"એક સ્ત્રી ત્યારે જ પૂર્ણ થાય છે. જયારે તે સંતાનની માં બને છે. સંતાનએ સ્ત્રી અને પુરુષને કુદરત તરફથી મળતી એક સુંદર ભેટ છે. પરંતુ અમુક એવા લોકો છે જે દેવ દેરાં કરે તો પણ સંતાન સુખથી વંચિત રહી જાય છે."
"રાહુલ અને મીરા બંને સાથે પણ આવુ જ હતું. એક તો રાહુલ મધ્યમ વર્ગના પરિવારથી હતો. વળી, નાની ઉંમરે જ તેના માતા પિતાનું મૃત્યુ થયું હતું. તેથી તેને તેના માતા પિતાનો પ્રેમ મળ્યો ના હતો. અને લગ્ન પછી સંતાન નહીં. તેઓ રોજ સંતાન માટે ભગવાનને પ્રાર્થના કરે."
"આજના સમયમાં મેડીકલ સાયન્સમાં આ એક નોર્મલ બાબત છે. બંનેએ ટેસ્ટ ટ્યુબ બેબી માટે પ્લાનિંગ કર્યું. અને તેમના ઘરે એક દીકરી અને એક દીકરો એક નહીં પણ બે બાળકોનો જન્મ થયો. દીકરીનું નામ ધારા અને દીકરાનું નામ ધૈર્ય રાખ્યું.
"બંને ખૂબ ખૂશ હતા. પણ આ ખુશી થોડાં સમય માટે જ હતી. એક વરસ પછી ધૈર્યને અચાનક જ તાવ આવ્યો. આજના સમયમાં તાવ આવ્યો હોય તો આપણે બાળકોના નિષ્ણાંત ડોકટરને બતાવીએ તેઓ એ પણ એ જ કર્યું. ડોકટરે વાઈરલ ફીવર છે એમ કહી મેડીસીન લખી આપી. ત્યાર બાદ તેને તાવ સારો થઈ ગયો."
"જાણે બધું સારું થયું. તેઓએ હાશકારો લીધો. કારણ કે એક માબાપ માટે સંતાનથી વધુ કંઈ જ નથી. પરંતુ પંદર દિવસે ફરી તેને તાવ આવ્યો. આ વખતે ડોક્ટરે રિપોર્ટ કરાવ્યાં અને રિપોર્ટમા કેન્સરના લક્ષણો બતાવ્યાં. તેથી તેઓને સારવાર માટે કેન્સરના નિષ્ણાંત ડોકટર પાસે જવા માટે કહયું."
"રાહુલ અને મીરા પર તો જાણે આભ તુટી પડ્યું. પહેલાં તો થોડી ઘણી બચત એકઠી કરી અને ધૈર્યને લઈ બંને અમદાવાદ ગયા. ત્યાંથી તેની સારવાર માટે મુંબઈ ગયા. પણ ધૈર્યની તકલીફ વધતી જ જતી હતી. આટલી નાની ઉંમરે હજુ તો તેને બોલતા પણ આવડતું ન હતું. હજુ તેની ઉંમર કેટલી!! ફકત એક વરસ તેને વારંવાર લોહીની જરૂર પડતી. તેના શરીરમા હિમોગ્લબિનનું પ્રમાણ ઓછું થઈ જાય એટલે તેને ફરીથી લોહી ચડાવવું પડે."
"એક બાજુ એ લોકોની બચત પણ પૂરી થવા લાગી. થોડી મદદ પરિવારના સભ્યોએ કરી. છતાં તેને સારું થતું ન હતું. અને છેલ્લે ચેન્નાઇ ખાતે આવેલી અપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. ત્યાં ફરીથી રિપોર્ટ કરાવ્યાં.. કેન્સર થયાની આશંકા હતી તેથી રિપોર્ટ પહેલાં જ તેને કીમો થેરાપી ની મેડીસિન શરૂ કરી દીધી. અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તેને કેન્સર નથી... પણ wiskott Aldrich syndrome disease છે. તેને બોર્ન મેરો ચેન્જ કરવો પડશે. અને તેના માટે પચ્ચીસ લાખ રૂપિયાની જરૂર પડશે. અત્યાર સુધીમાં કેટલાય રૂપિયા નીકળી ગયા. પરિવારના લોકોએ પણ મદદ કરી. અને ફરીથી પચ્ચીસ લાખ રૂપિયા થશે!!"
"કેન્સર નથી એ જાણી ખુશ થાય છે. પણ સાથે સાથે તેની નવી બીમારીની સારવાર માટે પચ્ચીસ લાખ રૂપિયાની સગવડ કેવી રીતે થશે તેની ચિંતા પણ તેઓને સતાવે છે. પણ તેઓ હાર ન માની સોશીયલ મિડીયાની મદદ લે છે. આજે આ વાત ને પણ એક વરસ થયું. પણ એ રકમ હજુ સુધી એકઠી થઈ નથી. સમય પાણીની જેમ વિતી રહ્યો છે. પણ તેઓ એ હાર માની નથી. એમણે એક આશા છે જે રકમ હજુ સુધી એકઠી નથી થઈ તે આ એક મહિનામાં થઈ જશે...
"મેં નજરે જોયા છે. એ લોકોને મારાથી ઉમરમાં ખુબ જ નાના છે. પણ હોસલો ખુબ મોટો... ભગવાન પર વિશ્વાસ ખૂબ મોટો..."
"આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. કોઈને મદદ કરી આપણે એક બાળકની જિંદગી બચાવી શકીએ છીએ. આખરે બાળક પણ ભગવાનનું સ્વરૂપ જ છે..."