Jindagi jivta shikho - 2 books and stories free download online pdf in Gujarati

જીદંગી જીવતા શીખો. - 2

નિયમ : ૨)
એક રાજાને બે કુવર હતા. બન્ને કુવરો હવે યુવાન થઈ ગયા હતા એટલે બન્નેમાથી કોઇ એકને યુવરાજ બનાવી રાજગાદી સોંપવામનો સમય આવ્યો. રાજા ઉમરમા મોટા હોય તેના કરતા વિચાર અને વર્તનમા મોટા હોય તેને રાજગાદી સોંપવા માગતા હતા એટલે રાજાએ પોતાના બન્ને કુવરોના વિચાર અને વર્તનની પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ.
રાજાએ બન્ને કુવરોને બોલાવીને તેઓના હાથમા એકસો રૂપીયા અને બન્નેને સરખા ઓરડા આપ્યા અને કહ્યુ કે તમારે આ ૧૦૦ રૂપીયાથી તમને જે મન પડે તે વસ્તુઓ ખરીદી આ આખો રૂમ ભરી દેવાનો છે, તેમા કયાંય પણ જગ્યા ખાલી રહેવી જોઇએ નહી. હવે હું તમને એક અઠવાળીયા પછી મળીશ અને ત્યારે તમારો ઓરડો જોઈશ તેમ કહીને રાજા ત્યાંથી ચાલતા થયા.
એક અઠવાળીયા પછી રાજાએ બન્ને કુવરને પાછા બોલાવ્યા અને પુચ્છ્યુ, મે તમને અઠવાળીયા પહેલા જે કામ સોંપ્યુ હતુ એ પુરુ થઈ ગયુ ? બન્નેએ જવાબ આપ્યો, હા પીતાજી.
તો ચાલો મને તમારા બન્નેના રૂમ બતાળો, એમ કહી રાજા પ્રધાનને સાથે રાખીને બન્નેના રુમ તરફ ચાલતા થયા.
સૌથી પહેલા મોટા કુંવરનો ઓરડો ખોલવામા આવ્યો. ઓરડો ખોલીને જોયુ તો તેમા ચારેય બાજુ કચરાઓના ઢગલા ફેલાયેલા હતા, ઉપરથી પાછી દુર્ગંધ પણ ઘણી આવતી હતી. રાજાએ ખીજાઈને પુચ્છ્યુ કે આવા કચરાથી કંઇ રૂમ ભરાતો હશે? તો સામે કુવરે પણ વળતો જવાબ આપ્યો, ૧૦૦ રૂપીયામા આખો રુમ ભરવો હોય તો આવીજ વસ્તુઓ આવે ને !
રાજા કંઈ પણ બોલ્યા વગરત્યાંથી રવાના થઈ ગયા. બીજા પુત્રની પાસે આવીને તેને પુચ્છ્યુ , “ બેટા , મોટા ભાઈ જેવુ પરાક્રમ તેતો નથી કર્યુને ! ના ના પીતાજી, મે એવુ નથી કર્યુ પણ મને પુરેપુરો વિશ્વાસ છે કે તમને મારો ઓરડો ખુબજ પસંદ આવશે.
ઠીક છે, એમ કહી રાજાએ ઓરડો ખોલ્યો તો અંદર ખુબજ સરસ મજાના દિવડાઓ અને ચંદનના ધુપ પ્રગટાવેલા હતા, જમીન પર સરસમજાના ફુલો પાથરેલા હતા, દિવડાઓના પ્રકાશ અને ચંદનના ધુપની સુગંધથી આખો ઓરડો ભરાયેલો હતો. આ જોઇ રાજા ખુબ ખુશ થઈ કુવરને ભેટી પડ્યા અને તેને જ પોતાનો વારસદાર ઘોષીત કર્યો.
કહેવાનુ તાત્પર્ય એટલુજ છે કે પ્રભુએ પણ આપણને ૧૦૦ રુપીયા તરીકે ૧૦૦ વર્ષનુ આયુષ્ય અને ઓરડા રુપી જીવન આપ્યુ છે. પણ મોટા ભાગના લોકો પોતાના જીવન રુપી ઓરડાને પેલા મોટા દિકરાની જેમ નકામી વસ્તુઓથી ભરવામાજ જીંદગી આખી ખર્ચી નાખતા હોય છે, તેઓ એટલુ સમજતા હોતા નથી કે આપણને જીંદગી વસ્તુ ભેગી કરવા માટે નહી પણ તેમા આશા, ઉત્સાહ, જ્ઞાન, વિશ્વાસ પ્રેમ અને શ્રધ્ધા રૂપી પ્રકાશ રેલાવા માટે મળી છે, હવે નક્કી આપણે કરવાનુ છે કે જીવનમા આપણે ઇર્ષા, દુખ, અને નીરાશાના અંધકાર ફેલાવી તેને નિષ્ફળ બનાવવુ છે કે સુખ–શાંતીનો ઉજાસ ફેલાવી સફળ બનાવવુ છે. જો સુખ શાંતીનો ઉજાસ ફેલાવવો હોય તો ઇર્ષા, દુઃખ અને નીરાશા ખંખેરીને જ્ઞાન, ઉત્સાહ, વિશ્વાસ અને શ્રધ્ધા નામના દિવળાઓ જીવનમા પ્રગટાવવા જોઈએ તોજ સુખ, શાંતીથી જીવન પસાર કરી શકાતુ હોય છે.
નિયમ : 3)
એક ભાઇ તેના નાના દિકરા સાથે સાંજના સમયે ફરવા નીકળ્યો. રસ્તે ચાલતા ચાલતા અચાનકથી તેને શાળામા ભણતા એક જુના મીત્રનો ભેટો થઈ ગયો. તેના શુટ બુટ અને વૈભવી કાર પરથી દેખાઈજ આવતુ હતુ કે તેણે ઘણી પ્રગતી કરી છે, તેમ છતાય ઉત્સુકતાથી તેણે પુચ્છ્યુ, અરે મીત્ર, કેમ છે, મજામા ! શું કરે છો અત્યારે ?
પેલા મીત્રએ ખુબ અભીમાનથી જવાબ આપ્યો, મારે ૧૦ જેટલા મોટા કારખાનાઓ ચાલે છે, શેરબજારમા મોટુ રોકાણ છે અને નાની મોટી અનેક ભાગીદારી પેઢીઓ ચાલે છે. આ શહેરમાજ મારે પોશ વિસ્તારમા એક મોટો બંગલો છે, ૨ ફ્લેટ છે અને હવે એક પાર્ટીપ્લોટ લેવાની તૈયારી કરુ છુ. મારુ તો ઠીક પણ તુ શું કરે છો એ તો કહે !
ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED