*ગુજરાત નો પ્રાકૃતિક વારસો*
ગૂજરાતમાં વૈવિધ્યસભર વનવિસ્તારો ઊંચી નીચી ટેકરીઓ અને ગિરિમાળાઓ ,જલપ્લાવિત વિસ્તારો ,ઘાસિયા મેદાનો વિશાળ સમુંદ્રકિનારાની જૈવિક સંપદા આપણી સાંસ્કૃતિક પરંપરા અને ધાર્મિક ભાવનાને કારણે ગુજરાતે વિવિધ પક્ષીઓએ એક ઊંચુ ગૂજરાતમાં 498 જાતિઓ જોવા મળે છે.પક્ષીઓની સૈાથી વધારે જાતિઓ સૌરાષ્ટ વિસ્તારમાં અને કચ્છના રણમાં 'ફ્લેમિંગો સીટી 'આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અહીં જ્લપ્લાવિત મોટો વિસ્તાર છે.યાયાવર પક્ષીઓ માટે આ આંતરરાષ્ટ્રીયઅંગ છે.
તો ગુજરાતનું ગૌરવ ગીરનો સાવજ કેમ ભૂલી શકાય આખાં એશિયા ખંડમાં ગૂજરાતમાં ગીરમાં જ આ સાવજ જોવા મળે છે .તાડ પાડતો ગુજરાતની ઓળખાણ બન્યો છે .ગીરના જંગલમાં સિંહ સિવાય અન્ય ૩૯ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૦૦ કરતા વધુ પ્રકારના પક્ષીઓ, ૩૭ સરીસૃપો અને ૨૦૦૦થી વધુ કીટકોનો સમાવેશ થાય છે.માંસાહારીમાં મુખ્યત્વે એશિયાઇ સિંહ, દીપડો, જંગલી બિલાડી, પટ્ટીત ઝરખ, શિયાળ, નોળિયો, જબાદીયુ, અને રતેલ જેવા પ્રાણીઓ છે. શકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, રોઝ અથવા નીલગાય, સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર છે. આસપાસના ક્ષેત્રોના કાળિયાર ક્યારેક અભયારણ્યમાં દેખાય છે.
નાનાં સસ્તન પ્રાણીઓમાં, શાહુડી અને સસલાં સામાન્ય છે અને કીડીખાઉ વિરલ છે.
ખેચર સૃષ્ટિમાં લગભગ ૩૦૦ પ્રજાતિના પક્ષીઓ છે, તેમાંના મોટાં ભગના ઘણાં અહીંના સ્થાનિક પક્ષીઓ છે. મૃતભક્ષી પક્ષીઓમાં અહીં ગીધની ૬ પ્રજાતિ જોવા મળે છે. પક્ષીઓની અમુક સામાન્ય પ્રજાતિઓ છે,
તો કચ્છનો રણ વિસ્તાર જંગલી ગધેડા એટલે કે ઘુડખર ના પગના ડાબલાથી હંમેશા રણકે છે.આ બાજુ ભાવનગર માં કાળીયાર પ્રાણી અને ઘાસિયા સોનેરી મેદાનથી શોભાય માન છે.
ગુજરાતમાં જૈવિક વિવિઘતા જમીન પરની અને દરિયાઈ પરિસરતંત્રના સજીવોની વિવિધતા અને જટીલ જાતિ-પ્રજાતિ અને પરિસરતંત્રની વિવિધતા ભૌગોલિક પરિસ્થિતિ તથા આબોહવાને લીધે ગુજરાત જૈવિક વિવિધતાની દ્ર્સ્ટિએ સમ્રૂધ્ધ છે.કેટલા ભયમાં મુકાયેલા પ્રાણીઓ ને આશ્રયદાયક વિશ્વમાં ગૂજરાત આગવું સ્થાન ધરાવે છે.જયા બિલાડી કુળના સિંહ અને દીપડા પણ જોવા મળે છે.આગળ કહયું તેમ સિંહ ફક્ત ગુજરાતમાં ગીરના જંગલમાં જોવા મળે છે.અને સસ્તન વર્ગના એક ઘુડખર પણ ફક્ત ગૂજરાતમાં જોવા મળે છે.
મનુષ્યનું અસ્તિત્વ અને આબાદી પુથ્વી પરની જીવનસંપદા પર આધારીત છે.બાયોટેકનોલોજીના વિકાસ સાથે જૈવ વૈવિધ્યનું મહત્વ વિશ્વ અર્થતંત્રમાં અનેકગણુ બધી ગયું છે.વનો એ અમૂલ્ય ખજાના સમાન છે .માનવ સજીવોથી ઘણા લાભ મેળવે માનવ જાતના કલ્પના માટે .
ભારતમાં સૌથી મોટું ઘાસનું મેદાન ગુજરાતના બન્નીમાં છે ગુજરાત 1600 કિમી નો લાંબો દરિયા કિનારો ધરાવે છે.સૌથી પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન (મરીન નેશનલ પાર્ક)અહીં પ્રવાળા ની વિવિઘ જાત તારા માછલી એવી વિવિઘ દરિયાય સંપતિ છે.
વન્યજીવ એ આ ધરતીને કુદરતની અમૂલ્ય ભેટ છે.જે તેની વિવિઘતા ,રંગો અને સંખ્યામાં સમુધ્ધ છે.ઝડપથી દોડતા હરણો,સુંદર સિંહ ,શક્તિ શાળી હાથી ,મૃગ,હેણોતરો,મોર ,પેણ ,લક્કડ ખોદ ,સુરખાંબ ,ખડમોર ,ઘોરડ વગેરે પ્રાણી પક્ષીઓ કૃદરતની એક દેણ છે.એ પણ છે કે આપણા ધર્મોગૃંથો સહિત્ય,લોકગીત,લોકનૂત્યો,પૂજામાં વનસ્પતિની પૂજા ,પ્રાણી પક્ષીના ચિત્રોની ભાતકલા ,ભગવાનના વાહનો દ્વારા આપણને જણવા મળે છે કે પ્રાણી પક્ષી વનસ્પતિને કેટલું મહત્વ આપવામાં આવતું આપણે પ્રાણી પક્ષીની વાત કરી તેમ વનસ્પતિ અને દરિયાય જીવ સૃષ્ટિ પણ એટલી ગુજરાતની ખ્યાત છે.કુદરતની કરામતનો ખજાનો એટલે કીટકોની થોડી વાત કરવી પ્રાણી સૃષ્ટિમાં અદ્ભુત રંગો અને શરીરચના તેમજ જીવન શૈલી ધરવતા કીટકો કુદરતની કરામતનો એક ખજાનો છે તેમ કહી શકાય પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો વર્ગ કીટકોનો છે.
ફૂલોની આસપાસ ઉંડા ઉંડ કરતા રંગબેરંગી પતંગીયા સૌના માટે આકર્ષણરૂપ હોય છે .તેના રંગોની છટા અને ઉડવાની રીત પણ નાવા પમાડે છે .
જૈવિક વિવિઘતા અને પર્યાવરણની જાળવણીમાં તેમ જ વિકાસમાં કીટકોનો જ ફાળો છે તેને નકારી શકાય તેમ નથી આમ જૈવિક વિવિઘતા ગુજરાતમાં જોવા મળે એનું જતન અને જાળવણી માટે સરકારે ચાર રાષ્ટ્રીય ઉધાન અને તેવીશ અભ્યારણ્યો બનાવી વિસ્તાર રક્ષિત કરીયા છે.આ છે હરિયાળુ ગુજરાત જયા વન સૃષ્ટિ છે સમ્રૂધ્ધ..
વંદે વસુંધરા