મહાનુભાવો નો સંવાદ - 1 (ઝવેરચંદ મેઘાણી અને રમણલાલ દેસાઈ) ცʜᴀʀᴡᴀᴅ Ꮆᴏᴘᴀʟ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહાનુભાવો નો સંવાદ - 1 (ઝવેરચંદ મેઘાણી અને રમણલાલ દેસાઈ)

ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહ્ન ને તપતો હતો. કલા અને સંસ્કારના આભૂષણોથી લથબથ એવું રાજનગર વડોદરું ડાબા હાથ નું ઓશીકું કરી નિરાંતે સુતું હતું. આવા સમયે ર.વ.દેસાઈ અને ઝવેરચંદ મેઘાણી આલીશાન મહેલ ના એક ઓરડામાં બેઠાં રસજરતી વાતોમાં ગળાડૂબ હતા. આ બંને શબ્દ સ્વામીઓ ની રાત ઊભી રહી ગઈ હોય તેમ સાવ સૂનકાર ભાસતો હતો. પાંદડું પડખું ફરે તો પણ અવાજ આવે એવું નીરવ વાતાવરણ જામી ગયું હતું.

મેઘાણી બાપુ સમય કાઢી ને ર વ દેસાઈ ને મળવા આવ્યા હતા.(રાષ્ટ્રીય શાયર_ઝવેરચંદ મેઘાણી,, યુગમૂર્તી વાર્તાકાર_ર વ દેસાઈ.. રમણલાલ દેસાઈ)..!
રમણલાલ ગાયકવાડ સરકારના મોટા
અમલદાર. તેથી સમય ની ભારે સંકડામણ રહેતી પણ મેઘાણી જેવો વાતરેખો મનેખ લોક સાગર માંથી મોતી વીણી વીણીને લાવનારો કસબી સામેથી મળવા આવે એટલે સમય તો શું ,જીવ કાઢી ને આપવો હોય તો પણ આપે ! અને મળ્યા ત્યારે પણ સઘળું કોરાણે મૂકી, વર્ષોથી વિખૂટા પડેલા પ્રિયજનની જેમ અદકા હરખથી ભેટ્યા હતાં.


એક તબ્બકે દેેેેસાઈ એ સાવ
હળવેકથી પૂછ્યું હતું: ' હે મેઘાણી ભાઈ ! તમે આ ગીતો, કથાઓ... આ બધું મેળવો કેવી રીતે !?' મેઘાણી એ કહ્યું હતું : ' હું કોઈ જાણતલ વ્યક્તિ સામે બેસી,તેના કામમાં ગૂંથાઈ જાઉં. કાલા ફોલવા લાગુ કે ઘંટીલો ફેરવવા લાગુ...' પછી કહેે: ' હળવે હળવે એક એક વાતને ખોત્રું, કથાને ઉખેળવા લાગુ એટલે વીરડા માંથી સરવાણી ફૂટે એમ હંધુય બાર્ય આવવા લાગે,ને હું ડાયરી માં ટપકાવતો જાવ.! '

"શું વાત કરો છો...!?' આવું કહી ને દેસાઈ ઊભા થયા. સામેના ઓરડા માં ગયા. કશો ખ્યાલ ન આવ્યો,થોડી વાર પછી પાછા આવી ને પોતાની જગ્યા પર બેસી ગયા. વાતો દરમિયાન આવું તો ઘણી વાર બન્યું . મેઘાણી નું મન કચવાતું હતું. મનમાં સવાલ પણ સળવળતો હતો. કે દેસાઈ આમ ઘડીક ઘડીક માં ઉભા શું કામ થાય છે?? અને ઓરડા માં એવું કાઈ કામ હોય તો નોકર છે, તેને કહી શકાય. વળી મનમાં વિચાર આવ્યો, કે કદાચ નોકરને કહી શકાય એવું કામ ન પણ હોય !


' હા, બનવાજોગ છે. ' આમ, મેઘાણી એ મન પર સાંતત્વ નો પાટો બાંધી લીીધો . પણ પાટો વધુ વખત રહ્યો નહિ. ` એવું તે વળી શું હોય કે આમ વારંવાર ઊભા થઈ ને ઓરડા માં જાવું પડે.!' મેઘાણી ને થયું કે પોતે પણ સાથે જાય અને હકીકત જાણે . પાછું મન ચોરાયું: ' રાત વેળા એ કોઈ ના ઓરડા માં આમ ન જવાય ' વળી બધું વિસારે પાડીને સામે સવાલ કર્યો: ' રાજના આવા કારોબાર ની વચ્ચે આપને લખવાનુ કેમનું ફાવતું હશે .! ?


' લખવાનુ....! ' દેસાઈ હસી ને બોલ્યા; ' મેઘાણી ભાઈ , આપનો સવાલ તો યથા યોગ્ય છે. આવા જડશું કારોબાર ની વચ્ચે સંવેદના ને સંકોરવી, જીવતી રાખવી એ અઘરું અને કપરું તો છે છતાંય...."


પછી કહ્યું : ' છતાંય સંવેદના સબૂત છે એટલે વહીવટ થાય છે . માયલ્યો જાગતો રહે છે એટલે માનવીય વ્યવહાર અને વહીવટ થાય છે અને સર્જન વેળા એ તો માત્ર તેને હુંફ જ મારવાની હોય છે..!
'
વાહ! '..મેઘાણી ના મોમાંથી અનાયાસે નીકળી ગયું. વળી પાછા દેસાઈ ઊભા થયા. મેઘાણી નું મન કોચવાયું. થયું કે વાતો માં મન નથી પડતું એવું તો નથી ને?🙄 પણ વાતો કરવી ને સાંભળવી ગમે છે છતાં પણ ઊભા તો થાય છે...


શું કરવા ઊભા થાવ
છો ..'એમ પૂછી લેવાનુ મન થયું પણ મેઘાણી બોલી શક્યા નહીં..'
' આપને લખવા
માં સૌથી મજા શેમાં આવી હોય એવું કયાંય...'

'હા..અમરેલી પ્રાંત માં સુબેદાર હતો ત્યારે...' દેસાઈ અંતર ના પટારા માંથી મોંઘેરી જણસ બહાર કાઢતા હોય એમ બોલ્યાં ;.." અમરેલી પાસે ચલાલા અને થોડે દૂર ધારગણી ગામ છે .." ( ✍️gopal bharwad)


મેઘાણી તરત
કહ્યું ;.. "રામવાળા ની વાવડી પાસે નું વાળા દરબારો નું ગામ..!"......




.
ક્રમશ...🗞️પાાાાાા
..