વિખરાયેલાં શમણાં - ૧ Darshana Hitesh jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

વિખરાયેલાં શમણાં - ૧

"સમંદરની લહેરો આ રેતને ભીંજવીને જાય છે!
શીતળ લહેરાતો વાયરો આ મનને સ્પર્શી જાય છે...
ના પહોંચીએ મંજિલે જો આ શમણાં છૂટી જાય છે!
આંખોમાં વિખરાયેલાં શમણાં હદય બાળી જાય છે...."

"પ્રોસ્પેકટીંગ આ શબ્દ નેટવર્ક માર્કેટીંગ ના લોકો માટે નવો નથી... પણ, જે નેટવર્ક માર્કેટીંગ નથી કરતાં તેના માટે જરૂરથી નવો છે. પ્રોસ્પેકટીંગ એટલે નવા અજાણ્યા લોકો નો સંપર્ક કરી પોતાના બિઝનેસની માહિતી આપવી. આ માટે થોડી સ્માર્ટનેસ અને ચતુરાઈ હોવી જરૂરી છે. કોઈક વાર એવું પણ બને કે ભલભલા સ્માર્ટ લોકો પણ ભૂલો કરી બેસે છે. હા, પણ હવે કહાની એવી જેમાં કાવ્યાની નાદાની અને અજાણતા થતી ભૂલોથી કાવ્યાનું જીવન બદલાય જાય છે."

"હું અનિકા કાવ્યાની બેસ્ટ ફ્રેન્ડ છું...અને હંમેશા રહીશ... પણ આજે એની હાલત હું જોઈ શકતી નથી. એની હસીને હું આજે ખૂબ મીસ કરું છું. અને તેની આંખોમાં આંસુ જોઈ મને પણ ખૂબ દુઃખ થાય છે."

"કાવ્યા એક ગૃહીણી છે. અનેક ઉતાર ચઢાવ જોયા પણ હંમેશા હસતી રહેતી. તેના પરિવારથી તેને ખુબ જ પ્રેમ હતો... માટે તે પરિવારને સાચવીને એવો વ્યવસાય કરવા માંગતી હતી કે જ્યાં ઓછાં રોકાણે વધુ નફો મળે... અને પરિવાર પણ સચવાઈ. તેના ઘણા બધા સપના હતા. જે તે પુરા કરવા માંગતી હતી. પોતાની એક ઓળખ બનાવવા માંગતી હતી. તે ગરીબ પરિવારથી હતી માટે તેણે બાળપણમાં ખુબ ગરીબી જોઈ હતી. નાની ઉંમરે જ તેના લગ્ન થઈ ગયા. લગ્ન બાદ તેને પોતાના સાસરે વહુ તરીકે ની બધી જ જવાબદારીઓ સંભાળી લીધી. જવાબદારીઓ સંભાળતા સંભાળતા સમય ક્યાં નીકળી ગયો..તેને ખબર જ ન પડી!! "

"તેના બાળકો મોટા થતા તેની પાસે ઘણો સમય બચી જતો. હવે તેની નોકરી કરવા ની ઉંમર પણ નીકળી ગઈ હતી...માટે તેની ફ્રેન્ડ સાથે તે નેટવર્ક માર્કેટીંગમાં જોડાઈ ગઈ. આ બિઝનેસ આમ આસન લાગે પણ આમ આસન નથી. નેટવર્ક માર્કેટીંગ બિઝનેસના ચાર પીલર હોય છે... અને સફળતા માટે ફોર બેઝિક દેરક બીઝનેસ ઑનરને ફોલો કરવા જ પડે. કાવ્યાએ પણ શરૂઆત કરી. શરૂઆતમાં થોડા જાણીતા લોકોના લીસ્ટથી કાવ્યને થોડી ઘણી સફળતા મળી. હવે બિઝનેસ સ્ટેબલ કરવા બીજા લીસ્ટની જરૂર હતી. અને તેને પ્રોસ્પેકટીંગ કરવાનું શરૂ કર્યું."

"કાવ્યા ઘણી હિંમત રાખી પ્રોસ્પેકટીંગ કરી લીસ્ટ બનાવતી. અને પોતાનું પ્રેઝન્ટેશન શો અપ કરતી. અજાણ્યા લોકોથી તેનું ઘણું ખરું કામ થઈ જતું. પરંતુ બિઝનેસ સ્ટેબલ કરવા માટે તેને પ્રોસ્પેકટીંગ કરવું જ પડતું. કારણકે તેને પોતાના સપના પુરા કરવા હતા. અને એક સ્ત્રી તરીકે પોતાની સફળ ઇમેજ બનાવવી હતી."

"એક દિવસ કાવ્યને વિચાર આવ્યો કે કંઈક એવું કરૂં જેનાથી તેને લોકો શોધવા ના પડે. અને પોતાનો બિઝનેસ આસાનીથી કરી શકે. લિસ્ટ કંઈ રીતે મોટું કરવુએ આખો દિવસ વિચારતી રહેતી. ત્યાં જ તેના મનમાં એક વિચાર આવ્યો કે સોશિયલ મીડિયાના માધ્યમથી તે ઘણા લોકો સુધી પહોંચી શકે છે. પોતાનું નેટવર્ક વધારી શકે છે."

આમ, તો તે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામથી દુર જ રહેતી. પણ પોતાના બીઝનેસ માટે તેને સોશિઅલ સાઈટનો ઉપયોગ કરવાનું વિચાર્યું. "

"આ વાત તેને મારી સાથે પણ શૅયર કરી. કાવ્યાએ કહયુ, હું આજે ખુબ જ ખુશ છું... આ આઈડિયા ને અમલ માં મૂકી જોઈએ. જિંદગી બદલાઈ જશે અનિકા, જિંદગી!!"

"ત્યારે મેં તેને કહ્યું પણ, સોશિયલ સાઈટ ઇસ જસ્ટ ટાઈમ પાસ માટે હોય છે. તું એનાથી દૂર જ રહેજે પણ તે ના માની.. અને બોલી ઉ - લાલા ! જો હોગા દેખા જાયેગા...

" તે વિચારતી કે હવે શું?? કેવીરીતે?

"તે જુદા જુદા ગૃપમાં જોડાવા લાગી. દરેક ગૃપમાં તે પોતાની પોસ્ટ મુકવાનું વિચારતી. એકાદ વાર તો તેને પોસ્ટ પણ મૂકી પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો. પણ કહેવાય છે ને એક વાર સોશિયલ સાઈટનો ચસકો પડે, તે આસાનીથી ક્યાં જાય છે!! પારિવારિક, પ્રેમની, ફ્રેન્ડસ, મોટિવેશન આ બધી પોસ્ટ તે લાઈક કરવા લાગી. જે પોસ્ટ ગમે તે મોબાઈલ ગેલેરીમાં સેવ કરતી અને પછી તે પોસ્ટ કરતી."

"જાણે કાવ્યાને તો સોશિયલ મીડિયાનો ચસ્કો પડ્યો!!"

"કાવ્ય ખૂબ જ કાબેલિયત ધરાવતી હતી. પોતાના લક્ષ થી દુર જઈ રહી હતી. સોશિયલ મીડિયનો ચસ્કો દરેક ને લાગે. કાવ્યા ને પણ લાગ્યો. અને તેને જે ગપૃમાં પોસ્ટ ગમે તે ગૃપ ની પોસ્ટ લાઈક કરે... અને પોતાની પ્રોફાઈલમાં શએર કરે. અને હા, તે પોસ્ટ ગૃપમાં પણ મૂકે. દરેક ગૃપમાં નિયમો હોય છે...અને એડમીનની પરમીશન હોવી જરૂરી હોય છે...અને તેની મંજૂરીથી પોસ્ટ મૂકી શકાય એ તેને ખબર ના હતી. "
"સદાઈ હસતી રહેતી કાવ્યા, મજાક મસ્તી કરતી કાવ્યા, કદીએ સીરીયસ ના રહેતી કાવ્યાને ખૂબ ભારી કિંમત ચૂકવવી પડશે.. એ જાણવા બીજો ભાગ વાંચતા રહો.... "વિખરાયેલાં શમણાં" દર્શના હિતેશ જરીવાળા