પ્રેમ નો ઈઝહાર - 1 Grishma Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો ઈઝહાર - 1

પ્રિય વાંચક મિત્રો... આજે હું તમારી સામે મારી પહેલી સ્ટોરી રજૂઆત કરી રહી છુ.. આ મારી પહેલી શરૂઆત છે. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે. અને આપના અભિપ્રાય જણાવા વિનંતી...
સરળ ભાષા માં લખાયેલી એક સુંદર પ્રેમ કહાની.. પ્રેમ નો ઈઝહાર જેમાં મિત્રતા, પ્રેમ, દર્દ.. અને લાગણી નુ મુલ્ય દર્શાવાનો પ્રયત્ન કરેલો છે..
આ કહાની બે પ્રેમી ઓ ની છે.. બંને એકબીજા ને ખૂબ જ પ્રેમ કરે છે.. પરંતુ લાગણી નો ઈઝહાર તેમની કહાની બદલી નાખે છે.... વધુ જાણવા વાંચો.. પ્રેમ નો ઈઝહાર..

સૂરજ આથમી રહયો હતો. આથમતા સૂરજ ની રોશની તળાવ ના પાણી પર પથરાઈ રહી હતી. આથમતી સંઘ્યા સાથે ઠંડા પવનની લહેર શરૂ થઈ ગઈ હતી. શાંત વાતાવરણ માં બંને ની ચુપકીદી વાતાવરણ ને વધારે શાંત બનાવી રહયું હતું..
આધ્યા અને આરવ બંને તળાવ ના કિનારે આવેલી બેન્ચ પર બેઠા હતા. અને દુર થી દેખાતા વાહનો ને જોઈ રહયા હતા.. ત્યાં જ આઘ્યા એની ચુપકીદી તોડી ને આંસુ થી ભરેલી આંખો સાથે આરવ ની સામે જુએ છે. અને પોતાની જગ્યા એ થી ઉભી થાય છે. આરવ પણ તેને અનુસરે છે. બંને ધીમા પગલે ચાલવા લાગે છે. પાર્કિંગ આવતા આરવ પોતાના ખિસ્સા માં થી તેના બાઈક ની ચાવી નિકાળી ને બાઈક શરૂ કરે છે. આઘ્યા પણ પોતાની એક્ટિવા શરૂ કરે છે. આધ્યા હજી આરવ ને જોઈ રહે છે. પરંતુ આરવ એક પણ શબ્દ બોલ્યા વગર આધ્યા ની સામે જુએ છે. અને પોતાની બાઈક પુરઝડપે ચલાવી દુર થઇ જાય છે. આધ્યા હજી પણ આરવ ને પોતાના થી દૂર થતા જોઈ રહે છે.
આધ્યા શુન્યવકાશ થઇ જાય છે. અત્યાર સુધી રોકી ને રાખેલા આંસુ તેની આંખો માં થી તેના ગુલાબી ગાલ પર થી વહેવા લાગે છે. કેટલીય ના કહેલી વાતો એ આંસુ ઓ સાથે વહેતા હતી. એ શબ્દો. એ વાતો જે એ આરવ ને મન ખોલી ને કહેવા માંગતી હતી. અચાનક આધ્યા ના મોબાઇલ પર રિંગટોન વાગવા લાગે છે. ડિસ્પ્લે પર હોમ લખેલું હતું. આધ્યા થોડી વાર મોબાઇલ ની સ્ક્રીન ને જોઈ રહે છે. આઘ્યા થોડી સ્વસ્થ થઇ ને કોલ રિસીવ કરે છે. વાત થયા બાદ આધ્યા તેની એક્ટિવા શરૂ કરે છે. અને પોતાના ઘર ના રસ્તા તરફ પુરઝડપે હાંકી મુકે છે. ઘરે પહોંચતા આધ્યા પોતાનો રડતો ચહેરો છુપાવતા પોતાના રૂમ માં પોતાની જાત ને બંધ કરી નાખે છે.. આંખો રડી ને લાલ થઇ ગઈ છે. અને આંસુ કોણ જાણે રોકાઈ જ નથી રહયા.

અને એક બાજુ આરવ પોતાની બાઈક ને ઘર આગળ નાખી દે છે.. અને ચાવી ને ગુસ્સા મા ફેંકી દે છે. અને ઘર ની અંદર ભાગે છે. અને સીધા જ ઘર ના ટેરેસ પર જઈ ને રોકાઈ જાય છે. પોતાના ખિસ્સા માં થી મોબાઇલ નિકાળે છે. આરવ ગુસ્સા માં મોબાઇલ ફેંકવા જાય છે.. ત્યાં જ તેની નજર મોબાઇલ ની સ્ક્રીન પર પડે છે. સ્ક્રીન પર આરવ અને આધ્યા નો ખૂબ જ સુંદર ફોટો તેના વોલપેપર માં સેટ કરેલો હતો.. આરવ ની આંખો થોડી વાર માટે થંભી જાય છે....વધુ આવતા ભાગે..


( આધ્યા અને આરવ વચ્ચે શું ચાલી રહ્યું હતું?? શું આધ્યા અને આરવ ની આ છેલ્લી મુલાકાત હતી?? શું તેમની પ્રેમ કહાની નો અંત આવી ગયો હતો?? આગળ ની કહાની માટે વાંચતા રહો.. પ્રેમ નો ઈઝહાર )


મારા વાંચક મિત્રો આપના અભિપ્રાય જણાવા વિનંતી..