જોકર - 2 Desai Dilip દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

જોકર - 2

પહેલા ભાગમાં આપણ જોયું કે નિખિલ ખૂબ જ ઉદાસ હોય છે તેનો દોસ્ત કુનાલ તેની ઉદાસીનતા નું કારણ પૂછે છે અને નિખિલ કુનાલ ને ભેટી પડે છે હવે આગળ...

નિખિલ ની આંખ માં આંશુ હોય છે અને તે પોતાની ઉદાસીનતા નું કારણ કુનાલ ને જણાવતા કહે છે"કુનાલ મારી મા નું છેલ્લું સ્વપ્ન હતું કે હું એક મોટો કલાકાર બનું તેમના સૌથી વધારે મનપસંદ અભિનેતા અમિતાભ બચ્ચન હતા મારી મમ્મી મને તેમના જેવો જ અભિનેતા બનાવવા માગતા હતા પણ આજે હું માત્ર એક નાટક કંપની માં જોકર નું પાત્ર ભજવી રહ્યો છું મારી માતા કેટલા દુઃખી થતા હસે હું તેમનો નાલાયક દીકરો તેમનું એક સ્વપ્ન પૂરું ન કરી શક્યો"

કુનાલ "જો પેલા તો તારા આ સળેલા મોં પર થી આંશુ લૂછી ના. અને હવે સંભાળ મમ્મી હાલ જ્યાં પણ હસે હદ થી વધારે ખુશ હસે કેમ કે તેમનો આ નાલાયક દીકરો અગણિત લોકોના મોઢા પર ખુશી લાવે છે બધાને હસાવે છે અને તેમના દુઃખ ભુલવવા માં મદદ કરે છે, અરે તેમને તો તારા પર ગર્વ થતો હશે ગર્વ"
કુનાલ ની આ વાત સાંભળીને નિખિલ થોડો હળવો થાય છે અને તેની ઉદાસીનતા અમુક હદે ઓછી થાય છે.

બંને રૂમ માં જઈને સૂઈ જાય છે.બીજા દિવસે બંને પોતાના સેકંડ હેન્ડ બાઈક પર સવાર થઈને જતા હોય છે ત્યારે તેમની ટક્કર એક ખૂબ જ મોંઘી ગાડી સાથે થાય છે.તે ગાડી મા થી એક ખૂબ જ અમીર આદમી નીચે ઉતરે છે તેના પગ માં ઓછા માં ઓછા ૩૦,૦૦૦ ના બુટ પહેરેલા છે અને કપડાં તો એવા કે કોઈ ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઇનર એ જ ડીઝાઇન કર્યા હોય તે ગાડી માંથી નીચે ઉતરે છે અને ગુસ્સે થતાં બોલે છે"નોનસેંશ તમે લોકોએ આ શું કર્ય તમને ખબર છે કેટલી મોંઘી કાર છે આ"

ભગવાન ની દયા થી નિખિલ કે કુનાલ ને ગંભીર ઇજા પહોંચી નહતી.

નિખિલ : સોરી સર આંખ મા કચરો પડી ગયો એટલે ટક્કર થઈ ગઈ તમે કહો તો તમારી કાર ના રેપૈરિંગ માટે પૈસા ચૂકવી દઈએ"

કુનાલ: પણ નિખિલ ભૂલ તો આ વાર ના ડ્રાઇવર ની છે આપણી નથી તું કેમ...

નિખિલ કુનાલ ને અટકાવતા કહે છે "જવા દે ને આમ પણ બઉ મોડું થઈ ગયું છે"
તે મોંઘી ગાડી માં તે કાર ના માલિક નો છોકરો સાહિલ નિખિલ ના બાઈક પર લાગેલ 1 નંબર નાટક કંપની નું પોસ્ટર જોવે છે અને તે આ
નાટક જોવાની જીદ્દ કરે છે
નિખિલ આ જોઇને કહે છે સર તમે રજા આપો તો આ તમારા છોકરા ને નાટક જોવા આવવા દો
તે કાર ના માલિક નું નામ રાજદીપ મહેતા છે જે મહેતા પ્રોડક્શન્સ નો મુખ્ય અધિકારી છે મહેેેેતા
પ્રોડક્શન્સ ની ધરાહિકો ખૂબ જ મશહૂર છે .
રાજદીપ વિચારે છે કે ઓફિસ માં કોઈ વધારે કામ નથી તો ચલ હું પણ નાટક જોવા જઈ આવું શું ખબર ત્યાંથી મારા નવા શો નો નાયક મળી જાય. નિખિલ અને કુનાલ પણ રાજદીપ ની કાર માં બેસીને નીકળે છે.
રાજદીપ નિખિલ ને જોકર ના પાત્ર ને ખૂબ જ પસંદ કરે છે અને તેને પોતાના નવા શો મા મુખ્ય નાયક તરીકે નો રોલ ઓફર કરે છે
નિખિલ આ સાંભળીને એક દમ ચોંકી ઉઠે છે અને વિચારે છે કાલ હું જે વાત માટે દુઃખી હતો એ આજ પૂરી થવા જઈ રહી છે તે એક પણ પલ ની રાહ જોયા વગર રાજદીપ ને હા કહે છે.રાજદીપ નિખિલ અને કુનાલ ને પોતાની ઓફિસ માં લઇ જાય છે.અને પોતાના સ્ટાફ ને આમનો પરિચય કરાવે છે

જ્યારે રાજદીપ પોતાના આસિસ્ટન્ટ મહેશ નો પરિચય કરાવે છે ત્યારે નિખિલ ની આંખો ફાટી જાય છે અને મહેશ પણ નિખિલ સામે એક ધાર્યું જોઈ રહે છે
રાજદીપ આ બધું જોઈને તેમને પૂછે છે તમે એક બીજા ને ઓળખો છો .........



શું નિખિલ નું સપનું સાકાર થશે?
કોણ છે મહેશ અને નિખિલ સાથે તેનો સુ સંબંધ છે?
રાજદીપ નું નિખિલ ને આમ અચાનક મળવું કોઈની સાજિસ તો નથી?

જાણવા માટે વાંચો આગળ નો ભાગ