અબ્દુલ સત્તાર ઇધી શોખથી ભર્યું આકાશ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

અબ્દુલ સત્તાર ઇધી

નામ :- #અબ્દુલ_સત્તાર_ઇધી
1928- 2016
જન્મ સ્થળ :- ભારત
હાલ નું વતન :- પાકિસ્તાન

હું આમ તો ક્યારેય કોઈ એક વ્યક્તિ વિશેષ નથી લખતો પણ આજ આ વ્યક્તિ વિશે લખવાનું દિલ કહે છે કે આવી વ્યક્તિ ની જેટલી પ્રસંશા કરીએ એટલી ઓછી છે. મહજ 19 વર્ષ ની ઉંમરે પોતાનું બધું જ છોડી ને પાકિસ્તાન મા ગયા અને શૂન્ય થી શરૂ કરી ને આજે કરોડો લોકો ની દુવા મેળવી છે. કોઈ એક વ્યક્તિ ખાલી હાથે લોકો ની સેવા કરવાનું વિચારે અને પછી એવું કહેવાય કે એ કામ મા એનો અલ્લાહ (ભગવાન) એની સાથે હોય છે. બસ આજ રીતે ઇધી સાહેબ ની આ યાત્રા મા એની સાથે હતું એનું નેક દિલ અને અલ્લાહ તો એને કોની ફિકર હોય. શરૂઆત મા રોડ પર બેસી ને ભીખ માંગી ને સેવાનું કામ શરૂ કર્યું. પહેલા તો લોકો એને સનકી લાગ્યા પણ જ્યારે એણે ભીખ માંગીને પહેલી ઇધી ના નામે એમ્બ્યુલન્સ લીધી અને એ એમ્બ્યુલન્સ સેવા મા શરૂ કરી. બસ ત્યારથી જ લોકો ને થોડો વિશ્વાસ આવ્યો. પછી તો જીવન મા ક્યારેય પાછું વળી ને જોયું નહિ અને સેવા કરવામાં ક્યારેય પાછી પાની કરી નહિ.
કેટલા સમય સુધી લગ્ન કર્યા નહિ કેમ કે એના યોગ્ય કોઈ પાત્ર મળ્યું નહિ પણ કહેવાય છે કે દુનિયા મા દરેક માટે એક યોગ્ય પાત્ર હોય એમ ઇધી સાહેબ માટે પણ કોઈ હતું. એની એક બનાવેલી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી બીલ્ક્યુસ બાનું સાથે મેરેજ કર્યા. આ બાનું પણ ઇધી સાહેબ કરતા એક કદમ આગળ નીકળ્યા લગભગ 2000 બાળકો ની પાલક માતા બન્યા. અને લાખો બાળકો ને આશરો આપ્યો.
આજ ઇધી ફાઉન્ડેશન પાસે 1700 એમ્બ્યુલન્સ છે જેમાં લાહોર માજ ખાલી 300 જેટલી છે. પાકિસ્તાન મા દરેક શહેર મા પોતાનું એક સેન્ટર છે. અને એનું સપનું છે કે દરેક શહેર મા એક મુફત હોસ્પિટલ હોય. કોઈ પણ વ્યક્તિ ગરીબી ને કારણે સારવાર વગર મૃત્યુ ના પામે એવી એક ઇધી સાહેબ ની ઈચ્છા હતી.
ભારત નો કોઈ પણ કેદી કે જે પાકિસ્તાન મા કેદ હોય એને સમય સમયે ઇધી સાહેબ મુલાકાત લેતા અને જ્યારે એ કેદી છૂટે ત્યારે ઇધી સાહેબ એ કેદી ને 5000 રૂપિયા રોકડ અને ખાવા માટે ની કીટ આપતા. જેથી ઘર સુધી પહોંચે ત્યાં સુધી તેને કોઈ તકલીફ ના પડે.
ભારત ની એક બેટી કે જે ભૂલથી પાકિસ્તાન મા જતી રહી હતી એને પાકિસ્તાન આર્મી એ ઇધી ફાઉન્ડેશન ને સોંપી દીધી. જ્યારે બાનું ને ખબર નહોતી તો બાનું એ તેનું નામ ફતેમાં રાખ્યું પણ પછી બાનું ને ખબર પડતાં કે આ દીકરી તો પડોશી દેશ ની છે અને એક હિન્દૂ છે તો બાનું એ ભારત થી હિન્દૂ દેવી દેવતા ની મૂર્તિ લઈ ને એને આપી અને દીકરી નું નામ કર્યું ગીતા. થોડા નહિ પરંતુ પુરા 7 વર્ષ એ દીકરી બાનું પાસે રહી પણ ક્યારેય એ દીકરી નો ધર્મ પરિવર્તન ના કરવા દીધો. અને છેવટે એ દીકરી ને ભારત સરકાર ને સોંપી ત્યારે બાનું એ કહેલું કે આજે મારી ખરી ઇદી છે.
250 કરતા વધારે નેશનલ નહિ પણ દરેક દેશ ના એવોર્ડ મળ્યા છે ઇધી સાહેબ ને એમાં એક એવોર્ડ ભારત દેશ નો "ગાંધી શાંતિ પુરસ્કાર" પણ સામેલ છે. જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ લીધી છે. અને હાલ અમેરિકા ઇંગ્લેડ ઓસ્ટ્રેલિયા જેવા 35 દેશ મા આ સંસ્થા કાર્યરત છે જે એક કાબિલેદાદ વાત કહેવાય. આજ સુધી ઇધી ફાઉન્ડેશન ને પાકિસ્તાન સરકાર પાસે થી ક્યારેય સહાય નથી લીધી. પાકિસ્તાન મા કે અન્ય કોઈ પણ દેશ મા કોઈ કુદરતી આફત આવે તો ઇધી ફાઉન્ડેશન તરત જ પોતાની સેવા ત્યાં આપે છે.
2016 મા ઇધી સાહેબ નું મૃત્યુ થયું ત્યારબાદ એની ધરોહર અત્યારે બાનું અને તેના સંતાનો પણ બખૂબી આ સેવા કાર્ય આગળ વધારે છે.
આ ઇધી સાહેબ વિશે લખીએ એટલું ઓછું પડે એમ છે ભારત પ્રત્યે નો એની નિષ્ઠા હોય કે માણસ પ્રત્યે ની એનો પ્રેમ હોય.🙏🙏🙏🙏🙏🙏
#શોખથી_ભર્યું_આકાશ