યુદ્ધસંગ્રામ - ૧ Aniket Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુદ્ધસંગ્રામ - ૧

પ્રસ્તાવના

કહેવાય છે કે આ દુનિયા દોરંગી છે.અહીંયા દરેક પ્રકારના માણસો જોવા મળે છે.સૌ પોત પોતાની વિચારધારા મુજબ જીવે છે.પણ કહેવાય છે કે સત્ય અને અસત્ય બંને સાથે ના હોય.
આ નોવેલ એક સંગ્રામ છે સત્ય અને અસત્ય વચ્ચેનો, આ સંગ્રામ છે સ્વાર્થ અને નિઃસ્વાર્થ વચ્ચેનો.તો શરૂ કરીએ આ સંગ્રામ - યુદ્ધસંગ્રામ.

********************************************
મુંબઇ - ભારતની માયાનાગરી કે જે કોઈ દિવસ અટકતી નથી.આ શહેર ફિલ્મનગરી,બિઝનેસ હબ માટે પ્રખ્યાત છે તો
અન્ડરવર્લ્ડ માટે બદનામ છે.આ ઉપરછલ્લા શાંત જણાતા શહેરમાં અંદરનો કોલાહલ ધ્રુજાવી નાખે એટલો ખતરનાક છે.સૌ કોઈ પોતાની રચેલી દુનિયામાં મસ્ત છે તો કોઈ નસીબની બલિહારીથી ત્રસ્ત છે.
સવારનો ૯ વાગ્યાનો સમય .દરેક માણસ પોતાના કામના સ્થળે પોહચવા ઉતાળવો બનીને ભાગે છે.

આવા સમયે , કમિશ્નર ઓફિસમાં,

"કાર્તિક શુ છે આ બધું ? મેં તમને કેટલી વાર કીધું છે કે આ કેસ તમારા હાથમાં નથી.તો પછી શુ કામ તમારો જીવ દાવ પર મૂકો છો? કમિશનર આર.પી.સિન્હા બોલ્યા.

"સર,આ પોલીસ વરદી પહેરતી વખતે મેં શપથ લીધા હતા કે હું કોઈ પણ સંજોગોમાં કાનૂનનું રક્ષણ કરીશ.અને હવે આ બે કોડીના ગુંડાથી હું ડરી જાઉં આ અશક્ય છે." ઈન્સ્પેક્ટર કાર્તિક બોલ્યો.

" શુ બે કોડીનો ગુંડો , તું જાણે કાર્તિક આ લોકો કોણ છે ?"
કમિશ્નર ડરના ભાવ સાથે બોલ્યો .

"ના સર,પણ હવે જાણી લઈશ. આ લોકો પાપનો ઘડો ભરાય ગયો છે.મોત પણ કાપી ઉઠે એવી સજા હું આપીશ અને હવે મને કોઈ રોકી નહીં શકે. જય હિન્દ સર." કાર્તિક જુસ્સા સાથે બહાર નીકળી ગયો. પણ ભવિષ્યમાં આ જુસ્સો કેટલો ટકશે તે તો ભગવાન જાણે!

બોસ,એક ગરબડ થઈ છે." હાંફતા હાંફતા રાજુ બોલ્યો.

"નાલાયક,હવે શું કાંડ કરીને આવ્યો છે?"બોસ બોલ્યો.

એક ટેબલ તેને અડીને એક સિંગલ સીટર ફેબ્રિક ચેર ઉપર પીળો બલ્બ અને એસીની સુવિધાવાળી ફુલ ફર્નીશડ સાથે ની ઓફિસ જોઈને કોઈ કોર્પોરેટ કંપનીની ઑફિસ લાગે પણ તેની પાછળ એક જુદી હકીકત છે.

"બોસ,એક ઇન્સ્પેકટરે આપણો દાદર બોમ્બલાસ્ટ વાળો કેસની ફરી તાપસ શરૂ કરી છે અને તેને સબૂત પણ એકઠા કરવા માંડ્યા છે.જો તેને ખબર પડશે કે આની પાછળ...." રાજુ શરીરમાંથી ભયનું લખલખું પસાર થય ગયું.

હમમમમમ... તું જા હવે હું જોઈ લઈશ." સાવ ઠંડા પ્રતિભાવ સાથે કહ્યું.જાણે કે તેની કાઈ ચિંતા જ ન હોય!

રાજુના જતા જ તેને એક ફોન લગાવ્યો.સામેથી અમુક સૂચના મળી તેને શાંતિનો શ્વાસ લીધો. પણ તેને ક્યાં ખબર હતી કે આ કેસ તેની જિંદગીને મોતથી પણ બદતર હાલત કરશે.
એક એવા યુદ્ધના ભણકારા વાગી ચુક્યા હતા કે જેની લપેટમાં સમગ્ર મુંબઇની શાંતિ હણાય જવાની હતી.એક ઇતિહાસ બનવાનો હતો જેની નતો કોઈને અનુમાન હશે ના કોઈની ઈચ્છા!

**********************************************

કોણ છે એ લોકો જે દાદર બોમ્બબ્લાસ્ટમાં સંકળાયેલા છે?
કોણ છે જેનાથી કમિશ્નર કાર્તિકને ચેતવણી આપતા હતા?જાણવા માટે જોતા રહો યુદ્ધસંગ્રામ.

આ મારી પહેલી નવલકથા છે અને હું આશા રાખું છું કે આ નવલકથા તમને આનંદ આપશે .
પ્લીઝ તમારા અમૂલ્ય પ્રતિભાવો આપશો .

મને પર્સનલી મેસેજ પણ કરી શકો છો.
મો.નં. :9537610922

જય હિન્દ ,જય ભારત.