બ્રેકઅપ સ્ટોરી Denis Christian દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ સ્ટોરી

*Breakup* *Story*

(After 2 cups of coffee, with 2 headphones and an hour of silence)

Bf: કયું song સાંભળે છે?? (ચુપ્પી તોડતા)

Gf: "Break up song" from 'ae dil he mushkil' અને તું?? (બેફિકરી થી)

Bf(ખભો ઊછાળી): 'Let's break up' from 'Dear Zindagi'.

Gf: ઓ..So, i think it is clear... (બે હોઠ દબાવતા)

Bf: yup, it looks like that.. (ધીરે ધીરે હા માં માથું હલાવતાં)

Gf: (એકદમ થી ટેબલ પર ઝૂકી, દયાજનક ચેહરા સાથે) Then let's not make it more awkward..

Bf: ya, right?? we are matured adults.. (ખોટી સ્વસ્થતા ના ડોળ જોડે)

GF: yes, we are not some stupid teenagers with activated hormones... જે લોકો આટલી નાની વાત ને લાઇ ને ઝગડ્યા કરે...

Bf: જે લોકો અઠવાડિયાઓ સુધી એક બીજાની ખામીઓ અને ભૂલો એક બીજા ને ગણાવતા રેહ...

Gf: હા, અને છેવટે એ ઝગડા માં જ એટલી બધી વાતો કરી નાખે એટલે ફરી patch up...

Bf: (હસી લઈ) stupid લોકો... આપણે એવું નહીં કરીએ.. હેં ને?? (પ્રશ્નાર્થ નજરે જુએ છે)

Gf: ( નજર ફેરવી લઈ, કોફી પીતા) ના, ના, of course not... તું થોડી મારા ગયા પછી દારૂ ની બોટલ પકડી ને દેવદાસ થઈ જવાનો??? (ખોટું હસે છે)

Bf: ના વિચારું છું, Goa ની મિત્રો જોડે એક ટ્રીપ મારી આવું... મૂડ ફ્રેશ થઈ જશે.. અને તું પણ થોડી કઈ 'દિલ દે ચુકે સનમ' ની ઐશ્વર્યા ની જેમ પોતાના હાથ ની નસ કાપી લેવાની... (હસી ને)

Gf: huh, in your dreams... વિચારું છું, haircut કરાવી આવું, આ લાંબા વાળ માં બહુ ગરમી લાગે છે..
થોડો બોલ્ડ અવતાર ટ્રાય કરવો છે.. બોયકટ કરાવી લઈશ.. (bf ને જોયા કરે છે.)

Bf: (થોડું અટકી જઈ) બરાબર છે.. કાંઈક નવું ટ્રાય કરવું જોઈએ... ( coffee પીતા પોતાનું મોઢું છુપાવે છે.)

Gf: હું instagram પર ફોટા મુકીશ તું કહે જે મને કે તારી gf , i mean x-gf કેવી લાગે છે...

Bf: (હસવામાં ઉડાવી દઈ) instagram અને facebook પર લોકો ને stalking કરવાની આદત તારી છે મારી નહીં... તું કરજે મને virtual stalking..

Gf: હા,નહીં તું તો મને બ્લોક જ કરી દઈશ..

Bf: ના, બ્લોક તો નહીં કરું..

Gf: તો friends... ????

Bf: no, friends... મરી ગયેલું મડદું ઘર માં રાખવાની આદત નથી મને.. (બોલતા અટકે છે, સમજે છે કે વધારે બોલાઇ ગયું.. વાત વાળી લે છે..) તને શું લાગે છે.. હું મારા mobile માં કોઈ મેસેજ આવે, તો તારો મેસેજ આવ્યો છે એવું વિચારી ને હું તલપાપડ થઇ મેસેજ જોવાનો...? (ખોટું હસે છે. એક નજર gf પર નાખી પાછો કોફી પીવે છે.)

Gf: ના..ના.. એટલી બધી expectations... (અટકે છે, bf ને જુએ છે.) તો નથી જ મને.. (ફિક્કું સ્મિત આપે છે.) તો હવે તું.. પેલી ડિમ્પલ વાળી જોડે..?? શુ નામ હતું???

Bf: actually, મને પણ એનું નામ યાદ નથી.. (બંને હસે છે.) અને તું? Rocky જોડે...??? ( આંખો ના ભવા થઈ પ્રશ્ન પૂછતાં..)

Gf: (થોડું ડઘાઈ જઇ ને) may be, હજુ કશું વિચાર્યું નથી.. થોડો ટાઈમ પોતાની જાત ને આપવા માંગુ છું.. ( દૂર ટ્રાફિક પર નજર નાખી , કોફી પીવે છે.)

Bf: (વાત પછી મુદ્દા પર લાવતા) તો હવે કેવી રીતે.. આપણે આગળ break up ને વધારવું છે?? (એક confussion જોડે)

Gf: (ખોટી સ્વસ્થતા ધારણ કરી) અરે.. simple che... આપણે બધું devide કરી લઈશું.. ખાલી તારા આપેલા Soft toys હું રાખીશ..

Bf: પણ મારે, મેં તને તારી last birthday પર જે gitar આપી હતી એ મારે જોઈએ છે..

Gf: લઈ જજે, પણ.. એની strings તૂટી ગઈ છે.. અને મારે પણ મારી exercise cycle જોઈએ છે જે મેં તને આપડી last anniversary પર આપી હતી..

Bf: આપી જઈશ પણ એની chain તૂટી ગઈ છે...

Gf: it's k. હું રિપેર કરાવી લઈશ.. (coffee નો એક ઘૂંટ મારી) જોયું કેટલું easily પતી ગયું???

Bf: હા.. (ના જેવી દબાયેલી હા પાડે છે.) એમ પણ serious ક્યાં હતું?? casual જ હતું.. હેં ને?? casual જ હતું ને?? (અવાજ માં થોડો પ્રશ્નાર્થ, થોડો ડર, થોડુ ડૂસકું)

Gf: (એક ઊંડો નિશાસો નાખી) હા, હા, casual જ હતું.. (નેપકીન થી હોઠ નુચવાના બહાને ઝડપ થી આંખ નીચે ભાગ પણ નૂછે છે..)

ટેબલ પર પડેલો લિપસ્ટિક ના ડાઘા વાળો કોફી નો કપ પોતાની બાજુ વાળા પાણી ના ગ્લાસ ને પૂછે છે.

કપ: આ લોકો એક બીજાને સાચે સાચું કેહતા કેમ નથી?
ગ્લાસ: કહે તો છે જ, પણ સમજતા નથી..
કપ: ના, સમજે પણ છે , સ્વીકારતા નથી..
ગ્લાસ: આને પ્રેમ કહેવાય??
કપ: હા, છુટા પડતી વખતે દિલ તૂટે તો એને પ્રેમ કહેવાય.
ગ્લાસ: પણ આમને છુટા પડવું કેમ છે..???
કપ: તું સાંભળતી નથી?? આ લોકો mature છે, એ લોકો કારણો ની રેકોડ વગાડવા નથી માંગતા..
ગ્લાસ: કે પછી પોતે જ કારણ નથી જાણતા..
કપ: હમમ.. આજકાલ ઊંધું છે, પ્રેમ કરવા કારણ ની જરૂર પડે, breakup કરવા નહીં.. અચ્છા મારે તને કંઈક કહેવું તું.. હું છે ને તને પ્રેમ...

( ત્યાં જ વેટર આવે છે, જલ્દી થી ગ્લાસ અને કપ ને ટ્રે માં રાખવા જાય છે,પણ ગ્લાસ અને કપ બંને પડી ને તૂટી જાય છે)

( કપલ આ તૂટેલા કપ અને ગ્લાસ માં પોતાના તૂટેલા હ્રદયો જુએ છે.. અને એ દિવસે પહેલી વાર કોફી નું બિલ પણ devide થઈ ગયું.)

*************
દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.

Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.