સેકન્ડ ચાન્સ Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેકન્ડ ચાન્સ

સેકંડ ચાન્સ !!!!!

બધાં સબંધો બહુંજ સારી રીતે નભિ જતા હોય છે. પણ એક સબંધ એવો છે, જ્યાં છૂટા છેડા લઈ શકાય છે.જ્યાં બે માણસો અલગ થઈ શકે છે. આપણાં સમાજ માં કે પછી લોકો ની નજર માં છૂટા છેડા ની અલગ અલગ માનસિકતા હોય છે.

છોકરો હોય કે પછી છોકરી એને એક કમજોર માણસ જાણતાં અજાણતાં પોતાના માતાપિતા બનાવી દે છે.અને ઘણી વાર માણસ ને પોતાનો મોહ કમજોર બનાવી દે છે. બે વ્યક્તિ એકબીજાને પોતાની ઈચ્છા થી એકબીજાના જીવનમાં મહત્વનું સ્થાન આપે છે.પણ કોઈ કારણો ને લીધે એમનું સાથે રહેવું હવે બોજ બની જાય છે, તો એવા લોકો શું નિર્ણય કરે છે.આવા લોકો છૂટા છેડા લઈ લે છે, અમુક મૂર્ખ લોકો જેં સ્વાર્થી હોય છે, અને કમજોર હોય છે,મન થી અસ્વસ્થ હોય છે આવા લોકો આત્મહત્યા કરે છે.આ લોકો બી ગલત તો નથી હોતા પણ એમનું પોતાના પર કાબૂ નથી હોતું. "જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોય છે, ત્યારે આવા લોકો આપઘાત કરવાનું વિચારે."

કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નિર્ણય લે છે, અે નિર્ણય એને શું કામ લીધો એની એવી શું પરિસ્થિતિ રહી હશે, એવો વિચાર આપણને ક્યારે આવતો નથી, કહેવત છે કે " જ્યાં સુધી ખુદ પર નાં વિતે ને સાહેબ ત્યાં સુધી કોઈ પણ વેદના સમજમાં નથી આવતી."
અને આપણે બસ અે માણસ વિષે આપણી વિશેષ ટ્ટીપણી આપવાનું કામ બહુજ સરસ રીતે શરૂ કરી દઈએ છે. જ્યાં સુધી આપણે અે માણસ ની જગ્યા અે હોય તો આપણે શું કરીશું.;!!
એવો વિચાર કરીને વિચારીએ તો કદાચ એટલું તો સમજશે કે આવો નિર્ણય શા માટે લેવો પડ્યો હશે.

હવે વાત કરીએ નિર્ણય લેવાઈ ગયા પછી, અમુક સાથે બાળકો ની જવાબદારી પણ હોય છે, જે માતાપિતા એક જ માણસ છે.ઘણી બધી પરિસ્થિતિ અત્યારની હોય શકે જ્યારે કોઈ માણસ સેકંડ ચાન્સ માટે વિચારે છે.બોલવામાં બહુંજ સરળ હોય છે, લોકો માટે ફલાણી કે ફલાણો તારા માટે પરફે્ટ મેચ સાબિત થશે. પણ એટલું સરળ નથી હોતું કોઈને પોતાની જિંદગીમાં ફરીથી પોતાનું બનાવવું.

કોઈ પણ વસ્તુ આપણા હાથ માં રહેતી નથી, લગન તૂટે છે એના માટે જવાબદાર ફક્ત ને ફક્ત અે બે વ્યક્તિ છે, જે સાથે પરણ્યાં છે. બાકી કોઈ જવાબદાર નથી હોતું. લોકો નાં પોતાના અહમ, અહંકાર, સામે વાળા ને કન્ટ્રોલ કરવાની જીદ, એવા ઘણા બધા પરિબળો થી સબંધ બોજ બનવા લાગે છે. અને બોજ રૂપી સબંધ નિભાવવાની શક્તિ કોઈ પણ માણસ માં નથી બચતી.મારું માનવું છે કે જ્યારે સબંધ બોજ લાગવા માંડે ને ત્યારે અે બોજ ને સમજો, અે કેટલો મોટો બોજ છે,ઘણી વાર બોજ સબંધ નહિ પરંતુ આપણી ખોટી માનસિકતા હોય છે .કોઈ પણ સબંધ માં આપણે ઘણું બધું જતું કરવું પડે છે, ત્યારે સબંધ જીવતો રહી શકે.

"વિખરાયેલા સંબધ પણ સમેટી શકાય છે,જો અે સબંધ ને વ્યવસ્થિત રાખવાની ઈચ્છા, સહાનુભૂતિ, ચાહ બને તરફથી હોય તો..!!!"

એક તરફ ની સવેંદના ઓ હંમેશા વેદનાં ને જન્મ આપે છે.ઘણી વાર આપણે સમજતાં સમય લાગે છે.પણ સબંધ નથી ટકતો. એક તરફી લાગણી થી, કોઈપણ સબંધ નિભાવવા માટે દયા, લાગણી, સામે વાળા ની સુખ દુઃખ ની ચિંતા, એકબીજા પ્રત્યે માન સન્માન અને સારી ભાવના કે તું હંમેશા ખુશ રહે! પણ આ બધી સવેંદના નો અંત થતા ની સાથે સબંધ માં કઈ બચતું નથી સાથે રહેવા માટે.
અને છેવટે અલગ થવું પડે છે..

નવા સબંધ બનાવવા માટે પણ "કોઈપણ સબંધ નિભાવવા માટે દયા, લાગણી, સામે વાળા ની સુખ દુઃખ ની ચિંતા, એકબીજા પ્રત્યે માન સન્માન અને સારી ભાવના કે તું હંમેશા ખુશ રહે! પણ આ બધી સવેંદના નો જન્મ લેતી હોય તો સબંધ નિભાવી શકાય છે."

જ્યારે તમે વિચારો છો કે ચાલો જીવન ને એક સેકંડ ચાન્સ આપવો જોઈએ, ત્યારે ભૂતકાળ ની કેસેટ ને આપણે જાતે તોડી નાખવી પડશે પહેલાં, ઘણી વાર એવું પણ બને છે કે સામે વાળું પાત્ર આપણને ભૂતકાળ પાછો આવશે એવો અનુભવ કરાવે છે. ઘણી વાર ભરોસો કરવો તો કેમ કરવો કઈ રીતે કરવો આવી હાલત માં આપણે છટકી પણ જઈએ છે. જવાબદારી થી ભાગવું અે હાલ નથી. બહુજ સોચીને સમજીને કરેલા નિર્ણયો પણ ઘણી વાર ફેલ થઈ જાય છે. અને સેકંડ ચાન્સ એવો છે,કે એમાં તમારે પોતાની જાત ને સાબિત કરવી પડે છે વારંવાર!!! અહીંયા આપણે પોતાની સાથે લોકો ને પણ સાબિત કરીને બતાવું પડતું હોય છે, અમે પણ નિભાવી શકીએ છે, સબંધો.!!! અને ઘણી વાર કોઈના નસીબ ખરાબ હોય તો સેકંડ ચાન્સ માં પણ ફેલ જતો હોય છે. ત્યારે આવા લોકો નું જીવન જીવવું ઘણું કઢીન બની જતું હોય છે. કારણકે લોકો એના પર લેબલ લગાવે છે, અે આવી છે, એની આદત છે.. કે પછી આ તો દુનિયાનો સૌથી મોટો ખરાબ માણસ છે. અને પછી તો ......તમને જાણ છે...

સેકંડ ચાન્સ લેવો તો ક્યારે લેવો , શું કામ લેવો, શું તમને ખરેખર જોવે છે સેકંડ ચાન્સ , અે સમજી લેવું જોઈએ.શું તમે હાલ ફ્રી ની લાઈફ જીવો છો, અે છોડીને એક બંધન વાળું જીવન જીવી શકશો ખરા? આ સવાલ નો જવાબ તમારે જાતે સમજવું પડશે, એમાં તમને કોઈ બીજું નઈ સમજાવી શકે. પોતાના જીવન નાં મહત્વના નિર્ણયો જાતે લેવાના એટલે આપણને પણ અે દુઃખ રંજીશ નાં રે કે,જવાબદાર કોઈ બીજું છે.

ઘણી વાર થાય કે નિર્ણય હા માં જે લેવો જોઈએ, પણ ઘણી વાર થાય કે નાં નઈ થાય મારાથી આ બધું, ક્યાં સુધી ભાગીશું જવાબદારી થી, એક સમય આવે છે, ત્યારે એવું લાગવા માંડે છે, કે હવે સમય વીતિ ગયો છે, પણ એવું નથી હોતું, અે સમયે તમને સમજાય છે, કે તમને શું જોવે છે, પોતાની જિંદગી થી, અને ત્યારે પણ આપણે એક નિર્ણય પર આવી નથી શકતા કે , શું કરું ?.

સેકંડ ચાન્સ બોલવામાં કેટલો નાનો શબ્દ લાગે છે ને આપણને !! પણ જે કોઈ માણસ આ પરિસ્થિતિમાં હોય છે ને કદાચ એના માટે આ શબ્દ એના માટે " શૂન્ય માંથી શરૂવાત કરવા જેવો હોય છે".

કેટલા બધા સવાલો અને અે સવાલ નાં કેટલા બધાં જવાબો મળે છે. જીવનમાં કોઈ નાં કોઈ તબ્બકે તમારે મુસીબત ભર્યો નિર્ણય લેવો પડે એવી પરિસથિતિ સર્જાઈ જાય છે. અને પછી અમુક લોકો ઉતાવળે નિર્ણય લઈને આ ચાન્સ માં નાપાસ થાય છે.

હવે જ્યારે આપણે નિર્ણય કરી લઈએ કે હા લેવો છે સેકંડ ચાન્સ નો નિર્ણય ત્યારે શરૂવાત થશે તમારા જીવન નાં નવા અધ્યાય ની! અમુક વસ્તુ આપણે ભૂતકાળ નાં અનુભવો થી સમજી અને શીખી ગયા હોય છે, તો અે વસ્તુ કદાચ આ સેકંડ ચાન્સ માં નાં બને !!!

છે તમારા જીવન નો પણ આવો કોઈ મસાલો તો મહેરબાની કરી ને હા માં નિર્ણય લો ! જીવન એક વાર મળ્યું છે, શું ખબર બધા વીતેલાં ખરાબ અનુભવો નું ફળ તમને સેકંડ ચાન્સ માં ખુશીઓ થી મળી જાય.

Be posetive.... life પોતાની છે એના માટે પારકા. બસ મેણા મારશે ચાર દિવસ અને પછી ચૂપ થઈ જશે.
અને આપણે અે આપણા પોતાના લોકો ફક્ત આપણા માટે સારું વિચારી શકે બીજું કોઈ નઈ. માટે વિતી ગયેલા સમય ની ગણતરી કરવામાં સમય ને ખરાબ નાં કરી પોતાનાં જીવન માટે વિચારીને આગળ વધવામાં હિત છે.

keep smiling ......♥️😘☺️☺️😍😉