દરિયા પર સંઘર્ષ Dharmesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયા પર સંઘર્ષ

ઠંડી લહેરો વચ્ચે શાંત સમુદ્ર નિદ્રાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ સમુદ્ર પર પોતાના હોડકામા બેઠેલ ધનજી પરસેવે રેબઝેબ થઈ બેચેન બનેલો હતો. હજુ અડધા કલાક પહેલા જ બાપ-દિકરો વધારે વકરો થશે તેના તડાકા મારતા હતા. અચાનક.... પવન....મોટું દરિયાનુ મોજું......હોડકુ ઉધું થયુ અને અંતે ધનજી માંડ એકલો બચ્યો.

નારીયેળી પુનમના દિવસે દરીયાની પુજા કરી, ભવાની માતાની પુજા કરી કતપર બંદરથી નવા હોડકામા બાપ દિકરો સમુદ્ર ખેડવા નીકળ્યા હતા. ધનજીની આટલી લાંબી મુસાફરી પહેલી જ હતી. પોતાના બાપની સાથે દરીયાઈ જડીબુટ્ટીઓ અને બીજી ધણી વસ્તુઓ લઇ પંદરમાં દિવસે પાછા ફરી રહ્યા હતા.

હવે અફાટ સમુદ્ર વચ્ચે ધનજી એકલો હતો.બાપને શોધવાની ઈચ્છા અનન્ય હતી. પણ અમાસની રાતે આકાશમાં જયાં તારા ટમટમતા પણ જોઈ ના શકનાર ધનજી દરીયામા બાપને કયાંથી શોધી શકે? ધનજી મરજીવો હતો. દર વર્ષે પોતાના કતપર ગામે આવેલા કસ્બામા આવા અનેક કિસ્સા સાંભળેલ. આજે પોતાના પિતાને પણ સમુદ્રે આવી જ રીતે સમાવી લીધા તેની સમજણ તેને થઈ.

અચાનક ધનજીને હોડકાના મશીન નો અવાજ બદલાતો હોય તેમ લાગ્યું. તે ઝડપથી ત્યા પહોંચે તે પહેલા તો મશીને પણ છેલ્લો શ્વાસ લીધો. સમુદ્રના પાણી નો સ્થીર અવાજ સીવાય કોઈ ગીત અમાસની ચાંદની માં સંભળાતું ન હતુ. ધનજી એ મશીન ચાલુ કરવા પુરતો પ્રયત્ન કર્યો, પણ મશીન પણ માલિકથી નારાજ થયેલ હોય તેમ લાગ્યું.

ધનજીને હવે મોબાઈલ યાદ આવ્યો.નવા સ્માર્ટ મોબાઈલમાં ટોર્ચ છે.સાથે ચાર્જીંગનુ લાંબુ આયુષ્ય પણ છે. ઝડપથી પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી ટોર્ચ કરવા ગયો ત્યા મોબાઈલમાંથી પાણીનો ફુવારો થયો. હવે નવી કોઇ આશા બચી નહોતી. ધનજીએ અમાસના આકાશ ની ચાદર ઓઢી સુવાની તૈયારી કરી.

ધનજીને કયાંકથી અવાજ બોલાતો હોય તેમ લાગ્યું.સાથે આ અંધકારમાં પોતાને આભાસ થયો હોય તેમ લાગ્યું. પણ આ શુ ફરી અવાજ..... આભાસ...... કે ...... ધનજીએ કાન સરવા કર્યા. આ અવાજ આવતો હતો હેમ રેડિયામાંથી. ધનજીને યાદ આવ્યુ સમાચારનુ આ માધ્યમ કુદરતી આપતી વખતે જ વપરાય તે પણ લાઈટ વગર.
ધનજી ને વિચાર આવ્યો હજુ શુ બાકી છે?

હેમ રેડીઓ નો અવાજ સંભળાયો કે દરિયામા તોફાન આવ્યું છે કોઇ પણ વ્યક્તિ એ દરિયા કિનારે કે દરિયો ખેડવા ન જવુ. ધનજી ને બેફામ (બરકત વીરાણી )સાહેબની પંક્તિ યાદ આવી


ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે
સારા હોય છે એની દશા સારી નથી હોતી .

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે

તરુ ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.


ત્યાં જ વીજળીના ચમકારા સાથે વરસાદ અને પવન પણ ફૂંકાતો ધનજીનુ હોડકુ પવનમાં ફંગોળાવા મંડયુ. ધનજી પણ ફંગોળાવા લાગ્યો. તેણે હોડકાને બરાબર પકડી લીધુ.પોતાના પગને હોડકાના કડા સાથે દોરડાથી બાંધી સ્ટેબલ થવા ગયો, પણ કુદરતી આફતમાં કોઇનું ચાલે? ધનજી ઇશ્વરને સંભારતો હતો ત્યાં જ તે હોડકના મશીન સાથે ભટકાયો અને મૂર્છિત થયો.

બે દિવસ પછી ફરી સુર્યના કાતિલ કિરણોએ ધનજીને જગાડયો.પગ બાંધવાનો કીમીયો કામ લાગ્યો. શરીર પર ધણા ઉઝરડા સાથે લોહીના ટશીયા પડેલા પણ તે ખુશ હતો.

ધનજીને વિચાર આવ્યો કે મને ઇશ્વરે જ કૃપા કરી બચાવ્યો છે તો મારે કંઈક કરવાનુ બાકી છે તે ઊઠ્યો. પોતે કયાં છે તેની પણ ખબર ન હતી. તેને નિશાળમાં ભણાવેલ કોલંબસ યાદ આવ્યો.

પણ હોડકામાં તેની સિવાય બીજું કશું ચાલતું ન હતુ.તેણે શાંત ચિતે વિચાર્યુ મગજ અને શરીરતો ચાલુ જ છે. તેણે બરાબર પ્લાન બનાવી લીધો.તુટેલી પાના પેચ્યાની પેટી બાંધેલી હોવાથી હાથ લાગી. તેનાથી મશીન ખોલ્યું પાણી કાઢી તડકે તપાવ્યું. દરિયો પણ આજે ધનજીને સાથ આપતો હતો.મશીન મહામહેનતે ચાલુ કર્યું.

મોટો પડકાર એ હતો જવું કઈ દિશામાં? બધે જ પાણી દેખાય. તેણે પોતાનૉ શર્ટ કાઢી હવાની દિશા કંઈ બાજુની છે તે જોઈ. ભાદરવા મહિનામાં સવારે હવા ઉતરથી પૂર્વની હોય. દરીયાનો કિનારો પુર્વ બાજુ આવે તેથી ધનજી પવનની દિશામાં આગળ વધવા લાગ્યો.ધીરે ધીરે કીનારો દેખાયો તે વેરાવળની નજીક હોય તેમ લાગ્યું સોમનાથદાદાને મનોમન વંદી મા ભવાનીને મનોમન યાદ કરી કતપર તરફ પ્રયાણ કર્યું.

અંતે ધનજી કતપર પહોંચી સમુદ્ર ને ફરી ખુદવા પોતાના પુત્ર સાથે આવશે નું વચન આપી કસ્બામાં પહોંચી ગયો.