Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

પૌરાણિક કથાઓ અને સલામતીની દ્રષ્ટિ - ૧

આજે આપણે જોવા જઈએ તો ઔધોગિકરણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે. નવા નવા ઉદ્યોગો ચાલુ થઈ રહ્યા છે. ખેતી મા પણ નવી નવી મશીનરીનો ઉપયોગ વધી રહ્યો છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને નિંદામણ દવાઓનો ઉપયોગ વધી ગયો છે. રોડ ઉપર જુદા જુદા વાહનોની ભરમાર લાગી રહી છે. ત્યારે સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ સલામતીનો થઈ પડે છે. અને સલામતીની ખામીને લીધે જો કોઇ અકસ્માત થાય ત્યારે સફાળા જાગીએ છે, અને સમય જતાં એટલીજ જલ્દી થી ભુલી જઇએ છે. પણ જે તે અકસ્માતનુ કારણ જાણવા નુ માંડી વાળીએ છે. અને તેમાંથી કોઈ પણ જાતની શિખામણ લેતા નથી. જેના પરિણામે એ જ સમસ્યા ફરી ઉભી થાય છે. જેમકે અત્યારે જ બનેલા સુરતના બનાવમાં આગ અને ધુમાડા ને કારણે અને તેનાથી બચવાના પ્રયાસમા કેટલાક છોકરાઓ નો જીવ ગયો હતો. એ વાત નું દુઃખ વ્યક્ત કરી આપણે વાતને વિસરી પણ જઇએ અને આગળ જતાં આવી કોઈ જગ્યાએ અકસ્માત ના થાય તેવી તકેદારી રાખવાની અને તેનો યોગ્ય ઉકેલ લાવવાની તસ્દી લેતા નથી. અને પછી સરકારનો વાંક કાઢીએ છીએ. પણ યાદ રાખજો કે આપણી સુરક્ષા એ આપણીજ જવાબદારી છે. સરકાર કાયદા બનાવી શકે છે, પણ તેના પર અમલ આપણે જ કરવો પડે છે. આપણે સુરક્ષિત રહીશુ તો જ આપણો પરિવાર સુરક્ષિત રહેશે.યાદ રાખો કે મોટા ભાગના અકસ્માત સુરક્ષા ની ખામી ને લીધે થાય છે. તો ભુતકાળમાં બનેલી ઘટનાઓમાથી બોધ પાઠ લઇને આગળ વધવું જોઈએ.
આપણે ઘણાં ભાગ્યશાળી છે કે આપણને ધાર્મિક પુસ્તકો અને કથાઓનો અમુલ્ય વારસો મળ્યો છે. આપણી ધાર્મિક કથાઓમાથી આપણે ઘણી બધી સમસ્યાઓનુ સમાધાન મળી જાય છે. તેના માટે યોગ્ય દ્રષ્ટિકોણ અપનાવવો પડે છે. જૂના પ્રસંગોમાંથી પણ ઘણી બધી શીખ મળે છે. મહાભારત સિરિયલનું ગીત પણ છે કે- 'सिख हम बिते युगोसे नये युग का करें स्वागत'
( અહીં રામાયણ અને મહાભારત તથા બીજા કેટલાક પ્રસંગોનુ ઉદાહરણ આપી સલામતીનો દ્રષ્ટીકોણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુળ કથા ફક્ત રૂપક તરીકે લેવામાં આવી છે. કારણ કે આ કથાઓ બધાને ખબર જ છે. પણ સલામતીની સરળતાથી સમજણ આપવા અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તેમાં કંઇ ભુલ ચુક થાય તો માફ કરશો. )
સેફ્ટી હેલ્મેટ:-
પ્રસંગ- કૃષ્ણ ભગવાન અને બલરામ ગોકુળ છોડીને મથુરા નગરીમાં આવે છે. અને ત્યાંના રાજા કંસના દરબારમાં ચાણૂર અને બીજા મલ્લો ને કુસ્તી માં હરાવે છે. અને કંસ ઉપર હુમલો કરી મૃષ્ઠીનો પ્રહાર કરી તેનો વધ કરે છે.
અહી સમજવા જેવી વાત એ છે કે જો કંસ અને બીજા મલ્લોએ હેલ્મેટ જેવું કંઇક સાધન પહેર્યુ હોત તો કદાચ એ બચી જાત. અથવા ફક્ત સામાન્ય જ ઇજા થાત.
દરેક દેવી દેવતા નો ફોટો તમે જોશો બધામા એક સામ્યતા જોવા મળશે કે બધાના માથા ઉપર મુગટ છે. તો વિચારો કે દેવી દેવતાઓને વળી તેનુ શું કામ? શરીરમાં મસ્તક એ રાજા છે. અને તેનું રક્ષણ ખુબ જરૂરી છે. તેમાં થોડી પણ ઇજા થાય તો મૃત્યુ થઇ શકે છે. માટે જ સરકારે ફરજિયાત હેલ્મેટ નો કાયદો બનાવ્યો છે. પણ તેનો અમલ કરવાને બદલે તેનો વિરોધ કરીએ છે.
માથાના રક્ષણ ને જુના જમાનાથીજ ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. મુગટ, પાઘડી, સાફો વગેરે પહેરવાનું ચલણ હતું. અરે ત્યારબાદ ટોપી અને હેંટને પણ એવું જ માન પાન મળતું હતું. સમય જતાં આપણી પાસે બાઇક જેવા વાહનો આવ્યા ત્યારે હેલ્મેટ ની ખુબ જરૂર હોવા છતાં તેના પ્રત્યે દુર્લક્ષ સેવીએ છે. તેનો વિરોધ કરીએ છે. પણ એ કેમ નથી સમજતા કે તે આપણા માટે જ છે. માથાના રક્ષણ વગર કંસ અને ચાણુર જેવા બલવાન પણ મૃત્યુ પામ્યા હોય તો હું અને તમે શું ચીજ છે? કહેવત છે ને કે 'સર સલામત તો પઘડીયા બહોત' .
માટે સલામતીના નિયમોનું સમજણ પુર્વક પાલન કરો અને સલામત રહો. ફરી મળીશું બીજા અંકમાં નવી કથાઓ સાથે....

Kishor Padhiyar
For you... With you... always...
______________________________