Break Up Story - 3 - last part books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ સ્ટોરી - 3 - (પૂર્ણવિરામ)

Closure (પૂર્ણવિરામ)


Scene 1:

( સુહાગરાત માટે રૂમ ને સજાવવામાં આવ્યો હતો. Husband શેરવાની માં રૂમ માં પ્રવેશે છે. Wife ફૂલો થી સજાવેલા પલંગ પર બેઠી છે, પિન્ક / લાલ રંગ ના દુલ્હન ના લિબાસમાં. Husband રૂમ માં આવી, એક વાર એના તરફ જોઈને પછી દરવાજો બંધ કરે છે.)

Husband: Hy. ( શાંત બની ગયેલા વાતાવરણને તોડવા ઔપચારિક વાત શરૂ કરે છે.)

Wife: (હસી ને)Hy.

Husband: (ડ્રેસિંગ ટેબલ પાસે જાય છે. ઘડિયાળ કાઢી નાખે છે. શેરવાની ના ઉપર ના બે બટન કાઢી નાખે છે, થોડું comfortable થવા try કરે છે. એક નજર સામે પડેલા મોટા કાંચ માથી વાઇફ ને જુએ છે, અને વાત આગળ વધારે છે.) જિંદગી નો સૌથી important, લાંબો, અને થકાવનારો દિવસ.

Wife: (નાનું હસી ને)but after all, પૂરો થઈ ગયો ને?

Husband: પૂરો? દિવસ , હા. પણ એની સજા ? હજુ હવે શરૂ થઈ છે. ( વાતાવરણ ને હળવું બનાવવા joke મારે છે.)

Wife: હજુ, લગ્ન ને 6 કલાક નથી થયા ને તમને સજા લાગવા લાગી ? Typical husband wife jokes મારવા લાગ્યાં?

Husband: just adjusting with the situation.!!! (બન્ને હસી પડે છે.)

Wife: (બાજુ માં પડેલો દૂધનો ગ્લાસ આગળ કરતાં.) તમારા માટે ગરમ દૂધ.

Husband: ગરમ દૂધ??? So filmy!! હું મારા bedroom માં જ આવ્યો છું કે કોઈ ફિલ્મ ના સેટ પર??તમારા માટે ગરમ દૂધ.” (મિમિક્રી કરતાં બોલે છે.) અરે even આજની boolywood movies માં બી આવા dialogues નથી હોતા.

Wife: (ગ્લાસ પકડી રાખે છે.) તમને ના પીવું હોય તો કઈ નહીં, મને તો પીવું ગમશે. ( અને ગ્લાસ ને મોઢે લગાડી ને દૂધ પીવાનું શરૂ કરીદે છે. એક શ્વાસ માં વાઇફ અડધો ગ્લાસ દૂધ પી જાય છે. Husband ખાલી જોયા કરે છે. અડધું ગ્લાસ પતતા વાઇફ અટકે છે.) Film ના સેટ પર દૂધ સાચું આપે કે નકલી?? આ દૂધ તો દૂધ જેવુ જ લાગે છે. (વાઇફ ફરી ગ્લાસ માં થી પીવા જાય છે. Husband એને અટકાવા જાય છે પણ પછી પોતે અટકી જાય છે. Wife એ જોઈ લે છે અને પીવાનું રેહવા દે છે. શાંતિ થી બચેલું અડધું દૂધ Husband આગળ ધરે છે.) તમે ચાખશો?

Husband: ( wife ની નજીક આવી lips પર આગળી ફેરવે છે.) ગ્લાસ થી પીવું જરૂરી છે?

Wife: ( husband ના હાથ ને ટપલી મારી દૂર કરતાં.) So, Cheesy.

Husband: Obviously, Whole fat milk che!! (હા, મલાઈ દાર દૂધ છે.) ( અને ગ્લાસ માથી બાકી નું દૂધ પી જાય છે.)

Wife: બહુ ખરાબ joke હતો.

Husband: આદત પાડી લો.

Wife: ( ખોટી acting કરતાં) Just give me the divorce. ( મને તલાક જ આપી દો.)

Husband: come on!! film છે, divorce is not an option (અહી તલાક નો કોઈ વિકલ્પ નથી.) અહી તો 7 જન્મો જન્મ ની વાત હોય.

Wife: Oh!! God!! (વધુ ફિલ્મી ઍક્ટિંગ કરતાં) મે કહાં ફસ ગઈ. મુઝ અબલા નારી કો કોઈ તો બચાલો.

Husband: cut!! ( ફિલ્મ ના ડાઇરેક્ટર જેવી ઍક્ટિંગ કરતાં.) Too much over acting!! (વધુ પડતું નાટક થઈ ગયું.)

(Wife અને Husband બન્ને હસતાં. એક બીજા ને તાલી આપે છે. અને એક બીજા નો હાથ પકડે છે. એક બીજાની આંખો માં જુવે છે. થોડા સમય પછી હાથ છૂટે છે.)

(Wife પલંગ ની એક બાજુ સૂઈ જાય છે. અને husband પલંગ ની બીજી તરફ થી આવી ને પલંગ ની બીજી સાઇડ એ સુવે છે. Husband અને વાઇફ વચ્ચે હજુ થોડી જગ્યા હોય છે.)

Wife: લગ્ન ની પહેલા મલયા ત્યારે ખબર નોહતી તમે આટલા filmy હશો.

Husband: (wife તરફ ફરી ને સુવે છે.) કેમ તમને filmy નથી ગમતું?

(Wife પણ Husband તરફ પડખું ફેરવે છે.) તમને નહીં ગમતું હોય તો નહીં કરીએ filmy.

Wife: (એક દમ થી husband નો હાથ પકડી લે છે.) ના, એવું નહીં. ગમશે મને filmy. મજા આવશે.

Husband: COOLL!!! (ફિલ્મી રીતે બોલે છે.)

Wife: COOOl!! (ફિલ્મી રીતે પૂરું કરે છે.)

Husband: (પછી awkwardly વાત કાઢે છે.) light (લાઇટ)? Light off કરી દઈએ??

Wife: hmmm? હા

( અને લાઇટ ઓફ થઈ જાય છે. 2-3 sec અંધારું રૂમ માં છવાઈ રહે છે. પછી એક દમ થી lights on થઈ જાય છે. Wife એકદમ બેઠી થઈ જાય છે. Husband એકદમ બીહ ગયેલો હોય છે અને એણે જ લાઇટ ચાલુ કરી હોય છે. બન્ને પલંગ પર બેસી જાય છે.)

Husband: (ગભરાઈ ને) શું થયું? બધું all right તો છે ને ??

Wife: (ખાલી હા માં માથું ધુણાવે છે.)

(husband બાજુ માથી પાણી લઈ ને ગ્લાસ માં આપે છે. )

Husband: if … જો મે કઈ ભૂલમાં... (Husband ને સમજાતું નોહતું કે શું થઈ રહ્યું છે.. એટલે શું બોલવું એ પણ એને સમજાતું નોહતું. ) તો.... I m sorry…

Wife: (એક દમ થી husband નો હાથ પકડી લઈ ને.) ના, તમારી કોઈ ભૂલ નથી.

Husband: તો શું થયું??? (Husband ચિંતા માં)

Wife: ( એકદમ થી રડવા લાગે છે.) બધી મારી ભૂલ છે.

Husband: શું થયું??

Wife: I need a closure!! (મારે એક પૂર્ણ વિરામ જોઈએ છે.) I need a break up!! (મારે એક Break up કરવું છે.)

Husband: what??? (શું??)( Husband મૂંઝવાઈ જાય છે, પછી ધીરે ધીરે જાણે બધું સમજાતું હોય એમ expression બદલાય છે.) okay. I got it.(હવે મને ખબર પડી.) તમે.. હજી... ત્યાં... એની જોડે જ... અટકેલાં છો...

Wife: ના , એવું નથી

Husband: તો, કેવું છે??? તમે તો લગ્ન પહેલા કીધું હતું કે.. everything is over.. (બધુ પતી ગયું છે.) તમે કયાર નું break up કરી લીધું છે.. એની જોડે અને હવે કશું નથી...

Wife: હા, વર્ષો થયા break up ને પણ... પણ... મને closure નથી મળ્યું આજ સુધી .....

Husband: come on યારકેવું closure?? શાનું closure… તમે બેવ એ break up કરી લીધું.. અને એને વર્ષો થયાં.. તમે મારી જોડે લગ્ન કરી લીધા ... હજુ શું closure???

Wife: closure… એક પૂર્ણવિરામ,, અલ્પવિરામ નહીં... એક પૂર્ણવિરામ...

Husband: શેનું પૂર્ણવિરામ...??

Wife: જે કઈ પણ હતું... એના પર એક પૂર્ણવિરામ..

Husband: જુઓ જે કઈ પણ હતું.. એના પણ પૂર્ણવિરામ ક્યારનું મુકાઇ ગયું છે...

Wife: ના.. નથી મુકાયુ.. નથી મુકાયું.. મને હજી એવું લાગે છે કે એ એક અલ્પવિરામ જ છે...

Husband: okay… okay.. ચાલો તો માની લીધું અલ્પવિરામ છે.. હવે એનું પૂર્ણવિરામ કેમનું કરીશું??

Wife: મારે એને છેલ્લે એક વાર મળવું પડશે...

Husband: what??

Wife: હા.. મારે એને એક વાર મળવું છે..

Husband: are you serious?? તને ખબર પણ છે તું શું બોલે છે?? આજે આપણાં લગ્ન પણ થઈ ગયા છે.. અને તું.. એમ કહે છેકે હજુ તું એના વિષે વિચારે છે??

Wife: હા, મને ખબર છે.. તમને બહુ hurt થતું હશે.. પણ.. પણ મારે એને મળવું જ પડશે... મારે એના પર એક પૂર્ણવિરામ મૂકવું જ પડશે...

Husband: લગ્ન પછી??? લગ્ન ની પહેલી રાતે જ?? આજ પહેલા વિચાર જ ના આવ્યો પૂર્ણવિરામ મૂકવાનો?? છેક અત્યારે??

Wife: હા ના આવ્યો.. લાગતું હતું.. બધુ પતી ગયું છે... પણ આજે જ્યારે એ જ face કરવાનું આવ્યું ત્યારે... મારે એને મળવું જ પડશે.. મારે પૂર્ણવિરામ મૂકવું જ પડશે... અને જેટલું બને એટલી જલ્દી..

Husband: okay okay.. fine, હું અહી સૂઈ જાઉં છું.. તું ત્યાં સૂઈ જા પલંગ પર.. કાલે સવારે આપણે તું કહીશ એને મળી આવીશું...

Wife: કાલે નહીં.. , હમણાં જ... અત્યારે જ... મે કહું ને જેટલું બને એટલું જલ્દી..

Husband: હમણાં?? અત્યારે??? Listen, આ કોઈ film નથી ચાલતી... આ reality છેમારી life છેઆમાં આવું બધુ ના possible થાય તને મળવું હશે તો કાલે મળાવી આપીશ.. એટલો સમજુ છું.. પણ.. હમણાં.. અત્યારે....??? life છે મારી આ...

Wife: (husband ની આંખ માં જોઈ ને) અને મારી પણઅને મારે મારી લાઇફ એના જોડે થી પછી જોઈએ છે..

Husband: અને મને એમ હતું કે આજે તમે તમારી જિંદગી મારી જોડે જીવવાની નક્કી કરી છે... તમે વચન આપ્યુ છે...

Wife: અને એટ્લે જ.. એટ્લે જ .. હું જૂના ચેપ્ટર માં રહી.. નવી શરૂઆત નહીં કરી શકું.. મને ખબર છે.. આ બધુ... લગ્ન પહેલા જ મારે.. હા, ભૂલ મારી જ છે...પણ અત્યારે જ છે, એ આ છે,, હું જૂઠું નહીં બોલું.. તમને હું ધોકો નહીં આપી શકું...

Husband: (થોડી વાર શાંતિ થી ઊભો રહે છે.. વિચારે છે પછી..) okay, fine. ચાલ જઈએ...

Wife: હું change કરી લઉં

Husband: રેહવાદે, શું ફરક પડે છે???

Wife: ( થોડી ગભરાઈ ને) લોકો શું કહેશે??

Husband: મને અત્યારે મારી life માં clarity જોઈએ છે!!! ( અટકી જઇ ને pause કરે છે.) કહી દઇશ, થાકી ગયા હતાં.. long drive ઓર જઈએ છીએ..

(Wife એક લાલ ઓઢણી લઈ લે છે.)


Scene 2:

(Car અટકે છે. Husband અને wife બંને અંદર બેઠા છે.)

Wife: મને ખબર છે, આ બધુ તમારા માટે બહુ જ ખરાબ feel કરાવનારું હશે, મને કોઈ હક નથી બનતો તમારી life જોડે આ રીતે રમવાનો... પણ..

Husband: પણ .. આપણે આજે અહિયાં છીએ..

Wife: આજ પછી નહીં.. કદી નહીં..

Husband: hmmm.. (ખાલી માથું હા માં હલાવે છે.)

Wife: તમે આવશો ને જોડે??

Husband: ના.. આ નિર્ણય તારે લેવાનો છે.. તારે કેવી life જોઈએ છે.. તને શું જોઈએ છે.. તારે કોની જોડે રેહવું છે.. It’s your fight. (આ તારી લઢાઈ છે.)

Wife: (કાર ની બહાર નીકળે છે.. કારનો દરવાજો બંધ કરે છે. પછી ઝુકીને બારી માં થી કહે છે.) હું આવું.. , તમે અહી જ રાહ જોતાં હશો ને??

Husband: હા, હું અહી જ બેઠો છું. પણ.. તમે પાછા આવશો ને??

(wife કોઈ જ જવાબ નથી આપી શકતી. એટ્લે રોડ ક્રોસ કરવાં ચાલવા લાગે છે..)

Husband: (બૂમ મારે છે.) સાંભળો, (Wife ફરી ને પાછળ જુએ છે.)I trust you. (મને વિશ્વાસ છે તમારા પર.)

(બંને એક બીજા ને જોઈ ને હા માં માથું હલાવે છે. Wife રોડ ક્રોસ કરી ને બીજી તરફ જાય છે.)


Scene3:

Wife એક ફ્લૅટ ની બહાર આવી ઊભી રહે છે. Door bell ની રિંગ વગાડે છે. થોડી વાર માં એક boy દરવાજો ખોલે છે. ઊંઘ માં થી ઉઠ્યો હોય એવો..

Boy: તું..?? અહી??? આજે તો તારા લગ્ન હતાં ને??

Wife: (થોડું કચવાઈ ને) હું અંદર આવી શકું??

Boy: હા.. sure.

( boy દરવાજો ખોલે છે. Wife ઘર ની અંદર જાય છે.)

Scene 4:

(Wife સોફા પર બેસે છે. Boy ગ્લાસ માં પાણી લઈ ને આવે છે.)

Boy: મને ખબર હતી... તું મારા વગર નહીં રહી શકે.. તારે આજે નહીં તો કાલે મારી પાસે આવું જ પડશે.. તું મારા વગર નહીં રહી શકે.. we are still together… (આપણે હજુ પણ એક છીએ.) વર્ષો પેહલા પણ તારી જ ભૂલ હતી, તારે શું જરૂર હતી એ બીજા છોકરા જોડે વાત કરવાની ?? પછી મને ગુસ્સો આવે જ ને? અને આજે તને તારી ભૂલ સમજાય છે.. એ સમયે જ માની જતી તો.. આ લગ્ન નો ખર્ચો માથે ના પડતો.. અને મારે પણ બીજી છોકરીઓ જોડે જવાની જરૂર ના પડતી.. પણ ચાલ કોઈ વાત નહીં પણ.. હું હજુ પણ તારી kiss miss કરું છું...

(boy, wife તરફ ઝૂકે છે અને kiss કરવાં જાય છે.)

(wife એક થપ્પડ મારે છે boy ને અને દૂર ખસી જાય છે.)

Wife: હું અહી આ કરવાં નોહતી આવી .. break up કરવાં આવી હતી..એક relationship નું closure લેવા આવી હતી.... પણ અહી આવી ને હવે એવું લાગે છે કે પૂર્ણવિરામ મૂકવા જેવુ કશું બચ્યું જ નથી… chapter તો ક્યારનું પૂરું થઈ ગયું હતું.. હું જ નવી શરૂઆત કરવાની જગ્યાએ.. એને જ ફરી ને ફરી વાંચ્યા કરું છું.. Bye. It’s over. (બધા પર પૂર્ણવિરામ મુકાઇ ગયો છે.)

(Wife બહાર જતી રહે છે..)


Scene5:

Wife બહાર આવે છે ફલેટ ની. ઉત્સાહ થી રોડ તરફ વધે છે ખુશી માં. રોડ પર આવે છે. અને જુએ છે તો સામે કોઈ કાર ઊભી નથી હોતી જ્યાં Husband ની કાર હોવી જોઈએ.. એ સમજી જાય છે કે Husband એને મૂકી ને જતો રહો છે. સુનસાન રસ્તા પર એકલી ઊભી રહી જાય છે. Wife, જે થોડો સમય તેણે Husband જોડે વિતાવ્યો હતો તે યાદ કરે છે. યાદ કરી ત્યાં ફૂટપાથ પર જ બેસી ને લગ્ન ના કપડામાં રડે છે.

ત્યાં જ એક કાર આવી ને એની સામે ઊભી રહે છે. Husband કાર માથી બહાર આવે છે.)

Husband: (દોડી ને wife જોડે આવે છે. ઝૂકી ને wife ને પકડે છે.. wife ને બેસી ને જ husband ને ઊચું જોઈ ને જુએ છે.) hey… શું થયું?? કેમ આમ બેસી ને રડે છે?? ઊભી થા.. એણે તને કઈ કર્યું?? બોલ્યો એ તને??? ગુસ્સો કર્યો??? માર્યું તો નથી ને??

Wife: (સતત રડે છે.. પણ ઊભી થવા જાય છે.. ) તમે..??

Husband: અરે.. હું તો ખાલી ગાડી.. ને turn મારવા આગળ ચાર રસ્તા સુધી ગયો હતો.. હું અહિ જ છું..

(Wife ઊભી થઈ જાય છે. Husband ને Hug કરે છે અને રડે છે... બંને સ્ટ્રીટ લાઇટ નીચે ઊભા હોય છે...)

Wife: ( wife hug કરતાં કરતાં જ Husband તરફ ઉપર જોઈ ને પૂછે છે. )હું આ ઓઢણી થી આપણને બંને ને ઢાંકી ને kiss કરું તો filmy નહીં થઈ જાય ને???

Husband: (હસી ને ખાલી માથું ના માં હલાવી )ના સહેજ પણ નહીં...

(Wife ઓઢણી પોતાના અને husband ના માથા પર નાખે છે અને બંને અંદર hug કરી kiss કરે છે...)


The End!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED