Aato eno prem books and stories free download online pdf in Gujarati

આતો એનો પ્રેમ

ટુંક માં કહીએ તો તારું યાદ કરવું ને મારુ હાજર થવું અટલે પ્રેમ.
વાત હતી એક તોફાની પ્રેમ ની
અટલે નેના અને હર્ષ ની
મુલાકાત ની શરૂઆત નવા ટેકનોલોજી સાથે અટલે કે ફેસબુક પર થયેલી. હર્ષ દેખાવડો અને સ્માર્ટ અને જોતા કોઈ નું ભી મન થાય વાત કરવાનું અને સ્વભાવ એક દમ મિલનસાર.
સામે નેના અટલે વાતો નું માયાજાળ, શરૂઆત મા નેના એક સારા છોકરા જેવી લાગતી, બોય કટ વાળ અને પહેરવેશ પણ છોકરા જેવો જ સમજો.
શરૂઆત મા ફેસબુક અને પછી પેલી મુલાકાત નેના નાં કોલેજ ની સામે મળ્યા. પ્રેમ નો પ્રસ્તાવ પાસ થયો અને કહાની આગળ ચાલી દેખાવ ની સુંદરતા મળે ને પ્રેમ થઈ જાય એ સ્વાભાવિક છે. પણ દિલ ની સુંદર તા મળે અને પ્રેમ થઈ જાય એ તો ક્રુપા ઉપર વાળા ની. હર્ષ અને નેના નું પણ કાંઈક આમ જ હતુ દિલ ની મુલાકાત.
આગળ મુલાકાતો વધી અને દિલ ના દરવાજા ઓ જોર સોર થી ખુલ્યા બને ના, જેમકે એક જીવ, 'વિશ્વાસ ની પરીક્ષા અટલે પ્રેમ, અને એમાં પણ પાસ' . ધીરે ધીરે નેના ને અસર થયો હર્ષ નો અને બદલાવ ની શરૂઆત થઈ. નેના હવે પેલા કરતા થોડી વધુ સારી દેખાવા લાગી એમજ સમજો કે કયા પલટ. એક અંધારા ઓરડા માં જેમ સુરજ ની કિરણ પડે અને ઓરડો ચમકે, એમ નેના ને હર્ષ ના પ્રેમ નો ચમકારો લાગેલો.
અને નેના ની વાતો મા હર્ષ નો ઉત્સાહ ના માય કેમકે નેના ની વાતો પણ કવિતા જેવી હતી મીઠી. અને કહાની આગળ ચાલી, એક બીજા વચનો માં બંધાયા જીવન સાથે જીવવા માટે. હર્ષ આમ તો દૂર નોકરી કરતો પણ નેના કે અટલે મળવા જવાનું, નેના ની કોઈ પણ જીદ હોય હર્ષ એને પૂરી કરવા માટે તૈયાર જ હોય, માનો કે સપના નેના જોઈ અને પુરા હર્ષ કરે. પ્રેમ આટલો ગાઢ કે જો તેની જોડે કોઈ ભી સરત લગાવો તો આપડે હારી જ જઈએ.
પ્રેમ ના બધા શબ્દો આમના માટે આસાન હતા,કેમ કે પ્રેમ જ આટલો ગાઢ હતો. આગળ વધતા ગયા અને બને પ્રેમ માં ગળા ડૂબ હતા. એક બીજા માટે જીવવા મારવાની વાતો થઈ ચુકેલી, દરિયા ના મોજા ની સામે નદીના વેણ અને એનું જેમ સંગમ થઈ જાઇ એમ હર્ષ નેના નાં પ્રેમ મા હતો. મુલાકાત ની ક્ષણો એ માણી રહ્યા હતા દુનિયા થી પરે, પ્રેમ માં રસબોળ. નેના નાં પ્રસનો હર્ષ માટે એક મસ્ત પહેલી જેવા હતા જે હર્ષ ખૂબ સહજેતા થી આપી દેતો.
ફુલ ને જેમ પોતાની ડાળી મળી જાઈ અને ખીલી ઉઠે એમ હર્ષ અને નેના ની જીંદગી પણ ખીલી ઊઠે છે. અને કેહવાઈ છે કે ખીલેલા ફુલ પર બધા ની નજર હોય તેમ હર્ષ ને નેના નાં સંબંધ માં પણ કોઈ ની નજર લાગેલી. અને એક બીજા માટે જીવન એક એવી પહેલી થઈ ગઈ કે નાતો આનો જવાબ હર્ષ પાસે અને ના તો નેના પાસે. નેના એ આદત બની ગઈ હતી હર્ષ ની. અને આના વગર ચલાવી લેવાં માં હર્ષ માને એમ ના હતો.
અને નેના કાંઈ સમજે એમ ના હતી સૂ થયુ હસે આ જાણવા હર્ષ દુનિયા સામે લડવા લાગ્યો એક સાંત સમજાદર બધાને સમજાવે આવો માણસ આજ ખુદ કસૂ સમજાવા ત્યારજ ના હતો. બે કાબુ ઘોડા ની જેમ નેના પાસે જવાબ ની આસા યે હતો કે ક્યારે ફરી એ વાત કરે. નેના ની હરેક યાદો ને ગળે વળગાડી ને ફરતો મિત્રો જોડે પણ આખો દિવસ નેના ની જ માંગ. ઘર બિઝનસ નોકરી બધાં માં થી રિજેક્ટ અને પેલી બાજુ નેના ને કસુ જ નઈ છોડી દીધો હતો સાથ હર્ષ નો. અને આગળ વધી ગયેલી પણ હર્ષ માટે તો નેના જ બધું હતી હર્ષ ને ભૂલવું આટલુ આસાન ન હતું.
ખૂબજ પ્રયત્નો કર્યા નેના ને માનવ વા માટે એ ખુદ ખુદા થી લડી ગયેલો નેના ની દુવા માંગવા મા, પણ નેના એક ની બે ના થઈ. અને પ્રેમ નો અહીં અંત થયો. નેના એ એ વ્યક્તિ ને ઠુકરાવી દીધો જે માત્ર ને માત્ર તેનો જ હતો. જેમ તેમ કરી ને હર્ષ પોતાના જીવન માં પાછો તો આવી ગયો. પણ નેના ફરી હર્ષ ના જીવન મા ના જઈ સકી...



✍️ મિલન.

બીજા રસપ્રદ વિકલ્પો