કરી ગઝલના બંધારણની ઐસી કી તૈસી, 'શેર' કેવા જન્મ્યા આ મીંદડાં જેવાં!
(નોંધ : અહીં કેટલાંક જાણીતા શેર અને તેના સર્જકના નામોની પેરોડી કરવામાં આવી છે. મેં મારા પોતાના નામની પણ મજાક બનાવી છે. જેનો હેતુ માત્રને માત્ર મનોરંજનનો જ છે. કોઈના સર્જન કે નામને ખરડવાનો હેતુ બિલકુલ નથી. હું વ્યક્તિગત રીતે માનું છું કે આ તમામ પેરોડીના ઓરિજિનલ શેર ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જનો પૈકીના છે અને તમામ સર્જકો સન્માનનિય છે. આમ છતાં આનાથી કોઈની લાગણી દુભાય તો હું અહીં આગોતરી માફી માગુ છું.)
દિલ્હી જતાં એવું લાગ્યા કરે છે,
કે હજુ ક્યાંક કેજરીવાલ ખાંસ્યા કરે છે.
- કનોજ ઈમારતિયા
મને સદભાગ્ય કે સ્પેક્ટ્રમ મળ્યાં પૈસા કને જાવા,
મહેનતથી કમાવા બેસું તો વરસોના વરસ લાગે.
- એ. રાજા
મેં તો લેન્ડરને મૂક્યું છે પાપણે,
મારા સપનાના સિગ્નલો હલબલે રે લોલ...
- ગિલિન્ડર ઠગવી
સાવ કોરો હતો હું મુશળધાર વરસાદમાં,
એમણે બાટલી આપી ને હું ગટકી ગયો.
- બાબુ બાટલી
સસ્તી ચડી ગઈ તો ઉલટી થઈ ગઈ,
સાદામાં સીધો હતો તે ભડવો થઈ ગયો.
- બાવાસીર જક્ષી
અમને ડાઘ રહી ગયો, એમના દાંત તૂટી ગયાં,
કરવી ન જોઈતી'તી 'શરીફ' ઉતાવળ ચુંબનમાં.
- અબ્દુલ અલી શરીફ 'વાસી'
નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
'ઝલીલ', મેં સાંભળ્યું છે દર ચોમાસે ધોવાય છે રસ્તો!
- રતીભાર 'ઝલીલ'
મારી તો હવે ફાટી રહી છે ફકત તારી સારવારથી,
રહેવા દે દર્દ, આ તારું બિલ તો મને મારી નાંખશે.
- બેફામ વિરાણી 'ધરપત'
ઘાણીએ ફરતો બળદ અટકી જશે,
એને ન કહેશો કે મંદી ઘોર છે.
- ધનસુખ તેજમંદવી
ગમાણોનાં બધાંયે ઢાંઢિયાનું ધ્યાન રાખું છું,
તલવાર નથી ફેરવતો કદી છતાં મ્યાન રાખું છું.
- કલંકિત ત્રિવેદી
‘ગરીબ’ આ દોસ્તો તારા અધૂરિયાં છે ભીખારીઓ,
છૂપાવી સિગારેટનું ઠુંઠુ, પાનના ગલ્લે ખાતું રાખે.
- ગરીબ મણિયાર
દાઢ ખટકીને ઉપડી પીડાની જાતરા,
અમને ઉગી ડા’પણ દાઢ ને ખાખરા ખાવાં મળ્યાં.
- વરિષ્ઠ ખારેક
બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
સેન્ડવિચ માંગુને ચાવવા શ્રીફળ મળે.
- તુલિપ ઘોરખોદી
અમારા દોસ્તનો જરા આ વ્યવહાર જોઈ લો,
ડહાપણ દાઢ ફૂટી ત્યારે અખરોટ આપવા આવ્યાં
- કાસમ કર્ણાટકી
જુઓ આ ગઝલના ગ્રહો કેવા અમને નડ્યાં છે,
રદિફ બધાં બરાબર છે પણ કાફિયા ઘોદે ચડ્યાં છે.
ને ધારણ શું કરી લીધી કલમ અમે હાથમાં,
આ ભાષાના શબ્દો બધાં પોક મૂકીને રડ્યાં છે.
- તુષાર હમ્બોરિયાં
हमे मालूम है 72 हूरो की हक़िक़त लेकिन,
दिल 'हिलाने' को ज़ाहिद ये ख़याल अच्छा है...।
- दहेशत गर्दाबादी
રૂના કોઈ ભરાવદાર ગોદડાં જેવા,
મિસરા સર્જાયા છે સાવ પોદળાં જેવા.
કરી ગઝલના બંધારણની ઐસી કી તૈસી,
શેર કેવા જન્મ્યા આ મીંદડા જેવાં!
મોંઘવારીના મારની અસર થૈ એવી નઠારી,
ઢોકળાં'ય લાગે છે આજ-કાલ ઈદડા જેવા.
તારા ઝખ્મો ને ઉઝરડાઓ બધા સંતાડીને રાખજે,
મિત્રોમાં'ય હોય છે કેટલાક ગીધડા જેવા.
- હમ્બો તુષારાવાદી
दांडिया में घुसी वो Indian Army की तराह,
दिल में Surgical Strike कर गई...!
- ખેલૈયો 420
રિસેપ્શન પર બેઠેલી છોકરી બહુ સારી હતી,
વાહ ડોક્ટર, ફિદા છું તમારા નિદાન પર!
તબીબી જગત આખું ઘોદે ચડ્યું,
મુંઝાયું છે મુજ લાઈલાજ પર.
હું તુષાર સતત હિંમત આપી જીવાડતો રહ્યો છું જાતને,
ને એ લોકો હરખાયા કરે છે એમના ઈલાજ પર.
- થુંકસાર દવે
પોતાનું સુધરેલપણું એ ભાણામાં ઢોળતા'તા,
એ મહાશય ચમચીથી લાપસી ચોળતા'તા.
- મુન્ના મેનરલેસ
ફ્રિ હિટ્સ :
> સખત પરિશ્રમ અને હાઇસ્પીડ ઇન્ટરનેટનો કોઈ વિકલ્પ નથી!
- મિયા ખલિફા
> મોહી પડે તે મહાસુખ પામે, દેખણહારા 'દાઝે' રે...!
- સન્ની લિયોની