chalo kudartni kedia 3 books and stories free download online pdf in Gujarati

ચાલો કુદરતની કેડીએ ભાગ 3


               *પક્ષીઓ ભયમાં* 

 સવાર -સાંજ પક્ષી જ્યારે આકાશે ઉડે છે , 
નીચે ધરતી અને ઉપર આકાશની હુફે ઉડે છે .
         પ્રકૃતિ કરોડો વર્ષની મહેનત બાદ એક સજીવ જાતિને જન્મ આપે છે અને મનુષ્ય પોતના સ્વાર્થ ખાતર એ સજીવ જાતિનો જોત જોતામાં ખાતમો બોલવી દે છે .પૃથ્વી પર આવા અનેક દાખલાઓ આજ સુધી  નોંધાયેલ દરેક સજીવ પોતે લુપ્ત ન થાય તે માટે સતત પ્રયત્નશીલ હોય છે .કુદરતે પણ બધા સજીવોને આ માટે ભરપૂર શક્તિ આપે છે.તમામ પ્રકારનાં કુદરતી પરિબળો સામે તથા અન્ય દુશ્મન સજીવોથી બચવાની શક્તિ કુદરતે તમામ જીવોમાં આપી છે .આપણે હવે એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે પ્રદૂષણ , પ્રાણીઓ અને પક્ષીઓના આવાસ્થાનો નાશ પામવા ઓઝોન વાયુના સ્તરને નુકશાન વગેરે માનવીય પ્રવૃતિઓની સજીવ સૃષ્ટી ઉપર શું અસર થાય એ વિશે જોતા અને વાંચતા હોયએ છીએ .
        આપણા ઇતિહાસમાં એક નજર નાંખીએ તો પક્ષીઓનું આપણા દેશમાં સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ છે .તેના કારણે ઊભી થયેલ આજ કારણથી આપણને મંદિરોની નજીકમાં વટવૃક્ષની હાજરી જોવા મળતી હોય છે .આપણા શહેરોનાં અને ગામડાંઓના નામકરણ સાથે પણ પ્રકૃતિ અને વૃક્ષો  જોડાયેલાં છે જેમ કે વડના વૃક્ષ પરથી વડોદરા જેના રસ્તા પર વડનાં વૃક્ષોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળે છે .
        બિશ્ નોઈ નામની જાતિ રાજસ્થાનમાં પકૃતિ સંરક્ષણને પોતાનો ધર્મ સમજે એના ઉપદેશ મુજબ લીલા વૃક્ષને કાપવું પક્ષીને મારવું એ મહા અપરાધ ગણવામાં આવે આજે પણ આ જાતિના લોકો આ ઉપદેશનું પાલન કરે છે અહીં પશુ પક્ષી મુક્ત વિચરતા જોવા મળે છે .
          હવે વાત કરવી છે પક્ષીઓની ..
દુનિયામાં પક્ષીઓની દસેક હજાર જાતના પંખીઓ છે .આમાંથી 11% એટલે કે લગભગ 1100 જેટલા પંખીઓને પક્ષી માટે કામ કરતી આંતરરાષ્ટીય સંસ્થાઓએ જોખમગ્રસ્ત ગણ્યા એશિયાખંડમાં 12% પંખીને જોખમગ્રસ્ત છે .
     એમાં ભારતમાં 1224 જેટલી જાતોમાંથી 78 જાતોને જોખમગ્રસ્ત માનવામાં આવે છે.ગુજરાતની વાત કરીએ તો 21 જાતિઓ જોખમગ્રસ્ત કક્ષામાં આવે છે ગુજરાતનાં ગામડામાં 18થી 20 વર્ષ પહેલા દેખાતું ગીધપક્ષી  આજના સમયમાં ખૂબ જ જોખમગ્રસ્ત છે.એમાં પણ સફેદ પીઠ ગીધની સંખ્યા ગણીગાંઠી  જગ્યાએ હવે ભાગ્યે જ જોવા મળે તેની સંખ્યા ખૂબ ઝડપથી છેલ્લા 20 વર્ષમાં અત્યંત ચિતાજનક ઝડપે તેની સંખ્યા ઘટી ગઈ છે મેં જ મારી નજરે 15-20 ની સંખ્યામાં 22 વર્ષ પેલા ગામડાઓ માં જોયેલા પણ હવે તે પછી ક્યાંય જોવા નથી મળતા . ગિરનારી ગીધ તે પણ સાવ નજીવી સંખ્યામાં બચ્યા છે . ને હમણા જે પક્ષીની ચર્ચા અને ચિંતા જનક વાત થાય છે .તે કચ્છ અને ઉતર ગુજરાતનું મોટું પંખી ઘોરડ Great Indian Bustard વિંડી અને વગડામાં વસતું તેનો અવાજ એકાદ કિલોમીટર સુધી દૂર સંભળાય છે .પણ છેલ્લા થોડા વર્ષમાં આ  વગડો ઓછો થયો ઉધોગનો વિકાસ પામ્યા રસ્તા બન્ય અને આ પક્ષીને રહેઠાણ માટે જગ્યાનો અભાવ નડ્યો તેથી તેમની સંખ્યા ખૂબ ઝડપી ઘટી ગય છે તેમાં પણ તે વિસ્તારમાં પવન ચક્કી નાં કારણે આ ઘોરડ પર ખૂબ અસર પડી છે .એક રીપોટ મુજબ આઠ-નવ માદા ઘોરડ પક્ષી વચ્ચે નર એક જ ઘોરડ બચ્યાનું બહાર આવ્યું છે .આ લુપ્ત થવાને આરે છે .
      આવાતો કેટલાય પક્ષીઓ ભયના આરે જીવે છે ખડમોર , ડાંગી ચીબરી, રામ ચકલી , ઘુવડ સાવ ઓછા થતા જાય છે .ગુજરાતનાં દુર્લભ પક્ષીઓમાં સારસ , પેણ, ઘોરડ , ગાંજહંસ , ટિલોર , સફેદ પીઠ ગીધ , નીલશીર , સુરખાબ , કાળો તેતર , સોનેરી બાટલ, કાળી ડોક ઢોક , કાળી વા બગલી , સફેદ ડોક ઢોક, ભેટી , રાજગીધ , રણ ગોધલો વગેરે યાદી ખૂબ લાંબી છે .પણ પક્ષી બચાવવા દરેકની જવાબદારી છે ઉતરાયણ તહેવારમાં આપણે ત્યા ખૂબ પાકા દોરા વડે પતંગ ચગાવીએ છીએ પેલા આવા પાકા દોરા નો ઉપયોગ નતો થતો પાકા દોરાથી કેટલા પક્ષીને હણી નાંખીએ છીએ જે સંખ્યા ગણી ગાંઠી છે તે પણ જોખમાય આ તહેવાર માં હજારો પક્ષી મોતને ભેટે છે .જે પક્ષી લુપ્ત ને આરે છે તે હણાય તો તે સાવ લુપ્ત થય જાય .પક્ષી સવારે માળા માંથી ખોરાકની શોધમાં જાય ને સાંજે પાછાફરે આ સમય માં આપણે પતંગ ના ચગાવીએ એના રસ્તામાં અડસઠ ઊભી નાં કરીએ તો પક્ષી બચાવવા આપણે પણ પ્રયાસ કરીએ જો કોઈ પક્ષી ઘાયલ  જોવા મળે તો પક્ષી સરવાર હેલ્પલાઇન માં સંપર્ક કરી જાણ કરીએ ..
*પક્ષીઓ કહેવા લાગ્યા એની વ્યથાની વાર્તા ,*
*રહેવું ક્યા હવે આકાશમાં પણ અવરોધની વાર્તા.*

    વંદે વસુંધરા નાં મંત્ર સાથે ચાલો કુદરતની કેડીએમાં પાછા મળશું 


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED