constable galileo - 1 books and stories free download online pdf in Gujarati

હવલદાર ગેલેલીઓ - 1

ખેતર ના ખૂણા ઉપર ના એક ટેકરા ની પાછળ થી એ લપતા છુપતા જોતો હતો. સામે ઉભો પાક હતો અને એમાં ચકલીઓ ચણતી હતી. ટેકરા પાછળ થી એક ૬-૭ વર્ષ ના છોકરાએ પોતાની ગુલેલ માં એક પથ્થર નાખી ને ખેંચી રહ્યો હતો ત્યાં એના ખભા પર કોઈએ હાથ મુક્યો.

“જો જે દીકરા, આપડે એને રંજાડવાની નથી બસ ઉડાડવા ની છે” એક ઊંચા પુરા કદકાઠીવાળા દાદા નીચે જોઈ ને પોતાના પોત્ર ને કહી રહ્યા હતા.

“હા આતા” એટલું કહી એણે પથ્થર ને છૂટો મુક્યો અને સનન કરતા અવાજ સાથે એ પથ્થર ક્યાંક ભટકાયો પણ એક ભી ચકલી ઉડી નહિ. પેલા બાળકે ગુલેલ ને જમીન પર ફેંકી.

“અરે અરે એટલો ગુસ્સો, લાવ તને શીખવાડું, એમાં શું મોટી વાત છે? તારા બાપા નેય મે જ શીખવાડેલું.”

“પણ આતા તમારા જેવું તો મને ક્યારેય નહિ આવડે” નાના બાળકે ઉદાસ થઇ માથું નીચે કરી જોવા લાગ્યો.”

“લે, કેમ ના આવડે, ના આવડે તો અટક ફેરવી નાખ્સું બસ” એમ કહી બન્ને હસવા માંડ્યા.

દાદા એ ગુલેલ માં પથ્થર મુક્યો અને બાળક ને આપ્યો,

“જો હવે, ગુલેલ ના ચામડા ને કેટલું પાછળ ખેચો એ મહત્વ નું નથી, પથ્થર નિશાના ઉપર જાઈ એ મહત્વ નું છે. પેલા નક્કી કરી લે કે પથ્થર ક્યાં પડવો જોયે અને પછી એ મુજબ નિશાનો લે.”

એ નાનકડા બાળકે ગુલેલ ના ચામડા ને પાછળ ખેચ્યું અને જેવો પથ્થર છુટવાનો થયો એની પેહલા જ બધા પક્ષીઓ એક સાથે ઉડી ગયા. ઘડીકવાર તો એ હેબતાઈ ગયો પણ પછી ખુશ થઇ ને એના દાદા સામે જોયું.

“આતા, જુવો મેં ...” દાદા એ એના મોઢા પર હાથ રાખી અને આંગળી ના ઈશારા થી એને શાંત રેહવા કહયું. એની નજર બાજરા ના ડુંડવાઓ ઉપર થી કઈક શોધી રહી હતી. એણે તરત જ પોતાના કમર પર બાંધેલું દોરડું કાઢ્યું. એ દોરડું થોડુક વિચિત્ર હતું.

એ દોરડા ની વચ્ચે એક નાનકડો ચામડા નો ટુકડો સીવેલો હતો. દાદા એ જમીન પર થી એક મોટો પથરો હાથ માં લીધો, કદાચ અડધા કિલો નો હશે અને એ ચામડા ના ટુકડા પર મૂકી અને દોરડા ના બન્ને છેડા ભેગા કરી અને હવા માં ગોળ ગોળ ફેરવવા નું શરુ કર્યું.

આ બધું પેલો છોકરો જોતો હતો પણ હવે એનું ધ્યાન ખેતર તરફ ગયું. થોડેક દુર કેટલા ડુંડવા હવા માં ડોલતા હતા. એના દાદા ની નજર એની તરફ હતી અને હાથ થી એ દોરડુ અને પથ્થર ને સતત ફેરવતા હતા. એનો અવાજ ધીમે ધીમે વધતો હતો જાણે કે હેલિકોપ્ટર ના પાંખ્યા નો અવાજ હોય.

ધીમે ધીમે બાજરા ના ડુંડવા નજીક ને નજીક ડોલવા માંડ્યા અને દાદા એ દોરડું પુર જોશ થી ફેરવવા નું શરુ કર્યું અને અચાનક એણે દોરડા ના એક છેડા ને છુટું મૂકી દીધું. જાણે કે કુકર ની સીટી વાગે એમ એ પથ્થર બંધુક ની ગોળી ની ઝડપે બાજરા ના ડુંડવા માં ગાયબ થઇ ગયો અને અચાનક એક અવાજ આવ્યો.

એ અવાજ નહતો પણ ગર્જના હતી. એક સિંહ ની ગર્જના પણ એ ડરાવવા માટે નતો ગરજતો એ તો દર્દ ને કારણે કણસતો હતો. અચાનક ખેતર ના એક ખૂણા માંથી એ ડાલમાથાળો બહાર નીકળી ને ભાગ્યો.

દાદા એ આખરે છોકરા સામે જોયું, હજી પણ એને વિશ્વાસ નહતો કે એના દાદા એ એક સિંહ ને મારી ને ભગાડી મુક્યો. એના ચેહરા પર ડર હતો અને એ દાદા ના પગે ચોટી ગયેલો હતો.

“એમાં શું બી ગ્યો છોરા, આતો રોજ નું છે આપડે. સાવજ ના પાડોહી થાવું કઈ હેલુ થોડુસે.”

“આતા આને શું કેહવાય?” પેલા બાળકે દોરડા ના ટુકડા સામે આંગળી ચીંધી ને પૂછ્યું.

“આને ગોફણ કેવાય, હજારો વર્ષો થી આપડે એને વાપરીએ છીએ. આ ગોફણ તો હજી નાની છે. ગીર ના જંગલ માં જે બાદશાહ રે ને એ બધા ની ગોફણ આના કરતાઈ મોટી હોય અને એ આ ગોફણ થી જ શિકાર કરે.”

“આતા મનેય શીખવાડોને” છોકરા ને આજીજી કરતા કીધું.

“હા જરૂર શીખવાડીસ મારા હાવાજ, પેલા તું થોડો મોટો થઇ જા” અને એના દાદા એ છોકરા ને ખભે બેસાડી ને શિંગોડા નદી ને કાઠે થી ચાલવાનું શરુ કર્યું.

૧૫ વર્ષ પછી પણ જયારે એણે એક ગોફણ ને હાથ માં લીધી ત્યારે એને આ કિસ્સો યાદ આવી ગયો. પણ આ વખતે એ ગોફણ સિંહ ને ભગાડવા માટે નહિ પણ કેટલાક છોકરાવ સ્કુલ ની બારી ના કાંચ તોડવા માટે વાપરતા હતા.

“આ ગોફણ કોની છે” એક ઉંચો પૂરો પોલીસ ની વર્દી પેહરેલો એક વ્યક્તિ એ કડક શબ્દો માં પોતાની સામે ઉભેલા ૫ છોકરાવ ને પૂછ્યું.

કોઈ કશું બોલ્યું નહિ. એ વ્યક્તિએ ગોફણ ને ઝીણવટ થી તપાસ કરી અને પછી સામે ઉભેલા છોકરાવ ને જોઈ ને કીધું,

“આ કોઈ રમકડું નથી, આ એક હથિયાર છે. અને તમારા માંથી જે કોઈ મૂર્ખા એ આ બનાવ્યું છે એને મારે શિખામણ દેવાની છે. દોરડા ની વચ્ચે જે આ ચામડા નો ટુકડો છે એની બન્ને બાજુ ના દોરડા સરખા હોવા જોયે. નહિતર તું જયારે પથરા ને છૂટો મુકીશ તો એ ફરી ને તારા મોઢા પરજ વાગશે. તમારા વડવા આનાથી શિકાર કરતા અને સિકંદર ના સમય માં આનો ઉપયોગ યુદ્ધ માં થતો. હવે આજ પછી આવી કોઈ વસ્તુ તમારી પાસે મળી ને તો બધા ના પછવાડા હોજવાડી દઈસ, ભાગો હવે” એમ કહી એણે બધા ને કાઢ્યા.

પોલીસ સ્ટેશન માં જઈ ને તેણે ધીરેક થી પેલી ગોફણ પોતાની થેલી માં મૂકી અને જેવો પાછળ વળ્યો ત્યાં કોઈક ઉભું હતું. એણે તરત જ ટટ્ટાર ઉભો રહી ને સલામ ઠોકયો.

“સાહેબ”

“તો, કેટલા પાસે થી લાંચ લીધી આજે” સામે ઉભેલો તેનો ઉપરી હતો અને એ મજાક કરે છે કે ગંભીર છે એની ખબર એના ચેહરા ઉપર થી નહતી આવતી”

“એક પણ નહિ સાહેબ” પેલા એ સાવધાન મુદ્રામાં જ જવાબ આપ્યો.

“મને ખબર છે એતો, પણ મને ચિંતા થાય છે કે જો તું લાંચ નહિ લે તો તારું ઘર કેમ ચાલશે, તારી બા મારી પાસે આવી ને ફરિયાદ કરે છે કે તું એમને પગાર સિવાય ઉપર ના કોઈ રુપયા નથી દેતો. તને તો ખબર જ છે કે રોજ આ રસ્તે કેટલો દારૂ ફરે છે. દર મહીને આખા પોલીસ સ્ટેશન ને ઉપર ની રોકડ રકમ મળી રહે છે અને ઉપરાંત રોજ ના હેલ્મેટવાળા ના અલગ થી. એક તુજ છે જે લાંચ નથી લેતો, એવું તે કેમ ચાલે?”

એ સાચું કેહતા હતા, કોડીનાર માંથી દર મહીને આખા ગુજરાત નો દારૂ પસાર થતો હતો અને ખાસ કરી ને એના પોલીસ સ્ટેશન ના રસ્તે જ. પણ ગણેશ ગુલેલીયા બસ એક જ હવાલદાર હતો કે જે લાંચ રુશવત કે ઉપર ના રુપયા નહતો લેતો. આને કારણે બીજા તેના થી ડરતા અને નફરત કરતા.

“સાહેબ, મારું ઘર મારા પગાર માં ચાલી જાય છે. મને કોઈ વાંધો નથી બીજા શું કરે છે.”

“બીજા? તારું એમ કેહવાનું છે કે હું પણ લાંચ લઉં છું?” પેલા એ એક બાજુ ની ભ્રમર ઉંચી કરી ને પૂછ્યું.

“ના સાહેબ” ગણેશ ને એની નોકરી વાહલી હતી અને ખાલી રુપયા માટે અને હોદા માટે નહિ પણ બીજા ઘણા કારણે.

“તો ઠીક છે” સાહેબ એ પોતાની સોનાના ઢોળવાળી ઘડિયાળ માં જોયું ને ઉભા થઇ ને જતા રહ્યા. થોડુક આગળ ગયા અને પાછું જોયું અને બોલ્યા,

“આજે રાતની ડ્યુટી માં તારે આવવું પડશે, પેલા જુના ગોદામો પાસેથી દારૂ નીકળવાનો છે”

“આપડે જપ્ત કરવાનો છે”

“ના રે ના, હપ્તો લેવા નો છે. બીજા કોઈને લઇ જાવ તો ભાગ કરવા પડશે, તું આવીશ તો બધા મને જ મળશે, ચિંતા ના કરીશ, ચા ને ગઠીયા હું ખ્વરાવીશ” એમ કહી એ જતો રહ્યો.

એ રાતે બંને જણા જુના ગોદામો પાસે થી નીકળ્યા અને પેલા ઉપરી એ ઉપર ના રુપયા લઇ ને ખિસ્સા માં મુક્યા. પછી બન્ને જણા રોડ ઉપર ની એક દુકાને થી મફત ના ચા ગઠીયા ખાધા અને સાહેબ માટે ગાડી આવી અને બન્ને અલગ થઇ ગયા.

ગણેશ પોતાની બાઈક માં બેઠો અને ઘર તરફ નીકળ્યો પણ ઘરે ના ગયો. એ પાછો જુના ગોદમ તરફ વળ્યો. ગોદામો થી દુર તેણે પોતાની બાઈક સંતાડી અને એમાં થી કેટલીક વસ્તુઓ કાઢી અને દોડ્યો.

થોડે દુર જુના ગોદામો માં એક ટ્રક માંથી બીજા ટ્રક માં માલ લોડ થતો હતો. એક ગોદમ ની ઉપર ખૂણા માં ઉભા રહી ને ગણેશ આ બધું જોતો હતો. એણે ખિસ્સા માંથી એક કાળી ટોપી કાઢી અને પેહરી લીધી, એ ટોપીએ એનું આખું મોઢું ઢાકી દીધું અને બસ ખાલી આંખો જ દેખાતી હતી.

તેણે બીજા ખિસ્સા માંથી એક પાતળું દોરડું કાઢ્યું અને એક લગોટી જેવી કાંચ ની દડી કાઢી. એ લગોટી ને દોરડા ની વચ્ચે મુક્યું અને ગોળ ગોળ ફેરવવા નું શરુ કર્યું. અચાનક પોલીસ ની સીટીઓ જેવો અવાજ આવ્યો.

નીચે ટ્રક ની અજુ બાજુ ઉભેલા બધા આસપાસ જોવા લાગ્યા. જગ્યા સાવ અવાવરી હતી એટલે અવાજ ના પડઘા બધી તરફ થી આવતા હતા. અચાનક કોલાહલ મચી ગઈ અને બધા ભાગવા માંડ્યા. આખરે એ લગોટી ગોફણ માંથી છૂટી અને ટ્રક ની ટાંકી ઉપર વાગી અને એક જોરદાર ધડાકો થયો.

જે થોડાઘણા આજુબાજુ ઉભા હતા એ બધા હવા માં ફંગોળાઈ ને દુર ફેંકાઈ ગયા. હવે ગણેશે એક કાળા રંગ ની લગોટી કાઢી અને પોતાની ગોફણ માં નાખી. સામે એક જાડ્યો પડ્યો માણસ ઉભો હતો. ગણેશ એને ઓળખતો હતો અને એ કાળી લગોટી સીધી જઈ એની છાતી માં વાગી.

થોડીવાર તો એ જમીન પર પડ્યો રહ્યો પણ પછી એક નાના બાળક ની જેમ ચીસો નાખી ને ભાગ્યો. ગણેશે બીજા ટ્રક ને પણ ઉડાડી મુક્યો અને જે કોઈ એકાદ બાટલી પણ હાથ માં લઇ ને ભાગતું હતું એ બધા ને પેલી કાળી લગોટી વડે મારવા નું શરુ કર્યું. થોડીવાર માજ ફરીવાર બધું સુમસામ થઇ ગયું, બસ બે ટ્રક ના ભડભડ બળવા નો અવાજ આવતો હતો.

બીજે દિવસે ઇન્સ્પેકટર સાહેબ ની ઓફીસ માંથી જોર જોર થી અવાજ આવતો હતો. પેલો જડ્યો માણસ એમને ધમકાવતો હતો. આખરે એણે લાંચ આપી છે તો એને પૂરી સર્વિસ પણ મળવી જોયે ને, એને બદલે એનો બધો માલ બળી ગયો.

“છોટુ ભાઈ તમે ચિંતા ના કરો, એ જે કોઈ હશે હું એને શોધી કાઢીશ.”ઈન્સ્પેકટરે પેલા બુટલેગર ને સાત્વના આપી.

“અરે મામા, મારે એનું શું શાક કરવાનું છે? અને આ કઈ પેલી વાર નથી થયું. મારી જોડે ના બીજા બુટલેગરો સાથે આજ થયું છે. પણ કોઈને મારી જેવા કનેક્શન નથી એટલે આ વાત ક્યાય બહાર ના આવી. હવે તારે જે કરવું હોય તે કરજે પણ મારી એક બોટલ પણ રફાદ્ફા થઇ તો તારી ઘુટણ ની વાટકી તારા હાથ માં આપી દઈસ, યાદ રાખજે.” એમ કહી એ બહાર ચાલ્યો ગયો.

“ક્યાં છે ગુલેલીયા? એને અંદર મોકલ” ઓફીસ માંથી અવાજ આવ્યો.

“જી સાહેબ” એણે સલામ ભરતા કીધું.

“કાલે રાતે તું ક્યાં હતો”

“ઘરે, સાહેબ”

“આ કોણે કર્યું ખબર છે?

“સાહેબ, મેં વાત સાંભળી છે કે,” એ અટકી ગયો.

“શું વાત?” ઇન્સ્પેકટર પોતાની ખુરશી પર બેઠા થઇ ગયા.

“તમે વિશ્વાસ નહિ કરો, રેહવા દો સાહેબ”

“અરે બોલ ને, શું નાટક કરે છે”

“સાહેબ, બધા એમ કહે છે કે એ જુના ગોદામો માં ભૂત થાય છે”

“ભૂત” ઇન્સ્પેકટર ની આંખો ફાટી રહી ગઈ.

“બીજું તો શું હોય સાહેબ, બાકી પોલીસવાળા ની દુશ્મની કોણ લે”

“તો શું હવે મારે ભુવા ને ડાકલા લઇ ને જવાનું છે, ગેટ આઉટ”

ગણેશ ગુલેલીયા ની જિંદગી સરળ હતી. આખા દિવસ ની ડ્યુટી ભરો અને રાતે એકાદ બે કલાક માટે વેશ બદલી આવા લોકો ને હેરાન કરો, પણ એક દિવસ આ બધું બદલાઈ ગયું. જ્યાર થી પેલા દીવ માં આતંકવાદી હુમલો થયો અને અમદાવાદ આખું બળી ગયું, ત્યાર થી એના પ્લાન અસફળ થવા લાગ્યા.

એક રાતે હમેશ મુજબ ગણેશ એક મકાન ની છત પર ઉભો હતો અને નીચે બુટલેગરો દારૂ ફેરવતા હતા. જેવો એણે લગોટી ગોફણ માં નાખી અને ફેરવવાની શરુ કરી કે અચાનક એક ઠંડા પવન નો ઝોકો આવ્યો.

ગણેશ થંભી ગયો, ગોફણ નો ઘા નિશાના ઉપર લાગે તે માટે એને હવા ની ગતી પણ ગણતરી માં લેવી પડે. અચાનક એની નજર સામે ના ગોદમ ની છત ઉપર ગઈ. ત્યાં કોઈક ઉભું હતું અને એની સામે જ જોતું હતું. ગણેશે વિચાર્યું આજ તો પકડાઈ જ ગયા છીએ. એણે ગોફણ અને લગોટી ખિસ્સા માં મુક્યા અને જેવો ઉભો થયો એવો અચાનક કોઈકે એને ધક્કો ધીધો અને એ સીધો પેલા માળ ની અગાસીએ થી નીચે પડ્યો.

એ કોણ હતું એ વિચારવાનો સમય નહતો કેમકે ૧૦ જણા ની નજર એ તરફ ગઈ અને બધા એ તરફ દોડતા પહોચી ગયા. ગણેશ ની ટોપીને કારણે કોઈને ખબર એ કોણ છે એ કોઈને ખબર તો નહિ પડે પણ જો પકડાઈ જશે તો એ લોકો મારી નાખશે.

નશીબજોગે એ એક રેતી ના ઢુવા પર પડ્યો એટલે વાગ્યો નહિ પણ હવે ક્યાં જશે એજ વિચારતો હતો. એ દોડ્યો અને બાજુ ની સીડી ઉપર થી ફરીવાર ગોદમ ની અગાસી પર ચડી ગયો. એક ગોદમ થી બીજા ગોદમ પર ઠેકડા મારતો એ આખરે એક ગલી ઉપર પહોચ્યો.

સામે નું ગોદમ ૧૦ ફૂટ દુર હતું એટલે એ થોડોક પાછળ ચાલ્યો અને જોયું તો પેલા લોકો એને જોઈ ગયા હતા. એ દોડ્યો અને હવા માં જેવો કુદકો માર્યો કે અચાનક જાણે દીવાલ સાથે ભટકાયો હોય એમ નીચે પડ્યો. એને થોડુક વાગ્યું પણ એ ભાગી નીકળ્યો.

તે રાતે એ માંડ માંડ ઘરે પહોચ્યો. બાઈક ને શેરી માં લોક કરી અને જેવો દરવાજા તરફ વળ્યો ત્યાં કોઈક ઉભું હતું. કોઈક જે ૭ ફૂટ ઊંચું હતું અને જાણે કે કાળોમસ ધુવડો હતું. ગણેશ એને જોય ને ગભરાઈ ગયો અને એનો પગ લપસી ગયો.

એ બેઠો થયો અને તેણે ઉપર જોયું તો હજી પણ કોઈ ત્યાં ઉભું હતું.

“હવલદાર ગણેશ ગુલેલીયા” એક અવાજ આવ્યો એ કાળા ધુવાડા માંથી.

“અમે સાંભળ્યું છે કે તે અમારા નામે લોકો માં ડર બેસાડી દીધો છે”

“કોણ છે” થોડુક સ્વસ્થ થઇ ને ગણેશ બોલ્યો, હજી એની આંખો એ અવાજ ને શોધતી હતી.

“હું, હું એક ભૂત છું” અને જોર જોર થી હસવા નો અવાજ આવ્યો.

“ખોટી વાત છે” ગણેશ ઉભો થયો અને પેલા કાળા ધુવાડા સામે જોઈ ને બોલ્યો.

અચાનક એ કાળો ધુંવાડો ગાયબ થઇ ગયો અને એક માણસ ત્યાં ઉભો હતો.

“હા સાચી વાત છે, ભૂત જેવું કઈ હોતું નથી. પણ હા, પિસાચ જેવી શક્તિયો હોય છે”

“કોણ છે તું અને કોનું કામ છે તારે”ગણેશ નો એક હાથ ખિસ્સા માં હતો અને એના હાથ માં એક કાળી લગોટી હતી.

“આપડે ફરીવાર મળીશું” અને એણે પાછળ જોયું,

“જલ્દી જ મળીશું”

ગણેશે એક કાળી લગોટી બહાર કાઢી અને સીધી પેલા તરફ ઘા કરી, પણ એ ગાયબ થઇ ગયો.

“અલ્યા ભાઈ કોણ અડધીરાતે લગોટીએ રમે છે” થોડેક દુર થી અવાજ આવ્યો એટલે ગણેશે એની ટોપી પેહરી લીધી.
અંધારા માંથી એક વ્યક્તિ બહાર આવ્યો. એણે ગણેશ ની સામે જોયું અને પાછળ વળી ને કીધું,

“આપણે આને શોધતા અહયા આવ્યા છીએ?”

પાછળ થી બે વ્યક્તિઓ ચાલી ને આવી રહી હતી. એક જુવાન અને એક વૃદ્ધ.

“હવલદાર ગેલેલીઓ” પેલો વ્યક્તિ હજી પણ એનું માથું પકડી ઉભો હતો. સ્ટ્રીટલાઈટ માં એનો ચેહરો સ્પષ્ટ દેખાતો હતો. વિચિત્ર વાળ અને હોઠ ઉપર ચીરા.

“માફ કરજો પણ તમારી અટક એટલી વિચિત્ર છે કે અમને યાદ ના રહી” પેલા યુવાને કીધું.

“મારું નામ રોબીન છે અને આ છે..”એણે પેલા વૃદ્ધ સામે જોયું.

“મારું નામ મહત્વ નું નથી, મારે તમારું કામ છે અને તમારે મારી સાથે જવાનું છે” પેલો વૃદ્ધ માણસ બોલ્યો.

“ક્યાં?” ગણેશ એ પૂછ્યું. એને થોડીક ધરપત થઇ કે એ લોકો ને એનું સાચું નામ નથી આવડતું.

“અમદાવાદ”

“પણ એ તો બળી ને ખાક થઇ ગયું છે” ગણેશ એ કીધું.

“જ્યાર થી અમદાવાદ નો નાશ થયો ત્યાર થી કોઈ વિચિત્ર ઘટના બની છે તમારી સાથે, જો બની હોય તો એ પ્રશ્નો નો જવાબ તમને અમદાવાદ માં મળશે. એટલે તમારે અમારી સાથે ચાલવું પડશે.”

“પણ હું એમ કેમ આવી શકું” ગણેશે એના આંખ ના ખૂણે થી પોતાના ઘર તરફ જોયું.

“ચિંતા ના કરો, અમે તમને પાછું આજ ક્ષણે અહિયાં જ પાછા મૂકી જશું.”

“ઓક તો ચાલો” ગણેશ ને આ બધું વિચિત્ર તો લાગ્યું પણ જે ઘટના હમણાં એની સાથે બની એનો જવાબ મળવો પણ જરૂરી હતો.”

“એક મિનીટ, કોઈને આ વિચિત્ર ના લાગ્યું કે આ ભાઈએ વાંદરાટોપી પેહરી છે, અને તમારે ને ગેલેલીઓ ને શું લેવા દેવા. તમારું નામ નું વાંદરા મેન હોવું જોયે ને” જોસેફે માથું ખંજવાળતા કીધું.

“તેની વાતો ઉપર ધ્યાન ના દેતા અને આપડે હજી એક વ્યક્તિ ને લેવાની છે, ભાસ્કરા.”

ચારેય જણા ગાડી માં બેઠા અને ગાડી ગામ ની બહાર નીકળવાને બદલે ગામ ની અંદર જવા લાગી અને અચાનક ગામ ની વચ્ચે આવેલા વડલા તરફ. એ વડલો અચાનક ખુલ્યો અને ગાડી એમાં સમાઈ ગઈ.

(હવે આગળ ની વાર્તા માટે રાહ જવો ભાસ્કરા ના બીજા ભાગ ની)

બીજા રસપ્રદ વિકલ્પો