ભાગ 18
તેજલ ગાડી માંથી ઉતરી અને રોહન અને રશ્મિ ને ગુડ નાઈટ કહી ઘર તરફ જાય છે અને રોહન એના ઘર તરફ ગાડી હંકારી મૂકે છે અને મન માં વિચારે છે કે આજે તો સાચે જ નાઈટ ગુડ થઈ ગઈ પણ રશ્મિ ના મન માં વિચારો નું વંટોળ ઉઠ્યું છે એ ના ચાહવા છતાં એજ વિચારે છે કે રોહન તેજલ તરફ આકર્ષિત થઈ રહ્યો છે અને એના થી દુર જઇ રહ્યો છે એ પોતાના મન ને ને સમજાવવાની લાખ કોશિશ કરે છે કે એવું કંઈ જ નથી એતો રોહન નો સ્વભાવ છે બધા સાથે નિખાલસતા થી વાત કરવાનો ...પણ...તો અત્યાર સુધી એ ઓફીસ સ્ટાફ ની છોકરીઓ સાથે વાત કરતો જ ત્યારે કેમ મને એવું ફિલ ના થયું જે અત્યારે થઈ રહ્યું છે અત્યારે દરેક ક્ષણે એવુ લાગે છે કે હું રોહન ને ગુમાવી રહી છું મારો રોહન મારા થી પળેપળ દૂર થતો હોય એવું લાગે છે અને આટલું વીચારતા જ ફરી એની આંખ માંથી આંસુ વહે છે એ રોહન ને ખબર ના પડે એવી રીતે લૂછવાની કોશિશ કરેછે ત્યાં રોહન નું ઘર આવી જાય છે રોહન દરવાજો ખોલે છે અને રશ્મિ ઉતરે છે રોહન ગીત ગનગણતો ગાડી લોક કરે છે રશ્મિ કહે :- રોહન બહું ખુશ છે આજે ??? શુ વાત છે ?? રોહન અચંબિત થઈ રશ્મિ સામે જોવે છે કે આને કેમ ખબર પડી પણ એ પોતાના મન ની લાગણી ઓ છુપાવવા ની કોશિશ કરે છે અને કહે છે ના ના એવું કંઈ જ નથી તને તો ખબર જ છે હું તો કાયમ ખુશ જ હોવ.
રશ્મિ:- ના રોહન આ કાયમ કરતા અલગ ખુશી દેખાય છે સુ વાત છે
રોહન :- અરે કાઈ નથી અને અલગ હોય તો એ પૂજા ના લગ્ન ની ખુશી અને ફેમિલી સાથે છું એ ખુશી હશે...
રશ્મિ :- ના ના ...રોહન વાત તો કૈંક બીજી જ..... હજી રશ્મિ કાઈ આગળ બોલે પેલા રોહન એના મોઢા પર હાથ રાખી અને કહે છે ચૂપ બસ આટલી મોડી રાતે પણ કેટલી વાતો કરે છે ચલ સુઈ જા સવારે વેલું ઉઠવાનું એમ કહી એના રૂમ માં અંદર સુધી મૂકી આવે છે
રશ્મિ :- પણ રોહન મારી વાત તો સાંભળ
રોહન:- ના જરાય નહિ સવારે વાત ચાલ બાય સુઈ જા એમ કહી હસી અને દરવાજો બંદ કરી ને એના રૂમ માં જાય છે
રશ્મિ આવી ત્યાં પૂજા ઊંઘી ગઈ હોય છે એટલે કપડાં ચેન્જ કરી ચૂપચાપ બેડ પર આવી જાય છે પણ વિચારો નીંદર ને આંખો નજીક આવવા નથી દેતા એના મગજ માં રોહન તેજલ રોહન તેજલ જ ચાલી રહ્યું છે પણ એને વિચાર્યું કે હવે આટલા વિચાર કરવા નો કોઈ જ મતલબ નથી કાલ રોહન ના મમ્મી એનો નિર્ણય પૂછવાના જ છે તો ખબર પડી જ જશે જોઈએ કાલ શુ થાય છે એ એમ વિચારી એ સુઈ જાય છે
***********************
આ બાજુ તેજલ પણ ઘર નો ડોરબેલ વગાડે છે દરવાજો એના મમ્મી ખોલે છે તેજલ ઘર માં આવી અને એના બેડરૂમ તરફ જાય છે એના મમ્મી ને કહ્યું કે મમ્મી મને સવારે વેલી ઉઠાડી દેજે એના મમ્મી એ કહ્યું હા અને સાંભળ હું અને તારા પાપા કાલે સવારે જઈએ છે નાની ને ત્યાં અમે તો એક વિક પછી આવસુ તો તારું અને ઘર નું ધ્યાન રાખજે
તેજલ એ કહ્યું હા મમ્મી તમે જરાય ચિંતા ના કરતા..
તેજલ એના માતા પિતા ની એક ની એક જ દીકરી હતી અને એના પિતા ની અઢળક સંપત્તિ ની એક જ વારસદાર બાળપણ થી જ ખૂબ લાડકોડ માં ઉછરેલી પણ સંસ્કાર પણ એના માતા પિતા એ એટલા જ આપેલા તેજલ નખરાળી હસમુખી સ્ટાઈલિસ્ટ એકંદરે બિન્દાસ છોકરી કહી શકો જેને ખુશ રહેવું અને લોકો ને ખુશ રાખવા એ એનો મનગમતો શોખ ...
તેજલ એના રૂમ માં ગઈ અને મહેંદી સુકાઈ ગઈ હોવા થી એને કપડાં ચેન્જ કર્યા અને મેકઅપ રિમુવર થી મેકઅપ ક્લીન કરે છે ત્યાં અરીસા માં જોવે અને એ લટ ફરી થી એના ગાલ પર આવી ગઈ અને તેજલ ના મન માં એ રોહન નું એની લટ ને કાન પાછળ લઈ જવું અને એનો સ્પર્શ એ બધું યાદ આવી ગયું તેજલ શરમાઈ ગઈ અને અરીસા માં જોઈ અને પોતાને જ કહે છે અરે તેજલ તને શરમાતા પણ આવડે છે ??
એ ફરી શરમાઈ અને એના બેડ પર ઢળી પડી
એના મન માં પણ રોહન ના જ વિચારો ઘર કરી ગયા છે એના મન માં બધી એ પળો જે એને રોહન સાથે વિતાવી એ જાણે ફિલ્મ ની જેમ એક પછી એક ઉપસી આવે છે એનું રોહન ને મળવું રોહન નું એને પ્રોપોઝ કરવું રોહન સાથે ઘરે આવવું એના દ્વારા એની લટ ને કાન પાછળ રાખવી બધું ખબર નહિ તેજલ ને ગમી રહ્યું હતું એને લાગ્યું કે કંઈક બદલાઈ ગયું છે શું એ ખબર નહિ પણ કઈક તો જરૂર બદલ્યું છે એ પોતાની જાત ને જ ઠપકો આપતા બોલી કે બસ હવે વિચારવાનું બંધ કરો અને સુઈ જાઓ મેડમ સવારે વેલું ઉઠવાનું છે એમ કહી એ લાઇટ્સ ઓફ કરે છે અને સુઈ જાય છે....
**************
આ બાજુ રોહન પણ પથારી માં પડી અને બસ તેજલ જ છવાયેલી છે મગજ માં એ વિચારે છે કે એક દિવસ મોડિ એન્ટ્રી થઈ હોત મેડમ ની તો કદાચ હું મમી ને કમને રશ્મિ સાથે લગ્ન ની હા પાડી ચુક્યો હોત પણ હવે તો ભગવાન પણ ઈચ્છે છે કે અમે બન્ને મળીયે પણ રશ્મિ નું શુ?? કદાચ રશ્મિ જાણી ગઈ છે કે હું તેજલ ને પ્રેમ કરું છું અત્યારે તો ગમે એમ વાત ટાળી પણ કાલ મમ્મી પૂછશે તો હું શું કહીશ અને રશ્મિ થી પણ હું કેટલાક દિવસ છુપાવીશ એ જાણી જ જશે કારણ કે એ મને સારી રીતે ઓળખે છે પણ તેજલ ના મન માં શુ છે એ જાણ્યા વિના કોઈ ને પણ શું કહું પણ જે હોઈ એ ભગવાન ની ઈચ્છા હતી એટલે જ તો એને તેજલ ને લાવી છે મારી જિંદગી માં તો આગળ પણ તેને વિચાર્યું જ હશે કે શું કરવું તો હવે બધું ભગવાન ના ભરોસે જ છોડી દેવું જોઈએ અને સુઈ જવું જોઈએ કારણ કે કાલ થી તેજલ અહીંયા જ રેવાની હતી તો એ એને એની નજર સામે જ જોઈ શકશે એ વિચારી એ ખુશ હતો અને આવતી કાલ ની સવાર ની આતુરતા થી વાટ જોતો હતો પણ નીંદર તો ઘણી દૂર હતી છતાંય એને આખો બંધ કરી ઊંઘવા ની કોશિશ કરી અને તેજલ ના વિચારો ને મન માં લઇ થોડી વાર માં નીંદર રાણી ની આગોશ માં હોઈ છે....
TO BE CONTINUE........
( હવે તેજલ રોહન અને રશ્મિ નું નસીબ ક્યાં વળાંક લેશે????? રોહન ના મમ્મી ને રોહન પોતાના દિલ નીસાચી વાત કહી શકશે???? રશ્મિ ના પ્રેમ નો શુ અંજામ આવશે ???? રોહન ના નશીબ સાથે કોનું નામ જોડાયેલું છે રશ્મિ કે પછી તેજલ??????
શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો
દિલ કા રિશ્તા..........