હા એના માં કંઈક તો જાદુ હતો... ખબર નહિ કેમ પણ એ મારા દરેક સવાલનો જવાબ હતો, મારી દરેક મુશ્કેલીઓનો ઉકેલ હતો,કંઈક તો હતુ એનામાં ..
એનું નામ શ્રી હતું. ખરેખર તો એનું નામ એના બેકગ્રાઉન્ડ પ્રમાણે મોટું હતું પરંતુ અમે એને પ્રેમથી શ્રી કહેતા હતા .અમારી મુલાકાત એક ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન થયેલી જોકે ત્યારે ફક્ત નામની જ ખબર હતી પરંતુ પછી facebook દ્વારા ફ્રેન્ડશીપ થઈ પછી નંબર એક્સચેન્જ થયા અને પછી શરૂ થઈ લાંબી વાતો .એમ તો હું ગુજરાતી અને એમાં પણ કાઠીયાવાડી એટલે મારી ભાષા તો એકદમ સાદી ગુજરાતી પણ ના હતી અને એ રહ્યો સાઉથ ઇન્ડિયન અંગ્રેજીમાં પાક્કો એનુ હિન્દી તો સારું હતું પરંતુ અંગ્રેજી ખૂબ જ સારું હતું સામે મારુ હિન્દી સારું હતું પણ અંગ્રેજી ખૂબ જ ખરાબ પણ અમે અંગ્રેજીમાં જ વધારે વાતો કરતા હતા અને એ મને મારી ભૂલ સમજાવતો અને મારી ભાષા સુધારતો ધીમે ધીમે મારું અંગ્રેજી સુધારવા માંડ્યું. એણે મને એક સાદી છોકરીમાંથી એક પ્રોફેશનલ છોકરી બનાવી મારા શબ્દો ,મારી રીતભાત બધામાં એણે ગજબનું પરિવર્તન લાવ્યું હતું. મારી લોકો સાથે વાત કરવાની આવડત પણ એણે સુધારી હતી ખરેખર તો તે એ વ્યક્તિ હતો જે પડદા પાછળ રહીને મારું ઘડતર કરતો હતો ખબર નહીં કોણ હતો..અમારી દોસ્તી ધીમે ધીમે વધતી ગઈ અમે એકબીજાને બધી જ વાતો શેર કરતા્ એ મને હંમેશા મારા જમવા બાબતે પૂછતો મારો ખ્યાલ રાખતો. હા અમે ક્યારેય મળ્યા તો નહીં પણ છતાં એ મારી આસપાસ જ હોય એવું લાગતું .મને માથું દુખે તો એનો ઈલાજ પણ એની પાસે હોય, મને ઊંઘ ના આવે તો એનો ઈલાજ પણ એની પાસે હોય ,અરે મારા પીરિયડ્સના પેઈનનો પણ એની પાસે ઇલાજ હોય ખબર નહીં એ કોમર્સનો સ્ટુડન્ટ હતો કે બાયોલોજી નો.. પણ યાર એ અલગ હતો ,બધા કરતા અલગ.. ક્યારેક અમારી વચ્ચે ઝઘડો પણ થતો પણ એની શાંત વાતો થી મને મનાવી લેતો. ખબર નહીં એના અવાજમાં, એના ચહેરામાં શું જાદુ હતો? મને આજે પણ યાદ છે એ ચહેરો જ્યારે મે એને પહેલી વાર જોયેલો એ માસૂમ ચહેરો જાણે નાનો બાળક હોય અને એ અવાજ જાણે કોઈ બાળક એની માતાને એની કાલીઘેલી ભાષામાં ફરિયાદ કરતો હોય એવો..એટલો કયુટ કે એને ગળે લગાવવાનું મન થાય. કંઇક તો જાદુ હતો. કદાચ મેં મારી લાઇફમાં કોઈની સાથે આટલી બધી વાતો નહીં કરી હોય જેટલી હું એની સાથે કરતી .કદાચ મને એની સાથે લાગણી બંધાઈ ગઈ હતી અને એને પણ મારી સાથે, પણ બંને ડરતા હતા પરંતુ જ્યારે એ એના વતન ગયો ત્યારે અમને બંનેને એકબીજાની લાગણી સમજમાં આવી. ત્યારે એણે એકવાર આડકતરી રીતે એની લાગણીઓ બતાવી મને ખૂબ જ ખુશી થઈ પણ સાથે સાથે એક ઊંડો ડર પણ.. કેમકે અમે બંને અલગ હતા ,દરેક વાતમાં . નાત, જાત, ભાષા, રહેણીકરણી.. બધુ અલગ છતાં પણ હું એની સાથે લાઈફ જીવવાના સપના જોવા લાગી. હુ એને મારા મનની વાત કહેવા માંગતી હતી પરંતુ ધીમે ધીમે એ મારી હકીકતથી પણ દૂર જવા લાગ્યો ખબર નહિ કેમ કશા કારણ આપ્યા વગર એ મારાથી દૂર થઈ ગયો જે મિત્રોને એ મારી સાથે વાત કરવા માટે નજર અંદાજ કરતો એ જ મિત્રો સાથે મને નજર અંદાજ કરવા માટે ટાઈમ સ્પેન્ડ કરવા લાગ્યો હું ઘણી રડી પણ એ ના આવ્યો કદાચ એને આવું જ ના હતું , કદાચ હું એની મંઝિલ ન હતી .દિલમાં એના માટે નફરત આવી ગયેલી એના માટે..છતા આજે જ્યારે એને યાદ કરૂ છું તો એણે મારી જિંદગીમાં જે બદલાવ લાવ્યા એ ખરેખર જાદુ જેવા હતા ખરેખર એ જાદુઈ હતો.