હોળી Bharat Hun દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોળી

હોળી

- ભરત હુણ
(લેખક અને પત્રકાર)
***

હોળીને એક દિવસની જ વાર હતી... ગામના મુખીને ત્યાંજ સારા સમાચાર હતા,મુખીના દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયાને હજી મહિના જેવું જ થયું હતું. જન્મ સમયે પણ ખુબ મીઠાઈઓ ગામડા ગામમાં વહેંચી હતી. અને હોળીની તૈયારી તો છેક અઠવાડિયા પહેલાં આદરી હતી. સગા - સબંધી, આજુ-બાજુના ગામના શાહુકાર કોઈને નિમંત્રણ આપવાનું રહિતો નથી ગયું ને તેની ફરી એક વખત ચકાસણી પણ થઈ ગઈ હતી.
જાત - ભાતની મીઠાઈ અને પકવાનો બનવાના આજે આગલે દિવસેથી શરૂ થઈ ગયા હતા. અને પરિવારના સભ્યો પણ કપડાંથી માંડીને તમામ વસ્તુની ખરીદી પતાવીને આવી ગયા હતા. એક વસ્તુ મુકીને બીજી જુવો તો જૂનીને ભુલાવી દયે તેવું આયોજન હતું.
આ વખતે આમ પણ ગામમાં બે જ ઘરે દીકરાઓની વાળ હતી એક મુખીને ત્યાં અને બીજી ગામના પરવાડે મગન પગીને ત્યાં, આમ પણ મગન પગી એના બાપાના અવશાન થયાના સમયથી મુખી સાથે જ નોકરી કરતો હતો. નોકરીના દોઢ દાયકા છતાંય મગન એના બાપાએ ઉછીના લીધેલા દસ હજાર ચૂકવી શક્યોં ના હતો. દર મહિને પગારમાંથી અડધી રકમ કપાઈ જતી પણ મુળ રકમ ઓછી થતી નહી ફક્ત વ્યાજ ચૂકતે થઈ શકતું. ક્યારેક તો મગનને વિચાર આવતો કે મુખીની નોકરી છોડીને પોતે આ વિસ્તારમાં ચાલતા લાકડાના ધંધામાં જોડાઈ જાય તો પણ મહિને ત્રણ હજાર તો પાડી લ્યે એમ હતો. આ વિચાર મગનએ એક વખત મુખીને પગ દાબતાં - દાબતાં જણાવ્યો પણ હતો, પરંતુ શેઠ એ રોકડું પરખાવ્યું હતું કે 'તારા બાપનું કર્જ હજી નથી ચૂકવી શક્યોં તે પેલા ચુકવ પછી બીજી જવાની વાત કરજે ' ત્યારથી મગન એ પણ બીજી આશા માંડી વાળી હતી. વખતના વાના વીત્યે જતા હતા, માં - બાપ વિનાનો મગન હવે પરણી પણ ગયો હતો અને ત્રણ મહિના પહેલાજ દીકરાનો જન્મ થયો હતો. દીકરાની છઠ્ઠી પર અનેક અરમાનો છેવ્યા છતાઈ શેઠનું કામ પુર્ણ થયું ના હોવાથી પોતે ઘરે પહોંચી શક્યોં ના હતો. એટલે જ આ વખતે હોળીના એક દિવસ અગાઉ જ શેઠને ત્યાં તમામ પોતાનું કામ કરીને બપોર સુધીમાં તો નવરો થઈ ગયો હતો. અને શેઠની રાહ જોઈને બેઠો હતો શેઠ ચાર વાગ્યે ઉઠે એટલે જે બે મહિનાનો પગાર બાકી છેં તે અને પાંચસો રૂપિયા ઉપાડ લઇ પંદરસો રૂપિયા ભેગા થાય એટલે હુતાસણીની ખરીદી વહેલી કરી આવું એવું વિચારતો શેઠના બંગલાને પાછળ આવેલ આંબાના જાડના થડે બેઠો હતો. દીકરાની વાડ હતી એટલે પોતાના સાસરિયા પક્ષ પણ આવશે. કુટુંબમાં તો કોઈ અહીં હતું નહી એટલે કોઈ આવશે તેવી આશા નહોતી પણ વેવારેં ગામમાં કેવું પડે એટલે પોતે સવારે હાલ્યો ત્યારેજ પત્નીને કહીને આવ્યો હતો કે ગામમાં નિમંત્રણ આપી આવજે. પતિના કહ્યા મુજબ પત્ની પણ જરૂરી તમામ જગ્યાએ દીકરાની વાડનું નિમંત્રણ આપી આવી હતી. સાંજના સાડા ચાર વાગ્યા હોળીને એકજ દિવસની વાર છેં આજે તો બપોરે જ આવી જવાનું કહીને ગયા હતા પણ હજી કેમ નહી આવ્યા હોય કાંઈ કામ હશે એટલે કદાચ મોડું થયું હોય એવું વિચારતી - વિચારતી મગનની પત્ની પોતાના ઘરની દીવાલો છાણથી માંજતી હતી.
આ બાજુ પાંચ વાગવા આવ્યા હતા, શેઠ આજે બપોરે બજારેથી ખરીદી કરીને મોડા આવ્યા હતા એટલે ઉઠવામાં પણ ચાર વારા પાંચ થઈ ગયા હતા. શેઠને જોયા એટલે મગન પણ આતુરતાથી આવ્યો કે ' મારૂં કામ બધું થઈ ગયું છેં. મારે કાલે દીકરાની વાડ છેં એટલે આજે મારે બજારે હટાણું કરવા જવું છેં. માવતર, મારે બે મહિનાનો પગાર બાકી છેં અને થોડો ઉપાડ એમ કરીને પંદરસો ક રૂપિયાની જરૂર છેં. શેઠે કહ્યું કે તાર વાંધો નહી તું સવારે પૈસા લઇ જજે અટાણે શેઠાણી સુતા છેં. કુંચી એની પાહે છ.
એટલે મગન પણ વિલે મોઢે ભાગ્યો ઘર માંથી આવીને પત્નીને વાત કરી એટલે પત્ની કે વાંધો નહીં. દોઢ વર્ષથી અહીં આવી એમાં ત્રણ વખત પિયર ગઈ. પિયર ગઈ ત્યારે પિયરમાંથી દીકરીને કાપડના પૈસા આપે તે અને વીર પસલીમાં આવ્યા તે મેં ઘરમાં જ રાખ્યા છેં. એ અટાણે કામ નઈ આવે તો કાર કામ આવશે. એમ કહીને પોતાના બટવામાંથી એ બસો રૂપિયા કાઢ્યા.
મગન બજારમાંથી થોડું હટાણું ગોળ - ધાણી લઇ આવ્યો. બાકીનું સવારે શેઠ પૈસા આપે એટલે લેવા જવું એવું નક્કી કર્યુ.
આવતીકાલે દીકરાની વાડ છેં.પત્નીના પિયરથી પણ ઘણા મેમાન આવવાના હતા. અને હજી સવારે હટાણું પણ ઘણું બાકી હતું આવી બધી વાતો કરતા - કરતા ક્યારે આંખ લાગી ગઈ ખબર ના પડી.
સવારે મગન ઘરેથી નીકળ્યો ત્યારે કહેતો આવ્યો કે હું શેઠ પાસેથી પૈસા લઈને હટાણું કરીને જ આવીશ બાકીની તૈયારી તું કરતી થજે આ હું હમણાં આવ્યો ક ન કહેતો નીકળી ગયો.

*ક્રમશ