Ek prem kahani mere ek dost dost ki - 1 books and stories free download online pdf in Gujarati

એક પ્રેમ કહાની મેરે એક દોસ્ત કી..- 1

'પ્રસ્તાવના'

આ સ્ટોરી માં લીધેલ સ્થળ અને પાત્ર કાલ્પનિક છે જેને રીયલ લાઈફ સાથે કોઈ સંબંધ નથી. આ સ્ટોરી સંપૂર્ણ પણે કાલ્પનિક છે. આ મારી પહેલી સ્ટોરી છે,જો જોડણી લખવામાં થોડીક ભૂલ થઈ હોય તો માફ કરજો.. આ સ્ટોરી લખવામાં મારી મદત કરનાર જય પટેલ(JD) ને પણ ખૂબ ખૂબ આભાર અને આ સ્ટોરી માં થોડીક શાયરી નો ઉપયોગ કર્યો છે જે મારા પ્રિય લેખક જતીન આર. પટેલ ની શાયરી માંથી લીધેલ છે..હું આશા રાખું છું કે તમને આ સ્ટોરી પસંદ આવશે..


એક પ્રેમ કહાની મેરે એક દોસ્ત કી - ભાગ-૧

"હર આદમી કો કભી ન કભી કિસીસે પ્યાર હોતા હૈ,
કભી બચપન મેં કભી જવાની મે હોતા હૈ,
પર સચ્ચા પ્યાર વહી હોતા હૈ જો ઈશ દર્દ દિલ સે હોતા હૈ"

કહાની ની શરૂઆત....

કુણાલ પટેલ અને જય પટેલ કોલેજની કેન્ટિનમાં માં બેઠા બેઠાં ચા ની ચુસ્કી મારી રહયા હતા. { કુણાલ પટેલ અને જય પટેલ ઘણાં સારા મિત્રો છે . તેઓ mechanical એન્જીનીયરીંગના 2 વર્ષમાં અભ્યાસ કરે છે. }

કુણાલ પટેલ નો સ્વભાવ થોડોક વાતગરો. કુણાલ એ એની સ્કૂલ ની વાતો ચાલુ કરી. જય પટેલ વાતો સાંભળ્યા કરતો હતો. વાત માં ને વાત માં કુણાલ એના પેન્ટના ગજવામાંથી એનો IPHONE X કાઢીને જય ને કંઈ બતાવ્યું.

જય { IPHONE X માં જોતાં } " ભાઈ આ શાનું લિસ્ટ છે ? " .
" આ CBSE 12 નુ આ વર્ષનું અમારી સ્કૂલનુ રિઝલ્ટ , જો નીચેથી 5 મો એ મારો ભાઈ છે ,ને આ જો બીજા નંબર એ આ છોકરી ! " કુણાલ

"ok એ છોકરી હોશીયાર હશે તોજ તારી સ્કૂલમાં બીજા નંબરે આવી એમાં શું ? " જયે પુછ્યું

કુણાલ થોડી વાર એના IPHONE X માં જોતો રહ્યો , અને બોલ્યો, "ભાઈ આ મારો ક્રશ છે ...... એટલે હતો.".

"ઓહહ ..... હો.........હો....... તુ તો જબરો નીકળ્યો B**CH*D . ભાઈ આ બધું કયારે ! આ છોકરીનુ નામ શું છે ? " જયે એકદમ ઉતાવળે પુછ્યું

( કુણાલે ચા નો કપ સાઇટમાં મુકી બોલ્યો )

" એનુ નામ સંજના ..... હા સંજના દેસાઇ . સંજના એટલે મે જોઇએલી છોકરીઓ માં સૈાથી સુંદર અને સૌથી અલગ છોકરી . સંજના મારા કરતાં એક વર્ષ નાની છે. " .

" ઓહ ; પછી આગળ શું થયું ભાઈ ? " જયે આશ્ચર્ય સાથે પુછ્યું ..

કુણાલ ભૂતકાળને યાદ કરતા કહેવાનું ચાલું કર્યું, " જયારે હું 12th માં હતો ત્યારે એના સાથે પહેલી મુલાકાત ,અમારી સ્કૂલના ટૂર માં થઇ હતી..

સ્કૂલમાંથી પાવાગઢ ટૂર નું આયોજન કરાયું, મારા બીજા ફ્રેન્ડ પણ જતા હતા એટલે હું પણ તૈયાર થઈ ગયો જવા માટે.. બસ સવારે ૬ વાગે સ્કૂલમાંથી ઉપડવાની છે એવું સર દ્વારા અમને જણાવામાં આવ્યું..
વિદ્યાર્થી ઓછા હોવાથી ખાલી એક જ બસ નું આયોજન કરવામાં આવ્યું..આ વખતે છોકરાઓ ફાવી ગયા કેમ કે ગર્લ્સ જોડે જો મુસાફરી કરવાની હતી...

બધા સ્ટુડન્ટ ટાઈમે પોહ્ચી ગયા મારા સિવાય..હું થોડો લેટ ઊઠિયો એટલે મને ૧૦ એક મિનિટ લાગી.. મેં ત્યાં જઈને જોયું કે બધા સ્ટુડન્ટ બસમાં બેસી ગયા હતા, હું જડપથી બસમાં ચડવા જતો હતો ત્યાં તો એક છોકરી મારી સાથે અથડાની..

છોકરી,' અરે sorry યાર ,હું થોડીક ઉતાવળમાં હતી..'
' OK no problem', મેં કહ્યું..

અમે બંને લેટ પડ્યા હોવાથી અમને છેલ્લી શીટ મળી બેસવા માટે..
બસમાં ડાબી બાજુ girls એન્ડ જમણી બાજુ boys બેઠા હતા..
જે ગર્લ મારી સાથે અથડાઈ એ મારી સામે ની શીટ પર બેઠી હતી, એની બાજુ વાળી શીટ ખાલી હતી..મને લાગીયું હજી કોઈ આવશે..
એવામાં એક ગર્લ ચડી બસમાં ...

હું એનો ચહેરો જોતાની સાથે જ એક એવી દુનિયમાં ખોવાઈ ગયો જ્યાંથી મારું પાછુ આવવું શક્ય ન હતું.

"તને જોવું એટલે ફક્ત તું જ HDR માં દેખાય છે..
કેમકે પછી તો આજુબાજુ બધું blur થઈ જાય છે.."

આવુજ કઈ મારા જોડે થયું જ્યારે મેં એ યુવતીને જોઈ...

ચાંદ થી પણ વધુ સુંદર ચહેરો, હોઠ ની ઉપર તલ, અણિયારું નાક, પાણીદાર આંખો અને સ્મિત કરતા ગાલ પર પડતાં ખંજન, કાન માં રીંગ, ગળામાં ચેઈન,gray color નુ t-shirt એની ઉપર jacket and nevi blue denim nu જિન્સ.. મેં એને ઉપરથી નીચે સુધી આખી નિહાળી લિધી..ના નામ અને ના ઓળખાણ..છતાં હું એ અજાણી યુવતીનાં પ્રેમમાં પડી ગયો..

એ યુવતી છેલ્લી શિટ પાસે આવતા..

' sorry, યાર હું થોડીક લેટ થઈ ગઈ ', એ યુવતીએ એલી છેલ્લી શીટ પર બેસેલી યુવતીને કહ્યું..
" તારા તો દર વખતે બહાના હોય છે , સંજના', એણે કહ્યું..

"ઓહ.. યેસ..મતલબ આ છોકરીનું નામ સંજના છે.." હું મનમાં બોલ્યો ...

આરીતે સરુ થઈ મારી પ્રેમ ની દાસ્તાન..

બસ ઉપડી ગઈ પાવાગઢ જવા માટે.. બસમાં એ બારી પાસે બેઠી હતી..હું થોડાક થોડાંક સમયે એને જોયા કરતો..એની લહેરાતી જૂલ્ફો પવનને કારણે એના મોં પર આવતી હતી..એ જોયા પછી હું મનમાં જ કહેવા લાગ્યો,,

"લહેરાતા પવનમાં ઉડતી તમારી જુલ્ફો,
જાણે સ્વર્ગની અપ્સરા જ જોઈલ્યો,
તમને જોઈને હું મારા હોશ ખોઈ બેઠો છું,
જાણે પાગલ જ જોઈલ્યો."

એક વાર મેં એની બાજુ જોયું અને એ જ સમયે એને પણ નજર કરી મારા પર અને અમારા બંનેની આંખો એમજ સ્થિર રહી થોડાંક સમય માટે...અચાનક બ્રેક વાગતા અમે બંને પાછા ભાન માં આવ્યા. અમારા બંનેના ચહેરા સરમાઈ ને નીચું જોવા લાગિયા..એવા માં....

" જેને ચા - નાસ્તો કરવો હોય તો, હોટલ આવી છે ', સર એ કહ્યું...

બધા એક પછી એક બસ માંથી ઉતરી હોટલ તરફ ગયા... હું તો સંજનાની પાછળ જ ચાલતો હતો..ખબર નહીં કેમ મારા પગ એની દિશામાં જ જતા હતા.

એ ચા પીવા જે ટેબલ પર બેઠી એજ ટેબલ પર હું પણ બેઠો અને પાછી બંનેની ખુરશી પણ સામસામે, એટલામાં ચા આવી.

મારું ચા પીવા દરમિયાન સંપૂર્ણ ધ્યાન તેનાં ચહેરા પર હતું,હું આંખોના ઈશારે એને કહેવા માંગતો હતો કે,,

"તું આદુ વાળી કડક મીઠી ચા પ્રિયે,
અને હું સસ્તું બિસ્કિટ પારલે જી,
તને ચાહવાનાં ચક્કરમાં એવો ડૂબ્યો તુજમાં,
ખોઈ બેઠો મુજને એમાં તારો શું વાંક?"

"હેલ્લો,એની ફ્રેન્ડ એ મારું ધ્યાન એના તરફ કરતાં કહ્યુ"
"સવાર ના ધક્કા માટે ફરી એક વાર sorry" એણે કહ્યું..

(હું મનમાં જ એને , જેના સાથે વાત કરવી છે એ તો કઈ બોલતી નથી અને તું સવારના એક ધક્કા માટે sorry..sorry..જો મારા પ્રેમમાં પડીને તો.. કુંવારી જ રહીશ..હું મનમાં જ હસી રહ્યો હતો..)

મેં થોડીક સ્માઈલ આપી કહ્યું,"એક જ સ્કૂલમાં તો ભણતા છે,એટલે ફ્રેન્ડ તો કહેવાઇએ તો પછી ફ્રેન્ડ વચ્ચે નો sorry નો thanks "..

એને હાથ લંબાવતા કહ્યું," Hy, હું સ્નેહા અને આ મારી ફ્રેન્ડ સંજના"
મે પણ બંને સાથે હાથ મિલાવ્યો અને કહ્યું," હું કુણાલ ",..
' ક્યાં ધોરણ માં છે તું ', સંજના એ કહ્યુ..
' ૧૨th માં અને તું ',મે કહ્યુ..
' ૧૧th માં', એણે કહ્યું..

પહેલી વાર એની સાથે વાતો કરીયાનો મને અનોખો આનંદ થયો..

બધા ચા - નાસ્તો કરી બસ માં બેસી ગયા..અને બસ ઉપડી..પણ આ વખતે સંજના બારી પાસેની શીટ માં ન બેસી..

" કેમ સંજના, બારી પાસે ની શીટ પસંદ ન આવી", એની ફ્રેન્ડ એ કહ્યુ..
"ના, આતો એમજ , મારી બાજુ ત્રાસી નજરે જોતા ', સંજના બોલી..

બસ આ સાથે વાતો નો સફર ચાલુ થયો..પ્રવાસ દરમિયાન અમે સેલ્ફી લીધી,સાથે ફરિયા, મંદિરે દર્શન કર્યા...પ્રવાસ પૂરો થતાં અમે બધા પોતપોતાના ઘરે ગયા.

પ્રવાસ દરમિયાન મારી એનો ફોન નંબર માંગવાની હિંમત ન થઈ..એટલે મેં એને ફેસ - બુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલેલી..એણે એક્સેપટ પણ કરી લીધેલી.. ઘણીવાર અમારી ફેસ-બુક પર વાત થતી . મને સંજના માટે કંઇક અલગ જ ફિલિગ્સ હતી. પણ હું ત્યારે એને જણાવી ના શકેલો. પણ કદાચ એને ખબર હતી.
હમણા ત્રણ દિવસ પહેલાં જ મારી સંજના સાથે ફેસ-બુક પર વાત થઇ. એક્ચુઅલમા મે એન congratulations કેવા મેસેજ કરેલો, એ ઓનલાઈન જ હતી એટલે મે સંજના નો Mobile number માંગ્યો." કુણાલ

" સંજના એ તને number આપ્યો ??? " જય
{ હવે જય ને કુણાલ ની વાત માં વધુ intreast પડવા લાગ્યો . }

કુણાલ એ હકારમાં માથું હલાવ્યું અને બોલ્યો

" હા ગઇકાલે જ મારી એની સાથે whatsapp પર વાત થઈ "

" અછા ! ભાઈ સંજના નો કંઈ ફોટો તો બતાવ ? " જય

" ના " કુણાલ ( થોડો ગુસ્સામાં બોલ્યો )

" કેમ ? ચાલ કંઈ ની તારી મરજી. " જય થી તરત બોલાય ગયું

( કુણાલ એની whatsapp ચેટ જય ને બતાવતા બોલ્યો)

" એની માને કાલે તો , સંજના ને કહીં જ દિધુ ને કે મને સ્કૂલમાં તારા માટે ફિલિગ્સ હતીં...."
{ એની નીચે જ બીજો મેસેજ હતો }
" એટલે તુ સમજી રહી છે ને ???? "

" હા , જો તને મારા માટે ફિલિગ્સ હતી તો ત્યારે કેમ ના કીધેલુ " સંજના

" અરે યાર ત્યારે મારી હિંમત ની ચાલેલી " કુણાલ

" જો આ વાત તે મને ત્યારે કીધી હોત તો આજે કહાની કંઇક ......." સંજના

" એટલે તને પણ મારા માટે ફિલિગ્સ હતી ? " કુણાલ

" 😊 " સંજના

" અરે યાર 😔....
ચાલ છોડ ! મને એ કે હમણા કોઈ બોય-ફ્રેન્ડ ? " કુણાલ

" ના કોઇ બોય-ફ્રેન્ડ નથી , પણ તુ હમણા કંઇ વધારે વિચારતો ની ,મારે તો હમણાં મારૂ કરિયર બનાવુ છે " સંજના

" ख़ुशबू भी यादों का हिस्सा होती हैं अधूरी
कहानियाँ कभी कभी पूरा क़िस्सा होती हैं " કુણાલ

" કુણાલ બે જ વસ્તુ પર માણસનો અધિકાર નથી હોતો - એક મૃત્યુ અને એક પ્રેમ એની મેળે આવે અને એનું કામ કરે !ગમે તેટલું રોકો ......રોકાય નહીં ! "
સંજના

" મારા માટે તને ભૂલી જવુ અશક્ય છે " કુણાલ

{ પણ સંજનાનો કોઈ મેસેજ આવતો નથી. whatsapp માં આ છેલ્લા સંવાદ હતા }

"OFFLINE થવાથી,
કોઈના MESSAGE આવવાના,
બંધ થઇ જાય છે યાદો નહીં !!"

ત્યાર બાદ નતો ક્યારેય જયે કુણાલ ને સંજના વિશે પુછ્યું કે ન તો તેને કોઈ મેસજ કર્યો સંજનાને............
.
.
.
.
.
.
.
.
.
.
પાંચ વર્ષ પછી .......
{ આ પાંચ વર્ષ દરમિયાન ; કોલેજ છૂટયા પછી કુણાલ , જય , અને બીજા મીત્રો(અરવિંદ[writter of this story], પાંડે, વૈદિક, વિઘ્નેશ, ચાર્મિન, જિનીત, ધનરાજ,...) એટલા બધા કોન્ટેકટ મા નથી રહતા , બધા પોતાના સારા કરિયર માટે , જોબ / ધંધો કરતા હતા }

એક દિવસ ચાર્મિન ના લગ્નમાં બધાં મિત્રો મળે છે.
{ ચાર્મિન એટલે જય પટેલ નો બીજો ખાસ મિત્ર }

ચાર્મિના લગ્ન હોવાથી જય પટેલ સવારનો જ આવી ગયેલો અને બીજા ઘણાં મીત્રો બારડોલીથી(સ્નેહ,આકાશ,જગદીશ,..) , નવસારીથી(પાંડે, વૈદિક, વિઘ્નેશ, જિનીત, ધનરાજ,...)અને વલસાડથી(દીપ,મિત, સ્ટાર્ક,અંકિત, ક્રિષ્ણા,...) પણ આવી ગયા હતા(અરવિંદ સિવાય..). બધા મીત્રો ઘણાં સમય પછી એક-બીજાને મળ્યા, એટલે બધા ખુબ જ ખુશ હતા.

એવામાં એક કાર મંડપ ના ગેટ પાસે ઉભી રહે છે ! { જય ની નજર કાર પર પડી .. કોઈ બે જણા કારની અંદર બેઠેલા જણાયા }

" એ કાર માંથી એક યુવક અને એક યુવતી ઉતરે છે અને એ એક યુવક એટલે કુણાલ પટેલ "
{ કુણાલ પટેલ એટલે જય પટેલ નો પેલો ખાસ મિત્ર }

કુણાલ આવી ને બધાં ને મળે છે. કુણાલ સાથે યુવતી ને જોતા બધા ને આશ્ચર્ય થયું ! બીજા બધા મીત્રો કંઇક પુછે તે પહેલા કુણાલ બોલ્યો
" મીત્રો આ મારી ફિયન્સસ (મંગેતર) છે "

{ કુણાલની આ વાત સાંભળીને બધા તાળીઓ પાડીને અભિનંદન પાઠવે છે }
આ દરમ્યાન જય , કુણાલ ને સાઇટમાં લઇ જતા પુછ્યું

" કુણાલભાઈ, Are you seriously ?? ખરેખર ભાઈ , મજાકમાં તો નથી કહેતો ને " જય

" ના ભાઈ આ કોઈ મજાક નથી . seriously " કુણાલ

" એમ , તો ભાભીનું નામ શું છે ? " જય

{ કુણાલ એ , જય પટેલની સામે જોયું અને હસી પડ્યો }

" સંજના " કુણાલ

" ઓહહ..... તારી .... એટલે આ પેલીજ સંજના 2 નંબર એ આવેલી તે છોકરી.............." જય

" હા ભાઈ ............હા" કુણાલ

" એણે તો ત્યારે ના પાડેલી તે , તો પાછી કયારે આવી ??? " જય

" कैसे नहीं आएगी
वो मेरी बंदि है" કુણાલ

{ કુણાલ બધાં મીત્રો ને પોતાના લગ્નમાં આવવાનું આમંત્રણ આપે છે }


કુણાલ અને સંજના ની મુલાકાત કેવી રીતે થઈ ...?
તેમણે લગ્ન કરવાનું કયારે નક્કી કર્યું ...............-> TO BE CONTINUE
બીજો ભાગ ટૂંક સમયમાં આવશે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED