Ek Prem kahaani mere ek dost ki - 3 - last part books and stories free download online pdf in Gujarati

એક પ્રેમ કહાની મેરે એક દોસ્ત કી.. - 3 - છેલ્લો ભાગ




પ્રસ્તાવના'

આ સ્ટોરી માં લીધેલ સ્થળ અને પાત્ર કાલ્પનિક છે જેને રીયલ લાઈફ સાથે કોઈ સંબંધ નથી. આ સ્ટોરી સંપૂર્ણ પણે કાલ્પનિક છે. આ મારી પહેલી સ્ટોરી છે,જો જોડણી લખવામાં થોડીક ભૂલ થઈ હોય તો માફ કરજો.. આ સ્ટોરી લખવામાં મારી મદત કરનાર જય પટેલ(JD) ને પણ ખૂબ ખૂબ આભાર અને આ સ્ટોરી માં થોડીક શાયરી નો ઉપયોગ કર્યો છે જે મારા પ્રિય લેખક જતીન આર. પટેલ ની શાયરી માંથી લીધેલ છે..હું આશા રાખું છું કે તમને આ સ્ટોરી પસંદ આવશે..

એક પ્રેમ કહાની મેરે એક દોસ્ત કી..- છેલ્લો ભાગ

જેને પણ આ સ્ટોરીનો પહેલો અને બીજો ભાગ ન વાચ્યો હોય એ પહેલાં એ વાંચે અને પછી આ ભાગ વાંચે તો આ ભાગમાં શું થઈ રહ્યું છે એ વિશે ખબર પડશે...

" કહતે હૈ કિસી ચીઝ કો તુમ પુરી શીદ્ત સે ચાહો તો પુરી કાયનાત તુમ્હે ઉસસે મિલાને કી ફિરાક મેં લગ જાતી હૈં"

આપણે આગળ ના ભાગમાં જોયું કે...

બો દિવસ પછી આવી રીતે મળ્યા એટલે હું અને કુણાલ જૂની વાતો કરવા લાગી ગયા..
મારું મોઢું મેરેજ હોલના દરવાજા તરફ હતું અને કુણાલ નું આગળ તરફ..
એવામાં રૂપાલી આવી,એણે મને ઉભેલો જોયો,એણે નવાઈ લાગી કે હું કોના સાથે વાતો કરું છુ, એ પણ અહીંયા ..

લે મારી ફ્રેન્ડ આવી ગઈ..
કુણાલ એ જેવું રૂપાલી તરફ અને રૂપાલી એ જેવું કુણાલ તરફ જોયું..
.....
.
.

બંને એક સાથે બૉલ્યા ," તું અહી ?"..

હવે આગળ...

કુણાલ નો ચહેરો જોતાજ રૂપાલી ના ચહેરા પર થોડોક ગુસ્સો આવી ગયો અને તે કુણાલ થી મોં ફેરવીને ને મેરેજ હોલ માંથી બહાર નીકળી ગઈ..

હુ આશ્ચર્ય સાથે આ બધું જોઈ રહ્યો હતો..મને તો કંઈ ખબર જ ન પડી કે થઈ શું રહ્યુ છે..

શું કુણાલ એન્ડ રૂપાલી ફ્રેન્ડ છે? કે કઈ બીજું જ ? આવા અનેક પ્રશ્નો મારા મનમાં ચાલી રહ્યા હતા..
કુણાલ પણ કઈ ન બોલતા એ વોશરૂમ તરફ નિકળી ગયો..
આ બંને વચ્ચે હું અટવાયો હતો કે પહેલા કોની સાથે વાતો કરું..તો આ બધું શું થઈ રહ્યું છે એ વિશે ખબર પડે..
હું રૂપાલી જે તરફ ગઈ એ દિશામાં ગયો..
મેં એને પાર્કિંગમા શોધી, મેરેજ હોલની બહાર શોધી..પણ એ જોવાઈની...મને અચાનક યાદ આવતાં હું ગાર્ડન તરફ ગયો..
ત્યાં જઈ ને જોયું તો રૂપાલી એક બાકડા પર બેઠી હતી.. હતાશ ચહેરે...
મેં એની બાજુ માં જઈ ને બેસ્યો..
થોડીક વાર ના મૌન પછી..
' તું કુણાલ ને કઈ રીતે ઓળખે છે?', મેં કહ્યું..
' હું પ્રેમ કરું છું કુણાલ ને ', એને રડતા રડતા કહ્યું..
' આ સાંભળી હું તો શોક જ થઈ ગયો ,હવે રૂપાલી નું શું થશે ,કુણાલ તો સંજના સાથે પ્રેમ કરે છે.. આ બધા પ્રશ્નો મારા દિમાગમાં ચાલી રહ્યા હતા, રૂપાલી ને આ બધું જણાવુ કે ની... હુ મનમાં વિચારી રહ્યો હતો..
મેં થોડીક હિંમત કરી ને પૂછ્યું , ' તો પછી કેમ ત્યાંથી ભાગી આવી '...
' મેં એને વોટ્સએપ પર બ્લોક કર્યો હતો, કોલ લિસ્ટમાં ની,એક વખત તો એણે ફોન કરવો જોયતો હતો ', એણે રડમશ અવાજે કહ્યું..
'તને કેમ સમજાવું કે કુણાલ એ તને ફોન કેમ ન કર્યો ', હું મનમાં જ વિચારી રહ્યો હતો..
' યાર દર વખતે છોકરાએ જ સામે ચાલીને I love You કહેવાનું, તમારી પણ ફરજ તો બને ને ', મે કહ્યુ
' sorry યાર ,મારી પણ એટલીજ ભૂલ છે ,કદાચ મેં સામેથી ફોન કર્યો હોત તો...',એમ કહી એ રડવા લાગી....
' હવે બધું નશીબ પર છોડી દે', મે કહ્યુ
અમે થોડીક વાર ગાર્ડન માં બેસી , ૧૨ વાગે જમવા ડાઇનિંગ હોલ તરફ ગયા...
જમવાનું પટાવી , રૂપાલી એની ફ્રેન્ડ જેના લગ્ન હતા તેને મળવા ગઈ અને હું કુણાલ પાસે ગયો...
આજે સાંજે મ્યુઝિકલ નાઈટ હતી અને આવતી કાલે સવારે જાન આવવાની હતી..એની ફ્રેન્ડ ના પપ્પાએ બધું આયોજન આ મેરેજ હોલમાં જ કર્યું હતું..
કુણાલ પાસે જતા મે કહ્યુ,' જમી લીધું ભાઈ '..
હા, હમણાજ જમીને આવ્યો..
'આ તારી ફ્રેન્ડ જેના લગ્ન છે એનું નામ શું છે', મેં કહ્યું
' તારે એનું શું કામ?', કુણાલ એ કહ્યુ
' અરે કોઈ પુછે તો , નામ તો ખબર હોવી જોઇએને ભલે બીજું કંઈ ખબર ની હોય ,'..
' મેરેજ હૉલની બહાર બોડ માર્યું છે, વાચ્યું ની કે શું ?', કુણાલ એ કહ્યુ..
' આવી લગ્ન ની સિશન માં માલ જ એટલી જોવાય કે બોડ તરફ ધ્યાન જ ની જાય ', મે હસ્તા મુખે કહ્યુ..
' chu*ti... તું ની સુધર વાનો ,' કુણાલ એ કહ્યુ..
' lo...d.. તું નામ કે ની ખાલી ,' મે કહ્યુ..
' એનું નામ સ્નેહા છે,' ....
આ નામ આગળ પણ મે સાંભળ્યું હોય એવું મને લાગ્યું...પણ મને યાદ ન આવ્યુ કે ક્યારે.. ચાલ જવા દે..મે મનમાં કહ્યું..
મારે રૂપાલી વિશે વાત કરવી છે કુણાલ તારી સાથે..
' આ વિશે હમણાં મને કઈ જ ની પૂછ,' કુણાલ એ કહ્યુ
' ok, no problem,' ‌મે કહ્યુ ...
પણ મારે તને એક વાત કરવી છે...
બોલ શું....
ખોટું ની લગાડતો... મેં કહ્યુ..
તારી girlfriend નથી કે ખોટું લગાડું... કુણાલ એ કહ્યુ..
તો બરાબર...
બોલ ની હવે તું...
યાર તું કૉલેજ ના ટાઈમ માં સંજના નામ ની કોઈ છોકરી જોડે પ્રેમ કરતો એનું શું થયું..તને મળી કે ની...આપણા એલા જાડિયાના શબ્દો કામમાં આવ્યા કે ની....
આ સાંભળી કુણાલ તો ગાંડાની જેમ હસ્વા લાગ્યો...
' પાગલ તો ની થઈ ગયો કે શું ',મે કહ્યુ..
પણ એતો હસ્યાજ કરતો હતો..
' અરે chu*ti... બોલ ની શું થયું,' મે કહ્યુ..
પછી કુણાલ એ જે વાત કિધી એ વાત સાંભળી તો હું પણ ગાંડાની જેમ હસ્વા લાગ્યો.. અલા ખુરશી પરથી પડતાં માંડ માંડ બચ્યો....
' આ વાત કોઈ ને કહેતો ની,' કુણાલ એ કહ્યુ..
' અલા surprise આપી દીધી તું એ તો...', મે કહ્યુ..
' ચાલ, અરવિંદ મારે થોડું કામ છે તો હું નીકળું, સાંજે મળ્યે મ્યુઝિકલ ઇવેન્ટમાં,' કુણાલ એ કહ્યુ..
' હા , સાંજે મળ્યે એક નવા surprise સાથે ..,' મે કહ્યુ..
એમ કહી હું ગયો રૂપાલી પાસે અને કુણાલ કઈ કામ થી બહાર ગયો...
સાંજે મ્યુઝિકલ ઇવેન્ટ શરૂ થઈ.....બધા મહેમાનો ધીરે ધીરે આવ્યા લાગ્યા.. એક બાજુ પુરુષ ની સિટ્ટિંગ arrangement હતી તો બીજી બાજુ મહિલાઓ ની સિટ્ટિંગ arrangement હતી..
હું અને રૂપાલી હોલમાં આવ્યા બાદ બંને છુટા પડ્યા ...
હું પુરુષ ની લાઈન માં કુણાલ ને શોધવા લાગ્યો પણ એ જોવાયો નહિ એટલે હું આગળની હરોળ માં બેઠો..
રૂપાલી પણ એના સ્કૂલની ફ્રેન્ડ સાથે બેઠી...
હું તો કોઈ ને અહી ઓળખતો ન હતો ...વાત કરું તો કરું કોના સાથે..
' hello, હું હર્ષલ પટેલ,' અને તમે..
' હું અરવિંદ પુરોહિત,' મારા બાજુમાં બેઠા એક ભાઈ સાથે મારી વાત ચાલુ થઈ..
' સ્નેહા શું થાય તમારી..,' હર્ષલ એ કહ્યુ

' કઈ ની..,' મે હસ્તા મોઢે કહ્યુ..મને તો જબરદસ્તી લાવ્યો છે મારી ફ્રેન્ડ રૂપાલી એ...
' બિન બુલાયે બારાતી,' હર્ષલ એ કહ્યુ..

અને અમે બંને હસ્વા લાગ્યા...
' સ્નેહા સાથે શું સંબંધ તમારો,' મે કહ્યુ..
' સ્કૂલ ફ્રેન્ડ છે સ્નેહા ,' હર્ષલ એ કહ્યુ..
એવા માં કુણાલ નો ફોન આવ્યો...
' ક્યાં છે તું,'..
' અરે આગળ ની ત્રીજી હરોળ માં છું, જલ્દી આવ,' મે કહ્યુ..
કુણાલ મારી પાસે આવતાં...મારી બાજુમાં બેઠેલા હર્ષલ ને જોઈને ...
' અરે તું અહીંયા,' કુણાલ એ કહ્યુ. ..
' કેમ સ્નેહા તારી એકલાની ફ્રેન્ડ છે,' હર્ષલ એ કહ્યુ..
' આ તો તારું અને સ્નેહા નું વધારે બનતું નહિ એટલે..,' કુણાલ એ કહ્યુ..
' એ તો તારી અને સંજનાની મિત્રતા થઈ એના પછી અમે સારા એવા ફ્રેન્ડ બની ગયા..', હર્ષલ એ કહ્યુ..
' હા એતો છે ,સ્નેહા ખાસ ફ્રેન્ડ છે સંજનાની ,' કુણાલ એ કહ્યુ...
' પણ સંજના જોવાઈ ની .. એ આવી છે કે ની..,' હર્ષલ એ કહ્યુ..
' ખાસ ફ્રેન્ડ છે તો આવીજ હસે,' કુણાલ એ મારી બાજુ જોતા કહ્યુ..
' સ્કૂલ ફ્રેન્ડ છો તમે એમ..,' મે કહ્યુ..
અલા ફ્રેન્ડ ની બેસ્ટ ફ્રેન્ડ..બને સાથે બોલ્યા..
એવા માં હર્ષલ ને કોઈ નો ફોન આવતાં તે બહાર ગયો...
મ્યુઝિકલ ઇવેન્ટ શરૂ થઇ ગઇ હતી...સ્નેહા ના ભાઈ ,બહેન...એક પછી એક ડાંસ કરી રહ્યા હતા... ડાંસ પૂરા થતા..એક સ્પ્રધા નું announcement થયું કે હવે boys ના એક લીડર એન્ડ girls ની એક લીડર વચ્ચે સ્પર્ધા થશે.. boys એ ગીત ગાવાનું છે જયારે girls એ શાયરી કે ગઝલ કહેવાની છે..જોઈએ કોની જીત થાય..
ઔડિએન્સ વચ્ચે અંદરોઅંદર ચર્ચા થઈ રહી હતી...
Boys વચ્ચે કુણાલ નું નામ બોલાઈ રહ્યુ હતુ..કારણે કે એ સ્કૂલની મ્યુઝિકલ ઇવેન્ટ માં દર વખતે ભાગ લેતો અને 1st number પર આવતો...જ્યારે girls વચ્ચે સંજના અને રૂપાલી નું નામ બોલાઈ રહ્યુ હતું...
બધા છોકરાઓ કુણાલ ને request કરવા લાગ્યા કે ભાઈ આપણા માંથી તું ઉભો રહે..
કુણાલ પણ બધા ની ઈચ્છા ને કારણે હા પાડી..તો આ બાજુ સ્નેહા ના કહેવા પર શાયરી ની મહેફીલ માટે રૂપાલી નું નામ જાહેર થયું...સ્નેહા ખાસ ફ્રેન્ડ એટલે એણે ના પણ ન પાડી... રૂપાલી ને પણ શાયરી કે ગઝલ નો ખૂબ શોખ હતો..એ સ્કૂલની ઇવેન્ટ માં પણ ભાગ લેતી..
તો છોકરા માંથી કુણાલ અને છોકરી માંથી રૂપાલી સ્ટેજ પર આવશે...
કુણાલ ના ફેસ પર આજે કંઇક અલગ જ ચમક હતી..
તો રૂપાલી ના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું...
તો લેડીઝ ફર્સ્ટ...વક્તાએ કહ્યુ..
રૂપાલી એ પોતાના અંદાજમાં કુણાલ તરફ જોઈને શાયરી કહેતા બોલી..

" ભણતાં હતા જોડે અને જયારે એની સાથે નજરો મળી હતી..
સાચું કહું મને તો એની આંખો માં દુનિયા આખી જડી હતી..
તારો નંબર સેંકડો વાર ટાઈપ કર્યો પણ ડાયલ ના કરી શકી..
ગનું ઇચ્છતી હોવા છતા તુજ સંગ વાત ના કરી શકી.."

શાયરી બોલતા રૂપાલી ના આંખો માં કુણાલ પ્રત્યે પ્રેમ જતાઈ રહ્યો હતો જાણે શાયરી નો એક એક શબ્દ કુણાલ માટે લખાયો હોય..

ઔડીએન્સ માંથી once more.. નો અવાજ આવવા લાગ્યો....અને તાળી ઓ ના ગડગડાટ વડે એની શાયરી ને વધાવામાં આવી..
હવે વારી હતી કુણાલ ની...
કુણાલ પણ રૂપાલી ના ચહેરા તરફ જોઈ ગાવવા લાગ્યો....

"छुपाना भी नहीं आता, जताना भी नहीं आता..
हमें तुमसे मोहब्बत है बताना भी नहीं आता...
हथेली पर तुम्हारा नाम लिखते हैं, मिटाते हैं...
तुम्हीं से प्यार करते हैं ,तुम्हीं से ही क्यों छुपाते हैं..
जुबां पे बात हैं लेकिन सुनाना ही नहीं आता ...
हमें तुमसे मोहब्बत है, बताना भी नहीं आता..."...

રૂપાલી ને પણ આ બધા શબ્દો પોતાના માટે જ ગવાયા છે એવુ લાગ્યું ,કુણાલ તું હમણા પણ મને એટલોજ પ્રેમ કરે...આવું વિચારતા જ હર્ષના આસું આવી ગયા એના ચહેરા પર...
Song પૂરું થતા તાળી ના ગડગડાટ વડે આંખો હોલ ગૂંજી ઉઠ્યો..
જેમ જેમ સપ્રધા આગળ વધતી હતી , તેમ તેમ કુણાલ અને રૂપાલી વચ્ચે ની દુરી પણ ગટતી હતી... એ બંને ધીરે ધીરે નજીક આવી રહ્યા હતા..

" મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારી જરૂરત છે,
હું ક્યાં કહું છું કે તારી હા હોવી જોઇએ,
પણ ના કહો છો એમાં મારો ગુનો હોવો જોઇએ.."

સંજના ની આ ગઝલ પર તો આખો હોલ તાળી ના ગડગડાટ સાથે ગૂંજી ઉઠ્યો..
કુણાલ મનમાં જ વિચારી રહ્યો હતો , મારો તો હા જ છે બસ તમારા મોં થી સાંભળવું છે...
હવે કુણાલ નો વારો હતો...
આ ગીત મારા દિલ ની એક દમ નજીક એવી મારી પ્રેમિકા માટે..
"इक दिन मोहब्बत ओढ़ कर ,
इक दिन गली के मोड़ पर ,
तेरी हथेली पर लिखूं,
मेरा नाम, तेरे नाम पर ,
फिर तु तक़ल्लुफ़ छोड़ कर ,
फिर तु झुका कर के नज़र ,
रखना मेरे काँधे पे सर,
ज़िन्दगी
कुछ तो बता ज़िन्दगी ,
अपना पता ज़िन्दगी...."
ગીત પૂરું થતા...
' ભાઈ કોણ છે તારી આ જિંદગી, અમને તો કે,' પાછળ થી હર્ષલ બોલ્યો...
' બતાબી દે યાર અબ તો..,' મે કહ્યુ..
કુણાલ એ ગુલાબ નું ફૂલ હાથ માં લઇ રૂપાલી નજીક જઈને ગુટણ પર બેસીને માઈક હાથમાં લઇ ને....

"♥ઓય મગજ વગર ની હું કયા તારી પાસે આખી દુનિયા માગું છું મને તો તું જ જોઈએ છે કેમકે મારી દુનિયા તું છે..
I LOVE YOU *રૂપાલી* ...."
એમ કહી એણે ગુલાબનું ફુલ રૂપાલી તરફ કર્યું...

" સ્વીકાર કરી લે ,ની તો કોઈ બીજું કરી લેશે", મે કહ્યુ.
.
" I LOVE YOU TOO *કુણાલ*", રૂપાલી એ કહ્યુ..

અને રૂપાલી કુણાલ ના ગળે વળગી રડવા લાગી,પણ આ વખતે એની આંખો માં હર્ષના આસુ હતા..
કુણાલ ની આંખો માં પણ હર્ષના આસું હતા...
બધા આ પ્રેમ ની સાક્ષી બની રહ્યા હતા..
એવામાં પાછળ થી ..
હર્ષલ બોલ્યો ," અરે ભાઈ આનું નામ સંજના થી રૂપાલી ક્યારે થઈ ગયું"

સ્નેહા," અલા જયારે આપણે ૧૨th ની એક્ઝામ નું ફ્રોમ ભર્યું ત્યારથી...,'

જયારે કુણાલ એ મને આ વિશે કહ્યુ તું ત્યારે હું ખુબ હસ્યો હતો..

બન્યું એવું કે રૂપાલી નો જન્મ દાહોદ માં થયો હતો ..એના જન્મ સમયે એ એક દમ રૂપાળી ,જાણે ચાંદ ખુદ ધરતી પર ઉતર્યો હોય એવી લાગતી હતી એટલે એના પિતા એ રૂપાલી નામ રાખ્યું હતુ.એના જન્મ દાખલામાં પણ રૂપાલી નામ લખાવ્યું..ત્યારથી રેશન કાર્ડમાં, જમીન જાયદાત માં રૂપાલી નામ હતું...
જયારે રૂપાલી ૫ વર્ષની હતી ત્યારે એના પિતા દાહોદ થી સુરત આવ્યા હતા નવા ધંધા માટે..રૂપાલી ની ભણવા ની ઉંમર થઈ ગઈ હતી..અને કોઈ કારણ સર એનો જન્મ દાખલો ખોવાઈ ગયો હતો..એટલે એના પિતાએ એક ફર્જી જન્મ દાખલો બનાવ્યો પણ એમાં જેને જન્મ દાખલો બનાવવા આપ્યો હતો એની ભૂલ ને કારણે સંજના નામ નો બની ગયો..
એના પિતા ધંધા માં વ્યસ્ત હતા એટલે એમાં સુધારો કર્યા સિવાય એજ દાખલો રાખ્યો અને રૂપાલી ને એક નવું નામ મળ્યું સંજના..અને એનું એડમિશન થયું નવોદય વિદ્યાલયમાં..
૧૧ ધોરણ સુધી કઈ વાંધો ન હતો..પણ ૧૨ માં જ્યારે એક સેમિનાર વખતે ૧૨ પછી ના એડમીશન માટે જે ડોક્યુમેન્ટ જરૂરી હતા એના વિશે માહિતી આપવામાં આવી.. એને વાંધો આવ્યો કારણકે રેશનકાર્ડ માં એનું નામ રૂપાલી હતું...અને આવકનો દાખલો બનાવવા માટે રેશનકાર્ડ ની જરૂર પડે..એટલા માટે ૧૨th ની એક્ઝામ પહેલા એનું નામ સંજના ની જગ્યાએ પાછુ રૂપાલી કરી દેવામાં આવ્યું...
સંજના નું નામ રૂપાલી છે એવું કુણાલ અને થોડાક એના સ્કૂલ ફ્રેન્ડ ને ખબર હતી..પણ ખબર નહિ કેમ કુણાલ ને તો એની પહેલાં મુલાકાત વખતે સંજના નામ જ દિલમાં વસી ગયું હતું..એટલે કૉલેજ ના ફ્રેન્ડ ને પણ એજ નામ કહ્યુ..
મ્યુઝિકલ ઇવેન્ટ પૂરી થતા..હું ,કુણાલ અને રૂપાલી બહાર ગયા સોડા પીવા માટે..
' રૂપાલી તું એ જો પહેલા બતાવ્યું હોત કે તારુ નામ સંજના ના છે તો આ કુણાલ સાથે તારી મુલાકાત ક્યાર ની હું કરાવી દેત,' મે કહ્યુ...
" પણ ત્યારે કુણાલ તરફથી આવુ પ્રપોઝ ના મળત ," રૂપાલી એ કહ્યુ..
" પ્રેમ એટલો સીધો તો નથી ,એમાં વિરહ, બલિદાન ,દુઃખ ,લાગણી આ બધું હોય છે અને જે આમા ટકી રહે એનેજ એનો સાચો પ્રેમ મળે છે",કુણાલએ કહ્યુ..
" તો હવે સગાઈ ના શુભ સમાચાર ક્યારે મળશે અમને", મે કહ્યુ..
" જલ્દી...",કુણાલ અને રૂપાલી બંને એક સાથે બોલ્યા...
અને અમે ત્રણેય હસ્સી પડ્યા...
" ચાર્મીન ના લગ્ન ની કંકુત્રી આવી છે ....", મે કહ્યુ..
" હા, મને પણ વોટ્સએપ પર આવી છે," કુણાલ એ કહ્યુ..
" તો આ ખુશ ખબરી બધા ફ્રેન્ડને ચાર્મીન ના લગ્નમાં જ બતાવીશુ", મે કહ્યુ..
સ્નેહા ના લગ્ન પટાવી હું ,રૂપાલી અને કુણાલ છૂટા પડયા..

ચાર્મીન ના લગ્ન માં કુણાલ અને સંજના એ તેમની મુલાકાત કઈ રીતે થઈ એ બધાને વિગત વાર જણાવ્યું...
અને કુણાલ એ બધા ફ્રેન્ડ ને પોતાના લગ્ન નું ઇન્વિટેશન આપ્યું...

બસ આ રીતે પૂરી થઈ આ પ્રેમ કહાની મારા એક દોસ્ત એટલે કે કુણાલ ની....

થોડુક પ્રેમ વિશે...

પ્રેમ કોઈ વ્યક્તિના શરીરને નહી પરંતુ આત્માને થાય છે. પ્રેમ વ્યક્તિની ખુબીને નહી પરંતુ ખામીને થાય છે. પ્રેમ વ્યક્તિની બાહ્ય સુંદરતા નથી જોતો, પણ આંતરીક સુંદરતાને અનુભવે છે.પ્રેમ કરવો સહેલો છે, પરતું કોઈના પ્રેમને સમજવો એટલોજ મુશ્કેલ છે.પ્રેમ પામવો સહેલો છે, પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્કેલ છે. જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે, પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્વીકારનાર કોઈ એક જ હોય છે.

" જીવીનનું ખાતર નાખ્યા વિના પ્રેમનું વૃક્ષ મોટું થતું નથી..
ભૂલ તારી નહી પરંતુ ' ભૂલ ' મારી છે એમ સમજવું એજ સાચો પ્રેમ "

તમારો અંગત અભિપ્રાય મારા WhatsApp number 8141825711 પર આપી શકો છો..હવે મળીશું કોઈ નવી સ્ટોરી સાથે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED