વાગી ચુક્યા હોવાથી સાગર સીધો જ પોતાનાં ઘરે જતાં રસ્તે ચડી ગયો…!

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ત્યારબાદ લગભગ અઠવાડિયા બાદ આરવનાં પિતાને આરવના રૂમમાંથી અનામીકાનો ફોટો મળ્યો, અને સદનસીબે આરવના પિતા જ આદેશ હોસ્પિટલમાં રહેલ ન્યુરોલોજીસ્ટ હતાં,તેમણે આરવને વેલેન્ટાઈન ડે ના દિવસે જે ઘટનાં બનેલ હતી તે આખે આખી ઘટનાં આરવને જણાવી અને કહ્યું કે અનામિકાને મારી હોસ્પિટલે તારી ઉંમરનો જ એક યુવક લઈને આવેલ હતો જેણે પોતાનું નામ સાગર એવું જણાવ્યું હતું...જે કોઇપણ પ્રકારનાં સ્વાર્થ વગર જ અનામિકાને મારી હોસ્પિટલે લઈને આવેલ હતો.

આમ આરવના પિતાએ જણાવેલ બાબતોનાં આધારે આરવને આખી હકીકતનો ખ્યાલ આવી ગયો, અને પોતાની જાત પ્રત્યે આરવને નફરત થવાં લાગી, આથી આરવે તેનાં પિતાને અનામિકા વિશે વધારે પૂછ્યું, જેનો જવાબ આપતાં આરવના પિતાએ જણાવ્યું કે,

"બેટા ! વેલેન્ટાઈન ડે ના દિવસે રાતે લગભગ 3 વાગ્યે આ યુવતી એટલે કે અનામિકા આ દુનિયાને અલવિદા કહીને કાયમિક માટે જતી રહી...એટલે કે મૃત્યુ પામી પરંતુ જ્યારે તેણે છેલ્લો શ્વાસ લીધો ત્યારે તે બેભાન હોવા છતાંપણ તેની આંખોમાંથી કોઈ દુઃખને લીધે આંસુડાઓ વહી રહ્યાં હતાં…!"

આ સાંભળીને આરવને પોતાની ભૂલ સમજાઈ ગઈ...તેણે કોઈપણ બાબતની ખરાઈ કર્યા વગર જ સાગર અને અનામિકા વિશે નહોતું વિચારવાનું એવું પણ વિચારી લીધું...આથી તે ખુબ દુઃખી થઈ ગયો….અને સાગરને કોલ કરીને ધ્રુસકે - ધ્રુસકે રડતાં અવાજે માફી માંગી...પરંતુ અફસોસ કે આરવ અનામિકા પાસે માફી ના માંગી શક્યો…! જેનો વસવસો આરવને જીવનપર્યંત રહેશે….આથી આરવે પોતાની ભૂલના પશ્ચાતાપ માટે ક્યારેય લગ્ન ના કરવાનો નિર્ણય લીધો અને અનામિકાની યાદોના સહારે આખે આખુ જીવન વિતાવવાનું નક્કી કર્યું… અને આંખોમાં આંસુ સાથે ઉપર જોઈને દુઃખી થતાં અવાજે મનોમન બોલ્યો કે...

"ભગવાન તારી પાસે પણ હું શું ફરિયાદ કરું…?
તે તો મને બધું જ આપ્યું હસતા ચહેરે….!
પરંતુ અફસોસ કે હું પોતે જ પ્રેમ અને મિત્રતા
પારખવામાં થાપ ખાય બેઠો….!

મકવાણા રાહુલ.એચ.
"બે ધકડ"