The Hometown - Gujarati version - 1 books and stories free download online pdf in Gujarati

The Hometown - Gujarati version - 1

નમસ્કાર ,

મારી બુક " The Hometown " નું ગુજરાતી version મારી રીતે ભાષાન્તર કરીને પ્રસ્તુત કરું છું, ગુજરાતી ભાષા માં ભૂલો હશે, તે માટે માફી માંગુ છું.

તમને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવજો. આભાર - સંદીપ તેરૈયા .

ચેપ્ટર - ૧

“ઓહમ”

પોરબંદર

ઓગસ્ત 2005

સાંજ ના 6 વાગ્યા છે, આકાશ માં વાદળાઓ એ જાણે કબ્જો કરી લીધો હોય તેમ એક થઈ ગયા છે. ધરા ને ધ્રૂજવી દે તેવા કડાકા સાથે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે, નાના શહેર ના નાના રસ્તાઓને પાણી પાણી કરી નાખ્યા છે, ઘણા લોકો આ વરસાદ નો આનંદ લઈ રહ્યા છે, તો ઘણા લોકો ની દુકાનો ઘરો માં પાણી ફરી વડયા ને લીધે પરેશાન છે, ગાંઠિયા ની લારીઓ પર લાંબી કતારો લાગી ગઈ છે, જાણે ગાંઠિયા નો આજે છેલો દિવસ હોય ,તેમ માણસો આવા વરસાદ માં પણ છત્રીઓ નો સહારો લઈને નાસ્તો લેવા આવી ગયા છે, દરિયા કિનારા ની બાજુના મેદાન માં પાણી ભરાય ગયા છે, અને જુપડપટ્ટી ના છોકરાઓ માટે જાણે સ્વિમિંગ પૂલ ખૂલી ગયો હોય તેમ ધુબકા બોલાવી ને આનંદ લૂટી રહ્યા છે, આમ આખું ગામ વરસાદ ને કારણે આનંદ માં આવી ગયું છે, આજ વરસાદ ની મજ્જા લૂટવા માટે UK થી આવેલું યુગલ સાગર અને મનાલી પણ તેની કાર માં શહેર થી થોડી દૂર દરયાઈ પટ્ટી પર નિકડી ગયા છે.

સાગર, મહેરબાની કરીને હવે તો બોલ આપણે ક્યાં જઇ રહ્યા છે, ? અને પ્લીઝ યાર ડ્રાઇવ સ્લો , આ ધોધમાર વરસાદ માં ગાડીના wiper પણ કામ નથી આપી રહ્યા, તને આગળ રસ્તો દેખાય પણ છે કે નહીં ? મનાલી એ અકડાઈને કહ્યું.

અરે, મનાલી, તું આ વરસાદ અને wiper નું સંગીત enjoy કર ને, અને સાથે સાથે આ બાજુ જો દરિયા ના મોજા કેવા તારું સ્વાગત કરવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. સાગર એ મનાલી ને હસાવાનો પ્રયત્ન કરે છે.

તને આ સ્વર્ગ જેવુ નથી લાગતું ? સાગર એ પુછ્યું

હા , યાર સુંદર તો છે જ, આ વરસાદ, દરિયો, મોજા, શુમશાન રસ્તાઓ અને તારો સાથ, અત્યારે પોરબંદર જાણે વિદેશ નો કોઈ ટાપુ હોય તેવું લાગે છે, પણ પ્લીઝ હવે તો કે આપણે ક્યાં જઈ રહ્યા છે.? મનાલી એ ફરી પૂછ્યું.

આપણે “ઓહમ” જઈ રહ્યા છીએ. સાગર એ કહ્યું.

“ઓહમ” ? તે વળી શું ? મનાલી એ તરત જ પૂછ્યું.

હા, “ઓહમ” જ નામ છે તે જગ્યા નું, જ્યાં આપણે જઈ રહ્યા છે. સાગર બોલ્યો.

તે વળી કેવું નામ ? સંસ્કૃત શબ્દ હોય તેવું લાગે છે. મનાલી એ પૂછવાનું ચાલુ રાખ્યું.

હા , સાચું, સંસ્કૃત શબ્દ જ છે, તેનો અર્થ “કાઇજ નહીં “, “ખાલીપણું”, “શૂન્યાવકાશ” થાય છે, સાગર અર્થ સમજવાનો પૂરો પ્રયત્ન કરે છે.

Ok, તો આપણે તેવી જગ્યા એ જઈ રહ્યા છે, જ્યાં કાઇજ નહીં હોય મનાલી એ જોર જોર થી હસતાં હસતાં કહ્યું.

ઓહો , બવ સારો joke કર્યો તે મનાલી, મને તો હસી હશી ને પેટ માં દુખવા માંડ્યુ,સાગર ખોટું ખોટું જોર થી હસે છે,

બસ હવે મારી ટાન્ગ ના ખેચ, મને ખબર છે બહુજ ખરાબ joke હતો. મનાલી મોઢું બગાડે છે.

ઓહ yes, મને યાદ આવ્યું, આ એજ જગ્યા છે ને જેની તું ઘણી વાર વાત કરતો હોય છે, ત્યાં યુકે માં રહીને પણ તું આ જગ્યા ને બહુજ miss કરતો હોય છે, મનાલી એ આતુરતા થી કહ્યું.

પણ તે કહ્યું હતું કે તે કોઈ બોટ છે,દરિયા કિનારે , અને તેના પર તમે જુપડી બનાવેલી છે, મનાલી એ વાત ચાલુ રાખી.

હા, આ એજ જગ્યા છે, દરિયા કિનારે અમારું બીજું ઘર, જે એક નાની બોટ પર અમે જુપડી બનાવી ને બનાવ્યું છે, એકદમ દરિયા થી નજીક, આજુબાજુ માં દૂર દૂર સુધી કોઈ જ નહીં, લાંબી લાંબી નારિયેળી અને જૂરી ના જાડ ની નીચે, અમારો નાનો મહેલ કે તો પણ ખોટું નથી. સાગર એ વધુ માહિતી આપતા કહ્યું.

સાગર, હું આતુરતા થી રાહ જોઈ રહી છુ તે જગ્યા ને જોવા માટે જે મારા પતિદેવ ને આજે પણ તેટલી જ ઉત્સુકતા જન્માવે છે, હું તારા હાથ ના રૂંવાટા જોઈ શકું છું, મને આ જગ્યા હવે જોવી જ નહીં પણ માણવી પણ છે, તારી સાથે. મનાલી સાગર નો હાથ પકડી ને કહે છે.

હા, મનાલી, હું બહુજ ખુશ છુ, કે તું આજે મારી સાથે છો,આ જ્ગ્યા તને ગમશે જ.યુકે આવ્યા પછી મે ઘણી વાર આ જગ્યા અને મારા બંને મિત્રો “કરણ” અને “નીતા” ને બહુજ miss કર્યા, પણ કોઈ દિવસ તક જ ના મળી, અને આજે લાંબા સમય પછી તક મળી છે, તે પણ તારી સાથે, કાશ આપની સાથે મારા મિત્રો પણ આવી શક્યા હોત, સાગર થોડો ઉદાશ થઈને કાર ને રોડ પર થી નીચે ઉતારે છે.

બહુજ સાચી વાત કરી તે, “આપના જૂના મિત્રો જાદુગર જેવા હોય છે, માત્ર તે જ જૂના દિવસો ને પાછા લાવી શકે છે,” મનાલી એ કાર નો seat belt ખોલતા કહ્યું, તું તેમણે બોલાવી કેમ નથી લેતો, આપણે INDIA માં હજી એક મહિનો રોકાવાના છીએ, ક્યાં છે તે લોકો ?

ખબર નહીં તે લોકો ક્યાં છે, કરણ અહમદાબાદ ગયો પછી મને કોઈ દિવસ મળ્યો જ નહીં, અને હવે તેને મારે જીવન માં કોઈ દિવસ મળવું પણ નથી, અને નીતા ને હું મળવા માગું છુ, પણ ખબર નહીં તે પણ અચાનક ગાયબ થઈ ગઈ હતી, બંને પાગલ જેવા હતા, સાગર એ ગાડી ઊભી રાખી.

પણ કેમ કરણ ને મળવા નથી માગતો ? તે મને કહ્યું હતું કે તે તારો નાનપણ નો મિત્ર હતો , મનાલી એ પૂછ્યું.

મિત્ર હતો, પણ હવે નથી, જ્યારે મને સાંભળવા મળ્યું કે તેના મમ્મી ગુજરી ગયા તેની પાછળ કરણ નો જ હાથ છે, જ્યારે મને જાણવા મળ્યું કે કરણ ને કારણે તેના પપ્પા પણ ગાયબ છે, ત્યાર થી મને કરણ પર બહુજ ગુસ્સો આવે છે. કરણ અમદાબાદ ગયો તે પહેલા તેવો ન હતો, પણ શહેરે કદાચ તેને આવો બનાવી દીધો હસે કે તેને તેના માં બાપ નું પણ સારું ના કર્યું. Anyway, છોડ, સાગર એ વાત બદલાવી.

જો સામે દૂર દેખાય છે દરિયા કિનારા પાસે પેલા લાંબા જાડ ની નીચે, બોટ પડી છે, એકદમ જૂની, તૂટેલી ફૂટેલી, તેના પર હજી પેલી અમારી જુપડી પણ છે, સાગર એ કાર માંથી જ મનાલી ને “ઓહમ” દેખાડી.

હા, દેખાય છે, ચલ ને જડપ થી ત્યાં જાયે, મનાલી થી રહેવાનું નહીં.

હા, પણ વરસાદ ચાલુ છે, ઍટલે આપણે દોડી ને જવું પડશે, જોઈએ કોણ પહેલા પોંચે છે, સાગર અને મનાલી દોડી ને બોટ સુધી પોંચે છે,

હા હા હા, જોયું ને હું પંહોચી ગયી તારી પહેલા, હજી કરો સ્મોકીંગ , હજી વધારો શરીર, મનાલી “ ઓહમ “ માં બેસીને ધીરે ધીરે આવતા સાગર ને ચીડવે છે.

અરે, તે તો આ રેતી ભીની છે ઍટલે હું ના દોડી સકયો, સાગર બોટ પર ચડતા ચડતા બોલ્યો.

Anyway, હવે શાંતિ થી બેસ અંહિયા અને જો દરિયા ના મોજા કેટલા ઉછડે છે તને જોવા માટે, અને આ જાડ જો, કેવા તારી ઉપર આવી ગયા છે વરસાદ થી બચાવા માટે, સાગર એ જગ્યા ના વખાણ ચાલુ રાખ્યા.

અરે યાર, ખરેખર આ જગ્યા તો જબરદસ્ત છે, પોરબંદર જેવા નાના શહેર પાસે આવી સરસ જગ્યા કોઈ કલ્પના પણ ના કરી શકે, કેટલી શાંતિ , કેટલી સુંદરતા, ખરેખર અહિયાં આવ્યા પછી એમ થાય કે થોડી વાર માટે કાઇજ નથી જોતું, મન એક પ્રકાર ના ધ્યાન માં ચાલ્યું જાય છે, સૂન્યવકાશ માં ચાલ્યું જાય છે,

ઓહ, હવે સમજાનું તમે લોકો એ આ બોટ નું નામ “ઓહમ” કેમ રાખ્યું, મનાલી ને પણ જગ્યા ખૂબ જ પસંદ આવી.

અને આ સફેદ રેતી, બ્લૂ દરિયા નું પાણી , પાછો આજે વરસાદ પણ છે, અને દૂર દૂર સુધી કોઈ જ નથી, સાગર આપના જેવા યુગલ માટે આનાથી સરસ કોઈ જગ્યા હોય ના સકે રોમાન્સ માટે. મનાલી સાગર ને પોતાના બાથ માં લઈને ગાલ પર કિસ્સ કરે છે.

સાગર પણ મનાલી નો ચહેરો પકડીને પોતાના હોઠ મનાલી ના હોઠ સાથે મેળવીને લાંબી કિસ્સ કરે છે,

થોડી વાર પછી મનાલી પ્રેમ થી ધક્કો મારે છે, અને કહે છે કે તારે બીજું હનીમૂન અહિજ કરવાનો ઇરાદો લાગે છે.,

વિચાર સારો છે, આ અમારી જુપડી પેલા ફાઇવ સ્ટાર હોટેલ ના સૂટ કરતાં પણ વધુ રોમેન્ટીક છે, અને આમતો કોઈ આવતું લાગે છે, થોડી સાફ સફાય પણ થતી હોય તેવું લાગે છે, સાગર બધી બાજુ નજર ફેરવે છે.

સાગર પોતાના જેકેટ માથી સીગરેટ નું પેકેટ કાઢે છે, અને તેમાથી એક સીગરેટ કાઢી ને બંને હોઠ થી પકડીને, લાઇટર થી શળગાવા પ્રયત્ન કરે છે, વરસાદ અને હવા ને લીધે તે એક હાથ આડો રાખીને શળગાવે છે, અને સ્ટ્રો થી જેમ કોલ્ડડ્રિંગ પિતા હોય તેમ ઊંડો શ્વાશ લઈને સીગરેટ પીવે છે,

વાહ, કર્યું પાછું ચાલુ, રોમાન્સ ભૂલીને ને સીગરેટ ને હોઠે લગાડી, મનાલી મોઢું બગાડી ને બીજું બાજુ જોવે છે.

અરે ,મનાલી બસ, આયા ચાલુ ના કરતી, આ જગ્યા એ થી મે સીગરેટ પીવાનું ચાલુ કર્યું હતું, તો અંહિયા ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. સાગર એક હાથ માં સીગરેટ અને એક હાથ માં લાઇટર પકડીને બોલે છે.

Whatever... મનાલી સામું જોયા વગર સાગર ને અવગણે છે,

સાગર પણ નાનું સ્મિત કરીને દરિયા સામે જોઈને બે હોઠ વચે થી ધૂંવાળો કાઢે છે, અને જૂની યાદો માં ખોવાય જાય છે, મનાલી પણ દરિયા ના મોજા માં એકદમ ડૂબી ગઈ છે, બંને વચે માત્ર વરસાદ,મોજા અને આકાશ માં થતી વિજડી નો અવાજ છે, ધીરે ધીરે સાંજ પણ ઢળી ગઈ છે, અને અચાનક સાગર ની પાછળ થી કોઈ 6 ફૂટ લાંબો, ભિખારી જેવો દેખાતો, લાંબી દાઢી, ઊંડી ઉતરી ગયેલી આંખો, ફાટેલા કપડાં, એક હાથ માં દારૂ ની બોટલ અને અચાનક આવી ને સાગર ના હાથ માથી જટેલિ સીગરેટ પોતાના મોઢે થી ફુકિ ને બોલે છે, તને કેટલી વાર કહ્યું કે સિગરેટ નહીં પીવાની, તું હજી નથી સુધર્યો, કહી દેવું જોસે તારા મમ્મી ને.

પીધેલી હાલત માં આવેલો, નશા માં ચૂર, સરખી રીતે ઊભી પણ નથી સકતા આવા ડરાવના માણસ ને જોઈને મનાલી ડરી જાય છે, અને સાગર એકદમ ગુસ્સા થી પેલા ને ગાલ પર તમાચો ચોટડી દે છે, પેલો ભિખારી બોટ પર થી નીચે પડી જાય છે, સાગર તેના પર કૂદકો મારી ને તેને એક પછી એક ઘણા ઘુસા પાટુ મારે છે, અને પેલો ભિખારી જોર જોર થી હશ્યા કરે છે, મનાલી સાગર નો હાથ પકડી ને પોતાના સંમ આપીને તેને ત્યાથી દૂર કાર પાસે લઈ જાય છે, ભિખારી ચાલુ વરસાદ માં નીચે રેતી પર સૂતા સૂતા રાડો નાખે છે, પાછો આવજે દોસ્ત, સાથે દારૂ પીસું અને દાંડિયા પણ રમસુ, હું તારી રાહ જોઇસ. પાછો આવજે.

મનાલી કાર ચાલુ કરે છે.

શું છે આ બધુ ? કોણ હતો તે પાગલ ? અને તને શું થઈ ગયું હતું, આવી રીતે આવી જગ્યા પર કોઈ સાથે જગડાય ? તેની પાસે કોઈ હથિયાર હોત તો શું થાત ? – મનાલી કાર આગડ ચલાવે છે.

કેટલી સરસ મજ્જા આવતી હતી, કેટલું સારું બંને નું મૂડ હતું, બધુ જ બગાડી ગયો પેલો હરામિ, મનાલી ગુસ્સા માં બોલે છે.

હું તે પાગલ ને મારી નાખીશ, પાછો ભેગો થસે તો, તું મને જડપ થી અંહી થી લઈ જા ઘરે, સાગર હજી પણ ગુસ્સા માં હતો.

અરે , શાંતિ, આપણે નિકડી ગયા છે, ચાલો મને તો ભૂખ લાગી છે, ઘરે જઈને ગરમા ગરમ ભજીયા બનાવી આપું મારા સાગર ને, મનાલી સાગર નો ગુસ્સો જોઈને તરત જ વાત બદલાવી નાખે છે.

સાગર બીજી સીગરેટ કાઢીને ફૂંકવાનું ચાલુ કરે છે.

તારી ત્યાં સીગરેટ પીવાની ઇચ્છા અધૂરી રહી ગઇ ને,કઈ વાંધો નહીં આપણે આવતી કાલે ફરી થી આવીશું. મનાલી સાગર નો મૂડ બદલવાનો પૂરો પ્રયત્ન કરે છે.

ના, હવે આપણે અંહી કોઈ દિવસ નહીં આવીએ, આ જગ્યા જેમની છે, જેમને બનાવેલી છે, જેમને નામ આપ્યું છે તે પાછો અંહી આવી ગયો છે, અને હવે હું કોઈ દિવસ તેનું મોઢું જોવા નથી માગતો. સાગર નો ગુસ્સો હજી આસમાને છે,

શું બોલી રહ્યો છે તું સાગર ? કોણ આવી ગયું છે ? મને કાઇજ નથી સમજાતું. મનાલી પૂછે છે,

પેલો ભિખારી ,દારૂડિયો બીજું કોઈ નહીં, “કરન” જ હતો, સાગર રાડ નાખે છે.

શું ? તારો મિત્ર કરણ ? તો તે તેને માર્યો કેમ ? અને આવી હાલત માં તે કેમ છે ? તે તો કહ્યું હતું કે તેને બહુજ રૂપિયા બનાવ્યા છે, અને આતો સાવ ભિખારી થી પણ ખરાબ હાલત માં હતો. મનાલી કાર ધીમી કરીને રોડ ની બાજુમાં ઊભી રાખે છે.

પેલા તો મને પણ એમ થયું કે તે કોઈ પાગલ છે, પણ જ્યારે હું તેને નીચે ઉતરીને મારતો હતો ત્યારે તેનું સ્મિત જોઈને ખબર પડી કે આતો કરણ છે, હું કઈ વિચારું તે પહેલા તું મને ખેંચી ને લઈ આવી, જે રીતે તે રાડો નાખતો હતો તેના પર થી મને ખ્યાલ આવી ગયો કે આ કરણ જ છે, મારૂ મગજ કઈ વિચારી શકે તેમ ન હતું. મે કોઈ દિવસ કરણ ને આવી રીતે નથી જોયો, મને એક બાજુ તેના પર ગુસ્સો આવતો હતો અને હવે મને દયા પણ આવે છે કે તેની હાલત આવી કેમ થઈ હસે ? પણ જ્યારે યાદ આવે કે તેને તેના મમ્મી પાપા નું ધ્યાન ના રાખ્યું ત્યારે પણ વધુ ગુસ્સો આવે છે, પણ મને કઈ સમજાતું નથી, તેની સાથે શું થયું હસે ? આયા પાછો કેમ આવ્યો ? અને મને એક વસ્તુ હજી નથી સમજાતી, કે આટલા સીધા સાદા ગરીબ માબાપ, તેનો એક નો એક દીકરો, તેના મમ્મી તો કેટલા પ્રેમાળ હતા, તેની સાથે આને કેમ આવું કર્યું ? સાગર પોતાના પર થી પોતાનો કાબૂ ગુમાવી રહ્યો હતો.

આપણે ચલ પાછા જઈને તેને મળીએ, બધુ જ પૂછીએ. મનાલી એ તૈયારી બતાવી.

ના મનાલી, અત્યારે મારી તબિયત બગડતી હોય તેવું લાગે છે, મને કઈ ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ, આપણે ઘરે જ જઇયે, I Need Drink . સાગર કાર ની સીટ ને લંબાવી ને ટેકો લે છે,

સાગર અને મનાલી તેના ઘર ની balcony માં જમ્યા પછી બેઠા છે, વરસાદ એ આખરે વિરામ લીધો છે, રાત્રિ ના 10 વાગ્યા છે, balcony માં બેઠા બેઠા રોડ પર ભરાયેલા પાણી, તેના પર પડતો પ્રકાશ, ક્યારેક ક્યારેક બોલતા દેડકા નો અવાજ, અને ઠંડો પવન, સાગર ને થોડી સાંતી ની અનુભતી કરાવે છે.

તને ભજીયા ભાવ્યા કે નહીં ? અને હવે તારી તબિયત કેમ છે ? મનાલી સાગર પાસે ઊભીને તેના વાળ માં હાથ ફેરવે છે.

સાગર મનાલીનો હાથ પકડીને તેની બાજુ માં બેસાડે છે. Thank you મનાલી, તારા હાથે બનાવેલ વિસ્કિ ના 2 પેગ અને તે પછી ભજીયા એ માંરો મૂડ એકદમ સરસ કરી દીધો. સાગર થોડો relax થઈને બોલ્યો,

2 પેગ નહીં હો, તે ટોટલ 3 પેગ પીધા છે, 3જો તે તારી રીતે બનાવ્યો હતો હમણાં આવું કહીને , મે સંતાય ને જોયું હતું. મનાલી સાગર નો કાન પકડીને મચકોડે છે.

હા, પણ આજે મારે થોડી જરૂર હતી ઍટલે જ પીધો. સાગર મનાલી નો હાથ તેના કાન પાસે થી છોડવે છે.

ઍટલે જ મે કઈ કહ્યું નહીં, પણ મને હજી વિચાર આવે છે, કે કરણ સાથે આવું તો શું થયું, I am sorry , મે પાછી કરણ ની વાત ચાલુ કરી, પણ મને ખરેખર ચિંતા થાય છે. મનાલી એ ચિંતા માં વાત ચાલુ કરી.

અરે, don’t be sorry , I am ok now , સાગર એ કરણ ની વાત ચાલુ રાખી.

મને સમજાવ એક બાજુ તું એમ કહે છે કે તે તારો પાક્કો મિત્ર હતો , સાવ સીધો , હોશિયાર હતો, માં બાપ નું ધ્યાન રાખતો, અને તેના માં બાપ પણ બહુજ સારા માણસો હતા, તો તેને તેના માં બાપ સાથે એવું શું કર્યું ? અને તું એમ પણ કહે છે કે તે અમદાવાદ જઈને બહુજ ધનવાન બની ગયો હતો, તો અત્યારે તે કેમ આવો છે ? મને સાગર કાઇજ નથી સમજાતું, મનાલી ઘણા બધા સવાલ કરે છે.

મનાલી, આ બધુ સમજવા માટે તારે તેના વિષે બધુ જાણવું પડે અને કદાચ પછી આપણે બંને ને આ પ્રશ્નો ના જવાબ મળે, સાગર એ સીગરેટ ચલાવી ને કહ્યું.

હા તો મને સમજાવ, મને પેલેથી બધી વાત કર, હું બધુ જ જાણવા માગું છુ. મનાલી જીદ કરે છે.

Ok, મને જ્યાં સુધી ની ખબર છે ત્યાં સુધી ની વાત કરું, તેના પછી શું થયું તે કદાચ કરણ જ કહી સકશે, સાગર પેલેથી વાત ચાલુ કરે છે.

End of chapter 1

બીજા રસપ્રદ વિકલ્પો