આજનો શ્રવણ અને કાલનો....
આંખો બંધ કરીને વિચારવાની વાત છે એ પણ હૃદયથી.મગજનો ઉપયોગ કરશો તો ક્યારેય નહિ સમજાય.જેમ મીરાં કે ગોરા કુંભારને સમજવા માટે હૃદયનોજ ઉપયોગ કરવો પડે તેમ શ્રવણને પણ દિલથીજ જોવાય.
લગ્ન પછી શ્રવણે પત્નીને કહ્યું"હવે મારા આંધળા માં-બાપ ની સેવા કરો"પત્ની એ તરત જવાબ આપ્યો" હું તમારા મા-બાપ ની સેવા કરવા નથી આવી કુવામાં નાખ એમને,હું તો મારી જિંદગી જીવવા આવી છું" શ્રવણે કઈ પણ કહ્યા વગર કપડાં નું પોટલું બોધ્યું ને સસરાના ઘરે આવી પત્નીની સોંપી દીધી.
આજે મહિના માં ૮ કે ૧૦ દિવસ સાસરીમાં જ રહેતો કોઈ દીકરો આવી હિંમત કરી શકે? ટી.વી.ના રીમોટમાં ને આજના (૮૦ % ) યુવાનમાં કોઈ ફર્ક નથી.સો માં થી ૮૦ માતા ઓ એમ કહેશે કે ઘરવાળી નો થઇ ગયો. આ એક જાદુ છે જે દુનિયાભરના કોઈ અભ્યાસક્રમ માં નથી આજ ની સ્ત્રીઓ કયાંથી આ શિક્ષણ મેળવે છે એ કોઈ યુનિવર્સિટી પણ શોધી શકી નથી.આ શોધવું જોઈએ.
માતા જ્ઞાનવતી અને પિતા શાંતનુ(સતવંત કુમાર) બન્ને અંધ હતા એકવાર શ્રવણે એમને પૂછ્યું કે તમારી એવી કઈ ઈચ્છા છે જે પુરી થઇ નથી? માતા પિતાએ જણાવ્યું કે તીર્થયાત્રા કરવી છે પણ શી રીતે થાય?અને શ્રવણે તરતજ નક્કી કરી લીધું ને એક કાવડ ધડાવી તે માં બન્નેને બેસાડ્યા અને ખભે ઉપાડીને યાત્રા શરુ કરી દીધી.અહીં એક વિચાર આવે છે કે એક વ્યક્તિનું ઓછામાં ઓછું વજન ઘણો તો પચાસ કિલો થાય, તો ખભા પર સો કિલો થી વધુ વજન લઇ ને હજારો માઈલ ચાલવાનું, શું આ શ્રવણ નો એજ ભારત દેશ છે જ્યોં હજારો મા- બાપ પાછળની જિંદગી વૃધ્ધાશ્રમમાં વીતાવે છે? ક્યા મા - બાપ ને આજે ખભે ઉપાડવા પડ્યા? આજ ઘણા દીકરાઓ ને મા બાપ ઘર માં ભારે પડે છે.(આ પાપ કદાચ આજ ની પત્ની ઓ ના માથે આવે તો નવાઈ નહીં )
પણ સમાજનું સૌથી વધુ અહિત કર્યું હોય તો એ સ્ત્રીઓ એ જેમણે દીકરીના ઘર સંસારમાં વધુ દખલ કરી છે.અને બીજો દાટ વાળ્યો છે મોબાઇલે સાસરે રહેલી દીકરીને મા વચ્ચે થી મોબાઈલ લઇ લેવામાં આવેતો એમનો સંસાર સુખી સુખી થઇ જાય. એટલો બધો રસ લેવાનો કે જમાઈ આજે શું જમશે એ પણ માને ખબર હોય.આજની માતાઓ ની તમામ શક્તિઓ જમાઇ ને વશ કરવામાં જ વપરાઈ જાય છે.દીકરી ના ઘરનું રોજે રોજનું ટાઈમ ટેબલ આગલા દિવસે સોંજે મોબાઈલ પરજ ગોઠવાઈ જાય.દીકરીને રીમોટ (રોબોટ)બનાવીને આજની માતાઓએ વેવાઈના ઘરનું દેવાળું કાઢી નાખ્યું છે. શું બનાવ્યું આજે? કેમ વહેલી ઉઠી ? બીમાર પડે તો? એતો બાર જમી લેશે,પેલી સિરીયલ જોઈ હતી? શીખ થોડું શીખ આમને આમ તો પતી જઈશ.પેલી ડોશીની વેઠ તારે થોડી કરવાની છે? બીજા છોકરાઓ નથી?પૈસા નું સેટિંગ આ પગારમાં કર્યું? જોજે પાછી ઘરમાં ને ઘરમાં દેવાળું કાઢીશ તો પાછળ શું ખાશો? ને દાગીના ધીરે ધીરે અહીંના લોકરમાં.હસશો નહીં મોટાભાગના ઘરોમાં આજ ચાલે છે.
કદાચ દરેક મા ને અમુક વાતો સમજવા જેવી છે એકતો જમાઈ ને જમાઈ જ રાખો દીકરો બનાવની જરૂર નથી એ કોઈ નો દીકરો છે જ. જમાઈ કે દીકરીમાં જેટલો રસ રાખો છો એટલો દીકરામાં કે એની પત્નીમાં રાખવા જેવો નથી ? દીકરી ને હંમેશો રચનાત્મકજ સૂચનો અપાય જેમાં એનું ઘર થાય. અને એ સુખી થાય. દરેક વાચક કયાંક ને કયાંક આ પીડા ઓછી વધતી ભોગવી ચુક્યો હશે જાણું છું.