વિખરાયેલાં શમણાં - ૩ Darshana Hitesh jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિખરાયેલાં શમણાં - ૩

અંજાન રસ્તે ચાલતાં ચાલતાં રસ્તો ભૂલી જવાય,
ના મળતા રસ્તો સફરમાં કેવી ભુલભુલામણી થાય!!
"કાવ્યાને તેની પર શક જાય કે તે ઘણી બધી સ્ત્રી સાથે વાતો કરે છે. તે તેની પ્રોફાઈલમાં જઈ તેનું ફ્રેન્ડ લિસ્ટ ચેક કરે.. તેની લાઈક, કોમેન્ટ્સ ચેક કરે. પણ તેના વિશે કંઈ વિશેષ માહિતી મેળવી શકે નહીં."
"કાવ્યાને થતું કે એની સાથે વાતો કરી કંઈક ખોટું તો નથી કરી રહી ને, પણ કોણ જાણે કેમ તે સાચું ખોટું સમજી શકતી ના હતી. એક નવી રમત રમાઈ રહી હતી. હવે લાગણીઓ સાથે રમત રમવાનું શરૂ કરે છે. એકબીજાના અહમ ને ઠેસ પહોંચાડી પોતાના અહમને સંતોષવાની નવી રમત.."
"તેની પોસ્ટથી કાવ્યાને ઘણું જ આકર્ષણ થતું અને પછી તો કાવ્યાને તેને ઓળખવાનું જનુન સવાર થયું. તેને હંમેશા શક થતો કે તે સ્ત્રીઓ ને ફસાવી તેની સાથે ફીજીકલ રિલેશન બાંધવા મજબુર કરતો હશે! પછી તેને બ્લેકમેલ કરતો હશે! "
"થોડો ડર તેના મનમાં હતો. એકવાર તેની પર્સલ ડિટેઈલ ચેક કરતા તેનો ફેમિલી ફોટો જોયો અને તેની ફેમિલી સાથે તેને હમદર્દી થઈ. મનમાં થયું કે આટલી સુંદર પત્ની અને બાળકો છે.. તો તે બીજે ફાંફા કેમ મારે છે!? જો આ વ્યક્તિ કોઈ ખરાબ જગ્યાએ સદોવાશે તો તેની ફેમિલી વેરવિખેર થઈ જશે. કોઈ લેવા દેવા ના હતા છતાં પણ તે ગૃપ એડમીન સાથે વાતો કરતી કે તેનું ફેમિલી વિખરાઈ જાય નહીં."
"આ વાત જ્યારે મને ખબર પડી ત્યારે મેં તેને ના કહી કે કોઈ પારકનું ઘર બચાવવા માટે તારું ઘર ના તૂટે. તને શું? તું તારા હસબન્ડને વાત કરી લે. પછી વાત કર. પણ કોણ જાણે તેને ના પાડી. કાવ્યાએ મને કહ્યું કે મને એમની પર પૂરો ભરોસો છે તે મને સમજશે. મેં તેને સમજાવ્યું કે પારકી પંચાતમાં ક્યારેય પડવું જોઈએ નહીં. આ એક સત્ય છે...આ હકીકત છે... કોઈ પારકા માટે પોતાનાં ફેમિલીને ના ભૂલે... અને દુનિયાનો કોઈ પણ પતિ પોતાની પત્નીને બીજા જોડે વાત કરે તો એ સહન ના કરી શકે! તું હાથે કરી તારો સંસાર બગાડે છે..દરેક પુરુષને પોતાનું સ્વાભિમાન વ્હાલું હોય તું સમજ કાવ્યા. છતાં પણ તે સમજવા તૈયાર ન હતી."
" થોડા દિવસ પછી કાવ્યાના પતિને ખબર પડે છે. તે સાથે બંનેમાં ખૂબ ઝગડા શરૂ થાય છે. કાવ્યા પાસે કોઈ જવાબ ન હતો. તેના પતિએ પણ તેને ચરિત્રહીન સમજી લીધી. તેને ખૂબ માર મારી ઘરની બહાર કાઢી મૂકી. આ બાજુ તેને કંઈ જ સૂઝ્યું નહીં માટે તે તેના પિયર ગઈ. તેના ઘરે જયારે ખબર પડી આ કારણોસર જમાઈએ કાવ્યાને ઘરમાંથી કાઢી મૂકી છે..તો એના પિયરમાંથી પણ તેને તેના ઘરે જવા કહયુ."
"આ બાજુ તે વિચારી રહી હતી કે તે હવે ક્યાં જશે?" તે વિચારતી હતી કે આજે તો અહીં રાત વીતી જશે. પણ કાલે ક્યાં જઈશ? તે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. ત્યારે અચાનક તેના પપ્પા તેની પાસે આવ્યા...અને માથે હાથ ફેરવી કહ્યું, દીકરા આવી નાદાની કેવી રીતે તું કરી શકે! તે મારુ માથું નીચું કરી દીધું. હું જમાઈને વાત કરીશ. હમણાં તે ગુસ્સામાં છે. થોડો સમય આપ. સમયે બધું જ ઠીક થઈ જશે!
"થોડા દિવસોમાં કાવ્યાના પતિએ તેને ડિવોર્સ પેપર મોકલાવ્યા. ત્યારે કાવ્યા તેને એક વાર મળવાનું કહે છે. વરસમાં એકવાર તેઓ લોંગ ડ્રાઈવ પર જાય તો કાવ્યા તેમને કહે છે કે તમે મને છેલ્લી વાર લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ. તે માની જાય છે. અને તેઓ પોતાની પસંદીદા જગ્યાએ જાય છે. પણ તેના પતિનો ગુસ્સો હજુ પણ યથાવત હતો. તેને કાવ્યાથી નફરત થઈ ગઈ હતી. કારણકે તેને ગૃપ એડમીન સાથે વાત કરી હતી. "
"તેને કાવ્યાને કહયુ કે મેં ગૃપ એડમીનને ફોન કર્યો હતો. તેને તારા પ્રત્યે કોઈ માન કે આદર નથી. તેને તારા ચરિત્રને મારી સામે ખૂબ ઉછાળ્યું હતું. તે તારા વિશે એવી વાતો કરતો હતો કે મારાથી સંભળાતું પણ ના હતું. તું આવું કેવી રીતે કરી શકે?!"
"આ વાતનો કાવ્યા પાસે કોઈ જવાબ હતો નહિ. બસ તે ચુપચાપ બેસી રહી. અને હાથે કરી તેને પોતાની લાઈફ બરબાદ કરી. એની પાસે કોઈ સફાઈ કે વાત ના હતી. બસ આંખોમા હતા તો આંસુ .. ફક્ત ને ફક્ત આંસુ. તેના પતિએ તેને રૂમાલ આપ્યો અને કહ્યું આવું શા કારણે કર્યું? "
"ત્યારે તેને કહ્યું પ્રોસ્પેકટીંગ માટે કોન્ટેક્ટ કર્યો હતો. પણ સાથે મને તેની મુકેલી પોસ્ટ ગમતી હતી...અને મને તેની ફેમિલી સાથે હમદર્દી થઈ ગઈ હતી. તેની સાથે મને વાત કરવી ગમતી હતી. આ એક સાચું છે. બસ બીજું હું કશું જાણતી નથી.. કારણકે આ વાતનો મારી પાસે કોઈ જવાબ નથી. પણ, હું મારા પરીવારને ખૂબ ચાહું છું."
"શું હજુ પણ તે ગમે છે? શું તારે તેની સાથે વાત કરવી છે? જો વાત કરવી હોય તો મારી સામે જ કર. હું તને રોકીશ નહીં."
"કાવ્યાએ સોરી કહ્યું પણ તેના પતિના મનમાં તેના માટે કોઈ ઈજ્જત રહી નહીં. ફક્ત તેના ફેમિલી માટે તેને પોતાના ઘરે રાખી. એક છતની નીચે ડિવોર્સ લઈને સાથે જ રહે છે. તેને કાવ્યા પર ભરોસો નહીં હતો માટે તેને ભગવાનના કસમ આપ્યા... અને કહ્યું કે ફેમિલીની ઈજ્જત તારે સાચવવી પડશે!"
"આ હદસાએ કાવ્યાની ખુશી, કાવ્યાના સપના, કાવ્યા નું સ્વાભિમાન, કાવ્યાની હિંમત બધું જ છીનવી લીધું. કાવ્યાને પ્રેમ શબ્દથી નફરત થઈ ગઈ. તેને નેટવર્ક માર્કેટિંગને હંમેશા માટે પૂર્ણવિરામ મૂકી દીધું. હવે તે પોતાની ફેમિલી સાંભળી બેસી રહે છે."
"અમુક લોકો ફક્ત આપણે સબક શીખવાડી જાય. તો અમુક સમયે આપણી ભૂલો જ આપણે નડી જાય. કાવ્યા વિચારે છે કે આવું શા માટે થયું? વગર વાંકે સજા કેમ મળી? પણ હશે કંઈ ઋણસબંધ ચૂકવવાનો બાકી તો તે ચૂકવી દીધો. બસ હવે તે મૌન બની ગઈ છે. તેનામાં હવે કોઈ હિંમત રહી નથી કે તે કઈ કરી શકે. તે હિંમત હારી ગઈ. તે શૂન્ય માંથી પણ માઇનસ થઈ ગઈ. સાચી છે તેની સાબિતી કોઈ નથી. બસ, બેગુનાહ થઈ ગુનેગાર થઈ ગઈ. દરેક જગ્યાએ નાદાની નથી ચાલતી. તે હવે સમજી ગઈ છે."
"ઈશ્વરની મરજી હોય તો જ નસીબ પણ સાથ આપે આ વાત તે હવે બરાબર સમજી ગઈ છે. આજે પણ તેનો કોન્ફિડન્સ મને યાદ છે. તેની વાતો આજે પણ હું યાદ કરું છું. કોઈ પણ મુશ્કેલ સમયમા હંમેશા તે હસતી રહેતી. હંમેશા મને કહેતી.... 'ઉ - લાલા !' જિંદગીમાં હાર જીત તો મળ્યા કરે.. આમજ ચાલ્યા કરે જિંદગી કભી ખુશી, કભી ગમ... તો ક્યારે કહેતી - "લાઈફ લાઈક અ ટાયર." ક્યારે એવું પણ બને કે... આપણે ફરી ત્યાં આવી જઈએ જ્યાંથી શરૂઆત કરી હોય... પણ હિંમત ના હારવી. ફરીથી શરૂઆત કરવી. એવું કહેવાવાળી આજે ખુદ હિંમત હારી ગઈ...અને અને તેના દરેક શમણાંઓ વિખરાયેલાં જ રહયા.
"જિંદગીમાં દરેક વાત આપણા હાથ માં નથી હોતી. ક્યારેક પડતી માં કુદરત પણ પાટું મારે છે... આપણા હાથમાં કશું હોતું નથી. ભૂલ તો માણસથી જ થાય છે અને બે વ્યક્તિ ભૂલો કરે તો સજા એક ને જ કેમ મળે! પુરુષ નિર્દોષ કહેવાય અને સ્ત્રીના દોષની સીધી સજા કેમ!!!" (સમાપ્ત)