જીદંગી જીવતા શીખો. - 1 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

જીદંગી જીવતા શીખો. - 1

આપણે જીંદગી જીવતા શા માટે શીખવુ જોઇએ? એક મીત્રએ તેના બીજા મીત્રને પ્રશ્ન કર્યો.
સમેથી સીધોને સરળ જવાબ આવ્યો– આપણને જીંદગી જીવવા મળી છે એટલા માટે...

આમ જોવા જઈએ તો એ ભાઇની વાત પણ સાચી છે, આપણને આટલી કીંમતી અને અમુલ્ય જીંદગી જીવવા મળી છે તો પછી શા માટે તેને વ્યવસથીત રીતે રાજી ખુશીથી જીવતા ન શીખીએ? શા માટે નિર્જીવ વસ્તુઓ પાછળ આંધળી દોટ મુકીએ? શા માટે આપણે દુ:ખી બિચારા અને લાચાર બનીને ફરીએ. શું આવુ કરવા માટે આપણને આ જીંદગી મળી છે? નહી, જીંદગી આવા ઢસરડાઓ કરવા માટે નહી પરંતુ તમામ વિકારો પર વિજય પ્રાપ્ત કરી સુખ, શાંતી અને સંતોષનો પ્રકાશ ફેલાવવા માટે મળી છે એટલા માટેજ તેને નકામી બાબતોમા ફંગોળાઈ દેવા કરતા વ્યવસ્થીત રીતે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક નાનુ એવુ મશીન જો આપણે ચલાવવુ હોય તો તેના માટે પણ તેને વ્યસ્થીત રીતે ચલાવવાની, તેને કાબુમા રાખવાની તાલીમ લેવી પડતી હોય છે. જો તેમ ન કરવામા આવે તો ઘણી વખત નુકશાનીઓ સહન કરવાનો વારો આવતો હોય છે. હવે જો નાના એવા એક મશીન ચલાવવા માટે પણ તાલીમ મેળવવી પડતી હોય તો આતો આપણી અતી મુલ્યવાન એવી જીદગી છે, તેને યોગ્ય તાલીમ લીધા વગર કેવી રીતે જીવી શકાય? શું તમને નથી લાગતુ કે યોગ્ય તાલીમ લઈને વધુ સારુ જીવન જીવી શકાતુ હોય છે !

જીંદગી એ શું છે એ પ્રશ્નનો જવાબ આપવો હોય તો એમ કહી શકાય કે જીંદગી એ બે અનંતકાળ વચ્ચેનો એવો સમય છે કે જેને આપણે અનુભવી શકીએ છીએ. આ બે અનંતકાળ એટલે આપણા જન્મ પહેલાના કરોડો વર્ષો અને આપણા મૃત્યુ પછીના કરોડો વર્ષો કે જેને આપણે ક્યારેય અનુભવી શકતા નથી. આ કરોડો વર્ષોની સરખામણીમા જીંદગીના ૧૦૦ વર્ષ એક સેકંડ બરાબર પણ ન કહેવાય. હવે જો આપણને આટલો ટુંકો સમય જીવવા માટે મળ્યો હોય તો તેને ઇર્ષા, અદેખાઇ, નિરાશા, અબોલા કે બદલા લેવામા કેવી રીતે વેડફી શકાય ? તમને ૧૦૦ વર્ષની જેલ થઈ હોય પણ એક દિવસ કે અઠવાડીયુ જીંદગીના બધાજ આનંદ લુંટી લવાની છુટ આપવામા આવી હોય તો તમને શું લોકો સાથે ઝઘડાઓ કરવામા કે ફર્નીચરો ભેગા કરવામા સમય બર્બાદ કરવો ગમશે ? આમ આપણી પાસે આનંદ કિલ્લોલ કરવા સીવાય કે લોકોનુ ભલુ કરવા સીવાય બીજો કોઇ સમયજ ન બચે તો એજ સાચી જીંદગી કહેવાશે. જો તમે આ રીતે જીંદગી જીવતા હોવ તો તમારાથી સુખી વ્યક્તી આ દુનિયામા બીજો કોઇ હોઇ શકે નહી. હકીકતમા થયુ છે એવુ કે આપણે બધા જીંદગીને એક રેસ માની બેઠા છીએ કે જેમા પહેલા નહી આવો તો જીંદગી છીનવાઇ જશે તેવો ભ્રમ આપણા મનમા ઘર કરી ગયો છે. જીંદગીને આટલી બધી ગંભીરતાથી લેવાને કારણેજ આપણે બધા આંખ બંધ કરીને આમ તેમ દોડી રહ્યા છીએ, પણ આવી દોટનો કોઇજ મતલબ હોતો નથી. માટે જીવનમા સીરીયસ નહી સીન્સીયર બનો. સીન્સીયરતાથી જીંદગીને સુવ્યવસ્થીત રીતે જીવી શકાતી હોય છે જ્યારે ગંભીર મોઢા લઈને ફરવાથી જીંદગી આપણા માટેજ બોજારુપ બની જતી હોય છે .
અહી એક વાત ખાસ યાદ રાખવી જોઇએ કે પોતાના કાર્યમા સફળ થઈ જવાથી કંઈ જીવન સફળ થઇ નથી જતુ, જીવનને સફળ બનાવવા માટે નીચેના ૫ નિયમોનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ, તેનો જીવનમા શક્ય હોય તેટલો અમલ કરવો જોઇએ.
નિયમ : ૧)
ઉનાળાના બળબળતા તડકામા એક ભીખારી બજાર વચ્ચે ચાલ્યો જતો હતો. તેને ખુબ તરસ લાગી હતી એટલે તે બધી દુકાને ફરી ફરીને પાણી શોધી રહ્યો હતો પણ દુકાનો બધીજ બપોરનો સમય હોવાને કારણે બંધ હતી.
એવામા તરસથી આકુળ વ્યાકુળ થયેલા આ માણસને સામે કોઇ એક દુકાન ખુલ્લી દેખાણી.ત્યાં જઈને જોયુ તો તે દુકાનના શેઠ કંઈક હીસાબ કરવામા મશ્ગુલ હતા.
ભીખારીએ તરતજ શેઠ પાસે જઈ વિનંતી કરી કે “ શેઠ, બહુજ તરસ લાગી છે, ક્યાય પાણી મળતુ નથી, મહેરબાની કરીને થોડુ પાણી આપશો? પેલા શેઠે કહ્યુ, માણસ બહાર ગયો છે, થોડી વાર ઉભો રહે, એ આવશે એટલે પાણી પાશે, “ આ વાત સાંભળી ભીખારી ધોમ ધખતા તડકામા થોડીવાર ઉભો રહી ગયો, ૧૫-૨૦ મીનીટ પસાર થઈ ગઈ એટલે ફરી પાછો ભીખારી બોલ્યો, શેઠ આ તડકામા ઉભી ઉભીને તરસ ખુબ વધી ગઈ છે, હવે તો ખુબ ગળુ પણ સુકાય છે.
પેલા શેઠે ફરી પાછુ કહ્યુ , “ હજુ માણસ આવ્યો નથી, એને આવી જવા દે, એજ પાણી આપશે. “ ફરી પાછો ભીખારી તડકામા ઉભો રહ્યો, ૧૫-૨૦ મીનીટ પાછી નીકળી ગઈ.
હવે ભીખારીથી રહેવાણુ નહી, તે શેઠને આજીજી કરવા લાગ્યો, શેઠ હવેતો જીવ જાય છે, ખાલી એક પ્યાલો પાણી તમેજ આપી દોને ! આ સાભળી શેઠ તરતજ ખીજાઈને બોલ્યો, " એલા તને કેટલી વખત કહેવુ, માણસ નથી, એ આવશે એટલે તને પાણી આપશે.
પછીતો ભીખરી શેઠને બે હાથ જોડીને બસ એટલુજ બોલ્યો કે “ શેઠ હવે તમેજ થોડી વાર માટે માણસ બની જાવને ! “
જીંદગીને સફળ બનાવવા માટે આ વાત ખુબજ યાદ રાખવા જેવી છે. આપણે બધાને માણસ તરીકેની જીંદગી મળી છે તો માણસ બનીને જીવતા શીખવુ જોઇએ. માત્ર નિયમોના પુતળા કે કામ કરવા વાળા રોબોટ બનીને કામ કર્યે જવાને બદલે જીવનમા લાગણી, દયા, કરુણા, અને પરોપકારને સ્થાન આપીએ તો મળેલા જીવનને કુદરતની નજરોમા સફળ બનાવી શકાતુ હોય છે.
તમે જરા વિચારો જોઇએ કે આપણે સોનાના મહેલમા રહેતા હોઈએ, તમામ પ્રકારની સુખ સાહ્યબીઓ ભોગવી રહ્યા હોઈએ તેમ છતા આપણુ નામ સાંભળવા પણ લોકો તૈયાર ન હોય, લોકો આપણને મોટા પાયે નફરત કરતા હોય, ધુત્કારતા હોય તો આવી જીંદગી શા કામની કહેવાય ? પછીતો આપણે જીવીએ છીએ કે નહી તેની કોણ ચીંતા કરવાનુ હતુ? એક માણસ તરીકેતો આ નાકામીજ કહેવાયને ! હવે જરા એવા વ્યક્તી વિષે વિચારો જોઇએ કે જે રહે છે તો ઝુપડીમા પણ રાજ સેંકડો લોકોના દિલમા કરતો હોય, લોકો આવા માણસ માટે પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર હોય, તેના જીવનથી પ્રેરણા લેતા હોય તો આવા વ્યક્તીની જીંદગી સફળ કહેવાય કે નહી ! આવા લોકોને સમાજ નિષ્ફળ થવા દે ખરા ! આમ જીવનને સફળ બનાવવા માટે સૌથી પહેલાતો એક માણસ બનતા શીખવુ પડે અને માણસ બનવા માટે શ્રુષ્ટીના તમામ જીવો પ્રત્યે દયા, કરુણા અને પરોપકાર દર્શાવવા પડે તોજ અપણે એક માણસ તરીકેની જીંદગી જીવવા સફળ થતા હોઈએ છીએ.
નિયમ : ૨) ક્રમશઃ