લવ ઇન સ્પેસ S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ઇન સ્પેસ

પ્રસ્તાવના

વાર્તાનો સમયગાળો ભવિષ્યનું વર્ષ ઈ.સ.૨૫૦૦ છે. જ્યારે પૃથ્વી પરથી મનુષ્ય સિવાયની લગભગ બધીજ જીવસૃષ્ટિનું નિકંદન નીકળી ચુક્યું છે.

પોતાની લગભગ દરેક જરૂરિયાત માટે પૃથ્વી પરની અન્ય જીવસૃષ્ટિ પર નભતા મનુષ્યએ અન્ય જીવોની ગેરહાજરીમાં પોતાનું અસ્તિવ જોખમાઈ જાય એ પહેલાં જ સમય પારખીને પોતાના બચાવ માટેના પગલા વર્ષો પેહલાં જ ભરવાના શરુ કરી દીધા હતાં.

જેના ભાગરૂપે મનુષ્યે પૃથ્વીથી ૬૦ પ્રકાશવર્ષ દૂરની એક આકાશગંગા જેને “નૈરીતી” નામ આપવામાં આવ્યું હતું તેની શોધ કરી હતી. નૈરીતી નામ એટેલ અપાયું કેમકે તેની શોધ એવા અણીના સમયે એક ભારતીય મહિલા વૈજ્ઞાનિક નૈરીતી સામંથા દ્વારા ૩૦૦ વર્ષ પેહલાં કરવામાં આવી હતી. ત્યારબાદ એજ વૈજ્ઞાનિકએ તેના નામની “નૈરીતી” આકાશગંગામાં પૃથ્વી જેવું જ વાતારણ ધરાવતો ગ્રહ શોધી નાખ્યો. પૃથ્વી જેવું જ ગુરુત્વાકર્ષણ, હવાં, પાણી, પ્રાણવાયુ, વગેરે ધરાવતો આ ગ્રહ નાશવંત થવાની અણી ઉપર પહોંચી ચુકેલી મનુષ્ય જાત માટે આશાનું કિરણ બન્યો આથી એ ગ્રહને નામ અપાયું “હોપ (Hope)”.

ત્યારબાદ વિશ્વનાં મોટા દેશો જેવા કે અમેરિકા, રશિયા, ચીન, ભારત વગેરેએ ભેગાં મળીને પોતાના હોશિયાર વિજ્ઞાનીઓને Hope ગ્રહ સુધી પહોંચી શકાય તેવાં સ્પેસ શીપ બનાવવાની તેને લગતા જરૂરી સંશોધનો કરવાની જવાબદારી સોંપી. જેથી મનુષ્યજાતને નાશવંત થતી બચાવી શકાય. પેઢી-દર-પેઢી શોધ-સંશોધનો વગેરે દ્વારા લગભગ ૨૦૦ વર્ષની એકધારી મેહેનત બાદ મનુષ્યએ દૂરની આકાશગંગા સુધીના ગ્રહો સુધી અંતરીક્ષ યાત્રા કરી શકે તેવા વિશાળકાય સ્પેસ શીપો તેમજ તેને લગતી જરૂરી અન્ય ટેકનોલોજી વિકસાવી લીધી.

ત્યારબાદ એક પછી એક અનેક સ્પેસ ફ્લાઈટ યોજીવામાં આવી. નવાં શોધાયેલાં ગ્રહ Hope ઉપર વસવામાટે દુનિયાના લગભગ બધાજ દેશોના લોકોનો ધસારો થયો. અને મનુષ્યે Hope ગ્રહ ઉપર ધીમે-ધીમે અનેક વર્ષોમાં એક પછી એક ઘણી વસાહતો વસાવી. જોકે પૃથ્વી પર વસતા ઘણાં દેશોમાં એવા કેટલાય મનુષ્યો હતા જેઓ પોતાની વ્હાલસોયી ધરતીમાતાને છોડી જવા તૈયાર નહોતા. આવા કેટલાંય મનુષ્યોએ પૃથ્વી પર જ “જે થશે એ જોયું જાશે” એમ માનીને પોતાનું જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું.

એવલીન રોઝ –એવી જ એક મહત્વકાંક્ષી યુવતી છે જે નવાં ગ્રહ Hope ઉપર વસવા માટે અંતરીક્ષ સફર ઉપર જઈ રહી છે પોતાની સાથે સફર કરી રહેલા એક યુવાન સાથે પ્રેમમાં પડે છે. વાર્તા હોલીવુડની એક મુવી પર આધારિત છે. પરંતુ આખી વાર્તા નવેસરથી લખી છે. લખાણ, આંકડાકીય ભૂલ કે પછી અન્ય કોઈ પ્રકારની ભૂલ થઇ હોય તો ક્ષમા કરજો.

હવે આગળની વાત વાર્તામાં વાંચો

- જીગ્નેશ

મો-૯૫૧૦૦૨૫૫૧૯

નોંધ: જો કોઈ વાચક આ storyને PDFમાં વાંચવા ઇચ્છતું હોય તો તેઓ મને ઉપર લખેલા મારા mobile નંબર ઉપર watsapp કરી શકે છે. PDFમાં લખાયેલ storyની ખાસિયત એ છે કે તેમાં લખાણમાં ઘણી જગ્યાએ ફોટોગ્રાફ્સ મુકવામાં આવ્યા છે. જેનાથી story વાંચતી વખતે તમારા “imagination” ને boost મળે છે. તેમજ ફોટોગ્રાફ્સને લીધે નોવેલ એક ગ્રફિક નોવેલની સ્ટાઇલમાં લખાઈ છે.

લવ ઇન સ્પેસ

પ્રકરણ -૧

પૃથ્વી- ઈ.સ. ૨૫૦૦

ઈંટરનેશનલ સ્પેસ સેન્ટર, ઓર્લાન્ડો ફ્લોરીડા, USA

ફ્લોરીડા ના વિશાળ ઈંટરનેશનલ સ્પેસ સેન્ટરમાં ૩૩ વર્ષીય એવલીન રોઝ તેનાં હાથમાં પોતાની સ્પેસ ફ્લાઈટની ટીકીટ અને બોર્ડીંગ પાસ લઈને પોતાનો વારો આવવાની રાહ જોતી હતી.

સ્પેસ ફ્લાઈટના નિયમોનુસાર દરેક પસેન્જરનો બધોજ સામાન પહેલેથીજ સ્પેસશીપ “Traveller X” માં મોકલી દેવાયો હતો જે પૃથ્વીનાં વાતાવરણ થી ૫૦૦ કિલોમીટર ઉંચેના અવકાશમાં બનેલા સ્પેસ સ્ટેશન ઉપર “પાર્ક” થયેલું હતું. Traveller X જેવા અનેક સ્પેસ શીપો બનાવવામાં આવ્યા હતાં. છેલ્લાં ૧૫૦ વર્ષોમાં આ બધા સ્પેસ શીપોએ પૃથ્વી પરના વિવિધ દેશોનાં કરોડો મનુષ્યોને લઈને પૃથ્વીથી Hope ગ્રહ સુધી અનેક યાત્રાઓ ખેડી હતી. જોકે Traveller X સ્પેસ શીપની પૃથ્વીથી Hope ગ્રહ સુધી મનુષ્યોને લઇ જતી અંતિમ ફ્લાઈટ હતી.

પૃથ્વી પરથી Hope ગ્રહ પર વસવાટ માટે જનારા મનુષ્યો ની સંખ્યા હવે પૂર્ણ થઇ ગઈ હતી. જે મનુષ્યો બચ્યા હતાં તેઓ પોતાની વ્હાલી પૃથ્વીને છોડીને જવા ઈચ્છુક નહોતા. આ સિવાય પૃથ્વીથી Hope ગ્રહ સુધી મનુષ્યોને લઇ જવાના આ અભિયાન સાથે જોડાયેલા કેટલાંક વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર રેહવાનું હતું. પૃથ્વી પર રહીને તેઓએ Traveller X સ્પેસ શીપની પૃથ્વીથી Hope ગ્રહ સુધીની અંતિમ યાત્રાનું સંચાલન કરવાનું હતું અને જો કોઈ સંજોગોમાં પૃથ્વીનું વાતાવરણ મનુષ્ય જાતિ માટે રેહવા યોગ્ય બને તો આવનારી પેઢીને મનુષ્ય જાતિ નો Hope ગ્રહ પરના વસવાટ વગેરેનું જ્ઞાન વારસામાં આપવાનું હતું. જેથી ભવિષ્યની પેઢી જરૂર પડે તે જ્ઞાનનો ઉપયોગ કરી શકે.

Waiting લોન્જ બેઠેલી એવલીન દીવાલ ઉપર લાગેલા digital display board ઉપર પોતાનું નામ આવે તેની રાહ જોઈ રહી હતી. મોટેભાગે સફેદ રંગમાં રંગાયેલું સ્પેસ સેન્ટર ૧૧૦૦ એકરમાં પથરાયેલ એક અત્યાધુનિક વિશાળ બિલ્ડીંગમાં બન્યું હતું. એક થી એક અત્યાધુનિક ઉપકરણો, સ્પેસ ટ્રાવેલ કરનાર યાત્રીઓની મદદ માટે બનેલા અનેક હેલ્પ ડેસ્ક, કન્ટ્રોલ રૂમ્સ, મેડીકલ સેન્ટરો, રેસ્ટ રૂમ વગેરેનો સમાવેશ બિલ્ડીંગમાં થતો હતો. સ્પેસ સેન્ટરના સ્ટાફમાં મનુષ્યો ની સાથે-સાથે અનેક Artificial Intelligence ધરાવતા અનેક રોબોટો પણ કામ કરતા હતા. આ ફ્લાઈટ અંતિમ ફ્લાઈટ હોવાથી Traveller X સ્પેસ શીપમાં યાત્રીઓની સંખ્યા અગાઉની સ્પેસ ફ્લાઈટ કરતા ઘણી ઓછી હતી. આમ છતાં સ્પેસ સેન્ટર ઉપર ઘણાં યાત્રીઓની ભીડ હતી. જો કે ભીડ-ભાડ ના થાય તે માટે સ્પેસ સેન્ટરમાં કાઉન્ટરનો સંખ્યા પણ પુરતી હતી.

લગભગ ૧૫ મિનીટ રાહ જોયા બાદ એવલીને digital display board ઉપર પોતાનું નામ જોયું. નામ જોતાજ એવલીન પોતાની જગ્યા ઉપર ઉભી થઇ. ચાલતી-ચાલતી સ્કેનર પાસે આવી અને સ્કેનર ઉપર પોતાનો Boarding પાસ મુકીને સ્કેન કર્યો. Boarding પાસ સ્કેન થતાં જ ગ્રીન લાઈટ થઇ અને આગળ લોખંડની રેલીંગ વાળો ગેટ ખુલી ગયો.

અહીં સુધીનું તમામ કામ ઓટોમેટિક હતું, કોઈ મનુષ્ય દ્વારા નહિ. નિયમ પ્રમાણે એવલીન પાસે કોઈ પણ પ્રકારનો સામાન ન હતો. ફક્ત તેનો Boarding પાસ જ હતો.

Boarding પ્રક્રિયામાંથી પસાર થયા પછી એવલીનને women શાવર રૂમ તરફ લઇ જવાઈ. ત્યાં સુધી દોરી જનાર પણ મનુષ્ય આકાર નો રોબોટ જ હતો. જોકે તેણે પગની જગ્યાએ પૈડાવાળી ખુરશી જેવાં પૈડા હતાં. મોટેભાગે બધાંજ રોબોટ એ જ રીતના બનેલા હતા. કેટલાંક રોબોટને તેમનાં કામની જરૂરીયાત પ્રમાણે અલગ-અલગ રીતે બનાવવામાં આવ્યા હતા. શાવર રૂમ પહોંચતા જ રોબોટે એવલીનને એક સ્વચ્છ સફેદ રંગનો ટોવેલ અને કોઈન જેટલું નાનું ચોરસ કાંચનું ટોકન આપ્યું.

ટોવેલ લઈને એવલીન શાવર રૂમમાં પ્રવેશી અને તેને આપવામાં આવેલા ટોકન નંબરના બાથરૂમમાં નાહી લીધું. તેનાં બાથરૂમના કબાટમાં અગાઉથી જ સ્પેસ યાત્રમાં પહેરવાના કપડાં મૂકી દેવામાં આવેલા હતા. સફેદ રંગના સિન્થેટિક મટિરિયલના બનેલાં કપડાં એવલીનના સુંદર ઘાટીલા ફિગર ઉપર સંપૂર્ણ રીતે ફીટ બેસી ગયા. સાઈઝ માપવાની કોઈ જરૂર ન હતી કેમકે આધુનિક ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલા કપડાં પેહરનારની સાઈઝ પ્રમાણે આપોઆપ ફીટ બેસી જતા. સ્પેસ ટ્રાવેલ કરનાર દરેક યાત્રીએ આ જ પ્રકારનાં કપડાં પહેરવાં ફરજીયાત હતાં.

કપડાં પેહરીને એવલીન શાવર રૂમમાંથી બાહર આવી. જ્યાંથી ફરી એજ રોબોટ તેણે મેડીકલ તપાસ માટેની લેબમાં લઇ ગયો. સંપૂર્ણ મેડીકલ તપાસ બાદ એવલીનને શીત નિદ્રા (ક્રાયોજેનિક સ્લીપ) ની પ્રક્રિયા માટેની લેબમાં લઇ જવામાં આવી.

શીત નિદ્રા (ક્રાયોજેનિક સ્લીપ) ની પ્રક્રિયા વૈજ્ઞાનિક ભાષામાં Hibernation નામે ઓળખાય છે. આ પ્રક્રિયામાં શરીરની તમામ ક્રિયાઓને તેમજ અંગોને લગભગ નિષ્ક્રિય કહી શકાય તે અવસ્થામાં પહોંચાડવામાં આવે છે. આનાથી શરીરમાં ઉર્જાનો વાપરશ નહિવત્ થાય છે. અને વ્યક્તિ લાંબા સમય સુધી અંતરીક્ષમાં યાત્રા ખેડી શકે છે. (જીવ જગતમાં પણ કેટલાંક પશુ, પક્ષીઓ આ પ્રકારે શિયાળામાં શીત નિદ્રામાં પોઢી જતા હોય છે. જેમકે ધ્રુવ પ્રદેશનું રીંછ, ઉત્તર ધ્રુવની ગુફાઓમાં જોવા મળતા ચામાંડીયા વગેરે આખા શિયાળા દરમિયાન શીત નિદ્રામાં પોઢી જતાં હોય છે અને શિયાળો પૂર્ણ થતાં પાછા જાગે છે.)

જોકે આખી પ્રક્રિયા એક લાંબી પ્રક્રિયા હોય છે.

એવલીનને Hibernation પ્રક્રિયા માટે એક આધુનિક લેબ માં લઇ ગયા પછી કેટલીક દવાઓ ગળવા આપવામાં આવી તેમજ અન્ય જરૂરી દવાઓ ઈન્જેકશન દ્વારા આપવામાં આવી. એવલીન સ્પેસ ટ્રાવેલ કરવા માટે ખુબ રોમાંચિત હતી. આથી લેબમાં પ્રવેશ્ય પાછી તેના હ્રદયના ધબકારા તેજ થઇ ગયા. જોકે જેમ-જેમ દવાઓની અસર શરુ થઇ તેમ-તેમ શરૂઆતમાં તેના ધબકારા ધીમા અને નિયમિત થયા ત્યારબાદ એવલીનના શરીરની ક્રિયાઓ જેવીકે શ્વસન ક્રિયા વગેરે ધીમી પાડવા લાગી તેમજ તેના અંગો જેવાકે હ્રદય, મગજ વગેરે પણ ધીમે-ધીમે બંધ પડવા લાગ્યા. શરૂઆતમાં ધીમી પડેલી ક્રિયાઓ આખરે નહિવત્ થઇ ગઈ અને શરીરના અંગો ધીમે-ધીમે નહિવત્ કહી શકાય તેટલું કાર્ય કરવા લાગ્યા. આખરે એવલીનનું શરીર બેભાન અવસ્થામાં તદન નિષ્ક્રિય કહી શકાય તે અવસ્થામાં પહોંચી ગયું. તેની આંખો બંધ થઇ ગઈ અને બે રોબોટ દ્વારા તેના શરીરને મનુષ્યના શરીરના આકારની એક લાંબી લંબચોરસ, હવાચૂસ્ત, કાંચના ઢાંકણાવાળી ક્રાયોજેનિક કેપ્સ્યુલમાં મુકવામાં આવ્યું.

ક્રાયોજેનિક કેપ્સ્યુલને સીલ બંધ કરવામાં આવી. ત્યારબાદ કેપ્સ્યુલનું તાપમાન શૂન્ય નીચે -૧૩૦˚ લઇ જવામાં આવ્યું અને -૧૩૦˚ જેટલાં નીચાં તાપમાને મનુષ્યનું શરીર તેમજ તેના અંદરના અંગો બરફ બની નાં જાય એટલાં માટે કેપ્સ્યુલમાં બ્લુ કલરનું પ્રવાહી ભરવામાં આવ્યું. ક્રાયોજેનિક કેપ્સ્યુલ એક અતિઆધુનિક કહી શકાય તેવી મીની ક્લિનિક જેવી હતી. હવે એવલીનનું શરીર ક્રાયોજેનિક સ્લીપ (શીત નિદ્રામાં) હતું. આ આખી પ્રકિયા પૂર્ણ થવામાં લગભગ ૬ કલ્લાક જેટલો સમય લાગ્યો. જોકે દવાઓ પીધા પછી એવલીનને હવે કઈજ ખબર નહોતી પડવાની. આખી પ્રક્રિયા એક નિષ્ણાંત ડોકટરની દેખરેખમાં રોબોટો દ્વારા કરવામાં આવી.

આજ પ્રક્રિયા અન્ય યાત્રીઓ સાથે પણ કરવામાં આવતી. પછી બધાજ યાત્રીઓના શરીરની ક્રાયોજેનિક કેપ્સ્યુલોને ભારતના ઈસરોના હોનહાર વૈજ્ઞાનિકો દ્વારા બનવવામાં આવેલાં “બ્રહ્મા” સીરીઝના વિશાળ સ્પેસ રોકેટો દ્વારા પૃથ્વીનાં વાતાવરણ થી ૫૦૦ કિલોમીટર ઉંચેના અવકાશમાં બનેલા સ્પેસ સ્ટેશન ઉપર પાર્ક કરેલાં સ્પેસ શીપમાં મોકલવામાં આવતાં અને ત્યાંથી તેમની પૃથ્વીથી Hope ગ્રહ સુધી ૧૨૦ વર્ષ લાંબી સ્પેસ ટ્રાવેલ શરુ થતી.

“બ્રહ્મા” સીરીઝના વિશાળ સ્પેસ રોકેટોના લૌન્ચિંગ પેડ અનેક દેશોમાં બનાવામાં આવ્યા હતા. અનેક દેશોના યાત્રીઓની ક્રાયોજેનિક કેપ્સ્યુલોને પેહલાંજ Traveller X સ્પેસ શીપમાં મોકલી દેવામાં આવી હતી. પૃથ્વી પરથી જઈ રહેલું આ અંતિમ રોકેટ હતું.

અત્યાર સુધી ઈસરો દ્વારા બ્રહ્મા સીરીઝના ૮૯૦ વિશાળ રોકેટો બનાવવામાં આવેલાં. એવલીન અને અન્ય યાત્રીઓના શરીર સાચવેલી ક્રાયોજેનિક કેપ્સ્યુલોને બ્રહ્મા સીરીઝના વિશાળ રોકેટ Brahmaa-X માં લાદવામાં આવ્યાં અને એ વિશાળ રોકેટે જોત-જોતામાં પોતાના વિશાળ એન્જીનોમાંથી આગ ઓકતા-ઓકતા અંતરીક્ષ તરફ પ્રયાણ કર્યું.

વિવિધ દેશોની news ચેનલોએ આ આખરી ઘટનાનું Live telecast પણ કર્યું.

સ્પેસ સેન્ટર પર હાજર અનેક વૈજ્ઞાનિકો, સ્પેસ સેન્ટરની આજુબાજુ મનુષ્યજાતની Hope ગ્રહ સુધીની અંતિમયાત્રાના “અંતરીક્ષ જહાજને” વિદાય આપવા ભેગી થયેલી મેદનીએ હર્ષોલ્લાસ અને ચિચિયારીઓ સાથે તે યાત્રીઓને વિદાય આપી. કેટલાંક તો યાત્રીઓના સગા પણ હતાં જેમના પરિવારના કેટલાંક સભ્યોએ Hope ગ્રહ પર વસવા જવાનું પસંદ કર્યું હતું. આવા યાત્રીઓના સગાઓ Brahmaa-X રોકેટને અવકાશમાં ચઢતું જોઇને લાગણીભીના થઇ રડી પણ પડ્યા.

***

આગળ વાંચો પ્રકરણ ૨ માં

૩૩ વર્ષની એવલીન પોતાની સાથેના એક યુવાન યાત્રીના પ્રેમ પડે છે. અને.......