અધૂરો પ્રેમ Jigna Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ

તારીખ તો બરાબર યાદ નથી આવતી પણ હા એ મહિનો અને વર્ષ આજે પણ બરાબર યાદ છે જ્યારે મારા જીવનમાં એક કહી શકાય એવી સુખદ ઘટના ઘટવાનો મને એહસાસ થયો હતો. આજથી સાત વર્ષ પહેલાનો આજે પણ એ નજર થી નજર મળવાની ઘટના ભીડમાં પણ એ નજરે મને બાંધી લીધી હોય એમ મને જોયાં જ કરવાનું મન થાય કહેવાય છે કે જ્યારે આપણને કોઈ ગમવા લાગે ને તો આપણને બધું જ ગમવા લાગે છે હા મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હતું.

મને આજે પણ યાદ છે જ્યારે હું પરીક્ષા આપીને એ જગ્યાએ પહોચતી ને ત્યારે ઉનાળામાં સખત ગરમીમાંથી આવીને જ્યારે એની નજર મારી નજર સાથે મળતી ત્યારે ભરઉનાળે પણ મને શીતળતાનો અનુભવ થતો હતો.

એ જાણે નિત્યક્રમ થઈ ગયો હતો કે રોજ એકબીજાને જોવું અમે એકબીજા સાથે વાત નહોતા કરતા હા પણ અમને એકબીજાના ટિફિન થી લઈને ઘરમાં બનાવેલા ડિનર સુધીની વાત ખબર હોત. આમ એકબીજાને જોવા જોવામાં છ મહિના વિતી ગયાં તે જાણ અજાણે મારી દરેક વાતોનું ધ્યાન રાખવા લાગ્યા મારી સાથે વાત કરવાના બહાના શોધવા લાગ્યા પણ મનમાં એક ડરના કારણે તે કદી મારી જોડે આવીને પ્રેમનો એકરાર ના કરી શક્યા. આખા સ્ટાફને ખબર હતી કે એ મને પ્રેમ કરે છે પણ એ કદી કહી શક્યા નહી અને અચાનક માં નોકરી છોડવાનું નક્કી કર્યું અને જાણે એમના જીવનમાં તો તોફાન આવી ગયું હોય તેમ તેઓ બેબાંકળાં થઈ ગા પણ પ્રેમની વાત ના કરી. મને ઘણાં લોકોએ આવીને કહ્યું કે એ તને પ્રેમ કરે છે પણ મારો ફક્ત એટલો જ જવાબ હતો કે એ ચાહે છે અને ક્યાંક ને ક્યાંક હું પણ એમને ચાહું છું પણ જો બંનેના જીવનમાં સાથ લખ્યો હશે તો વાત થશે નહિ તો ભગવાનની ઈચ્છાં...એવું વિચારીને મેં નોકરીમાંથી રીઝાઈન આપ્યું અમારી બંને પાસે એકબીજાનાં મોબાઈલ નંબર પણ ક્યાંક ને ક્યાંક થી મેળવી લીધા હતા પણ કદી મેસેજ કરવાની હિમ્મત જ ના આવી....અને અંતે મારો ઓફિસમાં છેલ્લો દિવસ આવી ગયો બધાને એવું લાગતુ હતુ કે ઓફિસનો છેલ્લો દિવસ છે પણ મારા મનને પણ અમારા બંને માટે તો જાણે જિંદગીનો છેલ્લો દિવસ હોય એવું લાગ્યા કરે ને એમ થાય કે આ પળ બસ અહીં જ અટકી જાય કેમ આ જુદાં પડવાનું લખ્યું છે અને જુદાં થયા પછી કદાચ અમે કદી મળયાં જ નહિ તો? એ સૂનમૂન થઈને ફક્ત મને જોઈ રહ્યો ના એણે મને GOOD BYE કીધું ના કંઈ જ નહિ દરેક સ્ટાફ મારી માટે કંઈક ને કંઈક ગીફ્ટ લઈને આવ્યાં હતાં પણ મને તો આશા હતી કે આજે જેની રાહ હું છ મહિનાથી જોવું છું એ કંઈક બોલશે......

આખરે એણે કંઈ કીધું જ નહિ અને હું બધાને BYE કહીને મનમાં એક અધૂરા પ્રેમની ઈચ્છા લઈને ઓફિસમાંથી નીકળી ગઈ....

આજે એ વાત ને સાત વર્ષ થઈ ગયાં હણ હાલ પણ હું એ પ્રેમની તલાશ માં રાહ જોઈને બેઠી છું ખબર ની એ વ્યક્તિ ક્યાં હશે? મને તો આ મારા અધૂરા પ્રેમ થી એક વાત શીખવા મળી કે ઈશ્વરની ઈચ્છા વગર કંઈ જ શક્ય નથી...એમણે આપણી માટે જે નક્કી કર્યું હશે તે બેસ્ટ જ હશે તો જે પ્રેમ અધૂરો રહી ગયો તેની પાછળ મને અફસોસ નથી પણ હા એક વાત છે કે પ્રેમ થાય અને એ મેળવવો જરૂરી નથી જીવનમાં કોઈની સાથે આપણને પ્રેમ થાય એ જ મહત્વની વાત છે....