એક્સક્લુઝીવ લવ Viral Rabadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક્સક્લુઝીવ લવ

લવ, પ્રેમ, રોમાન્સ આ બધુ ફાલતુ લોકોના કામ છે. આમા મેં કોઈ હેલ્પ ના કરું. તું તારી રીતે મેનેજ કર મારી હેલ્પની કોઇ આશા ના રાખીશ. આરુષી બોલતી હતી.

સમીરા :- યાર પ્લીઝ, એકવાર તો હા પાડી દે. પ્લીઝ પ્લીઝ પ્લીઝ... ત્રણ વર્ષમાં ફર્સ્ટ ટાઇમ તો હેલ્પ માંગુ છું યાર... હું ફ્રેન્ડ છું ને તારી તો યાર તું મને એક હેલ્પ ના કરી શકે?

ઓકે ફાઈન. આરુષી કમને બોલી. સમીરા એને ગળે મળીને બોલી, થેંક્યુ આરુષી.

એ રુમથી વહેલી નીકળી ગઇ એના બોયફ્રેન્ડ અંશ માટે ગીફ્ટ💝 લેવા અને આરુષીને થોડુ મોડુ જવાનુ હતુ એનો કોલ આવે ત્યારે એને સ્કૂટી આપવા અને રુમ પણ એણે જ ડેકોરેટ કરવાનો હતો. અંશનો બર્થ ડે હતો એટલે. એટલે આરુષી ફટાફટ તૈયાર થઇ રુમની તૈયારી કરવા લાગી.

બપોરે સમીરાનો મીસ્ડકોલ આવ્યો અને આરુષી ઘરેથી નીકળી.

રસ્તામાં બહુ ભીડ હતી ત્યાં એક બાઇક અને ઓટો રિક્સાનું એકિસડન્ટ થયેલુ હતું. બઘા એક્સિડન્ટ પ્લેસ પર ઉભા હતા. ત્યાં આરુષીએ સાઇડમાં એક છોકરાને ધાયલ કન્ડિશનમાં જોયો એને ઘણુ વાગ્યુ હતુ. બધા જોતા હતા પણ કોઇ હેલ્પ કરવા જતુ નહિ હતુ એટલે એ તેની નજીક ગઇ એને માથામાં વાગ્યુ હતુ અને એ બેહોશ થવાની તૈયારીમાં જ હતો.

તેને એક અંકલની હેલ્પથી એને બીજી ઓટોમાં બેસાડ્યો અને પોતાની સ્કૂટી ત્યાં સાઇડમાં પાર્ક કરી એને હોસ્પિટલ લઇ ગઇ. ત્યાં ટ્રિટમેન્ટ ચાલૂ કરી એને હોશમાં લાવ્યા એનુ નામ પૂછ્યુ.

કાર્તિક નામ હતુ એનું. એનો ફોન તૂટી ગયો હતો એટલે એના જોડેથી નંબર લઇ એમના પેરેન્ટસને કોલ કરવાનો હતો. પહેલા તો એને ફ્રેન્ડ યશનો નંબર આપ્યો એને કોલ કરી હોસ્પિટલ બોલાવ્યો. યશને બધી વાત કરી અને એમના ઘરે કોલ કર્યો. થોડીવારમાં એમના પેરેન્ટસ આવી ગયા. કાર્તિક ના કોઇ ભાઇ બહેન નહિ હતા એ એમના પેરેન્ટસનો એક લાડલો છોકરો હતો.

આરુષીને અચાનક સમીરાની યાદ આવી અને એને કોલ કર્યો.

આરુષી :- હલો સમીરા... તું આ હોસ્પિટલમાં આવીને સ્કૂટીની ચાવી લઇ જા હું ત્યાં જ છું. સમીરાએ ઓકે કહી કોલ કટ કર્યો. ત્યાં બાજુમાં ડોકટર્સ વાત કરતા હતા કે એક પેશન્ટને O બ્લડની જરુર છે અને અત્યારે બ્લડ મળવુ બહુ મુશ્કેલ છે.

આરુષી :- (એમની નજીક જઇ) મારુ બ્લડ O છે અને હું ડોનેટ કરવા રેડી છું.

ડોકટર :- ઓકે, ગુડ. ચલો મારી સાથે. એમને તરત બ્લડ ચેક કરી પેશન્ટને આપવાની તૈયારી કરી અને આરુષી જોડે ત્યાં ગઇ. એ વોર્ડમાં એક અંકલ હતા એમને જ બ્લડની જરુર હતી. આરુષીનું બ્લડ એમને આપ્યુ અને અંકલ ધીમે ધીમે હોશમાં આવવા લાગ્યા.

સિસ્ટર :- (આરુષીને) તમને પેશન્ટના પેરેન્ટસ મળવા માંગે છે.

આરુષી :- ઓકે, હું આવુ છું.

આરુષી કાર્તિકના પેરેન્ટસને મળી અને બધી વાત કરી ત્યાંથી કાર્તિકને મળી પોતાના રુમ પર જતી રહી.

બીજા દિવસે આરુષીએ સમીરાને બધી વાત કરી. ત્યારે આરુષીને એવુ ફીલ થયુ કે એને કાર્તિકને કોલ કરી એની તબિયત વિશે પૂછવુ જોઇએ.

સમીરા :- આ વાત સાથે હું અગ્રી કરુ છું. તું કોલ કર. આરુષીએ યશને કોલ કર્યો અને કાર્તિકની તબિયત પૂછી. તેણે બધુ બરાબર છે એમ કહ્યુ અને તેને કોલ ડિસકનેક્ટ કર્યો.

બે દિવસ પછી એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો એ આરુષીએ રિસીવ કર્યો. સામેથી છોકરાનો અવાજ આવ્યો થેંક યુ સો મચ, આઇ એમ કાર્તિક. મારી જાન બચાવી એના માટે એક નાની પાર્ટી તો મારે આપવી જ જોઇએ અને એના માટે તમારે આ એડ્રેસ પર ટાઇમ પર પહોંચી જવાનુ છે કહી એક એડ્રેસ આપ્યુ.

થોડીવાર તો તેને સમજ ના પડી કે એણે શું બોલવુ હવે? કાર્તિકે તેને હા કે ના બોલવા માટે સ્પેસ જ ના આપી. હજુ તો એ કંઇ બોલે એ પહેલા જ કોલ ડિસકનેક્ટ થઇ ગયો.

આરુષી :- (વિચારતી હતી) મારે જવુ જોઇએ કે નહિ? એટલામાં સમીરા આવી અને પૂછ્યુ.

સમીરા:- શું વિચારે છે ક્યારની? 😋 બોયફ્રેન્ડ મારે છે પણ ટેન્શનમાં તું છે.

આરુષી :- શાંતિથી (પણ ટેન્શનમાં) મને પાર્ટીમાં ઇન્વાઇટ કરી છે.

સમીરા:- (સરપ્રાઇઝલી) કોણે? કઇ પાર્ટી?

આરુષી :- કાર્તિકનો કોલ આવેલો મને, થેંકસ કહેવા માટે પાર્ટી રાખી છે અને મને ઇન્વાઇટ કરી છે.

સમીરા :- તો તારે જવુ જોઇએ એને સારુ લાગશે. સ્પેશ્યિલ તારા માટે જ તો પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હશે.

આરુષી :- ઓકે.
બીજા દિવસે કાર્તિકને કોલ કરી કહ્યુ કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ સમીરા પણ મારા જોડે આવી શકે? કાર્તિકે હા પાડી. પાર્ટીના દિવસે એણે સમીરાને જોડે આવવા કહ્યુ અને તેઓ કાર્તિકના ઘરે પહોંચ્યા.

કાર્તિક બહાર જ વેઇટ કરતો હતો. તેઓ અંદર ગયા. આન્ટી અંકલ પણ ઘરે જ હતા. એકચ્યુઅલી પાર્ટી તો ખાલી નામની જ હતી બસ એમની ફેમીલી સાથે ડીનર હતુ. અને આરુષી ખામખા નર્વસ થતી હતી.

ડીનર કરી થોડી વાર બેસી આરુષી અને સમીરાએ ઘરે જવાની પરમીશન માંગી.

કાર્તિક :- તમને પ્રોબલેમ ના હોય તો હું તમને ઘરે ડ્રોપ કરી જઉં?

આરુષી અને સમીરા :- (એકસાથે) ના ના. ઇટ્સ ઓકે. અમે જતા રહીશુ.

સમીરા :- મજા આવી ગઇ ને! કાર્તિક સારો છોકરો છે અને ફેમીલી પણ ફ્રી માઇન્ડેડ છે. થેંકસ કહેવાની ટ્રીક સારી હતી.

આરુષી :- હમમ. સારુ ફેમીલી છે.

કોલેજનો લાસ્ટ ડે, ત્યારે ખબર પડી કે ત્રણ વર્ષ તો કેમ જતા રહ્યા ખબર જ ના પડી. ટાઇમ્સ આર ફ્લાઇંગ.

આરુષી:- સમીરા, આજે એવુ ફીલ થાય છે કે કોલેજ લાઇફ તો હવાની જેમ આવીને જતી પણ રહી. કાશ આ દિવસો આમ જ રહેતા હોત આપણી સાથે તો કેટલી મજા આવત ને.

સમીરા :- હા યાર, આ બધુ બહુ યાદ આવશે. આપણી મસ્તી, આપણા ઝગડા, આપણા કારનામા, આપણી આ રુમ.

આરુષી :- 😀😃 અને તારી દુ:ખ ભરી દાસ્તાન.

આરુષી અને સમીરા સાંજે ફેરવેલ પાર્ટીમાં ગયા ખૂબ મસ્તી કરી બધી યાદોને લઇ રુમ પર આવી પોતપોતાના ઘરે જવાની તૈયારી ચાલૂ કરી.

બીજા દિવસે સવારે બધી મસ્તી સાથે કોલેજ લાઇફ છોડી પોતપોતાના ઘરે ગયા. હવે તો જોબ શોધવાની હતી અને બિઝી લાઇફ બનાવવાની હતી. આરુષીએ જોબ શોધવાની ચાલૂ કરી. થોડા ટાઈમમાં તેને જોબ મળી ગઇ એ પણ મુંબઇમાં.

આરુષીએ સમીરાને કોલ કરી ગૂડન્યુઝ આપી એ પણ મુંબઇમાં જોબ સર્ચ કરવા લાગી.

આરુષી મુંબઇ પહોંચી ગઇ અને જોબ સ્ટાર્ટ કરી. થોડા ટાઈમમાં સમીરા પણ મુંબઇ આવી ગઇ એને પણ આરુષીની કંપનીમાં અપ્લાય કરી જોબ લઇ લીધી અને બંને પહેલાની જેમ રહેવા લાગી. બધુ બરાબર ચાલતુ હતુ એટલામાં એક દિવસ કાર્તિક મળ્યો.

કાર્તિક :- હાય,☺ ધણા ટાઇમ પછી મળ્યા આપણે.

આરુષી :- હાય, 😊હમમ.

કાર્તિક :- અહિંયા જોબ કરે છે આરુષી?

આરુષી :- (સ્માઇલી સાથે) યેસ. 😉 બાયચાન્સ મળી ગઇ.

કાર્તિક :- અને સમીરા?

આરુષી :- એ પણ મારા સાથે જ છે. અમે બંને એક જ કંપનીમાં જોબ કરીએ છીએ. બાય ધી વે, યશ શું કરે છે?

કાર્તિક :- (હસતા હસતા) 😜 મુંબઇમાં ગર્લફ્રેન્ડ શોધે છે. સાથે સાથે જોબ પણ કરે છે.

આરુષી :- નોટ બેડ હમમ.

કાર્તિક :- કાલે સન્ડે છે તો કોફી માટે મળીએ?

આરુષી :- ઓકે, સ્યોર.

અને બંને છૂટા પડ્યા. બીજા દિવસે કોફી શોપ પર મળ્યા. આ રીતે તેમની ફ્રેન્ડશીપ સ્ટ્રોન્ગ બની ગઇ. ધીમે ધીમે એમના વચ્ચે એક કેમેસ્ટ્રી બની ગઇ. ધીમે ધીમે બંને રોજ મળવા લાગ્યા, બધી વાત એકબીજાને શેર કરવા લાગ્યા.

એક દિવસ ના મળે તો જાણે ધણા ટાઈમથી ના મળ્યા હોય એવી ફીલીંગ આવે. એમની ફ્રેન્ડશીપ લવસ્ટોરીમાં કન્વર્ટ થઇ ગઇ. ધે આર ઈન રીલેશનશીપ. આરુષી ક્યારેય લવ માં બીલીવ નહિ કરતી હતી પણ કાર્તિકને મળ્યા પછી લવને માનતી હતી.

આરુષી અને કાર્તિક બંને અલગ અલગ કંપનીમાં જોબ કરતા હતા પણ જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી જોડે જ ટાઇમ સ્પેન્ડ કરતા. લવ, રોમાન્સ, રિલેશનશીપ આ બધુ હવે આરુષીને સમજમાં આવતુ હતુ. આ બધુ એને ગમતુ હતુ. જ્યાં સુધી કાર્તિક જોડે વાત ના થાય ત્યાં સુધી બેચેની, દિલમાં એક ડર રહ્યા કરતો, શાયદ એને જ લવ કહેવાય.

(થોડા ટાઇમ પછી એક દિવસ )
આરુષી :- સમીરા જલ્દી કર આપણે લેટ થઇ જઇશુ. કાર્તિક પહોંચવા જ આવ્યો છે અને અંશ પણ નીકળી ગયો છે.

સમીરા :- બસ પાંચ મીનીટ, અલમોસ્ટ રેડી જ છું. તું બધુ પેક કરી લોક મારવાની તૈયારી કર આઇ એમ જસ્ટ કમીંગ.

ડોરબેલ વાગી અને આરુષી ડોર ઓપન કરવા ગઇ ત્યાં કાર્તિક અને અંશ બંને આવી ગયા હતા.

કાર્તિક :- હાય, આરુ. બધુ પેક થઇ ગયુ ને!

આરુષી :- હા, બધુ પેક થઇ ગયુ છે 😁 બસ એક સમીરાને પેક કરવાની બાકી છે હવે.

અંશ :- સમીરાને હું પેક કરી આવુ છુ નહિતર એ બહાર જ નહિ આવે.

કાર્તિક :- આરુ, તે બધુ યાદ કરીને પેકિંગ કર્યુ છે ને? કંઇ ભૂલી તો નથી ને?

આરુષી :- 😕 કાર્તિક, હું ભૂલક્કડ નથી મેં બધુ યાદ કરીને પેકિંગ કર્યુ છે.

કાર્તિક :- તો ચલો આપણી બેગ મૂકીએ ત્યાં અંશ અને સમીરા આવી જશે બહાર.

આરુષી :- ઓકે. હું બેગ લઇને આવુ છું. (થોડીવારમાં) કાર્તિક તું બેગ ઉઠાવવામાં હેલ્પ તો કરી જ શકે છે ને!

કાર્તિક :- 😋😆 હું અહિંયા તને પીક કરવા આવ્યો છું તારી બેગ ઉઠાવવા નહિ.

આરુષી :- 😕 તો નાસ્તો હું નહિ લાઉં. બધાએ જાતે જ મેનેજ કરવાનુ રહેશે. હાશ, હું તો બચી ગઇ.

કાર્તિક :- 😏 ઓકે ફાઇન. આઇ વીલ હેલ્પ યુ.

ત્યાં સમીરા અને અંશ પણ આવી ગયા. ચારેય સાથે બે દિવસની એક ટ્રીપ પર ગયા. આ બે દિવસ બંને કપલ માટે બહુ જ સરસ હતા. રોજરોજની બિઝી લાઇફમાંથી બે દિવસ સાથે સ્પેન્ડ કરવાથી અંશ અને સમીરાના બધા ઝગડા, બધી શિકાયત દૂર થઇ ગઇ અને આરુષી અને કાર્તિકની બોન્ડિંગ સ્ટ્રોન્ગ બની ગઇ.

ટ્રીપ પર બહુ મજા-મસ્તી કરી રિટર્ન રુમ પર આવ્યા.

સમીરા :- ચલો બધા જાગો હવે બપોર થઇ ગઇ છે. આટલી ઉંઘ તો કેમની આવી જ શકે. અંશ તારા મમ્મીનો કોલ આવે છે પહેલા તું રિસીવ કર.

કાર્તિક :- આરુ, તું પહેલા ઉઠ અને મારા માટે નાસ્તો બનાવ પછી મને જગાડજે ત્યાં સુધી ઉંઘવા દે મને.

આરુષી :- હમમ. મારા માટે પણ નાસ્તો બનાવજે.

સમીરા :- મેં ઓલરેડી બધા માટે નાસ્તો બનાવ્યો જ છે તમે બધા જાગો તો નાસ્તો કરીએ આપણે.

બધા જાગીને ફ્રેશ થઇ નાસ્તો કરવા બેઠા.

અંશ :- 😀😘 હું કાલે સમીરા જોડે પૂના જાઉં છું ફ્રેન્ડના મેરેજમાં.

કાર્તિક :- નાઇસ.

આરુષી :- સમીરા તે મને પ્રોમીસ કરેલુ કે તું નહિ જાય. 😞 મારા બર્થ ડે પર તું મારી સાથે રહીશ.

સમીરા :- હા પણ એ દિવસે સાંજે તો અમે રિટર્ન આવી જઇશુ ને. 😝 પછી સેલિબ્રેટ પણ કરીશું. અને કાર્તિક તો છે ને તારા જોડે તું ક્યાં એકલી છે.

કાર્તિક :- ઓહહ, બર્થ ડે તો માઇન્ડમાંથી જ નીકળી ગયેલો. આરુ, આપણે કંઇક મસ્ત પ્લાન કરીશુ ને. ચલ હવે પેલા નાસ્તો પતાવ પછી બીજુ ડિશ્કશન કરીએ.

આરુષી :- 😒😏 ચીટર. કોઇ સેલિબ્રેશન નહિ કરવુ મારે.

બીજા દિવસે આરુષી અને કાર્તિક બહાર ફરવા ગયા. આખો દિવસ શોપીંગ કર્યુ, મુવી જોવા ગયા, બધી જગ્યા પર જોવા ગયા, મોસ્ટ ઓફ ચાલીને જ ગયા બધી જગ્યા પર. સાંજે બહુ જ થાક લાગ્યો ત્યારે બંને જમીને ઘરે આવ્યા. અરાઉન્ડ 🕥 થયા ત્યાં આરુષી સૂઇ ગઇ.

આરુષીના સૂઇ ગયા પછી કાર્તિકે અંશ અને સમીરાની હેલ્પથી ઘર ડેકોરેટ કર્યું અને કેક મંગાવી લીધી. આખા ઘરમાં આરુષીની જ ગમતી વસ્તુ દેખાય એમ રાખી. ઘરમાં કાર્તિક અને આરુષીની લવ સ્ટોરી સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ થ્રુ બતાવી હતી.

રાતે 🕛 વાગ્યે કાર્તિકે આરુષીને કોલ કર્યો.

કાર્તિક :- હેપ્પી બર્થ ડે આરુષી. મેની મેની હેપ્પી રિટર્ન્સ ઓફ ધી ડે સ્વીટહાર્ટ. 😍

આરુષી :- થેંક્યુ કાર્તિક, થેંક્યુ સો મચ. ☺

કોલ કટ કરી કાર્તિક વિડીયો કોલ કરે છે.

કીર્તિક :- (ઓયયયય) લાઇટ તો ઓન કર સડેલ. 😉

આરુષી :- (લાઇટ ઓન કરે છે) લાઇટ ઓન નહિ થતી કાર્તિક. 😣 તું છે ક્યાં અત્યારે?

કાર્તિક :- પહેલા તું બેડ પરથી ઊભી થા અને બીજા પ્લગથી લાઇટ ઓન કર.

આરુષી :- ઓકે, જાઉં છું. (લાઇટ ઓન કરી) સરપ્રાઇઝલી, Waaaaaaawwwwwwww😲😲 કાર્તિક, આ બધુ કેવી રીતે? તું ક્યાં છે? જલ્દીથી સામે આવી જા પ્લીઝ કાર્તિક.

કાર્તિક :- ઓકે ઓકે ઓકે, હવે હું કઉં એમ કર. પીલ્લો ક્યાં છે તારો?

આરુષી :- પીલ્લો તો એની જગ્યા પર જ હોય ને શું તું પણ ડફર જેવુ કરે છે?

કાર્તિક :- (મીઠો ગુસ્સો કરતા કરતા) તું પીલ્લો હટાવ અને જો.

આરુષી :- ઓહહહહ, સરપ્રાઇઝ. હું ખોલુ છું. (સરપ્રાઇઝ બોક્સ ખોલે છે).

કાર્તિક બસ ચૂપચાપ વિડિયો કોલમાંથી આરુષીને જોયા કરે છે.

આરુષી :- (ઇઅરીંગ્સ જોઇને) તું છે ક્યાં? બોક્સમાંથી મસ્ત ઇઅરીંગ્સ નીકળેલી હતી. કાર્તિક યુ આર અ જીનીયસ. થેંકયુ સો મચ સડેલ 😍😍

કાર્તિક :- હું હોલમાં છું આવી જા ચલ.

આરુષી :- (જલ્દીથી બેડ પરથી નીચે ઉતરતા) તે આ બધુ ક્યારે કર્યુ?

કાર્તિક :- ધીમે ધીમે આરુ, હું ભાગી નહિ જવાનો કશે.

આરુષી જલ્દીથી ડોર પાસે ગઇ ત્યાં પગમાં એક દોરી આવી અને નીચે પડી. ત્યાં રુમની લાઇટ્સ ચાલૂ થઇ અને ઉપરથી ફ્લાવર્સની બારીશ થઇ. નીચે નાના મોટા ઘણા બધા ટેડીસ હતા એમાં એક ટેડી પર લખેલુ હતુ, "બાડી, જોઇને તો ચાલ તને વાગી જતે તો".

આરુષી :- (ખૂશીથી ફટાફટ ઉભી થઇ) હાથમાં લખેલુ હતુ એ ટેડી લઇને, કાર્તિક પ્લીઝ યાર, હું બાડી નથી ઓકે.
(કાર્તિકને દોડીને હગ કરી લીધુ)

કાર્તિક :- કેવી લાગી સરપ્રાઈઝ?

આરુષી :- બહુ જ મસ્ત. (સરપ્રાઇઝલી બધુ જોતી હતી) કાર્તિક આ બધુ તે ક્યારે કર્યુ? આખો દિવસ તો તું મારા જોડે જ હતો ને!

કાર્તિક :- 😍😜 તારો બર્થ ડે છે કેમ ના કરુ. તું સૂઇ ગઇ પછી કર્યુ અને બધુ પ્લાનીંગથી કરેલુ છે મારી Cute સી Jaan.

બન્ને જોડે આખા ઘરને જોવે છે. એકચ્યુઅલી આરુષી કાર્તિકનો હાથ પકડી આખા ઘરમાં ફરે છે. આખુ ઘર કેન્ડલ્સથી સજાવેલુ હતુ. આખા ઘરમાં ફોટોસ લગાવેલા હતા.

આરુષી :- (ફની મૂડમાં) કાર્તિક મને નહિ ખબર હતી કે તું આટલુ બધુ ક્રિએટિવ કરી શકે છે. બાય ધ વે, થેંકયુ સો મચ કાર્તિક. આઇ લવ યુ 😍😍

કાર્તિક :- લવ યુ ટુ આરુ, ચલ હવે, 😆 બી રેડી ફોર નેક્સ્ટ સરપ્રાઇઝ.

આરુષી :- ઓકે ચલો.

બંને આરુષીના રુમમાં આવે છે. કાર્તિક મેઇન લાઇટ ઓફ કરે છે. એક દિવાલ પર આરુષીના બહુ બધા ફોટોસ LEDથી લગાવેલા હતા. જે ક્યારેય આરુષીએ જોયા નહિ હતા.

આરુષી :- (સરપ્રાઇઝલી) આ બધા ફોટોસ ક્યારે લીધેલા તમે?

કાર્તિક :- ઓહોહોહો, 😉 આજે તો મારી મહેનત રંગ લાવી ને કંઇ. આરુ, તું ઠીક છે ને? કંઇ થયુ તો નહિ ને તને? આરુષી મને તમે કઇને જો બોલાવે છે.

આરુષી :- કાર્તિક એ તો બાય ચાન્સ બોલાય ગયુ પણ તું આ બધા ફોટોસનું કે ને મને.

કાર્તિક :- આરુ, આ બધા ફોટોસ મેં તને ખબર વગર લીધેલા હતા, તારાથી છૂપાવીને. પછી Hide કરી દીધેલા એટલે તુ જોઇ ના જાય અને મારી સરપ્રાઇઝ કામ કરી જાય.

આરુષી :- (ઇમોશનલી) આટલુ બધુ મારા માટે કર્યું થેંકયુ સો મચ કાર્તિક. આઇ એમ સો હેપ્પી.

બંને રુમની બહાર આવ્યા ત્યાં યશ, અંશ અને સમીરે કેક લઇને આવી ગયા. હેપ્પી બર્થ ડે આરુષી બધા એકસાથે બોલ્યા. ધીમુ મ્યુઝિક ચાલતુ હતુ.

આરુષી :- 😌 હું કેક કટ નહિ કરુ.
(બધા એક સાથે :- 😱 કેમ?)

આરુષી :- એક કન્ડિશન પર જ કટ કરીશ.

કાર્તિક :- હા મેમ, કન્ડિશન બોલો.

આરુષી :- કોઇ મને કેક ફેસ પર નહિ લગાવે તો જ.
બધા 😁😁 ઓકે મેમ બોલ્યા. બર્થ ડે વિશ કરી કેક કટ કરી કાર્તિકે પ્રપોઝ કર્યું. બધાએ પાર્ટી કરી કેક ખાધી પછી બધા સૂવા ગયા. કાર્તિક અને આરુષી બંને પોતાના રુમમાં ગયા.

કાર્તિક :- આરુ, તું ખૂશ તો છે ને, આજે તો તારી બધી વિશ પૂરી થઇ જશે.
😍😝 આઇ મીન વીલ યુ મેરી મી ના?

આરુષી :- કાર્તિક, આજે મારો ખૂશીનો દિવસ છે અને તે એને બેસ્ટ દિવસ ઓફ માય લાઇફ બનાવી દીધો. અને હા હવે તો યુ આર માય લાઇફ. 😆 મેં તો ડિસાઇડ કરી જ લીધુ હતુ કે આજે હું તમને પ્રપોઝ કરીશ પણ એના પેલા તો મને જ ગિફ્ટ મળી ગઇ.

કાર્તિક :- એ તો સારુ કહેવાય ને કે તારે કરવુ હતુ એ પહેલા જ થઇ ગયુ. ચલો હવે સૂઇ જઇશું?

આરુષી :- આજે તો કંઇ ઉંઘ આવતી હશે? મને નહિ સુવૂ. હું નહિ સુવાની.

કાર્તિક :- આરુષી જીદ ના કર ચૂપચાપ સૂઇ જા અને મને પણ સુવા દે. હું થાકી ગયો છું અને મને ઉંઘ પણ આવે છે.

આરુષી :- નહિ કાર્તિક, વર્ષમાં એક જ દિવસ તો આપણો હોય અને એમાં પણ આવી સુંદર શરુઆત હોય તો ઉંઘ તો ના જ કરાય અને આજે તો આઇસક્રીમ જ ખવાય.

કાર્તિક :- ઓકે 😆 મારી મા, તું કહીશ એમ બસ. પણ આઇસક્રીમ ખાઇને તો સૂઇ જઇશ ને!

આરુષી :- પેલા આઇસક્રીમ ખાવા તો જઇએ.

કાર્તિક :- તું અહિંયા જ બેસ કશે બહાર નહિ જવુ અત્યારે, હું આઇસક્રીમ લાવુ છું. મેં ઓલરેડી લાવી જ રાખેલુ છે.

આરુષી :- ધેટ્સ નેટ ફેર. બધુ પરફેક્ટ ના કરવુ જોઇએ. 😒 (ટોન્ટમાં) ચાલશે હવે ઘરે જ ખાઇ લઇશ.
બંનેએ મુવી જોતા જોતા આઇસક્રીમ ખાધુ. પછી મોડેથી બંને ઉંઘી ગયા. સવારે આરુષી રેડી થતી હોય છે ત્યાં ડોરબેલ વાગે છે. તે ડોર ઓપન કરે છે.
આરુષી :- આન્ટી, અંકલ તમે અહિંયા? અંદર આવો ને!

અંકલ :- હા બેટા, કાર્તિકને કોલ કર્યો તો એણે બહાર છું એમ કહી કોલ કટ કરી દીધો એટલે એનો કોલ ટ્રેક કરી અહિંયા સુધી પહોંચ્યા. કાર્તિક અહિંયા છે?

આરુષી :- હા, અંકલ કાર્તિક અહિંયા જ છે. એ સૂતા છે. હું બોલાવીને આવુ છુ એને.
(અંદર જઈ) કાર્તિક, અંકલ આન્ટી આવ્યા છે તને બોલાવે છે જાગ અને બહાર આવ.

કાર્તિક :- યાર, તારા અંકલ આન્ટી છે તું જ હેન્ડલ કર ને મેં બહાર નહિ આવાનો મને ઉંઘવા દે.

આરુષી :- કાર્તિક, ડફર જેવુ ના કરીશ. અંકલ આન્ટી મતલબ તારા મમ્મી પાપા આવ્યા છે અને તારી રાહ જોવે છે. જલ્દીથી બહાર ચલ.

કાર્તિક :- 😮 ક્યારે આવ્યા? કેમ અહિંયા? (બંને બહાર આવે છે.)
મમ્મી પાપા તમે અહિંયા કેમ? એ પણ સવારમાં. એડ્રેસ ક્યાંથી મળ્યુ અહિંયાનું?

અંકલ :- તને ટ્રેક કરીને અહિંયા સુધી પહોંચ્યા. તે તો કંઇ સાંભળ્યા વગર કોલ કટ કરી દીધો હતો અને અમે બીજુ શું કરીએ?

કાર્તિક :- ઓકે પાપા, આઇ એમ સોરી પાપા. હું ઉંઘમાં હતો એટલે એવુ કર્યું. સોરી મમ્મી.

અંકલ આન્ટી :- ઇટ્સ ઓકે બેટા.

કાર્તિક :- આરુષી, તું મમ્મી પાપાને પગે નહિ લાગે? આજે તો લાગવુ જ જોઇએ.

અંકલ આન્ટી :- કેમ આજે? કંઇ સ્પેશિયલ છે?

કાર્તિક :- મમ્મી પાપા આજે આરુનો બર્થ ડે છે મેં કાલે કીધેલુ ને!

અંકલ આન્ટી :- ઓહહ હા.

આરુષી બંને ને પગે લાગે છે અને અંકલ આન્ટીના આશિર્વાદ લે છે. આખો દિવસ મસ્તી નવી નવી સરપ્રાઇઝથી આરુષી બહુ ખૂશ હતી. એની બધી વિશ જાણે આજે જ પૂરી થઇ ગઇ હતી. સૌથી મોટી સરપ્રાઇઝ તો એ હતી કે કાર્તિકનુ ફેમીલી આરુષીને એક્સેપ્ટ કરે છે એઝ અ બેટરહાફ ઓફ કાર્તિક.

સાંજે ફરી એક પાર્ટી ઓર્ગેનાઇઝ કરેલી હોય છે એમાં અંકલ-આન્ટી, યશ, સમીરા, અંશ અને આરુષી અને કાર્તિકના બીજા ફ્રેન્ડસ હોય છે.

પાર્ટીમાં આરુષી અને કાર્તિકની ફર્સ્ટ મુલાકાતથી આજ સુધીની બધી જ મોમેન્ટસને કવર કરી એક વિડિયો બનાવેલો હોય છે. એ વિડીયો પ્લે થાય છે ત્યારે જ કાર્તિક આરુષીને પ્રપોઝ કરે છે. આરુષી એ વિડીયો જોઇ ઇમોશનલ થઇ જાય છે.એ કાર્તિકને હગ કરી લે છે. પછી કાર્તિક કેક કટ કરાવે છે, ડાન્સ કરે છે, ગિફ્ટસ આપે છે. ફુલ એન્જોયમેન્ટ ચાલે છે.

બધા પાર્ટીમાં બિઝી હોય છે આરુષી બધાને મળે છે અને કાર્તિક એના ફ્રેન્ડસ સાથે હોય છે. કાર્તિક આરુષીને શોધે છે પણ આરુષી મળતી નથી. સમીરા, અંશ, યશ એને શોધે છે. અચાનક જ આરુષી એક ખૂણામાં બેહોશ પડેલી મળે છે. કાર્તિક એને હોશમાં લાવવાની ટ્રાય કરે છે પણ કંઇ થતુ નથી પછી આરુષીને હોસ્પિટલમાં એડમિટ કરે છે અને ટ્રીટમેન્ટ ચાલૂ થાય છે.

ડોકટર :- પેશન્ટની બોડી કોઇ દવા કે ઇંજેક્શનને રિએક્ટ નથી કરતી. એમને ખાવામાં કંઇ આવ્યુ છે એના લીધે એમની કન્ડિશન સિરિઅસ છે.

કાર્તિક :- પણ ડોકટર એને કેક જ ખાધેલી એ તો અમે બધાએ ખાધી હતી બીજુ કંઇ નહિ ખાધેલુ.

ડોકટર :- અમે ટ્રાય કરીએ છીએ પણ જ્યાં સુધી પેશન્ટ હોશમાં નહિ આવે ત્યાં સુધી અમે કંઇ કહી નહિ શકીએ.

(કાર્તિક એના પેરેન્ટસને કોલ કરીને હોસ્પિટલ બોલાવીને બધી વાત કરે છે.) સવાર થઇ ગઇ પણ હજુ સુધી આરુષીને હોશ આવ્યો નહિ હતો. યશ પાર્ટીવાળી જગ્યા પર જાય છે અને ત્યાં સિસિટીવિ ફૂટેજ જોવે છે. અને તરત જ એ લઇને કાર્તિક પાસે જાય છે.

ફૂટેજમાં આરુષી જ્યુસ પીવે છે પછી એ બેહોશ થઇ જાય છે ડોકટરની તપાસ પ્રમાણે એ જ જ્યુસમાં ઝહેર મેળવેલુ હતુ એના લીધે આરુષી ICU માં છે.

કાર્તિક સિસિટીવીમાં ક્લુ શોધે છે એમાં જ્યુસનો ગ્લાસ એક ગર્લ વેઇટર થ્રુ અપાવે છે એ ગર્લ કાર્તિકની કલીગ હોય છે. વધારે તપાસ કરતા ખબર પડે છે કે એ કાર્તિકને લવ કરતી હોય છે એટલે કાર્તિકથી આરુષીને દૂર કરવા માટે આવુ પગલુ ભરે છે.

ડોકટર :- પેશન્ટની બોડી હજુ સુધી રિએક્ટ નથી કરતી એટલે અમે હાઇ ડોઝ આપવાનુ વિચારીએ છીએ અગર તમારી પરમિશન હોય તો. અને હા, હાઇ ડોઝથી એમની બોડી હાઇ પેઇન કરશે.

કાર્તિક :- હા, ડોકટર. કંઇ પણ કરો પણ એને હોશમાં લાવી દો પ્લીઝ.

ડોકટર :- પણ અમે એ હાઇ ડોઝ હજુ સુધી ક્યારેય કોઇ પેશન્ટ પર અપ્લાય નથી કરેલો. તમે હા પાડો તો અમે ટ્રાય કરીએ.

કાર્તિક :- હા, ડોકટર તમે ટ્રાય કરો.
(થોડીવાર પછી)
ડોકટર :- હવે એમની બોડી રિએક્ટ કરે છે એટલે થોડીવારમાં પેશન્ટને હોશ આવી જશે. તમે એમની પાસે જઇ શકો છો.
(સાંજે આરુષી હોશમાં આવે છે.)
નર્સ :- ડોકટર પેશન્ટને હોશ આવી ગયો. (ડોકટર આરુષીને ચેક કરે છે.)

બધા અંદર રુમમાં જાય છે. પણ કાર્તિક દરવાજા પર જ ઉભો રહી જાય છે એની આંખમાં આસુ આવી જાય છે. બધા આરુષીને તબિયત પૂછે છે.

આરુષી :- (એકદમ ધીમેથી) કાર્તિક? આન્ટી કાર્તિક ક્યાં છે? કાર્તિક...

આન્ટી :- બેટા, એ ડોકટરને મળવા ગયો છે હમણાં આવી જશે.

થોડીવાર પછી કાર્તિક સ્વસ્થ થઇને આરુષી પાસે આવે છે.

કાર્તિક :- આરુ, (એક જ શ્વાસમાં) હવે કેવુ ફીલ કરે છે? તું ઠીક છે ને? શું કામ એકલી જતી રહેલી તું? મારી સાથે ના રહેવાય?

આરુષી :- (ધીમેથી) કાર્તિક, હું સારી છું હવે. કંઇ નથી થયુ મને. તું છે ને મારા સાથે એટલે મને કંઇ જ ના થાય.

કાર્તિક :- 😏 હા, દેખાય છે એ તો કંઇ નથી થયુ એ.

આરુષી :- મને ખુદને જ નહિ ખબર હતી કે શું થયુ મને એ. મેં થોડુક જ્યુસ પીધુ પછી અચાનક જ મને ચક્કર આવ્યા અને હું પડી ગઇ પછી હું બોલવાની ટ્રાય કરતી હતી પણ અવાજ જ નહિ નીકળતો હતો પછી શું થયુ એ મને ખબર નથી.

કાર્તિક :- પછી અમે તને અહિંયા લાવ્યા અને હોશમાં લાવ્યા એજ.

આરુષી :- કાર્તિક, 😥 મને શું થયુ છે? મારુ આખુ બોડી પેઇન કરે છે.

કાર્તિક :- પેલા તું સારી થઇ જા પછી બધી વાત કરીશુ અત્યારે તું ચૂપચાપ સૂઇ જા. હમણાં જ તો તે કીધેલું કે હું તારી સાથે હોય તો તને કશું ના થાય. હવે કંઇ નહિ થાય તને ઓકે હું છું ને!

આરુષી :- કાર્તિક, તું છે ને આજ કલ બહુ છુપાવે છે. બધા ફોટોસ લીધેલા એ પણ નહિ કીધેલું આજે પણ કંઇ નથી બોલતો. (ખાંસી ચાલૂ થઇ જાય છે.)

કાર્તિક :- (પાણી પીવડાવે છે) આરુ, તું થોડીવાર શાંતિથી રેસ્ટ કર કંઇ જ બોલ્યા વગર. પ્લીઝ આરુ.

આરુષી હા માં ડોકુ હલાવે છે. સાંજે આરુષીને ડિસ્ચાર્જ કરે છે પણ એક વિકનો બેડ રેસ્ટ આવે છે. આન્ટી આરુષીને નીચે લઇ જવા આવે છે.

આરુષી :- આન્ટી કાર્તિક ક્યાં છે? એ ઠીક તો છે ને?

આન્ટી :- હા, આરુષી. તું સારી રહેશે તો એ સારો જ રહેશે. એની જાન તો તું જ છે. પણ બેટા...

આરુષી :- પણ શું?

આન્ટી :- કાલથી એને કંઇ જ ખાધુ નથી તું કઇશ તો એ સાંભળશે, મારુ નહિ માને. અને હા હવે તો 😊 હું આન્ટીમાંથી મમ્મી બની ગઇ છુ ને તારા માટે.

આરુષી :- હા, મમ્મી. ☺ હું કાર્તિકને સંભાળી લઇશ.

બંને સેકન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર પર આવે છે એટલામાં આરુષીની હાલત ખરાબ થવા લાગે છે પણ આન્ટીને ખબર ના પડે એટલા માટે ચૂપચાપ ટ્રાય કરે છે નીચે ઉતરવાની. માંડ માંડ કરીને નીચે આવે છે ત્યાં સુધીમાં એની આંખમાં આંસુ આવી જાય છે.

કાર્તિક :- આરુષી, તું ઠીક છે ને! (ઇશારાથી) બસ પહોંચી ગઇ હવે કંઇ નહિ થાય તને.

બધા ઘરે આવે છે. આરુષીને એના રુમમાં સુવડાવી બધા થોડીવાર બેસી પોતાના કામ પર લાગી જાય છે. અંકલ આન્ટી એમના ઘરે જવા નીકળે છે.

કાર્તિક :- સમીરા તું આરુ પાસે બેસ હું આવુ હમણાં.

સમીરા :- ઓકે.

આરુષી :- સમીરા, યાર તું તો કે મને થયુ છે શું? તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને? ચલ બધુ બોલી જા અત્યારે જ.

સમીરા :- આરુ, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે જ કશુ નહિ કહી શકતી મેં. કાર્તિકે મને પ્રોમીસ કરેલુ છે કે હું તને કંઇ નહિ કઉં.

આરુષી :- 😠 કાર્તિક ને તો.....

કાર્તિક :- આરુ... 😘😋 જાગે છે કે સૂઇ ગઇ, સમીરા આરુષી સૂઇ જાય તો હું તને પાર્ટી આપું.

સમીરા :- ઓયયય, સડેલ. 😜 સૂઇ જાને યાર મને પાર્ટી તો મળે.

આરુષી :- 😕 હા હું સૂતેલી જ છું

કાર્તિક :- અકળાયેલી કેમ છે? શું થયું?

આરુષી :- કંઇ નહિ. (સમીરા બહાર જતી રહે છે.)
ભૂખ લાગી છે કંઇક ખાવુ છે. તમારા જોડે ખાવુ છે.
કાર્તિક :- તો એમ બોલને કે ખાવુ છે ખાલીખોટી અકળાઇ છે શું કામ? (ખાવાનુ લઇને આવે છે.)

આરુષી :- પહેલા તમે ખાવ પછી મેં ખાઇશ.

કાર્તિક :- બિમાર કોણ છે?

આરુષી :- તમે. કાલનુ શું ખાધુ છે તમે?

કાર્તિક :- સવારે ગાઠીયા, બપોરે ફૂલ ડીશ અને સાંજનું બાકી.

આરુષી :- મારી કસમ ખાવ.

કાર્તિક :- (હગ કરીને) સોરી સ્વીટહાર્ટ 😊 કંઇ નહિ ખાધુ.

આરુષી કાર્તિકને ખવડાવે છે પણ હાથ પેઇન કરવા લાગે છે એટલે કાર્તિક જાતે ખાઇ છે અને આરુષીને ખવડાવે છે. અને આરુષીને દવા પીવડાવે છે. બંને વાતો કરતા કરતા સૂઇ જાય છે.
બે દિવસ પછી અચાનક રાતે આરુષીને શ્વાસ ચડી જાય છે ઠંડીમાં પણ આરુષી પરસેવાથી રેબઝેબ થઇ જાય છે. કાર્તિક જાગી જાય છે અને તરત ડોકટરને બોલાવે છે.

ડોકટર :- મેડીસીન ટાઇમ પર જ આપો છો ને? એમની હાલત ઓવરડોઝના કારણે થઇ છે.

કાર્તિક :- પણ મેં તો એક જ વાર... (અચાનક કંઇક યાદ આવતા) આરુષી, તેં એક્સ્ટ્રા લીધેલી?

આરુષી :- (હા માં માથુ હલાવતા) એ તો જલ્દી સારુ થઇ જાય એટલા માટે.

કાર્તિક :- 😣😖 બહુ સરસ.
ડોકટર હસતા હસતા જતા રહે છે. અને કાર્તિક કંઇ જ બોલ્યા વગર આરુષી પાસે બેસી રહે છે. સવારે...

સમીરા :- (મોટેથી) કાર્તિક, આર યુ ઓકે? શું થયુ તને? કેવી રીતે થયું?

કાર્તિક :- કંઇ નહિ યાર, આઇ એમ ફાઇન.
અંદરથી આરુષી બંનેને બોલાવે છે પણ કોઇ જવાબ ના મળતા બહાર આવે છે.

આરુષી :- કાર્તિક, શું થયું તને? કાર્તિક કંઇક તો બોલ.

કાર્તિક :- 😒 કંઇ નહિ થયુ મને. તું કેમ બહાર આવી? તને ના પાડી છે ને કે તારે બહાર નહિ આવવાનું.

સમીરા :- આરુષી, કાર્તિકને પગમાં વાગ્યુ છે.

આરુષી :- કાર્તિક, પગ બતાવ ક્યાં વાગ્યુ છે? પ્લીઝ કાર્તિક. 😢 મારી કસમ પગ બતાવ.

કાર્તિક :- (પગ બતાવતા) કંઇ નહિ થયુ મને જોઇ લે.

આરુષી :- તો બંને કેમ બોલતા હતા મોટે મોટેથી.

કાર્તિક :- (આરુષીને બેસાડી) મસ્તી કરતા હતા.
આરુ, તને ડર લાગ્યો ને! કે મને કંઇ થઇ ગયુ તો. તું સાંભળીને આટલુ રિએક્ટ કરે છે, મેં તો તને એવી સિચ્યુએશનમાં જોઇ છે મને ખરાબ નહિ લાગતુ હોય? શું કામ જાતે કરીને હેરાન થાય છે?

આરુષી :- 😢 પણ મને બહુ પેઇન થતુ હતુ, નાકમાંથી બ્લીડિંગ થતુ હતુ. મને કંઇ સમજ ના પડી એટલે મેં બીજીવાર એ જ મેડીસીન લઇ લીધી.

કાર્તિક :- જાન, મને કેમ નહિ કીધુ તેં! કીધુ હતે તો કંઇક બીજુ સોલ્યુસન નીકાળતે ને આપણે.

આરુષી :- તમે સૂઇ ગયા હતા એટલે મેં ઉંઘ નહિ બગાડવી એમ વિચારી....

કાર્તિક :- તું છે ને એક નંબરની પાગલ છે. 😘 તને કંઇક થઇ ગયુ હોત તો મારુ શું થાત હેં? એવુ તો વિચારતી જ નથી ક્યારેય.

આરુષી :- સોરી ના કાર્તિક. આઇ પ્રોમીસ હવે તમે કહેશો એમ જ કરીશ. તમને પૂછ્યા વગર કંઇ નહિ કરુ.

કાર્તિક :- મારી કસમ?

આરુષી :- ☺ હા, તમારી કસમ. બાય ધી વે, કાર્તિક, વીલ યુ મેરી મી? 😍

કાર્તિક :- અફકોર્સ યેસ.😄

આરુષી :- કાર્તિક, મારા બર્થ ડે ની પાર્ટીમાં શું થયેલુ?

કાર્તિક :- કંઇ ખાસ નહિ! બસ કોઇએ તારા જ્યુસમાં થોડુ એવુ ઝહેર ભેળવી દીધેલું.

આરુષી :- કોણે એવુ કરેલું? અને કેમ કરેલુ?

કાર્તિક :- આરુ, એ બધુ અત્યારે નહિ હવે. ખરાબ સપનુ સમજીને ભૂલી જા. અને પ્રોમીસ કર આ ટોપિક પાછો ક્યારેય નહિ આવે.

આરુષી :- ઓકે. આઇ પ્રોમીસ.☺
ધીમે ધીમે આરુષી સારી થઇ ગઇ પછી એના પેરેન્ટસને બધી વાત કરી મેરેજ માટે કન્વેન્સ કરી લીધા. થોડા ટાઇમમાં બંનેની ફેમીલીએ ધૂમધામથી બંનેના મેરેજ કરાવી દીધા.