Ek cup chaa. tara sathni books and stories free download online pdf in Gujarati

એક કપ ચા... તારા સાથની...

ચા..... શુ કેવું....નથી જાણતો છતા પણ ચા તો બસ ચા છે,કલ્પના માં જીવવું કેટલું સારુ લાગે છે. હું હું કોણ ચાલો છોડોને જાણીને શું કરશો ચાલો ને કહી જ દવ.
હું પરિવારથી દૂર રહેનારો...
દેશ માટે જાન આપનારો
અને નવરાશના સમયમાં
આ ચાનો સહારો લેનારો...
મિત્રો મારુ વર્ણન સાંભળીને તો સમજી જ ગયા હશો કે હું કોઈ બિઝનેસમેન તો નથી જ બસ એક ફોજી છું અને નવરાશના સમયમાં આ ચા નો સહારો, અને મારા મોબાઇલને હાથમાં લઈને બેઠો છું મજાની વાત તો એ છે કે આ કડક ચા ની સાથે એક મસ્ત કડક ફિલોસોફર ની સાથે વાત કરી રહ્યો છું.
આમ તો શું કહું? વધુ સમય હોય નહીં અને જે પણ કંઈ સમય મળે એમાં પરિવાર સાથે વાતો કરી અને આ ચા ની મજા લેતો લેતો બસ સોશિયલ મીડિયાની દુનિયામાં થોડીક આવ-જા કરીને જિંદગીના ખાલી સમય ને ભરપૂર માણીને પછી દેશ માટે કંઈક કરી જવાની જિજ્ઞાસાથી મારી ડ્યુટી પર ચાલ્યા જવાનું.
પણ આજે કંઈક બન્યું એવું અને આ ચાની સાથે એક ફિલોસોફર ની દુનિયા માં જોડાઈ ગયો માત્ર જિંદગીની એક કલાક અને આ ચાની સફરની શરૂઆત કઈક એવી તો થઈ કે આ સફર માત્ર ચાર સુધી નહિ પણ સુધીની બની ગઈ.
ફોન હાથમાં હતો અને આમ અચાનક એનો મેસેજ આવયો....પહેલી વાર આવુ બન્યુ એટ્લે મે ઇગ્નોર કરી ને વાત જવા દીધી.
બીજો દીવસ મારો ચા નો સમય અને ફરી પાછા એજ સમયે એનો મેસેજ આવ્યો...
ત્રીજો દિવસ અને પાછો મેસેજ...
હવે મારા મન મા થોડીક આનાં પ્રત્યે જિજ્ઞાસા જાગી અને તેનાં મેસેજ ને જોયા અને શુ હતુ આ મેસેજ મા જાણીને તમને પણ નવાય લાગશે...
મારુ ચા સાથેનું ડિપી જોય ને એણે મસ્ત ફિલોસોફી લખી હતી....ઓ....તમે પણ આ ચા નાં દીવાના છો...
તમારી જિંદગી પણ ચા ની સાથે જોડાઈ રહી છે
હું ચા ની દિવાની અને ફોજી ને દિલથી માન આપનારી પ્રિયા.... તમારી પ્રોફાઇલ જોઇને આનંદ થયો કે તમે પણ ચા ના દીવાના છો ચાલો ચા ની શરૂઆત ને રોજ ની શરૂઆત બનાવીએ આમ તો તમારું નામ જાણું છું એટલે વધારે નહીં પૂછું અને વધારાની માહિતી પણ નથી જોતી
આવુ અચાનક થાય એટ્લે થોડુ આમ અજુગતું લાગે પણ આ હકીકત હતી અને પ્રિયા નાં મેસેજ પણ એનાં જેવા બિન્દાસ હતાં એટ્લે મે પણ થોડી શરૂઆત કરી અને એને હિંમત કરીને પૂછી નાખ્યું કે જ્યારે છૂટી માં ત્યારે ચા સાથે લઈ?
અને માનો એ પણ કમાલ હતી અને એ પણ કમાલની છે કોઈપણ જાત ની લખ માં પડ્યા વગર જ એને ચાની હા પાડી દીધી અને બસ અહીંથી જ મારી અને પ્રિયાની બસ ચા સુધી ની સફર શરૂ થઈ પછી તો પ્રિયા મેસેજ કરે અને મિસ્ટર પવન એના મેસેજનો જવાબ આપે આ રોજનું રૂટિન થઈ ગયુ.
પ્રિયા ની વાતો અને પવન ની ચા ઓનલાઇન થતી વાતો અને ઓનલાઈન પીવાતી ચા.
રોજ પવન ડ્યુટી પર થી આવી પ્રિયા ની સાથે ચાની સાથે વાતો અને વાતો ની સાથે ચા માનો કે જીંદગી ગોઠવાય ગય. બે જીવન ઍક થય ને ચા સાથે મજા માણે.
એકદિવસ બન્યુ એવું કે ચા નાં સમયે અચાનક પવન ને કામ આવી ગયુ અને તયારે બરોબર નક્સલવાદીઓ એ હુમલો કરી દીધો અને તેમાં સેના નો ઍક જવાન સહિદ થઈ ગયો...
નક્સલવાદી ને મોત ને ઘાટ ઉતારી જ દીધાં પણ ઍક જવાન ને તિરંગા મા લપેટવા નો થયો...ખૂબ દુખ થયુ કે ઍક જવાન ફરી પાછો આ ધરતી પર અમર થય ગયો...
પવને આવીને મેસેજ જોયા અને પ્રિયા વિશે ખૂબ વિચારી કરી જોયા...કાલે કદાચ મારી સાથે પણ આવુ બની સકે હુ આમ પ્રિયા ને ચાની સફર મા સાથ ન આપી સકુ રાત આખી વિચાર કરી જોયો અને પ્રિયા નો મેસેજ આવ્યો એટ્લે પવને કહેવાનું શરૂ કર્યું પ્રિયા...તુ આમ મારી રાહ ન જો...
કાલે કદાચ આપણાં માંથી હુ ન રહું એવું પણ બને મારા માટે હુ કોય ની સાથે આમ વાતો કરી ને તને દુખ નથી પહોંચાડવા માંગતો....
ઓ.... મિસ્ટર પવન કુમાર હવે તો આ ચાની શરૂવાત થઈ ચૂકી છે અને મોત નું સુ છે એ તો ગમે તયારે આવી સકે છે..
હુ તો આપની આ ચા ને આપની વૃદ્ધાવસ્થા સુધી લઇ ગઇ છું તો સુ તમે મને માત્ર ચા સુધી સાથ નહીં આપી સકોં?
પવન મે તો અહિયાં આપણાં બન્ને નાં માતાપિતાને મારા માનીને ચા પીવડાવી દીધી છે બસ હવે તમારી છુટી પતે એટ્લે આપણે મળ્યા ચા ની સફર ને ઍક નઈ જ દિશા મા લઇ જવા માટે..
પ્રિયા આ બધી જ તારી વાત સાચી પણ જો ઍક ફોજી બનીને લાગણી જતાવું ને તો દુનિયા ને લાગશે કે હુ ફોજી થઈ ને પણ આવુ વિચારું છું.
અરે....તમારે દુનિયા ને લાગણી બતાવાની ક્યા જરૂર છે..હુ છું ને ....અને આ ચા... બસ પછી ટેન્શન ને કહી દો કે અહીંથી જા...
વાહ....બસ તુ જીતી ને મારી ચા ચાલ હવે રોજ બસ આ ચા ની જ રાહ..
પ્રિયા અને પવન નો આ માત્ર ચા નો સફર જીવના છેલ્લા શ્વાસ સુધી નો બની ગયો...
શુ વાત છે બસ જીવન
આ ચા ને મહેરબાન છે....પવન પણ જાણે rj પ્રિયા ની ભાષા શીખી ગયો અને ચા ની ચૂસકી લેતો રહ્યો...
તારી મારી ચા
આપની થઈ ગઇ
અને ઍક કપ ચા થી
આપણી જિંદગીની શરૂવાત થઈ ગઇ...
નમસ્તે ફરી મળીએ ઍક આવા કાલ્પનિક ટોપિક ની સાથે ફિલોસોફી વાત લઇને....
બસ પીતા રહો ચા અને માણતા રહો જીવની મજા


બીજા રસપ્રદ વિકલ્પો