સફળતા - એક મિશન  - 1 પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

સફળતા - એક મિશન  - 1

રોજની જેમ મસ્તમૌલા આદિત્ય ના ફોન માં 5:00 વાગ્યાનો અલાર્મ વાગ્યો. પણ રાત્રિ મિત્રો સાથે કરેલા ઉજાગરાના કારણે ફરી અલાર્મ બંધ કરી સૂઈ ગયો. બે કલાક પછી આદિત્યના મમ્મી નિતાબેન એ જોરથી બૂમ મારી 'આદિ કોલેજના પહેલા જ દિવસે લેટ જવું સારું નથી બેટા 'ઉઠ'.
જાણે મમ્મીના જ હુકમની રાહ જોતો હોય તેમ આદિ આળશ ખંખેરીને ઊભો થયો. ફ્રેશ થઈને પોતાના કોઈક નવા જ અનુભવો કરવા માટે નીકડી પડ્યો, મનમાં એક ઉમળકો હતો કોલેજમાં આવી જવાનો તો બીજી તરફ પોતાના સપના થકી દુનિયા જીતી લેવાની ચાહના પણ!

આદિત્યનું બસ એક જ સપનું છે. તેને એવું યાન બનાવવું છે જેનાં થકી 'મંગળગ્રહ' ઉપર માનવી પોહચી શકે. બસ આ જ સપનાને સાકાર કરવા માટે તેને Aerospace Engineering માં IIT ગાંધીનગર ખાતે એડમિશન લીધું. જેમાં તેના પરિવારનો તેને પૂરતો સહકાર પણ મળી રહ્યો હતો. આજ આદિત્યના કોલેજનો પ્રથમ દિવસ હતો.તેને પૂરેપૂરો એહસાસ હતો કે પોતાના સપનાં તરફ તેનું પેહલું ડગ મંડાઈ ગયું છે. કોલેજના પ્રાંગણમાં પોહચી તે કોલેજને જાણે કોઈ સ્વર્ગ સુંદરી હોય તેમ નિહાળી રહ્યો હતો.

આજે આદિત્યના ચેહરા પર અલગ જ તેજ ઝરતું દેખાઈ રહ્યું હતું.બ્લેક ટી-શર્ટ અને ડેનીમની જીન્સમાં સજજ એક 19 વર્ષે નો યુવાન પોતાના તેજથી સર્વેનું ધ્યાન પોતાની તરફ દોરી રહ્યો હતો. કદાચ આ તેજ એટલે હશે કેમકે તેને પોતાના સપનાં તરફ નો માર્ગ દેખાઈ રહ્યો હતો. આદિને એકલતા ક્યારેય ગમતી નહોતી. પણ ઉંચા મેરિટના કારણે તેના કોઈ પણ મિત્રને IIT માં એડમિશન મળ્યું નહીં. એટલે હવે કોઈ નવા વિશ્વાસુ મિત્રની આદિત્યને જરૂર હતી.

ત્યાંજ એક અજાણ્યો અવાજ સંભળાયો "Excuse me, શું તમેં મનેં કેહશો,આ Aerospace ડિપાર્ટમેંટ કઈ બાજુ છે?"
આદિએ અવાજની દિશામાં નજર ફેરવી, ત્યાં એક સિમ્પલ પંજાબી ડ્રેસમાં એક યુવતી ઉભી હતી. આ યુવતી એટલે 'નિધિ'. કુદરતે કાંઈક અલગતા આ યુવતીમાં પણ આપી હતી. ચેહરા પર કોઈજ make up નહીં, ખાલી આંખો મહીં કાજલ બીજો કોઈજ જાતનો શણગાર નથી, પણ છતાં તેના ચેહરાના તેજ એ ' આદિત્યને ' મંત્રમુગ્ધ કરી મૂક્યો હતો.

આદિત્યના મનમાં નિધિને જોઈ કાંઈક શબ્દો સ્ફૂર્યા,

"આંખો મહીં કાજલ ઝરે,સાગરની ગેહરાઈ આંખોમાં તરે!
ડૂબાયો છું જો આ સાગરમાં,તો હવે કિનારા ક્યાથી જડે!"

ત્યાંજ 'નિધિ' ફરીથી બોલી "Hello, ક્યાં ખોવાઈ ગયા!"

આદિત્ય પોતાને સંભાળતા, "અહીં જ સામેની તરફ છે."

નિધિ - "Ok, Thank you".

આદિત્ય - "લાગે છે, તમારો પણ પેહલો દિવસ છે કોલેજમાં."

નિધિ - (મનમાં ગણ-ગણ્યું, કેવો પાગલ છે, ડિપાર્ટમેંટ ક્યાં છે એવું કોણ પૂછે? નવાં હોય, તો જ ને. 😄) મનને સંભાળી જવાબ આપ્યો,
"હા પેહલો દિવસ છે."

આદિત્ય - "BY THE WAY મારું નામ આદિત્ય છે અને મારો પણ આજે પ્રથમ દિવસ છે કોલેજમાં."
આટલું કહી આદિત્યએ નિધિ તરફ હાથ લંબાવ્યો.

નિધિ - 'હેન્ડશેક' કરતા " મારું નામ નિધિ ભાવસાર છે. "
"તમેં કઈ field છો?"

આદિત્ય - (એક મીઠા સ્મિત સાથે) "જી Aerospace Engineering માં જ"

નિધિ - "ઓહ, ખૂબ સરસ. તો ચાલો ક્લાસ બાજુ જઈએ".

આદિત્ય અને નિધિ વાતો કરતા કરતા ક્લાસ રૂમ તરફ આગળ વધે છે.


******
કહેવાય છે કે જે કોલેજ કે સ્કૂલના પ્રથમ દિવસે મળે છે તે જીવનભર મિત્ર રહે છે.
તો શું આદિત્ય અને નિધિ સારા મિત્રો બનશે?
કે મિત્રતા કરતા કાંઈક વધારે?
શું કરશે આદિત્ય પોતાનું સપનું પૂરું કરવા માટે?
શું નિધિનું પણ કોઈ ખાશ સપનું છે?

આ તમામ સવાલો ના જવાબ જાણવા માટે વાંચતા રહો, "સફળતા - એક મિશન"