હાઈ, કેપ્લર ભાગ - 2 BHIMANI AKSHIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાઈ, કેપ્લર ભાગ - 2

HI, કેપ્લર - 2
_____________________________________
ક્યાં આવી પહોંચ્યાં...?
_____________________________________
મને આંખો થોડી ભારે લાગતી હતી. બે-ત્રણ વખત પ્રયત્ન કર્યા બાદ માંડ હું આંખો ખોલી શક્યો. અમે ક્યારે બેભાન થયાં તેનો મને ખ્યાલ ન હતો, પણ જેવી આંખો ખોલી તો મારી બાજુમાં વેદ અને ભાવિક લાંબા થઈને પડ્યા હતાં. મે બંનેતને ઉઠાડ્યા. વેદ તો તરત જાગી ગયો પણ ભાવિકને જગાડવામાં અમને વાર લાગી. અમે બધા જાગી તો ગયાં પણ એકબીજા સાથે વાત કરી શકતા ન હતાં. અમે વાત કરવા માટે પ્રયત્ન કરતા હતા પણ મોઢા માં મગ ભર્યા હોય તેમ અવાજ જ નહોતો આવતો.

નવાઈની વાત તો એ હતી કે અમને કોઈઅે બંદી બનાવ્યા હોય તો અમારા હાથ-પગ તો બાંધી રાખેને..! કંઈ નહી તો બંધ ઓરડામાં પૂરી રાખે.., પણ અહીં તો અેવું કંઈ ન હતું. અમે બેઠા હતા તે ઓરડાને ત્રણ બાજુ એ જ દિવાલ હતી. આગળનો ભાગ ખુલ્લો હતો. તે ભાગ ખુલ્લો કેમ હશે? હું તેમ વિચારતો હતો. ત્યાં તો ભાવિક ઊભો થઈ બહાર જવા નિક્ળયો, પણ ત્યાં અચાનક ભાવિકને કરંટ લાગ્યો અને ભાવિક નીચે ફસડાઈ પડ્યો અને ભાવિકનો હાથ જ્યાં અડક્યો હતો ત્યાં જેલનાં સળીયાની જેવાં વિજળીનાં સ્તંભો દેખાયા અને ઓરડામાં લાઈટો જબુકવા લાગી અને અેલાર્મ વાગવા લાગ્યું.

ભાવિકને બહું જોરથી કરંટ લાગ્યો નહોતો એટલે થોડીવારમાં તે સ્વસ્થ થઈ ગયો. અમે રાહતનો શ્વાસ લીધો. હવે મને આ ત્રણ દિવાલોનું મહત્વ સમજાયું. આ બધુ જોતાં બહારની દિવાલ સામે કોઈ વિચિત્ર આકાર ધરાવતાં બે માણસો આવીને ઊભા રહ્યાં. તેઓ ખુબ હટ્ટા-કટ્ટા અને તાકાતવર લાગતાં હતાં. તેઓએ મોઢાં પર કોઈ અલગ જ પ્રકારના માસ્ક પહેર્યા હતાં અને કપડાં પણ વિચિત્ર હતાં. તે બધું જોઈને અમને તો કંઈ ખબર જ નહોતી પડતી કે આ લોકો કોણ છે? થોડીવાર પછી બધું બરાબર લાગતાં તેઓ ત્યાંથી નીકળી ગયાં.

અમે ફરીથી અમારી જગ્યા પર આવીને બેસી ગયાં. અમે બોલવાંનો ખોટો પ્રયત્ન ન કરતાં ઈશારાથી વાતો કરતાં હતાં. મેં વેદને આ લોકો કોણ છે તે જાણવા ઈશારો કર્યો. તે પણ કંઈ જાણતો ન હોય તેવું લાગ્યું. થોડીવાર અમે એકબીજાની સામે જોયા રાખ્યું.

લગભગ ૧૫-૨૦ મિનીટ પછી એનીમેળે પેલાં વિજળીનાં સ્તંભો દેખાવાં લાગ્યા અને અચાનક તે સ્તંભો બંને બાજુ સરકી ગયાં. બહારની બાજુ પેલાં બે વિચિત્ર માણસો દેખાયાં પણ આ વખતે તેની સાથે બીજા બે તેના જેવાં જ સૈનિકો જેવા લાગતા વ્યક્તિઓ પણ દેખાયાં. તેમાંથી એક અંદર આવ્યો અને અમને સાથે આવવાં ઈશારો કર્યો. અમે બહાર નીકળ્યા, અમારી આગળની તરફ અને પાછળની તરફ બે-બે સૈનિકો હતાં. અમે વચ્ચે ચાલતાં હતાં. મારા મનમાં પ્રશ્નો ચાલતાં હતાં કે આ લોકો અમને ક્યાં લઈ જાય છે? અેને અમારી પાસેથી શું કામ હશે?

આવા વિચારો સાથે અમે આગળ ચાલતાં હતાં. ત્યાર બાદ સામે અેક થોડો ઊંચો અને પહોળો ગેટ દેખાયો. તેની પાસે દસ-બાર પેલાં વિચિત્ર માસ્કવાળા સૈનિકો હતાં. અમે ત્યાં અટક્યા. અમારી આગળ રહેલાં સૈનિકે પેલાં સૈનિકો પાસે આગળ જવાની પરવાનગી માંગી હોય તેમ લાગ્યું. તે દરવાજો ખુલ્યો અમે આગળ ચાલ્યાં.
ત્યાં સીધો સાંકડો રસ્તો દેખાતો હતો. અમે તેના પર જ ચાલતાં હતા. પણ અમારી આસપાસ કંઈક વિચિત્ર યંત્રો ચાલતાં હતાં. અેમાં શું બનતું હશે તેનો અમને ખ્યાલ તો નહોતો આવતો પણ અે યંત્રોના કદ પરથી તે સાધારણ નહોતાં લાગતાં. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે આટલાં બધા યંત્રો હોવા છતાં કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નહોતો.

અમે આગળને આગળ વધતાં હતા અને અચાનક વિશાળ ગોળાકાર હોલમાં આવીને ઉભા રહ્યાં. ત્યાં અમને આખા હોલની બરોબર વચ્ચે એક અષ્ટકોણ ભાગમાં ઊભા રાખ્યાં. એકદમ કોઈ મોટો ચમકારો થયો અને અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેમ નીચેનો દરવાજો ખુલ્લી ગયો. અમે સીધ્ધા નીચે પટકાયા. પણ નવાઈની વાત એ હતી કે અમને કોઈને ઈર્જા નહોતી થઈ. જાણે અમે કોઈ ગાદીમાં પડયાં હોય એવું લાગ્યું.

અમે ઊભાં થયાં પછી જે જોયું તે અદ્ભુત, ક્લપી ન શકાય તેવું હતું. જાણે અમે કોઈ નવી જ દુનિયા પર આવ્યા હોય અેવું લાગતું હતું. આખ્ખુ આકાશ રીંગણી કલરથી છવાયેલું હતું. આકાશમાં આમથી તેમ કોઈ વિચિત્ર આકારનાં નાના-મોટા વિમાનો ઉડતાં હતાં. ચારેય તરફ લાંબી-લાંબી ઈમારતો હતી.

અમને ત્યાંથી આગળ લાવવામાં આવ્યાં. ત્યાં બરાબર સામે એક વિશાળ ગેટ હતો. એ દરવાજો કોઈ ખુબ જ વિશાળ અર્ધગોળાકારની અંદર ખુલતો હતો. તેની સામે અમે સાવ કીડી જેવા લાગતાં હતાં. જોરથી એ દરવાજો ખુલ્યો અને અંદરની તરફથી આછા કેસરી રંગનો મંદ પ્રકાશ બહારની તરફ પથરાયો અમે થોડા અંદરની તરફ ગયાં.....

પેલા અર્ધગોળાકારમાં અંદરની બાજુ મોટા ભાગની વસ્તું કેસરી કલરની હતી. અમે શાંતિથી ચાલતાં હતાં. ત્યાં મને એક અવાજ સંભળાયો..'આ પૂતળા આપણને ક્યાં લય જાય છે?...'.હું અચરજ પામ્યો અવાજ તો ભાવિકનો જ હતો પણ તે કંઈ બોલ્યો હોય તેવું લાગતું તો નહોતું. ત્યાંજ વેદનો અવાજ સંભળાયો..'અરે, આ તો કોઈ અલગ ગ્રહ લાગે છે......' મને બંનેનાં અવાજ સંભળાતા પણ આશ્ચર્યની વાત એ હતી કે બંને માંથી કોઈ બોલતું હોય એવું લાગતું નહોતું. માત્ર મને જ નય પણ પેલાં વિચિત્ર માણસોને પણ કંઈ અજુગતુ લાગતું નહોતું. હવે મારુ માથું ચકરાવા માંડ્યું હતું. પેલાં તો અમને એ ખબર નહોતી કે અમને અહીં કોણ લાવ્યું છે ? શા માટે લાવ્યું છે? શું કરવા માગે છે? અને ઉપરથી આવાં વિચિત્ર અનુભવો......
મને મનમાં વિચાર આવતો હતો કે અમે ખોટા વેદનાં ઘરે આવ્યાં આનાં કરતાં તો સિધ્ધા દાદાનાં ઘરે ગયાં હોત તો આવી નોબત જ ન આવેત. દાદા-દાદી પણ કેટલાય સમયથી અમને તેની પાસે બોલાવતાં હતાં પણ અમારે જ સમય નહોતો. આમાં બધો વાંક વેદનો જ છે.... ત્યાં તો વેદનો ગુસ્સા સાથેનો અવાજ સંભળાયો, " હા ભાઈ હા, બધો વાંક મારો જ છે, આ બધું મારા કારણે જ થાય છે! પણ હવે શું કરવું બોલ....." હું તો ઘડીક ચોંકી ગયો. અમે એક બીજાની સામે મોઢું હલાવ્યા વિના જોઈ રહ્યા........
__________________________________
THANK U 4 READING THIS CHAPTER
તમને શું લાગે છે અમારે શું કરવું જોઈએ?? 🙃
-×---××------------------------------------------ - -
THE NEXT PART WILL BE COMING VERY SOON.....
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
THANKU FOR UR SUPPORT.....