Horror Highway - 1 books and stories free download online pdf in Gujarati

હોરર હાઈવે - 1

અંશ,જય , સ્નેહ , રુષભ અને સુમિત આ પાંચેય મિત્રો ની સાથે તેમની કોલેજ ની ટોળકી તેમના, પ્રિન્સિપલ મનીષ રાવળ ના પુત્ર અનિકેત ના લગ્ન પ્રસંગે રાયપર થી, અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. બધાય માટે સ્પેશિયલ બસ નો ઈન્તેઝામ કરેલો હતો. બધાય ધીંગામસ્તી કરતા ગીતો ગાતા તેમના સફર ની મજા માણી રહ્યા હતા. સફર લાંબો હતો , માટે સાંજે નીકળેલી આ કોલેજની ટોળકી ને પહોંચતા- પહોંચતા રાત થઈ ચૂકી હતી.

અચાનક તેમની બસ ઉભી રહી ગઈ હતી. અંશ અને તેના મિત્રો બસ ડ્રાઈવર પાસે પહોંચી ગયા. " શું થયું? બસ કેમ ઉભી રાખી?" અંશ એ પ્રશ્ન કર્યો.



" બસ માં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે, હું ચેક કરી લઉં." બસ ડ્રાયવર એ જવાબ આપ્યો.



આમ અંશ અને તેના મિત્રો ડ્રાઈવર સાથે નીચે ગયા અને શું પ્રોબ્લેમ છે? તે તપાસવા લાગ્યા. પરંતુ, ડ્રાઈવર ને ક્યાંય પણ પ્રોબ્લેમ મડી રહી નહોતી. " પ્રોબ્લેમ ક્યાં છે એ ખબર નથી પડતી , હવે અમદાવાદ લઘભઘ પચાસ કિલોમીટર જ છે , આપણને અત્યારે કોઈ મેકેનિક પણ નહીં મળે માટે, આપણે અત્યારે બસ માજ આરામ કરી ને કાલે સવારે નીકળી જઈશું."







ડ્રાઈવર ની વાત થી સૌ સહેમત હતા. આમ, બધા બસ માજ આરામ માટે રાઝી થયા હતા. રાત્રી ના લઘભઘ બે વાગ્યા હતા. અચાનક ઢોલ અને નગાળા વાગતી એક બસ ત્યાં થી ગુજરી ગઈ. બધા ને થયું લગ્ન ની સીઝન છે , માટે કોઈ ની બારાત જઈ રહી હશે. આમ બધાય એ આ વાત ને ઇગ્નોર કરી. પરંતુ, એ જ બસ ત્રણ થી ચાર વાર ત્યાં થી ગુજરી ગઈ. અને એમાં અંશ એ નોટીસ કર્યું કે , બધી જ બસ માં એક જ સ્ત્રી વારંવાર તેને દેખાઈ રહી હતી. એ સ્ત્રી તેમની બસ સામે જ જોઈ રહી હતી. અંશ ને મનોમન ડર લાગવા લાગ્યો. પરંતુ, આ વાતની કોઈને જાણ કરી નહીં. અંશ ભગવાન નું નામ લઈ ને ઊંઘી ગયો. આ બસ ફરી બે વાર ત્યાં થી ગુજરી પરતું, બધા ઊંઘી રહ્યા હતા. કોઈ એ બસ પર ધ્યાન આપી રહ્યું નહોતું. સવાર થતા કોલેજ ની ટોળકી અમદાવાદ માટે રવાના થઈ. ત્યાં પહોંચી ને અંશે આ વાત સૌને જણાવી. પ્રથમ તો તેના કોલેજ ના મિત્રો તેના પર હસવા લાગ્યા, અને તેને કેહવા લાગ્યા " એવું તો કંઈ હોતું હશે? યાર તું પણ, તારું વહેમ હશે."





પરંતુ ત્યાં બધાય ને ચા અને નાસ્તો આપવા આવેલા ઘરડાં નોકરે તેમને કહ્યું : " આ છોકરો સાચો છે. રાત્રે ત્યાં થી એક જ બસ, વારંવાર પસાર થાય છે." આ વાત સાંભળી બધા આગળ ની વાત જાણવા માટે ઉત્તશુક હતા.





ઘરડાં નોકર એ વાત આગળ વધારતા કહ્યું " હમણાં લઘભઘ પાંચ થી છ વર્ષ પહેલાં, રાયપર થી અમદાવાદ આવતી બારાતી બસ ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં બધા જ બારાતીયો મૃત્યુ પામ્યા હતા. આમ ત્યાર થી જ એ બસ ત્યાંથી વારંવાર પસાર થયા કરે છે. અને હા હમણાં આ બસ ના કિસ્સાઓ એ સંભળાઈ રહ્યાં છે કે, આ બસ જ્યારે રાત્રી સમયે નીકળે છે ત્યારે, એ રોડ પરથી પસાર થઈ રહેલા વ્યક્તિ ને લિફ્ટ આપવા માટે ઉભી રહે છે. અને જો એ વ્યક્તિ એમાં બેસી જાય તો એ તેનો આખરી દિવસ હોય. આવીજ ઘટના માં અમારા ગામનો એક યુવાન એ લઘભઘ બે વર્ષ થી ગાયબ છે." આમ આ વાત કરી એ ઘરડો વ્યક્તિ ત્યાં થી જતો રહે છે.



બધા સિરિયસ થઇ ગયા હતા. અને ત્યારે જય મસ્તી માં બોલે છે " યે બુઢ્ઢા હમકો બનાને કી ટ્રાય કર ગયા ઔર હમ બન ભી ગય." આ વાત સાંભળી બધા હસવા લાગ્યા. પરંતુ, અંશ કંઈક જુદો જ વિચાર કરી રહ્યો હતો.



" ના જય આ કાકા ની વાત મા કંઈક તો હકીકત હશે ને? કાકા આપણને આમ, જૂઠું થોડી બોલે?"





" બે યાર! તું ક્યારનો, એ બસ ની પાછળ જ પડી ગયો છે! અને કાકા ને શું હવે? ઉંમર થઈ આ કાકા ને કોઈ મળતું નહીં હોય. માટે જ, આપણને બનાવવા નો પ્રયત્ન કરે છે. એવું હોય ને? તો આજ રાત્રે આપણે ત્યાં જઈશું અને તારા ડર ને દૂર કરીશું બસ!"



આ વાત સાંભળી અંશ ના મનમાં રહેલો ડર વધવા લાગ્યો. પરંતુ, તે તેના મિત્રો સામે શર્મસાર થવા નહોતો માંગતો. માટે જ, તેણે સાથે આવવા હા પાડી દીધી. હવે રાત્રે આ મિત્રો એ રોડ પર જવાના હતા. આગળ શું થશે? શું આ મિત્રો પાછા ફરશે? આ જાણવા માટે થોડા ની રાહ જોવા ની છે.



રાત્રી નો સમય થયો. અંશ સાથે તેના અન્ય ચાર મિત્રો સુમિત , જય , સ્નેહ અને રુષભ પણ હોરર હાઈવે પર જવા માટે નીકળ્યા. પાંચેય મિત્રો પ્રિન્સિપલ સર ની કાર લઇ નીકળ્યા હતા. જય કાર ચલાવી રહ્યો હતો. જય મસ્તી ના મૂડ માં હતો, માટે બોલિવુડ ના પાર્ટી સોંગ્સ વગાડતો હતો. રાત્રી ના લઘભઘ સાડા બાર થયા હતા. રસ્તા પર થી કોઈ જ પસાર નહોતું થઈ રહ્યું. જોતા જ અડધી કલાકનો સમય નીકળી ગયો. અને જય બકબક કરવા લાગ્યો " મેં શું કહેલું? યે બુઢ્ઢા હમકો બના રહા હૈ".

જય બોલિવુડ ની ફિલ્મો પાછળ ગાંડો હતો, માટે વાત-વાત માં તે તેની ફિલ્મી સ્ટાઇલ મિક્સ કરી દેતો. અને જય ના એ વાક્ય બાદ ઢોલ અને નગાળા નો અવાજ સંભળાવવા લાગ્યો. એક બસ તેમની તરફ આવી રહી હતી. અંશ એ બધા ને કાર માં બેસવાનું કહ્યું, પરંતુ બધા તેની વાત ઈગનોર કરવા લાગ્યા. અંશ ડરી ને કાર માં છુપાઈ ગયો. બસ જય પાસે આવીને સ્ટોપ થઈ. એક ઘરડાં અંકલ જેમણે શેરવાની પેહરેલી હતી, તે જય અને તેના મિત્રો ને બસ માં આવવા આમંત્રિત કરવા લાગ્યા. અને ત્યારે જ જય એ તેના મિત્રો ને કહ્યું " ચલો એ ભાઈ લોગ આ અપના અંશ તો ફાટેલ નોટ હે , વો ના ચલે તો ઠીક હે હમ શહેર ઘુમ કે આતે હે".

આમ બધા જય ની વાત માની બસ માં બેસી ગયા. ચારેય ના બેસતા જ બસ રવાના થઈ ગઈ. અંશ આ બધું જોઈ રહ્યો હતો. અને તે ડરી ગયો હોવા થી કાર ચાલુ કરી તેના પ્રિન્સિપલ ના ઘેર જવા માટે નીકળી પડ્યો. અંશ ના મન માં એજ ઘટના ના વિચારો ચાલી રહ્યાં હતાં. અંશ ને તેના મિત્રો ની ચિંતા થવા લાગી , પરંતુ તે ફરી ત્યાં જવા નહોતો ઇચ્છતો માટે તે ઘેર જવા માટે આગળ વધવા લાગ્યો.

આ તરફ બસ માં બેઠા ચાર મિત્રો માં જય બોલિવુડ ના ગીતો ગાતો શેરવાની વાળા કાકા સાથે ડાન્સ કરી રહયો હતો. જય અચાનક થી ઉભો રહી ગયો ને , એક ડાયલોગ બોલ્યો " સબ કો આતી નહીં, ઔર મેરી જાતિ નહીં". આ ડાયલોગ પર બસ માં બેઠા કેટલાક બારાતીયો એ તાડીયો મારી હતી. પરંતુ અચાનક જ બસ માં બેઠા બધા જ વ્યક્તિઓએ અલગ જ રૂપ ધારણ કરી લીધો અને વારંવાર એક જ વાક્ય બોલવા લાગ્યા " અમને એ ટ્રક નો ડ્રાઈવર જોઈએ છે, તમે જ છો એ ટ્રક ના ડ્રાઈવર". આ સાંભળી ચારેય મિત્રો ખૂબ ડરી ગયા મનોમન ચારેય ને થયું કે અંશ અને ઓલો નોકર બંને સાચું જ કેહતા હતા. ત્યારબાદ બસ ગાયબ થઈ ગઈ અને તેની સાથે આ ચારેય મિત્રો નો પણ અંત થયો.

સવારે બધા ને જાણ થઈ કે રાત્રે આ પાંચેય મિત્રો એ હોરર હાઈવે પર ગયેલા પરંતુ માત્ર અંશ જ પરત ફર્યો છે. આમ બધાય અન્ય ચાર મિત્રો ને શોધવા માટે નીકળી ગયા. રસ્તા પર જંગલ માં લઘભઘ બધી જ જગ્યાઓ ફર્યા બાદ પણ કોઈ મળ્યું નહીં. પ્રિસિપલ અંશ પર ગુસ્સો કરવા લાગ્યા " અંશ તું તો હોંશિયાર વિદ્યાર્થી છે. મેચ્યોર પણ છે. તું એમનું સાથ આપવા ત્યાં ગયો? એ પણ મને જૂઠું બોલીને કે અમે સોડા પીવા માટે જઈએ છીએ. અરે તું અમને પણ કહી શકતો હતો, અમે તેમને ત્યાં જવા થી રોકત. તારા થી આવી ઉમ્મીદ નહોતી".

અંશ ને પસ્તાવો થવા લાગ્યો. ત્યાં એ ઘરડાં નોકર એ બધા ને આવી ને કહ્યું " જોયું! તમને મેં કહ્યું હતું ને? મારી વાત ન માનવાનો અંજામ ભોગવો હવે". આમ આ વાક્યો બોલી ઘરડો નોકર ત્યાં થી જતો રહ્યો. અંશ નો અન્ય મિત્ર આશિષ અંશ પર ગુસ્સે થઈ ગયો. " તમને અમે ના પાડી હતી ને ત્યાં જવા ની? અને તમે અમને કહ્યા વગર જ ત્યાં નીકળી ગયા? તું હવે તારા મન પર ના લે , હવે જે કરવું હશે એ પોલીસ કરશે".

અંશ અને તેના પ્રિન્સિપલ કોલેજ ના કેટલાક વિધાર્થીઓ સાથે પોલીસ મથકે જવા માટે નીકળી ગયા. પોલીસ ઓફિસર ને આ વાત જણાવતા તેઓ વિચાર માં પડી ગયા. પોલીસ ઓફિસર એ પ્રિન્સીપલ રાવલ ને જણાવતા કહ્યું " આવા કેટલાક કેશ હમણાં થોડા વર્ષો થી વધારે જોવા મળી રહ્યાં છે , આવા જ એક કેશની અમે તપાસ કરી રહ્યાં છીએ પણ અમને અત્યાર સુધીમાં એક પણ સુરાગ મળ્યો નથી. હવે લાગે છે કે આવા જ કેશ ના સ્પેશિયાલિસ્ટ ઇન્સ્પેક્ટર હર્ષ અને ઇન્સ્પેક્ટર વિધિ ને બોલાવવા નો સમય આવી ગયો છે".

આમ આ અને આવા જ કેટલાક કેશ ને સોલ્વ કરવા માટે આવાજ કેશ ના સ્પેશિયાલિસ્ટ ઇન્સ્પેક્ટર હર્ષ અને ઇન્સ્પેક્ટર વિધિ ને બોલાવવામાં આવ્યું હતું. હવે આ બંને નો રેકોર્ડ એ હતો કે આજ સુધીમાં એક પણ એવો કેશ નથી જે, આમને સોંપવામાં આવ્યો હોય ને આ બંને એ સોલ્વ ના કર્યો હોય. આગળ આ કેશ માં શું થવાનું છે? આ વાત ની જાણ તો આપણે આગળ ના જ સમય માં થવા ની છે.

ઇન્સપેક્ટર હર્ષ એ હાઈવે પર પહોંરચે છે, જ્યાં થી અંશ ના અન્ય મિત્રો ગાયબ થયા હતા.

આસપાસ ની દરેક જગ્યા તપાસ્યા બાદ પણ એક પણ સુરાગ મળ્યો નહીં. ઇન્સ્પેક્ટર હર્ષ આ બસ અંગે જાણકારી મેળવવા પાસે ના ગામે પહોંરચે છે. ઇન્સ્પેક્ટર વિધિ પ્રિન્સિપલ રાવલ ના ઘેર અંશ અને તેના અન્ય મિત્રો સાથે પૂછતાછ કરી રહ્યા હતા.
સૌ પ્રથમ ઇન્સપેક્ટર વિધિ એ અંશ સાથે પૂછતાછ કરી " શું તારા મિત્રો ખરેખર ગાયબ થયા પણ છે? આઈ મીન કે, તારા મિત્રો તમારી સાથે મજાક તો નથી કરી રહયા ને?"

" મજાક કરતા હોત તો એ સવારે જ પરત ફરી ચુક્યા હોત". અંશ એ જવાબ આપતા કહ્યું.

" તમે ત્યાં ગયા ત્યારે કેટલા સમયમાં બસ ત્યાં આવી પહોરચી?"

" અમે ત્યાં ગયા ત્યારે અડધી કલાક માં લઘભઘ સાડા બાર ના સમયે જ બસ ત્યાં આવી હતી".

" બસ નો નંબર તે નોટ કર્યો? આઈ મીન તે જોયો હોય અને તને યાદ હોય."

" હા બસ નો નંબર મેં ધ્યાન થી જોયેલો મને હજી પણ યાદ છે"

આમ પૂછતાછ બાદ એ બસ ના માલિક ને શોધવા માટે પોલીસ ને જાણ કરી દેવાઈ હતી. આ તરફ ઇન્સ્પેક્ટર હર્ષ ગામ વાસીઓ સાથે આ બસ અંગે પૂછતાછ કરી રહ્યા હતા. તેમાં એક ગામ વાસી એ આ અંગે જાણકારી આપતા કહ્યું " સાહેબ! આ બસ નો પાંચ વર્ષ પહેલાં એક્સિડન્ટ થયો હતો. આ એક્સિડન્ટ માં બસ માં બેઠેલા તમામ બારાતીયો નું મૃત્યુ થયું હતું, આથી જ આજે પણ એ બસ ના લોકો ની આત્મા ત્યાં થી પસાર થાય છે અને ત્યાં દેખાતા વ્યક્તિ ને લિફ્ટ આપી અને તેને મોત ના ઘાટે ચડાવી દે છે".

આમ ગામ વાસીઓ પાસે થી આ જાણકારી મેળવ્યા બાદ ઇન્સ્પેક્ટર હર્ષ ઇન્સ્પેક્ટર વિધિ સાથે કેશ અંગે થોડી વાતચીત કરે છે.
" તો કોઈ જાણકારી મળી?" ઇન્સપેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો.

" જાણકારી તો નહીં પરંતુ આ બસ નો નંબર પ્લેટ નો નંબર મળ્યો છે , અને એ બસ ના માલિક ને પણ શોધી કાઢ્યો છે". ઇન્સપેક્ટર વિધિ એ જવાબ આપતા કહ્યું.

" વેલ ડન બસ નો માલિક મડી ગયો હવે તેના પાસે થી આ ઘટના અંગે થોડી જાણકારી મેળવી શકીશું".

ત્યારબાદ ઇન્સપેક્ટર હર્ષ તેમના અન્ય સાથીઓ ને કોલ કરી આ એક્સિડન્ટ અંગે જાણકારી મેળવવા નું કહે છે. આમ આ એક્સિડન્ટ માં કોણ-કોણ મૃત્યુ પામ્યું છે? એ અંગે જાણકારી પણ મળી જાય અને એ ટ્રક ડ્રાઈવર નું શું થયું? એ પણ જાણ થઈ શકે. આમ ઇન્સ્પેક્ટર હર્ષ અને ઇન્સ્પેક્ટર વિધિ તેમની બનતી કોશિશ કરી રહ્યા હતા. આમ આગળ કેટલાક પહેલું નો ખુલાશો થતાં જ આ કેશ ના અંત સુધી પહોરચી શકાશે.

થોડા જ સમય માં આ એક્સિડન્ટ અંગે ની જાણકારી મળી ચુકી હતી. એક ટ્રક અને એક બસ ની અથડામણ થતાં બસ માં બેઠેલા તમામ બારાતીયો નું મૃત્યુ થયું હતું, પરંતુ ટ્રક ડ્રાઇવર આ ઘટના બાદ ત્યાં થી નાશી ગયો હતો.આમ આ ઘટના એક શુમસાન રસ્તા પર રાત્રે બાર વાગ્યા ના આસપાસ થઈ હોવાથી આ ઘટના અંગે કોઈ ને પૂરતી જાણકારી નથી.આ એક્સિડન્ટ ટ્રક અને બસ વરચે થયા હોવાની જાણકારી ટ્રક ના ઉપર ના પાર્ટ્સ અને કેટલાક અન્ય પાર્ટ્સ અલગ થઈ ત્યાં પડી ગયા હોવા થી મડી હતી. આમ ટ્રક ના ડ્રાઇવર ને પકડવો આવશ્યક હતો. શું ઇન્સપેક્ટર હર્ષ ટ્રક ડ્રાઈવર ને પકડવા માં સફળ થશે? આ કેશ માં આગળ શું થવાનું છે? આવા જ કેટલાક પ્રશ્નો ના જવાબો આપણે આગળ આવનાર સમય માં જ મળવા ના છે.

ઇન્સ્પેક્ટર હર્ષ ને એ જાણકારી મળી ગઈ હતી કે, આ બસ માં મૃત્યુ પામનાર લોકો કોણ?અને કેટલા? હતા. ઇન્સપેક્ટર હર્ષ તેમની ટીમ સાથે રાજકોટ પાસે આવેલા કામધેનુ નગર પહોરચે છે. કામધેનુ નગર માં રહેતા મીર.અગ્નિહોત્રી ની પુત્રી ના લગ્ન વખતે જ તેમની બસ નો એકસિડેન્ટ થયો હતો, અને તેમાં તેમનો પરિવાર મૃત્યુ પામ્યો હતો.બસ ના માલિક ના કારણે અહીં નો એડ્રેસ મળ્યો હતો. કામધેનુ નગર ના અગ્નિહોત્રી મેનસન માં ગયા બાદ ત્યાં બે વૃદ્ધો મળ્યા.તેઓ બંને મીર.અગ્નિહોત્રી ના માતા-પિતા હતા. એ વૃદ્ધો ને આ કેશ અંગે પુછતાછ કરતા જાણવા મળ્યું કે , આ તેમના પુત્ર નો જ ઘર છે અને તેમના પરિવાર નો બસ ના એક્સિડન્ટ માં મૃત્યુ થયો હતો. તેઓએ લગ્ન તેમના ગામમાં યોજયા હતા , અને તેમનો પરિવાર તૈયારીઓ માટે વહેલા નીકળી ગયા હતા.પરંતુ મીર.અગ્નિહોત્રી ના પિતા ની તબિયત થોડી ખરાબ હોવાથી તેઓ સવારે ત્યાં જવાના હતા.
વૃદ્ધો ના જણાવ્યા પ્રમાણે તેઓ સવારે વહેલા નીકળ્યા ત્યારે અમદાવાદ જતાં એક શુમસાન હાઈવે પર તેમની બસ નો એક્સિડન્ટ થયો છે, તે અંગે જાણકારી મળી.

"તો તમને કોઈ પર સક છે? મતલબ કે તમારો કોઈ દુશ્મન હોય ? કારણ કે આ એક પ્લાન કરેલો મર્ડર પણ હોઈ શકે." ઇન્સ્પેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો.

" દુશ્મન કોણ હોય અમારું? અમે તો પેહલા અમેરિકા રહેતા અહીં આવ્યા એને છ મહિના જ થયા છે.મારા પુત્ર ને તેની પુત્રી ના લગ્ન ઇન્ડિયામાં જ કરવા હતા અને , ગુજરાત અમારું વતન છે માટે અમે તૈયારીઓ માટે અહીં એક ઘર ખરીદેલો. અને અમારા ગામ પ્રત્યે થોડી વધારે લાગણી હોવાથી લગ્ન ત્યાં યોજ્યા હતા." વૃદ્ધ વ્યક્તિ એ જવાબ આપતા કહ્યું.
આમ, આ પૂછતાછ બાદ ઇન્સ્પેક્ટર હર્ષ એ બસ ના મલિક ને કોન્ટેક્ટ કર્યો અહીં નો એડ્રેસ મેળવ્યો ત્યારે તે કંઈક કેહવા માંગતો હતો, પરંતુ ઇન્સ્પેક્ટર હર્ષ એ માત્ર એડ્રેસ જણાવવા નું કહ્યું તે થી તે ચૂપ રહ્યો. બસ ના મલિક ની વાત સાંભળ્યા બાદ ઇન્સ્પેક્ટર હર્ષ ચોંકી ઉઠ્યા! કારણ કે બસ ના માલિક નું કહેવું હતું કે , બસ નો અકસ્માત થયો ત્યારબાદ આ બસ તેમના કોઈ કામ ની નહોતી કારણ કે આ બસ નો ભાંગી ને ભુક્કો થઈ ગયો હતો.ત્યારબાદ આ બસ તેમણે ભંગાર માં વહેચી દીધેલી. આ વાત ચોંકાવનારી હતી કારણ કે , લોકો જે બસ ની વાત કરી રહ્યા હતા તે બસ એક દમ ઠીક હતી અને અંશે પણ તેની વાત માં એવું કયાંય પણ નથી કહ્યું કે , બસ ભાંગેલી અથવા અસ્તવ્યસ્ત હાલતમાં હતી.

ઇન્સ્પેક્ટર હર્ષ આ બધીજ બાબતો ઇન્સ્પેક્ટર વિધિ ને જણાવે છે. અને બંને આ કેશ અંગે ચર્ચા કરે છે .

" આ કઈ રીતે શક્ય છે? બસ નો કોઈ અસ્તિત્વ જ રહ્યો નથી તો આ બસ રાત્રે અહીં થી પસાર કઇ રીતે થાય છે?"ઇન્સ્પેક્ટર હર્ષ આશ્ચર્ય સાથે પ્રશ્ન મૂકે છે.

"તો એનો મતલબ એવો કે આ બસ ખરેખર ભૂતિયા છે?" ઇન્સ્પેક્ટર વિધિ એ ઉત્તર સાથે એક પ્રશ્ન પણ મુક્યો.

"શું ખબર? આવા કેટલાક કેશ આપણે લડ્યા છે, પરંતુ તેમાના અમુક જ કેશ માં આપણે અનોખી તાકતો નો સામનો થયો છે. અને કેટલાક કેશ માં લોકો ભૂત બની અને લોકો ને ડરાવવા નો કાર્ય પણ કરતા."

"તો શું આ કેશ માં એ શક્ય છે? ઇન્સ્પેક્ટર વિધિ એ ફરી પ્રશ્ન મુક્તા કહ્યું.

"શક્ય છે!પરંતુ નથી પણ કારણ કે આ પરિવાર અમેરિકા થી અહીં વસવા આવેલો તો લોકો ને ડરાવવા માં તેમને શું મળશે? અને ઓમેય આવડા વ્યક્તિઓ મળી ને અન્ય લોકો ને ડરાવે?"

આમ, આ અંગે ચર્ચા કરતા કેશ વધારેમાં વધારે રહસ્યમય બની રહ્યો હતો.શું આ કેશ મા નવા વળાંકો આવવા ના છે? શું આ કેશ જેટલો મુશ્કેલ દેખાઈ રહ્યો છે , તેટલો છે નહીં? આવા કેટલાક પ્રશ્નો ના ઉત્તર આપણે આવનાર સમય માં જ મળવા ના છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો