અકબંધ રહસ્ય - 2 (છેલ્લો ભાગ) Matangi Mankad Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

અકબંધ રહસ્ય - 2 (છેલ્લો ભાગ)

#વાર્તા_અંતિમ_ભાગ
#

વિચારમાં અને વિચારમાં આવેલ નીંદર એલાર્મ ના અવાજ થી ઉડી. ફટાફટ ઉઠી ચા નાસ્તો બનાવી નાખ્યા. આજે કોઈ રીતે શૂટિંગ માં થી રજા લેવાય એમ છે જ નહીં અને માસી ક્યાંક એમનાં રિલેટીવ ને ત્યાં જવાના હતાં ઍટલે રસોઈ બનાવવાની હતી નહીં. "ઋત્વા ગુડ મોર્નિંગ ," "માસી ગુડ મોર્નિંગ ચા નાસ્તો રેડી જ છે તમે ફ્રેશ થઈને આવો ત્યાં હું રેડી થઈ જાવ."ઋત્વા એ ટેબલ પર તૈયારી કરતાં જણાવ્યું.

પ્રથમ પણ બેડરૂમમાંથી બહાર આવ્યો , "પ્રથમ હું રેડી થવા જાવ છું ત્યાં માસી ફ્રેશ થઈ આવે ત્યાર પછી નાસ્તો કરતાં કરતાં એમનો પ્રોગ્રામ જાણી લઈએ અને ડિનર માટે ક્યાંક જઈશું માસી ને પિક કરી ને."

પ્રથમ સવારે આટલું સાંભળવાની આદત ન હતી એટલે ખાલી હા માં ડોકું હલાવી ને સોફા પર બેસી ને છાપું વાંચવા લાગ્યો. "પ્રથમ જાગી ગયો આટલો વહેલો" માસી એ પૂછ્યું. કારણ પ્રથમ તો રાતનો રાજાને દિવસે બપોર સુધી સુતો રહેતો હતો. " ગુડ મોર્નિંગ , નીંદર તો આવી ગઈ હતી ને કે હજી પણ પેલો વહેમ રાખી મૂક્યો છે કે જગ્યા બદલાય એટલે ઊંઘ ન આવે અને પછી રૂમમાં એકલાં સૂતા જ ડર લાગતો હતો તે ફેર પડ્યો કે હજી હનુમાન ચાલીસા ના પાઠ જ ચાલે છે" આ બંને ની વાત સાંભળી ને ઋત્વા ને ખબર નહિં વિચારો આવવા લાગતા હતાં કે આટલા કલોઝ માસી ભાણેજ નથી. સાસુના પપ્પાના ફઈના દીકરા ની દીકરી થાય ઍટલે એમ વારેવારે થોડી ભેગા થયા હશે. પણ ફરી સામાન્ય દેખાડવા હસતાં મોઢે બહાર નીકળી અને નાસ્તા ના ટેબલ પર બેસી ગઈ.

"વાહ નાસ્તામાં તો પકવાન છે , રોજ આટલું બનાવે છે કે મારી આગતા સ્વાગત કરે છે.." મંજરી એ મજાકમાં કહ્યું. " માસી તમે પહેલી વખત તમારા ભાણેજ માં ઘરે આવ્યા છો તો ભાણેજ વહુ ની ફરજ તો ખરીને " ઋત્વા એ ઈંટનો જવાબ પથ્થર થી જ આપ્યો. "ભાણેજ એ શું હું ને મંજરી માસી ભાણેજ છીએ જ નહીં એ તો મારો બાળપણ નો પ્રેમ છે." પ્રથમ એ બળતામાં ઘી હોમ્યું. પણ ઋત્વા એ સાંભળ્યું ન સાંભળ્યું કરી ને માઇક્રોવેવ માં થી ગરમાં ગરમ પૌવા લઈ આવી. " માસી મારું કામ એવું છે કે અમે લંચ કહો કે બ્રેકફાસ્ટ બેય સાથે જ કરી લઈએ છીએ પછી સીધું ડિનર.. ફિલ્મ ફ્લોર પર હોય ત્યારે તો ક્યારેક ડિનર નું નક્કી હોતું નથી.મંજરી એ વિચાર્યું કે સમય સારો છે ચાલ પેલી વાત પૂછી જ લઉં. "ઋત્વા... કાલે પ્રથમ સાથે વાત કરી પણ જેમ પ્રથમ એમ જ મારે તું છો . લગ્નના પાંચ વર્ષ થયાં હવે બાળક માટે શું કામ ડીલે કરો છો. તમને ખબર છે અમુક ઉંમર પછી બાળક રાખવું કેટલું મુશ્કેલ એને ખતરા વાળું કામ છે. તારી હેલ્થ સારી છે ત્યાં જ કરી લ્યો. મારે લાયક મદદ જોઈ તો કહે. " ઋત્વા ને થયું કે એક જ દિવસ થયો માસીને મળે અને આટલું ઓપનલી વાત કરવી કેમ શક્ય છે. " મંજરી ફરી તે આ ચાલું કર્યું ચાલ તૈયાર થઇ જાય તેને હું ડ્રોપ કરતો જઈશ. " પ્રથમ ને સમય સાચવતા આવડી ગયેલ એટલે તરત વાત ને સંભાળી લીધી." પાંચ વર્ષ લગ્નને થયાં દરેક જગ્યા એ આ સવાલના જવાબમાં પ્રથમ સંભાળી જ લેતો અને કેમ લોકો ને વાત જાણ નથી થવા દેતો એ કેટલી વખત ઋત્વાએ પૂછ્યું પણ કહી દેતો કે દરેક ને આપણે શુકામ વાત કહેતાં ફરવી.

આજે તો ઋત્વા એ નક્કી કર્યું કે હવે આ ગોળ ગોળ વાતો થી છુટકારો જ મેળવવો છે ક્યાં સુધી લોકો થી ડરી ને અલગ અલગ બહાના બનાવશું. "માસીને હું છોડી આવીશ તું તારા કામ પર જા તારે ઊંધું પડશે. મારે એ સાઈડ જ એક કામ છે જે પતાવી લોકેશન પર જવાનું છે. " ઓકે જેમ તું કહે એમ" કહી ને પ્રથમ નીકળી ગયો અને મંજરી અને ઋત્વા પણ અલગ કારમાં નીકળ્યા. "માસી તમે અમારા લગ્નમાં કેમ નહોતા આવ્યા? ઋત્વાએ એમ જ પૂછ્યું. મંજરી એ સિમ્પલ જ જવાબ આપી દિધો કે ત્યારે મારે બહુ કામ રહેતું. પણ એક સમય હતો જ્યારે મંજરી અને પ્રથમ એક બીજાને ચાહતા હતાં જે મંજરી ના ઘરના ને ખબર પડી ગઈ એટલે આ બન્ને કુટુંબ વચ્ચે સંબંધ તૂટી ગયેલ અને થોડા જ મહિનામાં ઋત્વા એ પ્રથમ ના જીવનમાં એન્ટ્રી લીધી . બન્ને એક બીજાને ખૂબ જ પ્રેમ કરતાં અને પ્રથમ પણ સમજી ગયેલ કે મંજરી પ્રત્યે માત્ર શારીરિક આકર્ષણ જ હતું. (#MMO)

" માસી તમે બાળક માટે વાત કરતાં હતા ને એક વાત જે મારા અને પ્રથમ સિવાય કોઈ જાણે છે તો તે તમે થશો પહેલાં , કે જન્મ થી જ ભગવાને મને મા બનવાના આ સૌભાગ્ય થી દૂર રાખી છે. મારું શરીર તો સ્ત્રી નું છે પણ મારા શરીરમાં સ્ત્રી ના સ્ત્રીત્વ ને શોભાવતું એ અંગ જ નથી. મારા શરીરમાં ગર્ભાશય નથી. પ્રથમ ને આ વાત મેં પહેલી જ મિટિંગમાં કહેલ અને અમે બાળક દતક લેવાનું નક્કી કરેલ પણ હમણાં તો એ બાળક માટે થોડી પ્રોપર્ટી ભેગી કરવામાં છીએ " થોડા સમય માટે મંજરી શોક થઈ ગઈ પણ પછી એણે કહ્યું કે સ્ત્રી જન્મતાની સાથે માતૃત્વ ધારણ કરીને જ તો જન્મે છે. એ હૂંફ જે પોતાના નાના ભાઈ બહેન ને આપે છે. એ સપોર્ટ તેનાં પિતાને આપે છે. દરેક સ્ત્રીમાં જન્મજાત તો હોય છે. તો માતૃત્વ ધારણ કરી શકે તે સ્ત્રી હોવા સાથ જોડવું કેટલું જરૂરી છે? બાળકને જન્મ આપવો જ સ્ત્રી માટે સ્ત્રી હોવાની સાબિતી હોય તો હું એ સાબિતી નો અસ્વીકાર કરું છું. સ્ત્રી હોવું માત્ર માતૃત્વ ધારણ કરવા પર નિર્ભર નથી. કોઈ પણ કારણસર સ્ત્રી જો માતૃત્વ ધારણ ન કરી શકે તો એમાં શું એ સ્ત્રી તો છે જ . એ કોઈ અલગ ગ્રહ થી આવેલ વ્યક્તિ નથી. એ પણ બીજી સ્ત્રીની જેમ જ લાગણી થી ભરેલી છે. આ સાંભળી ને ગાડી સાઈડમાં રોકીને ઋત્વાએ મંજરી ને ગળે મળી ને કહ્યુ કે પ્રથમ નો પ્રથમ પ્રેમ ખરેખર પ્રેમ થઈ જાય એવો જ છે. {#માતંગી}