અર્પણ:
સુખ દુઃખના સથી એવા તમામ ફકડ મિત્રો ને
શહેરની મધ્યમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફ્લેટ ન ૪૩ માં ૫ યુવાનો ધીમા સંગીત સાથે ડોમીનોઝ પિઝા નો આનંદ લઇ રહયા હતા.આટલા માં એક યુવાન બોલ્યો અરે હું તમને અને આપણા આ રાજાશાહી ફ્લેટ ને બહુ યાદ કરીશ.બીજો કહે હા યાર કાલથી આપણા તોફાન મસ્તી આ ફ્લેટ વાળા ને સહન નહીં કરવા પડે.આ પાંચેય યુવાનો કોલેજીયન હતા,ગામથી દૂર શહેર માં ભણવા આવ્યા હતા.આવતી કાલથી વકેશન પડતા હોવાથી પોત પોતાના વતન માં જવાના હતા.પીઝા પતાવીને કોઈ ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યું હતું .તો કોઈ પોતાના ધીમા વાઇફાઇ માં સર્ફિંગ નો આનંદ લઈ રહ્યા હતા.તો કોઈ પોતાના થેલા પેક કરી રહ્યા હતા.હુ પણ મારો સામાન પેક કરી રહ્યો હતો.
બીજે દિવસે સવારે બધા પેપર પતાવીને અમારી સસ્તી અને સારી એવી અતિથિ ગેસ્ટ ડાઇનિંગ માં જમવા માટે ગયા.ત્યાંથી બધા છુટા પડીને પોત પોતાના વતન માં જવા માટે નીકળ્યા.હું સામાન લઇ સ્ટેશન સુધી રીક્ષા માં ગોઠવાયો.ત્યાંથી બસમાં બારી પાસેની સીટ પર ઉપડી સવારી ગામડે જવા માટે બસ શહેરના ટ્રાફિક ને વિધિને ગામડા તરફના શાંત રસ્તા પર બસ પુરપાટ દોડતી હતી.રસ્તા પર ઉભેલા વૃક્ષો ને લીધે બારીમાંથી આવતો પવન ઉનાળામાં પણ શીતળતા નો અનુભવ કારવાતો હતો.આ દરમિયાન યુવાનોની સ્માર્ટફોન પર ચાલતી આંગળીઓ,આધેડ પુરુષની છાપા પર પડતી નજર,સ્ત્રીઓની વાતો અને નાના છોકરાઓનો આવતો રડવાનો અવાજ સતત મારા કર્ણપટલ પર અથડાઈ રહ્યો હતો.પણ મને તો મારા ગામડે પહોંચવાની ઉત્કંઠા હતી.શહેર થી ૨૫કિલોમીટર નાનું અને રમણીય ગામ ૨૦૦૦ની વસ્તી ધરાવતું આર્થિક રીતે તો ઠીકઠાક પણ સમ્પ ની દ્રષ્ટિએ ચડિયાતું હતું.ગામમાં આઝાદી પછી કોઈ દિવસ સરપંચની ચૂંટણી પણ ગામમાં થઈ નથી.ગામમાં આવતાની સાથે જ પ્રાથમિકશાળા અને બાજુ માં જીવનકાકા નો પાન નો ગલ્લો બાજુમાં વાળંદનું કેબીન અને થોડે દુર ચબૂતરો સામે પીપળાના થડ બંધ વૃક્ષો નીચે મોટો ગોળ ઓટલો.બાળા પીર ,શીતળા માં ,હનુમાનજી, અને શંકર ના હારબંધ મંદિર .સામેની બાજુ વર્ષો થી મહેમાન નો નું સ્વાગત કરવા અડીખમ ઉભેલો અંગ્રેજો વખતનો દરવાજો.બાજુમાં વિશાળ તળાવ ,તેના પર વડ અને તેની વડવાઈઓના કારણે આકર્ષક લાગતું તળાવ ....
જ્યારે નાનપણ માં પ્રાથમિક શાળા માં ભણતા ત્યારે તળાવની પાર પર આવેલી સાત લીમડા પર પકડદાવ રમતા.પહેલા લીમડા પર ચડીને છેલ્લા લીમડે ઉતરવામાં આવતો અનેરો આનંદ.ગામની અંદરની બાજુએ જતા મધ્યમાં રામજી મંદિર અને સામે મોટો ઓટોલો અને તેના પર ચાલતી અનંત અકલ્પીય એમના જમાનાની વાતો કરતા ગામનાં ભાભાઓ .આ બધું મને શહેરમાં ખૂબ યાદ આવતું,ત્યારે બારીમાંથી મંદ મંદ પવન મારા મોં પર અથડાઈ રહ્યો હતો.ત્યાંજ મને બસની બ્રેકનો અવાજ સાંભળ્યો,હું સફાળો બેઠો થઈ મારો સમાન લઈ બસ માંથી નીચે ઉતર્યો.અને ઘર તરફ પ્રયાણ કર્યું ,ઘરે પહોંચતાની સાથે જ મારા પરમ બે મિત્રો સચિન અને જોરાવર આવી પહોંચ્યા.અને અમે ગામમાં નીકળી પડ્યા .એ યાદોને તાજી કરવા જે અમે ૧૦-૧૨વર્ષની ઉંમરે અનુભવી હતી.આખું ગામ વિધિને અમે તળાવ ની પાળ પર બેસવા માટે આવી ગયા.એક પસી એક વાતુનો જાદુઈ પિટારો ખુલ્યો.એમાં જોરાવરે બોરા વારી વાત યાદ કરી.શિયાળાની સીઝન માં ખેતર વાડીએ બોરા થતા એ ખાવાની મજા આવે પણ જે મોટા બોર હોય એ ખેતરની અંદરની બાજુએ હોય તે ખેતરના ઘણી લેવા દે નહીં .તેથી તેની ચોરી કરી ભાગવાની યોજનાઓ થતી ,ચોરી થયા પછી ગામથી દુર અડધો કિલોમીટર દૂર આવેલા રેલવે લાઈન નું જૂનું જર્જરિત નાળા પર બેસીને માણેલો બોરાનો સ્વાદ.એક પછી એક વાતુ થાત્તી વાતું ખૂટે એવી નહોતી.સમય ખૂટયો સાંજ થઈ.અને અમારે ત્યાંથી નીકળવાનું થયું .સંધ્યા સમય હોવાથી ગોવાળનું ધણ લઈને આવાની ,રામજી મંદિર થતી આરતીનો ઝાલર નો રણકાર અને નગારાનો દિવ્ય અવાજ સુરજ જાણે છેલ્લે પણ સોનેરી કિરણો .ગ્રામજનો પોતાના ઢોરને અવેડા માં પાણી પીવા લઈને આવતા ગ્રામજનો .આ જોઈને ખરેખર ખૂબ જ ધન્યતા અને આનંદ અનુભવ્યા.
છેલ્લો પૂર્ણવિરામ : “મૂકીને આવ્યા છીએ ગામની મોટી મોટી હવેલીઓ અને એ લોકો શહેરમાં બે રૂમને પ્રગતિ સમજે છે”.
દિનેશ સિંધવ
Mo 9429443882