સાચો શિક્ષક Navdip દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચો શિક્ષક

એક વિજ્ઞાન શિક્ષક એમનું પૂરું નામ શૈલેષ કે ચૌહાણ . ધાર્મિક સ્વભાવ ના માણસ એમનું મૂળ ગામ જૂનાગઢ જિલ્લા નું મેંદરડા ચૌહાણ સાહેબ જૂનાગઢ ની પુલકિત માધ્યમિક શાળા નામ ની ગ્રાન્ટેડ હાઈસ્કૂલ માં શિક્ષક અને તેમની પત્ની સરકારી પ્રાથમિક શાળા માં શિક્ષક શૈલેષ ના પિતા ડોક્ટર હતા પણ હવે ઉંમર વધી જવા ને કારણે હવે નિવૃત જીવન જીવી રહ્યા હતા
શૈલેષ ના પિતા ને જૂનાગઢ માં ફાવતું ન હતું શૈલેષ ના પિતા એક પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ હતા તેમની ઉંમર લગભગ પિંચોતેર વર્ષ ની આસપાસ હતી શૈલેષ ને નોકરી મળ્યા ને લગભગ વીસ વર્ષ થઇ ગયા હતા શૈલેષભાઇ નો પુત્ર પણ હવે દસ માં ધોરણ માં ભણતો હતો

એવા માં એક દિવસ મેંદરડા થી ફોન આવ્યો અને શૈલેષભાઇ ને સમાચાર મળ્યા કે તેમના પિતા લપસી પડ્યા છે અને તેને કારણે ઇજા થઇ છે મેંદરડા માં શૈલેષભાઈ ના પિતા ના ઘણા મિત્રો અને સબંધીઓ હતા કારણ કે તેઓ ભૂતકાળ માં ગામ ના નામાંકિત ડોક્ટર હતા અને અનેક લોકો ની બીમારી તેમણે દૂર કરી હતી તેમની ફી પણ વ્યાજબી જ હતી તેઓ ગરીબો ની સારવાર મફત માં પણ કરી નાખતા ઇમર્જન્સી માં કોઈ દર્દી ને જરૂર પડે તો દિવસ હોય કે રાત હોય ગમે ત્યારે દર્દી ના ઘરે જઈ ને પણ દર્દી ને યોગ્ય સારવાર પુરી પાડતા ગામ ના લોકો પણ તેમના આ ઉપકાર ને જરા પણ ભૂલ્યા ન હતા તેથી વૃદ્ધાવસ્થા માં એકલા રહેલા શૈલેષભાઇ ના પિતા નું ખુબ ધ્યાન રાખતા કારણ કે શૈલેષભાઇ ના માતા તો દસ વર્ષ અગાઉ જ મૃત્યુ પામ્યા હતા તેથી શૈલેષભાઇ ના પિતા ગામ માં એકલા જ રહેતા હતા તેઓ આર્થિક રીતે ખુબ જ સમૃદ્ધ હતા તેથી રસોઈ ઘર ની સફાઈ જેવા નાના મોટા કામ માટે રામ નામ નો એક કુશળ નોકર રાખેલ હતો આવા નામ નો ઘર નોકર રાખવા માટે શૈલેષભાઇ ના પિતા નો તર્ક હતો કે કઈ કામ માટે નોકર ને બોલાવો ત્યારે ભગવાન નું નામ સ્મરણ પણ સાથે સાથે જ થાય
શૈલેષભાઇ ના પિતા પડી ગયા ત્યાર બાદ તેમનો નોકર રામ અને અન્ય સબંધીઓ તેમને જૂનાગઢ હોસ્પિટલ માં લઇ આવ્યા દર્દી ની ઉંમર વધારે હોય તેમજ ઘણી બધી ઈજાઓ હોવાથી જૂનાગઢ ના ડોક્ટરે રાજકોટ લઇ જવા ની સૂચના પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ ના ડોક્ટરે આપી તેથી તેમને રાજકોટ ની જાણીતી ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે તાત્કાલિક લઇ જવાયા હતા
ત્યાં વઘુ સારવાર કરતા અને એક્સ રે કરતા ડોક્ટર ને જાણવા મળ્યું કે શરીર ના મુખ્ય આધાર સ્થભ એવા મણકા ભાંગી જવા તેમજ અન્ય ઇજાઓ ને લીધે તમારા શૈલેષભાઈ ના પિતા થોડા દિવસો ના જ મહેમાન છે તેથી તેમની પાસે રહી તેમની સેવા કરી તેમની બધી અધૂરી ઈચ્છાઓ ને પૂર્ણ કરવા નો પ્રયત્ન કરવો શૈલેષ ભાઇ ડોક્ટર ની વાત સમજી ગયા તેમણે શાળા માં કપાત પગારે લાંબી રજા મુકવા માટે અરજી કરી શાળા ના પ્રિન્સિપાલ શ્રી જે. કે. ભોજક સમગ્ર હકીકત જાણ્યા બાદ બોલ્યા :જાવ રજા લીધા વિના ચાલુ પગારે તમારા પિતા ની સેવા કરો અને જો શાળા માં જિલ્લા શિક્ષણ અધિકારી કે અન્ય અધિકારી ની તપાસ આવશે તો તમારે કદાચ એક બે દિવસ ની રજા મુકવી પડશે એ હું કરી નાખીશ બાકી કઈ ચિંતા ના કરતા શૈલેષભાઇ ની શાળા નો સ્ટાફ પણ ખુબ જ સારો હતો તેમણે પણ શૈલેષભાઇ ના વિષય નો કોર્સ પૂરો કરવો અને હાજરી પત્રક બનાવવા જેવા શૈલેષભાઇ ના કામ હળી મળી ને પુરા કર્યા તેથી બાળકો નું શિક્ષણ કાર્ય પણ ના બગડ્યું શૈલેષભાઇ પિતા ના મૃત્યુ અને અંતિમ ક્રીયાઓ પુરી કરી દોઢ મહિના બાદ શાળા માં આવ્યા અને તેમણે દોઢ મહિના નો પગાર ગરીબ બાળકો ની ફી ભરવા માટે શાળા ને દાન માં આપી દીધો કારણ કે મહેનત વિના નું ના લેવું એવુ તે માનતા હતા
ઘણીવાર ખોટા મિત્રો ની સંગત માં વ્યસન ને કારણે ઉધારી માં ફસાયેલ પોતાના વિદ્યાર્થી ના નાણાં પણ તે વ્યસન છોડી દેવા ની શરતે ચૂકવી દેતા જેથી વિદ્યાર્થી વ્યસન છોડે અને પૈસા માટે ચોરી જેવો ગુનો ન કરે
આવા હોય સાચા શિક્ષક