પ્રેમ નો ઈઝહાર - 2 Grishma Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો ઈઝહાર - 2


( આગળ ના ભાગ માં આપણે જોયું કે આધ્યા અને આરવ મુલાકાત બાદ અલગ થઇ જાય છે. આધ્યા ઘરે જઇ પોતાને રૂમ માં બંધ કરી દે છે.)

હવે વાંચો આગળ...

એક બાજુ આરવ પણ પોતાની બાઈક ને ઘર આગળ લાવી ને નાખી દે છે. અને ચાવી ને ગુસ્સા માં હાથ માં થી ફેંકી દે છે. અને ઘર નો દરવાજો ખોલીને ઘર ની અંદર ભાગે છે. અને સીધા જ ઘર ના ટેરેસ પર જઈ ને રોકાઈ જાય છે..ત્યારબાદ પોતાના ખિસ્સા માં થી મોબાઇલ નીકાળે છે. અને ગુસ્સા માં મોબાઈલ નો ઘા કરવા જાય છે. પરંતુ ત્યાં જ તેની નજર મોબાઇલ ની સ્ક્રીન પર પડે છે. સ્ક્રીન પર આરવ અને આધ્યા નો ખૂબ જ સુંદર ફોટો તેના વોલપેપર માં સેટ કરેલો હતો.. ત્યા જ આરવ ની આંખો આધ્યા ના ફોટો ને જોઈ થોડી વાર માટે થંભી જાય છે.. અચાનક આરવ ના ચહેરા ના હાવભાવ બદલાય છે. આરવ નો ગુસ્સો હવે ધીમે ધીમે ઠંડો પડે છે. માથા પર ની તંગ રેખાઓ સામાન્ય થઈ જાય છે. ચહેરા પર શાંતિ ના ભાવ છવાઈ જાય છે.. આરવ ધીમા સ્વરે ફ્ક્ત એટલું જ બોલી શકે છે કે...કાશ...જીંદગી માં કયારેય આપણે મળ્યા જ ના હોત....

બીજી બાજુ આધ્યા પોતાને રૂમ માં બંધ કરી દે છે. રડી રડી ને આંખો લાલ થઈ ગઈ હતી. કોણ જાણે આંશુ રોકાઈ જ ન હતા રહયા.ત્યાં જ આધ્યા જમીન પર ફસડાઇ જાય છે.આધ્યા હિબકે ને હિબકે રડી રહી હતી.. તેના હૃદય માં શબ્દો નો ડુમો ભરાઈ ગયો હતો. થોડી વાર બાદ આધ્યા પોતાના બેડ પાસે આવેલા કબાટ પાસે જાય છે. કબાટ પર થી તેના પિતા ના ફોટા ને હાથ માં લઈ ને જુએ છે..અને ગળે લગાવી ને રડે છે. આધ્યા આંખો બંધ કરી ને ફોટો ફ્રેમ ને હાથ માં લઈ ને બેસી રહે છે. અને આધ્યા ભુતકાળમાં સરી પડે છે...

4 વર્ષ પહેલા.....

ગુજરાત રાજ્યના નામી શહેરોમાં નુ એક માત્ર શહેર એટલે અમદાવાદ શહેર...
શહેર ની ઉંચી ઈમારતો થી દુર દુર સુધી હરિયાળી ફેલાયેલી હતી. વાહનો ના ઘોંઘાટ થી દુર રમણીય નજારો જોવા મળી રહ્યો હતો . ત્યાં જ એક વિશાળ બંગલા માં એક શાનદાર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી માં શહેર ના નામાંકિત વ્યક્તિઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.. આલિશાન બંગલા ને રોશની થી સજાવવામાં આવી રહયો હતો. સાંજ પડતાં ધીમે ધીમે મહેમાનો નું આગમન થઈ રહયુ હતું. બંગલા ની બહાર મોંઘીદાટ ગાડીઓ ની લાઇન લાગેલી હતી. આવનારા દરેક મહેમાન બંગલા ની સજાવટ ને જોઇ રહ્યા હતા..

વિશાળ બંગલા ને ખુબ જ સુંદર રીતે બનાવવા માં આવ્યો હતો.. તેને ભવ્ય દરવાજા થી સજ્જ કરવામાં આવ્યો હતો. દરવાજા ની બહાર નેમ પ્લેટ પર " જરીવાલા મેન્શન" લખેલું હતું. અને સાચે જ તે એક ભવ્ય મહેલ થી કમ ન હતો.. બંગલા ની અંદર પ્રવેશતા બંને બાજુ દુનિયા ભર નાં અલગ અલગ સુંદર ફુલોનો બગીચો હોય છે. ત્યાં જ ડાબી બાજુ આલિશાન સ્વિમિંગ પુલ આવેલો હતો. બંગલા ના પાર્કિંગ એરિયામાં મોંઘીદાટ ગાડીઓ નો ખડકલો જોવા મળી રહ્યો હતો..

બંગલા ની અંદર શાનદાર હોલ માં લગભગ દરેક મહેમાન આવી ચુક્યાં હતાં. હોલ માં મધુરુ સંગીત સંભળાઈ રહ્યું હતું. હોલ ને અલગ અલગ એન્ટીક વસ્તુઓ થી સજાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત દરેક મહેમાન હવે યજમાન ની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ અચાનક લાઈટ બંધ થઈ જાય છે. અને અંધકાર છવાઈ જાય છે. દરેક મહેમાન ગભરાઈ જાય છે. પરંતુ થોડી વાર માં જ એક ફોકસ લાઈટ ભવ્ય હોલ ની સિડી ઓ પર પડે છે. અને ત્યાં જ એક સુંદર કપલ નું આગમન થાય છે. હોલ માં ઉપસ્થિત દરેક મહેમાન તેમને જોઈ રહે છે. અને તેમનું તાળી ઓ થી સ્વાગત કરે છે. સુંદર કપલ સિડી ઓ ઉતરી ને મહેમાનો ની વચ્ચે આવે છે. દરેક મહેમાન આનંદીત થઈ ને એકસાથે એક જ સુર માં તેમ ને શુભેચ્છાઓ આપે છે..

Wish you happy marriage anniversary to.. સહર્ષ જરીવાલા અને સતિક્ષા જરીવાલા.. તમને લગ્ન જયંતી ની ખુબ ખુબ શુભેચ્છાઓ..

સહર્ષ જરીવાલા અને સતિક્ષા જરીવાલા બંને હાથ જોડી દરેક નો આભાર વ્યક્ત કરે છે. અને તેઓ પણ મહેમાનો નુ ખરા દિલ થી સ્વાગત કરે છે.. આજે તેમના લગ્ન ના 30 વર્ષ પુરા થયા હતા. 30 વર્ષ પહેલા આજ ના જ દિવસે તેઓ પવિત્ર લગ્નના તાંતણે બંધાયા હતા. માટે આજ ના દિવસે તેમની ખુશી મા ભાગ લેવા તેમના સંબધી ઓ અને મિત્ર વર્તુળ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા..

સહર્ષ જરીવાલા.. નાનપણ માં જ એક કાર અકસ્માત માં પોતાના માતા- પિતા ની છત્રછાયા ગુમાવનાર અને પોતાની જાત મહેનત થી આજે શહેર ના નામી બિઝનેસ ટાયકુન બન્યા હતા. નરમ દિલ, શાંત સ્વભાવ, સમાજ સેવા માં અગ્રણી અને એક અલગ જ અને મોભાદાર વ્યક્તિત્વ ધરાવતા હોવાથી શહેર ના દરેક વ્યક્તિ ને તેમની માટે ખુબ જ માન હોય છે.. સાથે જ તેમના ધર્મ પત્ની સતિક્ષા જરીવાલા સ્વભાવે માયાળુ અને વ્યવસાયે એક ડોક્ટર ની ફરજ બજાવે છે. અને સાથે સમાજ લક્ષી કામગીરી પણ કરે છે અને ગામડે ગામડે ફરી ગરીબો ની મફત સારવાર પણ કરે છે.. બંને એ સુખ દુઃખ માં એકબીજા નો સાથ સહકાર આપી જિંદગી ના દરેક પડાવ પાર કરયા ....

સહર્ષ અને સતિક્ષા જરીવાલા આવેલા મહેમાનો ને મળી ને તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.. ત્યાં જ અચાનક સહર્ષ ના ખાસ મિત્ર આલોક પરીખ તેના પરિવાર સાથે આવી પહોંચે છે. સહર્ષ આલોક ને મળી ને આનંદ માં આવી જાય છે. આલોક પરીખ અને તેમનો પરિવાર સહર્ષ અને સતિક્ષા ને શુભેચ્છાઓ પાઠવે છે. બંને પરિવાર એકબીજા સાથે હળી મળી રહ્યા હતા. સાથે સાથે દરેક મહેમાન વેલકમ ડ્રિન્ક ની મજા માણી રહ્યા હતા..

ત્યાં જ કેક કટિંગ માટે સુંદર રીતે સજાવટ કરેલી કેક ને લાવવામાં આવે છે. દરેક મહેમાન એકત્રિત થઈ જાય છે. સહર્ષ અને સતિક્ષા ટેબલ પાસે આવે છે. ત્યાં જ સહર્ષ ઘર માં આમ તેમ જોઈ રહ્યા છે. તેમની નજર અત્યારે કોઈ ને શોધી રહી હતી... વધુ આવતા ભાગે

( આપનો અભિપ્રાય જણાવવા વિનંતી )