લવ ઇન સ્પેસ - ૫ S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ઇન સ્પેસ - ૫

લવ ઇન સ્પેસ

પ્રકરણ -૫

અગાઉ પ્રકરણ ૪ માં તમે વાંચ્યું.....

અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં Hope ગ્રહની યાત્રાએ જઈ રહેલી એવલીન અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી જાયછે અને પોતાનાં સ્વાર્થ ખાતર સ્પેસશીપમાં અન્ય એક યાત્રી ડો. જોયને જાણી જોઇને જગાડી દે છે. સ્પેસશીપમાં જોય તેની પત્ની છાયા અને દીકરી રીધીમાં જોડે હોપ ગ્રહની યાત્રા કરી રહ્યો હોયછે. એ વાતની એવલીન ને ખબર પડે છે. હવે આગળ વાંચો.....

નોંધ: જો કોઈ વાચક આ storyને PDFમાં વાંચવા ઇચ્છતું હોય તો તેઓ મને મારા mobile નંબર ઉપર watsapp કરી શકે છે. PDFમાં લખાયેલ storyની ખાસિયત એ છે કે તેમાં લખાણમાં ઘણી જગ્યાએ ફોટોગ્રાફ્સ મુકવામાં આવ્યા છે. જેનાથી story વાંચતી વખતે તમારા “imagination” ને boost મળે છે. તેમજ ફોટોગ્રાફ્સને લીધે નોવેલ એક ગ્રફિક નોવેલની સ્ટાઇલમાં લખાઈ છે. (mobile:9510025519)

***

“એવલીન.....!” જોય એવલીનના રૂમનો દરવાજો ખખડાવી રહ્યો હતો. ક્રાયોજેનિક ચેમ્બરમાં એવલીનને જેવી જોયની પત્ની અને દીકરી વિષે ખબર પડી કે તરતજ ત્યાંથી રડતી-રડતી ભાગીને તેનાં રૂમમાં ભરાઈ ગઈ હતી. જોય એને મનાવવા તેની પાછળ-પાછળ ઉતાવળા પગલે ભાગ્યો હતો.

જોયનું મન પણ ગીલ્ટથી ભરાઈ ગયું હતું. તે એવું વિચારી રહ્યો હતો કે તેણે આ વાત છુપાવીને એવલીનને દગો દીધો છે. અને એટલેજ એવલીને પોતાને રૂમમાં બંધ કરી દીધી છે.

“એવલીન ....! પ્લીઝ ....!” જોય દરવાજે વધુ એકવાર મુઠ્ઠી મારતાં કહ્યું “તારી માનસિક હાલત એવી નહોતી કે હું તને આ વાત કહું....!” જોય થોડીવાર અટક્યો.

“એવલીન...તું શરૂઆતથી જ ગાંડાની જેમ મને પામવા માટે પ્રયાસો કરી રહી હતી....!મને ડર હતો કે જો હું તને આ વાત કહીશ તો ...તો...તું કંઇક કરી બેસીશ......” જોય કહેવા લાગ્યો “હું બસ યોગ્ય સમયની રાહ જોતો હતો....!”

“તારો કોઈ વાંક નથી.....! જોય....! વાંક મારોજ છે. ...!” એવલીન રૂમમાંથી રડતાં-રડતાં બોલી “પ્લીઝ...લીવ મી અલોન.....! લીવ મી ...જોય ....લીવ મી.....!”

એવલીન રડવા લાગી.

“એવલીન....! listen ..! I didn’t want to hurt you…” જોયે ફરી પ્રયત્ન કરતાં રડમસ અવાજે કહ્યું.

“જોય ....I Know....! વાંક તારો નથી....!” એવલીન હજી પણ રડી રહી હતી “please... I beg you ...leave me alone.......”

જોય રડમસ ચેહરે ત્યાંથી જવા લાગ્યો. જતાં-જતાં તેણે પાછાં વાળીને એવલીનના રૂમના દરવાજાની સામે ગમગીન નજરે જોયુ અને પછી પોતાનાં રૂમ તરફ જતો રહ્યો.

એવલીન તેનાં રૂમના દરવાજાને અડીને નીચે બેઠાં-બેઠાં ક્યાંય સુધી રડતી રહી.

***

“નોવા....હજી ગ્લાસ ભર....!” ચિક્કાર વ્હીસ્કી પીધાં પછી નશામાં લથડતાં સ્વરમાં એવલીને નોવાને વધુ એક લાર્જ પેગ ગ્લાસમાં ભરવા કહ્યું.

છેલ્લાં ત્રણ દિવસથી એવલીન ડિપ્રેશનમાં સરી પડી હતી. જ્યારથી જોયે એવલીનનો પરિચય ક્રાયોજેનિક કેપ્સ્યુલમાં સુતેલાં તેનાં પત્ની અને દીકરી જોડે કરાવ્યો હતો ત્યારથી એવલીનની આ હાલત થઇ ગઈ હતી. પોતાનાં સ્વાર્થ માટે જોયને જગાડીને એવલીને જે કર્યું હતું તેનાથી તેનું હ્રદય પેહલાંથીજ “ગીલ્ટ” થી ભરાયેલું હતું. હવે જ્યારે એવલીને જોયની પત્ની અને દીકરી વિષે જાણ્યું તો એ ગીલ્ટની ભાવના એટલી પ્રબળ થઇ ગઈ કે એવલીન ઘોર હતાશામાં સરી પડી. તેણે ફક્ત જોયજ નહિ પણ તેની સાથે-સાથે તેની પત્ની અને દીકરીની પણ જીંદગી બરબાદ કરી નાંખી હતી. છેવટે તે વ્હીસ્કીનાં સહારે પોતાની પીડા ઘટાડવાનો પ્રયાસ કરવા લાગી.

“I am sorry Joy......! I am sorry...!” એવલીન નશામાં ટેબલ પર માથું નાખી બબડવા લાગી. નોવા ગ્લાસ સાફ કરતાં-કરતાં એવલીનને જોવા લાગ્યો. તે કંઇક બોલવા જતો હતો એટલામાંજ એવલીન ઉભી થઈને લથડતાં-લથડતાં ચાલવા લાગી.

બબડાટ કરતી અને લથડાઈને ચાલતી-ચાલતી એવલીન કોરીડોરમાં આવી ગઈ અને થોડું ચાલ્યા પછી ઢળી પડી. કોરીડોરમાં ઢળી પડેલી એવલીન ત્યાંજ ધીરે-ધીરે ઊંઘમાં સરી પડી.

***

ચાર કલાક પછી જયારે એવલીન ભાનમાં આવી ત્યારે તેનાં રૂમમાં બેડ ઉપર સુતેલી હતી. એવલીને જોયું કે બેડની સામે પડેલી આરામ ખુરશીમાં જોય માથું ઢાળીને સૂતેલો હતો. એવલીન જોયની સામે થોડી વાર સુધી જોતી રહી. જોયને જોતાં-જોતાં તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેને શીત નિદ્રામાં કેપ્સ્યુલમાં સુતેલી જોયની પત્ની અને તેની દીકરીના ચહેરાઓ યાદ આવી ગયા.

એવલીને તેનું મોઢું જોય તરફથી ફેરવી લીધું. કેટલોક સમય એમજ બેડ ઉપર પડ્યા રહીને એવલીન બેડરૂમની છતને શૂન્યમનસ્ક બનીને તાકતી રહી. પછી ઉભી થઈને શાવર લેવા ચાલી ગઈ.

શાવર લેતાં-લેતાં પણ એવલીન રડતી રહી. શાવર લીધાં પછી પોતાનાં શરીરે ટોવેલ લપેટીને જયારે બાહર આવી ત્યારે તેણે જોયું કે જોય કોફીના બે મગ લઈને બેડ પાસે ઉભો હતો. તેનાં મોઢાં ઉપર પરાણે હસતો હોય તેવું હાસ્ય હતું.

જોયને જોઇને એવલીન બાથરૂમના બારણે જ થોડીવાર માટે ગમગીન ચેહરે ઉભી રહી. જોય તેની તરફ થોડું ચાલ્યો. એવલીનની નજીક આવીને એણે એવલીનની સામે કોફીનો એક મગ ધર્યો.

એવલીને નીચું જોઇને મગ લઇ લીધો. બંને થોડીવાર ચુપ રહ્યા.

“એવલીન....!” જોય બોલવા જતો હતો ત્યાંજ એવલીન વચ્ચે તેને રોકતા બોલી.

“જોય પ્લીઝ...!” એવલીને જોયની સામે જોયું “મને થોડો સમય આપ...! મને એકલી છોડીદે પ્લીઝ....!”

“પણ એવલીન ...” જોયે અધીર્યા સ્વરે કીધું “આપણે મિત્રો તો છીએજ ને તો પછી શા માટે તું એકલી રેહવા માંગે છે....તને પુરતો સમય આપવા માટેજ મેં તને મારાં ફેમીલી વિષે નહોતું કહ્યું....”

“હું જાણું છું જોય.....!” એવલીન નીચું જોઈ ગઈ “તારો કોઈજ વાંક નથી...!”

“નાં....એવલીન...વાંક મારોજ છે. જો મેં તને પેહલાંજ કહી દીધું હોત તો તું અત્યારે ડીપ્રેશનમાં ના આવી ગઈ હોત....!” જોયે એવલીનના ખભા ઉપર તેનો એક હાથ મુકતા કહ્યું,

એવલીન રડમસ થઈને જોયની સામે જોઈ રહી પછી કહ્યું “તારું હ્રદય કાંચ જેવું સાફ છે જોય....! વાંક તારો નથી....તું કંઈ નથી જાણતો....!”

“એવ...” જોય બોલવા જતો હતો ત્યાં એવલીને તેનાં હોઠ ઉપર આંગળી મુકતા વિનંતીના સ્વરમાં કહ્યું “જોય...! જા અહિયાંથી પ્લીઝ....!”

“એક શરત ઉપર....!” જોયે એવલીનનો હાથ પકડતાં કહ્યું.

“શું....!?” એવલીને પૂછ્યું.

“તું..ડીપ્રેશનમાં આવીને એવું કંઈ ના કરી લેતી કે આ સ્પેસશીપઉપરની મારી એકમાત્ર મિત્ર હું ખોઈ બેસું....ok!” જોયે કહ્યું.

“અઢી વર્ષ જોય...!” એવલીને પીડાદાયક સ્વરમાં કહ્યું “હું એકલી અઢી વર્ષ રહી છું. જેમાં મોટાભાગનો સમય હું નશામાં અને ડિપ્રેશનમાં જ રહી છું. ચિંતા નાં કર હું હજી બીજા અઢી વર્ષ તો આ રીતે જીવી લઈશ.....!”

“એવલીન...!” જોયને એવલીન ઉપર દયા આવી ગઈ “મારો ઈરાદો તને એ પીડાદાયક સમય યાદ અપાવાનાનો નહોતો...”

“I promise....જોય હું એવું કંઈ નહિ કરું...!” એવલીનને જોયથી થોડાં દુર ખસતાં કહ્યું. જોય સમજી ગયો કે એવલીન તેને ત્યાંથી જવાનું કહી રહી હતી. જોય થોડીવાર એવલીન સામે જોતો રહ્યો. પછી ત્યાંથી ચાલવા લાગ્યો. બેડરૂમનો દરવાજો આપોઆપ ખુલ્યો અને જોયના બહાર ગયા પછી એની મેળે બંધ થઇ ગયો.

એવલીન ધડામ દઈને બેડ ઉપર બેસી ગઈ. કોફીનો મગ બેડની જોડેના ટેબલ ઉપર મુકીને એવલીન ફરી છત સામે શૂન્યમનસ્ક જોવા લાગી.

તેનાં મગજમાં હવે એકજ વાત ચાલતી હતી કે જે નુકશાન તેણે જોયનું કર્યું છે. તેની ભરપાઈ કેવી રીતે કરવી. સૌથી મોટો પ્રશ્ન તેનાં મગજમાં એ ઘૂમરાતો હતો કે જોયને સાચું કેહવું કે નહિ ...!? અને કેહવું તો કેવીરીતે કેહવું....? કેવીરીતે એમ કેહવાની હિમ્મત કરવી કે “જોય તારી અને તારા પરિવારની આ નાનકડી જિંદગી મેં બરબાદ કરી નાખી....એ હું જ છું જેણે તને ક્રાયોજેનિક સ્લીપમાંથી જગાડ્યો...” કેવી રીતે?

વિચારે ચડેલી એવલીને આખરે બેડની બાજુના ટેબલના ખાનાંમાંથી દારુની એક બોટલ કાઢી જે તેણે નોવા પાસેથી લીધી હતી અને તેનું ઢાંકણું ખોલી ઢીંચવા લાગી. અડધી બોટલ ખાલી થતાં-થતાં એવલીનના મગજ ઉપર દારૂના નશાએ અને જોય અંગેના ઉપરોક્ત વિચારોએ ભરડો લીધો અને એવલીનની આંખો નશામાં ભમવા માંડી.

***

“જોય શું કરે છે...!?” બારમાં નોવાની સામે બેસીને વ્હીસ્કી પીતાં-પીતાં એવલીને નોવાને પૂછ્યું.

છેલ્લાં પંદર દિવસથી જોય અને એવલીન વચ્ચે લગભગ કોઈ વાતચીત નહોતી થઇ. એવલીન મોટાભાગનો સમય તેનાં રૂમમાંજ ભરાઈ રહેતી. ક્યારેક ક્યારેક વ્હીસ્કી પીવા માટે બારમાં જતી અને તે દરમ્યાન તે નોવા સાથે જોયની ચર્ચા કરતી.

“એ પણ તમારું પૂછતાં હોય છે....!જયારે પણ આવે છે...!” નોવાએ સ્મિત સાથે કહ્યું.

“હમ્મ....!” એવલીન વ્હીસ્કીનો ગ્લાસ હાથમાં રમાડી રહી હતી.

“તમારે એકબીજા જોડે વાત કરવી જોઈએ...!” નોવાએ કહ્યું

“તને નથી ખબર નોવા ...!” એવલીને નિરાશ સ્વરમાં કહ્યું “કે મેં જોયની સાથે શું કર્યું છે....જો ખબર હોત તો તું આવું ના બોલત....!”

“શું તમે ભૂતકાળમાં કોઈ એવી ભૂલ કરી હતી જે તમારે નહોતી કરવી જોઈતી...!”? નોવાએ પૂછ્યું.

“હા.....!” એવલીને વ્હિસ્કીનો એક ઘૂંટ લીધો તેને ફરી જોય યાદ આવી ગયો.

“તમે તે ભૂલને સુધારવાનો પ્રયત્ન કરી શકો છો....!” નોવાએ કહ્યું.

“અને જો ભૂલ સુધારવાનો કોઈ રસ્તો નાં હોય તો...!” એવલીને વ્હીસ્કી પીતાં-પીતાં પૂછ્યું.

“તો પછી તેના વિષે ભૂલી જાવ....!” નોવાએ સહજતાથી કીધું “તમે તમારો ભૂતકાળ ક્યારેય નહિ બદલી શકો...! તમારી પાસે આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ નથી”

એવલીને નોવા સામે ભીની આંખે જોયું “તે બહુ સાચી વાત કહી દીધી નોવા...જે હું કરી ચુકી છું તે કદી નથી બદલી શકવાની ....” એવલીનનું મોઢું ફરી ઉદાસ થઇ ગયું.

“તો પછી મારે શું કરવું જોઈએ....!” થોડીવાર ચુપ રહ્યા પછી એવલીને નોવાને પૂછ્યું અને તેને ફરી ગ્લાસમાં વ્હીસ્કી ભરવાનો ઈશારો કર્યો.

“પહેલાં તો તમે વધુ પડતી વ્હીસ્કી પીવાની બંધ કરો....!” નોવાએ મજાક કરતાં કહ્યું.

“નોવા....!” એવલીન હસી પડી “આપને યાર....!”

નોવાએ ગ્લાસમાં વ્હીસ્કી ભરી. એવલીન ઘણાં દિવસે થોડું હસી. જેના લીધે તેનો મૂડ થોડો ઠીક થયો. તેણે થોડી વાર નોવાની સામે જોયે રાખ્યું.

“મેં સાંભળ્યું છે....!” નોવાએ તેની સામે જોઈ રહેલી એવલીનને જોતાં કહ્યું “જો કોઈ તમારી સામે આ રીતે જોઈ રહે તો તમને એનાથી પ્રેમ થઇ જાય....?”

એવલીન ખડખડાટ હંસી પડી “નોવા .....! શું વાત છે...? હે...! આજે તું બહુ સારા મૂડમાં છે.....!?”

“હું તો બસ મારા ગ્રાહકનું મનોરંજન કરી રહ્યો હતો. તમે ઉદાસ લગતા હતા તો તમારો મૂડ ઠીક થાય એટલાં માટે....!” નોવાએ સહજતાથી કહ્યું.

“એમ....! હું તો ભૂલીજ ગઈ હતી કે તું પણ અમારી જેમ મજાક-મસ્તી કરી જાણે છે....!” એવલીને કહ્યું.

“મને આનંદ થયો....” નોવાએ તેનું માથું થોડું ઝુકાવતાં અભિવાદન કર્યું.

એવલીન ફરી થોડું હસી. હવે તેને થોડું ફ્રેશ ફિલ થઇ રહ્યું હતું. જાણે તેનામાં નવી પોઝીટીવ ઉર્જાનો સંચાર થયો હોય તેમ.

“હવે તમારા પ્રશ્નનો જવાબ ...!” નોવાએ એવલીનને કહ્યું “જો તમે તમારી ભૂતકાળની ભૂલ સુધારી ના શકો તો તમે જેનું નુકશાન કર્યું છે તેને તેનું વળતર આપવાનો પ્રયાસ કરો....!”

“પરંતુ નોવા....!” એવલીને મોઢું બનાવતા કહ્યું “આ સ્પેસશીપ ઉપર હું પૈસાની બેગ ભરીને નહોતી લાવી...”

“વળતર હંમેશા પૈસામાંજ હોય એવું જરૂરી નથી ...એવલીન..!” નોવા તેનાં વ્હીલ ઉપર સરકીને પાછો ગયો, વ્હીસ્કીની બોટલ અન્ય હરોળમાં મૂકી અને પાછો ટેબલ પાસે આવી ગયો.

“તો પછી...!?” એવલીને મુંઝવતાં મને પૂછ્યું

“પ્રેમ, હુંફ, મિત્રતા....ઘણું બધું છે જે પૈસા કરતાં વધુ મુલ્યવાન હોઈ શકે છે....!” નોવાએ શાંત અને પ્રેમાળ સ્વરમાં કહ્યું.

એવલીન ફરી નોવા સામે જોતાં-જોતાં વિચારોમાં ખોવાઈ ગઈ. નોવાએ ફરીવાર ઘણી મોટી વાત કહી દીધી હતી.

“એમ પણ...!” એવલીન મનમાં વિચારવા લાગી “આ સ્પેસશીપ ઉપર પૈસાનું શું કામ....!”

“નોવાની વાત સાચી છે.....જોયની પાસેથી મેં જે મુલ્યવાન જીવન છીનવ્યું છે તેની ભરપાઈ હું પૈસાથી ક્યારેય નાં કરી શકું”

“હું તેને પ્રેમ આપી શકું....! અખૂટ પ્રેમ....!”

“હું તેને મિત્રતા આપી શકું....! કદી ના તૂટે તેવી મિત્રતા....!”

“આ અનંત કાળા અને ઠંડા અંતરીક્ષમાં....હું તેને મારા શરીરની હુંફ આપી શકું.....!”

એવલીન વિચારે ચડી ગઈ. ઘણો સમય સુધી પોતે જોય માટે શું કરી શકે છે તે વિચારોમાં ખોવાયેલી એવલીનના ગુલાબી ગાલ ઉપર લાગણીભીનું એક અશ્રુબિંદુ આવી ગયું.

“અરે...!” નોવાએ એવલીનના ગાલ પર આવી રહેલાં આંસુ જોઇને કહ્યું “તમે રડો છો....!?”

“Thank you નોવા......!” એવલીને સ્ટૂલ ઉપરથી ઉભા થતાં કહ્યું “you are my best friend” એવલીને નોવાના ગાલ ઉપર હળવું ચુંબન કર્યું. અને પાછળ ફરીને ચાલવા લાગી.

નોવા સસ્મિત ચેહરે એવલીનને જતાં જોઈ રહ્યો.

***

બીજા દિવસે સવારે એવલીને એક પત્ર લખીને કવરમાં ભર્યો.

જોયના રૂમના દરવાજે આવી. તેનું શરીર બોડી સ્કેનરમાં ના આવી જાય એ માટે એવલીન દરવાજાની એક બાજુ ઉભી રહી અને નીચે વળીને તેનો પત્ર દરવાજાની નીચેની ધારથી જોયના રૂમમાં સરકાવી દીધો. જોય શાવરમાં હતો.

જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે દરવાજા પાસે પડેલો પત્ર જોયો. પત્ર કોણે નાખ્યો હશે એવું તેને પહેલાં આશ્ચર્ય થયું. પરંતુ જ્યારે તેને યાદ આવ્યું કે સ્પેસશીપ ઉપર તેનાં સિવાય માત્ર એવલીન જ એવી છે જે આ કામ કરી શકે છે, કે તરતજ તેણે દોડીને તે પત્ર લઇ લીધો અને ખોલીને વાંચવા લાગ્યો.

****

એવલીને જોયને પત્રમાં શું લખ્યું હશે.....!? આગળ વાંચો પ્રકરણ ૬ માં...

Follow me on: twitter@jignesh_19