એસ્કેપ રૂટ - 1 Anand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

એસ્કેપ રૂટ - 1

એસ્કેપ રૂટ
આનંદ
(1)


કહેવા માટે તો આ વાત ની વાત છે.”કરેલુ હોય તો કાયમ ભોગવે.”પણ એવુય થાયને “કાગળા નુ બેસવુ ને ડાળનુ ભાંગવુ.”આમા કયુ કોના માટે કયારે સાચુ ખોટુ હોય એ કહેવુ કદાચ અઘરૂ પડી જાય.
ઉનાળા નો ધોમધખતો તડકો છે.બપોરના લગભગ અઢી વાગ્યા છે.કામથી ઘરે જવાનો આ મારો રોજ નો રસ્તો છે.પણ ઉતાવળ મા હોય એટલે મારે કાયમ ઓવરબ્રીજ પર થઇને નીકળી જવાનુ થાય.ઓવર બ્રીજની નીચેના રસ્તેથી મારે ભાગ્યે જ નીકળવાનુ થાય.મારો જન્મ થયો ત્યારથી હુ શહેરમા વસ્યો છુ;તોય મને યાદ છે ત્યા સુધીમા હુ બે કે ત્રણ વાર આ જગ્યા થી નીકળ્યો છુ.

આજે કામ વહેલુ પુરુ થઇ ગયુ;પણ આજે ખબર નહી કેમ ઓવરબ્રીજના નીચેના રસ્તે હાલવાનુ મન થયુ.બ્રેક લગાવી હેન્ડલ ડાબે વાળ્યુ.મને થોડુ વીચીત્ર લાગ્યુ;નીચે ઉતરતી વખતે વારે-વારે એવુ લાગ્યુ કે ઢાળ ઉતરવાને બદલે ચઢતો હોય.

આ જગ્યા નાના હતા ત્યારે દાદા-દાદી પાસેથી સાંભળેલી દંતકથા જેવી લાગે છે.ઘોંઘાટ અને દેકારાથી ભરપુર આ દુનીયામા આવી ભેંકાર શાંતી વાળી જગ્યા પણ હોય શકે એ મે જાણ્યુ.વનરાજી અને હરીયાળીથી ભરપુર જગ્યા પર કોઇ કયારેય આવતુ પણ હશે એ વીચારતો હુ મોટર-સાયકલ ચલાવ્યે જતો હતો.પહેલા તો મને બીકના માર્યે ફાળ પડી એટલે મે લીવર ઉપર જોર વધાર્યુ પણ ખબર નહી કેમ ઢાળ પુરો થયો ત્યા મારુ મોટર-સાઇકલ સાવ ધીમુ પડી ગયુ.જોઇને લાગે કે હમણા ઉભુ રહી જશે.

હુ આમતેમ જોતો રહ્યો.રસ્તાની ડાબે નાનકડો ગાડા માર્ગ અને કહેવા પુરતો રસ્તો.અચાનક જ મે સામે જોયુ મારી આંખો ચકળ-વકળ થઇ ગઇ..પાણીની ધસમસતી દીવાલ મારા કરતા વધુ ઝડપે મારા તરફ આવી રહી છે. મને વીચારવા પુરતો ટાઇમ ન મળ્યો.આંખ ખુલીને બંધ થઇ એટલીવારમા તો પાણી મારા ઉપરથી થઇ ગયુ.નક્કર દીવાલ સાથે અથડાઇને જેવો માર પડે એવી જ રીતે હુ પાણીની દીવાલ અથડાયો.

પાણીની થપાટ એટલી જોરથી લાગી કે મોઢામાથી અવાજ ન નીકળ્યો;અને મોટર-સાઇકલથી પરથી ઉછળ્યો અને પાણીના ધોધમા લેવાઇ ગયો.પગથી લઇને માથા સુધી મારુ ઇજા પહોચી હોય એવુ લાગ્યુ.મને તરતા નથી આવડતુ.મારી જાતને કોઇપણ રીતે આ ઘમાસાન પુરથી બચાવવા માટે ગમે-તેમ હાથ અને પગ હલાવવા માંડયો;પણ હુ વધારે ને વધારે ડુબતો જતો હતો.મારી આંખ કહી શકાય એટલી ખુલ્લી છે.હાથ અને પગ પણ હવે હલતા બંધ થઇ ગયા.મારા ધબકારા મને સંભળાય છે.હવે આંખ સાવ બંધ થઇ ગઇ.દેખાવાનુ આછુ થયુ અને સંભળાવાનુ પણ ઓછુ થયુ.

આ સમયે હુ એવી અવસ્થામા છુ કે જોઇ અને સાંભળી શકુ છુ પણ શરીર સાથ નથી આપી રહ્યુ.આંખના પલકારામા જ આ બધુ બની ગયુ.

પછી શુ થયુ એ ખબર નથી પણ જ્યારે પાછી આંખ ખુલી ત્યારે હુ ક્યા હતો એ મને નહોતી ખબર.આંખ ખોલતા વેત મને ઝાંખુ દેખાયુ અને તરત આવતા અજવાળાથી આંખ અંજાઇ ગઇ.હુ હાથ પગ હલાવવા મથ્યો ત્યા કાળા દુઃખાવાથી મારાથી રાળ પડી ગઇ.મને ધારોધાર ગરમી ચઢી ગઇ.તરત જ એક મોટી ઉમરના બાપા જોવા માટે આવ્યા.એની સાથે બીજા બે જણ પણ હતા.મને દુઃખાવો થતો જોઇને બે જણે ટેકો દઇને મને બેઠો કર્યો.

હુ એક દુકાનના ઓટલા ઉપર સુતો તો એ મે ત્યારે જોયુ;પણ અચાનક જ મારુ ધ્યાન ગયુ મે મારા કપડા પર હાથ ફેરવ્યો.કપડા એકદમ કોરા હતા.મને ફાળ પડી.થોડીવાર માટે તો સમજાયુ નહી કે આ બધુ શુ ચાલે છે.હુ બોલવા માંગતો હતો છતાય મારા મોઢામાથી શબ્દ નહોતા નીકળતા.થોડીવાર બીક લાગી કે હુ કાયમ માટે નહી બોલી શકુ તો...

પણ સારી વાત એ હતી કે ઘસારાના લીધે પેન્ટ ગોઠણથી ફાટી ગયુ હતુ.પણ મને વધારે કાઇ ઇજા નથી થઇ એ જાણી ને કાકાને હાશકારો થયો હોય એમ લાગ્યુ.ત્યા બે માથી પાતળા દેખાતા એક ભાઇ પાણી ભરી આવ્યા.થોડીવાર તો મે જોયા જ રાખ્યુ.પછી ગ્લાસમાથી થોડુ પાણી પીધુ ત્યારે કાઇ જાન મા જાન આવી.

મે ફરી બોલવાનો પ્રય્ત્ન કર્યો.ગળુ થોડુ ખેંચાયુ અને થોડો અવાજ નીકળ્યો.”હુ આયા કેમ આવ્યો?,હુ તો પાણી મા તણાયો તો,મારા કપડા કોરા કેમ...” મુંજવણ મા એક જ સાથે ન જાણે કેટલા બધા પ્રશ્ર્નો મે પુછી નાખ્યા.

“તુ સાજે-સારો છો ને એજ મોટી વાત છે.” કાકા ભાવહીન મોઢે એકસામટા જ બોલી ગયા.“પણ હુ તો પાણીમા તણાયો તો...” ખબર નહી કેમ પણ મે એક ની એક વાત પકડી રાખી. “અટાણે શાંતી ઘડીક શાંતીથી બેહ બટા,ઇ નો વખત આવે એટલે કઇ તને...” આટલુ બોલીને અટકી ગયા.

“પણ આયા હાઇવે ઉપર પાણી ક્યાથી આવે,મે પાણીની દીવાલ જોઇ...” હુ એકની એક વાત કર્યે જતો હતો.કાકા એ થોડીવાર કોઇ જ જવાબ ન આપ્યો.મને લાગ્યુ કે હુ મુર્ખની જેમ એકની એક વાત કર્યે જાઉ છુ.મે મો ને વીરામ આપ્યો.ત્યા કાકા બીજી ખુરશી લઇને મારી બાજુમા ગોઠવાયા.

“ઓયા રોડ ભણી ઓલી દર્ગા દેખાય...” મારી સામે જોઇને દુકાનની બહાર આંગળી ચીંધી.મે બહાર જોયુ ત્યા ઓવર બ્રીજ દેખાણો.એની નીચે એજ રસ્તો જ્યાથી હુ નીકળ્યો.હવે મને થોડુ સમજાયુ કે હુ ક્યા હતો.

“હા...દેખાય ને...” કહીને મે ડોકુ ધુણાવ્યુ. “ઇ યા નો મુળ વાત છે.માનો ઇ મોજથી માને ને નો માને ઇ દંત કથા કયે...” કાકાની બોલી ચોખ્ખી સૌરાષ્ટ્રની હોય એવી લાગી.

“પા...હાઠ નો થયો..આ ગામમા રઉ...” જેમ કાઠીયાવાડીની બોલીમા અમુક વાતો વણાયેલી હોય એમ બોલ્યા.

“પાહાઠ...સાઠ ને માથે પાંચ...” મને ખબર ન પડી એમ સમજીને એમણે ફરીથી કીધુ.હુ કોઇ અભણ હોય એમ બેઠો-બેઠો ડોકુ ધુણાવતો રહ્યો.

“આ દરગાહ હારે બઉ બધી વાતુ થાય આય...”

“જ્યા જા યા નોખુ તરે...”

“પણ ખબર કોને અમે અમારા વડવા આગરથી સાંય્ભળુ...”

“સાચુ માનો તો સાચુ અને નો માનો તો વેમ...” થોડીવાર હોકારા ભણ્યા પછી મને થયુ કે ઉભો થઇ ને નીકળી જાઉ;પણ કુદરતના ખેલ કેવા ઉભો થવા ગયો ને પાછી કમર મા ફાળ પડી.વેદના ને દબાવવા કોઇને ખબર ન પડે એમ પાછો બેસી ગયો.કાકા એની વાતમા વળગેલા હતા.

“પણ હુ કેમ અહી પહોચ્યો...” મે પાછી મારી ગાડી ચાલુ કરી.

“ઇ તુ ભગવાનની કરીપા કે બચી ગયો...” વારે વારે મારી વાત પડતી મુકીને જીવ બચ્યાનો આભાર માનતા રહ્યા.

“મને ખબર તુ કેમ મુંજાણો...તુ આયા કેમ આયવો ને તુ રસ્તે હાલતા પાણીમા કેમ તણાયો ઇ વીચારેશને...” મને ઘ્રાસકો પડયો કે એને કેમ ખબર કઇ રીતે પડી ગઇ કે હુ શુકામ બેચેન હતો.

“હા...પણ...” મારાથી ઉતાવળમા આટલુ જ બોલાયુ.

“ઇ બધા કુદરતના ખેલ બટા...હુ તને અટાણે ઇ વાત નઇ કઉ તારા જીવનો સવાલ છે...” અત્યાર સુધીની વાતમા મે પેલીવાર એમના મોઢાની રેખાઓ બદલાતી જોઇ.એકદમ ચીંતાતુર નજરે એ મને જોઇ રહ્યા હતા.મને થયુ આટલી મગજમારી ઓછી હતી કે કાઇ નવુ આવી ગયુ.એવુ તો શુ ખાસ કારણ હોઇ શકે જે મને અત્યારે વાત કરવાની ના પાડે છે.

“પણ અત્યારે કેવામા શુ વાંધો...” મારા મગજમા અત્યારે એટલુ બધુ હાલી રહ્યુ હતુ કે મે પુછી લીધુ.

“તારે સાચે જાણવુ જ છે...” ફરીથી ખાતરી કરતા હોય એમ પુછયુ.

મે ફરી ડોકુ ધુણાવ્યુ.મને લાગ્યુ કે હવે વાત કરશે;પણ ટેબલનો ટેકો લઇને કાકા ઉભા થયા અને ઓટલા બાજુ હાલવા લાગ્યા.થોડી વાર એમને એમ ઉભા રહ્યા.હુ બેઠો-બેઠો રાહ જોઉ છુ.એટલીવારમા પાછા મારી બાજુ વળ્યા અને પછી કાઇક વળતો જ જવાબ આપ્યો.

“ઇ વાત કઉ પણ એક શરતે,તુ કે તો વાત કરુ બોલ...”

“હા તમે કયો ખાલી...” વાત સાંભળવા માટે હુ કોઇ પણ શરત માનવા માટે તૈયાર હતો.

“તુ અટાણે ઘરે પોચીને લાંબો વાહો કર.કાલ સવારના આઠે આયા આવજે.બધુ પેલેથી કઇ તને.મુંજાતો નઇ કીધુ એટલે ફરીશ નય.”

આવા જવાબ માટે હુ તૈયાર નહોતો;પણ આવા વચનના આગ્રહી માણસની સામે હુ વચન આપી ચુક્યો.હવે ધારુ તોય મારાથી ફરાય એમ નથી.પણ ઘડીએ-ઘડીએ મારી જાણવાની ઇચ્છા વધતી જતી હતી.એવી તે કઇ વાત હોઇ શકે જે મને અત્યારે કેવાની ના પાડે છે.

“તારાથી મોટસાયકલ હાલશે કે છોરાને મોકલુ ભેરો...”

“ના વાંધો નહી કાકા તકલીફ નો લ્યો...કાઇ એવુ બધુ ખાસ વાગ્યુ નથી...”

“ધીમો-ધીમો હાય્લો જા તમતારે...”

દુકાનની બહાર નીકળ્યો તો મારુ મોટર-સાઇકલ ત્યા પડયુ હતુ.વધારે કાઇ નહી પણ સાઇડની લાઇટો ભાંગી ગઇ અને થોડા લીસોટા પડયા હતા.મારા મનમા તો દરગાહને અને પાણીની દીવાલને એ બધુ વીચારીને ઘા પડતા રહ્યા.

થોડીવાર ઉભો રહ્યો પછી દરગાહને જોતા-જોતા ઘર બાજુ હાલ્યો.