અલૌકિક - ૨ Patel Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અલૌકિક - ૨

સના ..સના... અને આમ અચાનક જ ઉઠી ગયો, જાણે અંગારા પર પાણી ની છંટક, અને એટલામાં જ એના બા દોડીને આવી ગયા શું થયું ? બેટા કોઈ ખરાબ સ્વપ્ન જોયું હતું કે શું ?કેમ આમ અચાનક ચોંકી ગયો? શું થયું? તું થીક તો છે ને? અને ન જાણે ઘણા સવાલો ની ટોકરી થલવી નાખી પણ ધવલ આમ અનગમો કરી એક નિશાસા સાથે ધવલ ઉઠી ને જાય છે અને બાથરૂમમાં ચૂપચાપ ચાલ્યો જાય છે જેવો તે તૈયાર થઈને બહાર આવે છે તેટલામાં જ વિવેક આવી જાય છે અને બોલી ઉઠે છે અરેરે !!!! હજી સુધી તૈયાર નથી આજે તારો સુર્ય ઉગ્યો નથી , અને મજાક ની એક ચિનગારી મુકી દે છે.. શુ થયું કે આજે તારે મોડું થયું ?તારી તબિયત તો સારી છે ને બાકી ઓફિસ જવા માટે તું , તુ ક્યારેય લેટ નથી થતો અને આજે શુ થયુ છે આ સાંભળતા જ ધવલ લહેરાતા અવાજે બોલી ઉઠે છે અરે કંઈ જ નહીં એમ જ તું ચાલને હવે .પણ વિવેક ફરી પુછે છે પણ કંઈક તો કહે શું વાત છે, અને પછી તો ધવલ નો પારો ગયો અને ગુસ્સા માં કહી દે છે આવુ છે કે નહીં ચાલ ને ભાઈ હવે આવતો હોય તો નહીં તો હું ચાલ્યો.અને એટલામાં વિવેક સમજી ગયો કે હમણાં કંઈ કેહ્વવાય તેમ નથી પછી ધીમા અવાજે બોલ્યો કે હા આવ્યો.. ઉભો રે...

વિવેક અને ધવલ એટલે બંને જાણે ભાઈઓ પણ અલગ અલગ માતાના સંતાનો . બંને નાનપન થી જ ખાસ મૈત્રી ભાવ મા એકબીજા થી બહુ ઘહનતાથી જોડાયેલા. સાથે રમવું ,સાથે શાળા એ જવું , અને કોઈક કોઈક વાર તો રેહ્તા પણ સાથે જ્યાં રમે ત્યાં જ જમી ને સૂઈ જતા એટલે જાણે બે સગા ભાઈઓ ના હોય , આમ ધવલ ને પિતા નો પ્રેમ પણ મળી રહેતો અને નસીબ ના જોરે કોલેજ પણ બંને એ સાથે જ કરી કોલેજ, કોલેજ એટલે તમામ પ્રકારની મસ્તીઓ , આનંદ નો સમન્વય એટલે તો હવે એમની કોઇજ વાત એકબીજાને ખબર ન હોય એવું તો બને જ નહીં ને . અને હવે નોક્રરી પણ બન્ને સાથે જ કરે તેથી સાથે આવે ને સાથે જાય .
સવાર માં વહેલા જયારે વિવેક બોલવા આવે ત્યારે ધવલ તૈયાર થઈ ને બહાર જ બેઠો હોય અને આજે તો હજુ તૈયાર પણ નથી માટે પુછી નાખે છે. ધવલ ફટાફટ તૈયાર થઈ નાસ્તો કર્યોં નાં કર્યો કરી નીકળી જાય છે આખા રસ્તે વિવેક અને ધવનની આ જ ચર્ચા ચાલ્યા જાય છે પણ ધવલ હરામ કંઈ બોલે કે કોઇ જ જવાબ આપતો નથી. એટલામાં કંપની આવી ગઈ, કંપની પહોંચ્યા પછી બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે એટલે કોઈ સવાલ જવાબ નો તો મોકો જ નહીં. બપોરના લંચ બ્રેકમાં પણ ધવલ આવતો નથી . વિવેકએ ધવલ ને બહુ કોલ ને મેસેજ કર્યા પણ આ સાહેબ તો ફોન જ બન્દ કરીને બેઠા હતા. અને સાંજ પડતાં નોકરીમાંથી છૂટી ધવલ વિવેક ને મેસેજ કરી દે છે કે આજે પણ મારે મોડું થશે માટે તુ તારે વહેલો ઘરે જતો રહેજે હું પછીથી આવી જઈશ.
સાંજે છૂટ્યા પછી એ જ તળાવની પાળે બેસવા જાય છે કે ક્યાંક આ વિચારોનું વાવાઝોડું સમી જાય પણ કોણ કહેતા કોને ખબર કે આ બેમોસમી વાવાઝોડુ કોઈક તુફાન ની આસન્કા છે. થોડી વાર આમ તેમ ટહેલતો રહે છે સાંજના સમાગમ પછી થોડી વાર રહી અને ઘરે પાછો આવે છે પણ આજે વાત કંઈક અલગ જ હતી એ ઉલ્લાસ એ ઘરે આવાની બેતાબી ન હતી, ઘરે આવતાની સાથે જ બા પૂછી લે છે આજે દિવસ કેવો રહ્યો બેટા ,કંઈ નવા જુની? અને ધવલ જવાબમાં કહે છે "સારો" .પણ જાણે કેમ આજે એના શબ્દોમાં પણ એક અજાણતા હતી થકાન હતી બે બેબસતા હતી કંઈક અધૂરાપણ હતું .
સાંજનું વાળુ કરવા બા એને બહુ ટહુકા પાડે છે બેટા ચાલને જમવાનું તૈયાર છે.ધવુ એ બેટા ધવુ .. બહુ બૂમો પડ્યા પછી આખરે બા જ એના રૂમ માં બોલવા જાય છે અને જોવે છે કે ધવલ એની ડાયરી ખોલી ને બેઠો હોય છે એમાંથી કોઇ ફોટો જોઈ રહ્યો છે ને બા ની આવતા ની સાથે એ છુપાવી દે છે બા કહે છે ચાલ ને જમવા ક્યાર ની બૂમો પાડું છુ ક્યા ખોવાઈ ગયો હતો . અરે!!! બા , ક્યાંય નહીં મારે નથી જમવું કંઈ તમે જાઓને આમ ફતક થી જવાબ આપી દે છે . અને પોતાનુ કામ કરવા લાગે છે બા ને આ સાભાળતા જ નવાઈ લાગી કેમ ભાઈ નથી જમવું એવું તો શું થયું ? બા ના બઉ બધા આગ્રહ પછી માની જાય છે અને ફટાફટ વાળું કરી અને ફટાફટ પોતાના રૂમમાં ચાલ્યો ગયો.
લાઈટ ઓફ કરી પણ જેમ આ રાત ના અંધકાર માં સવાર માં સૂર્ય નું એક કિરણ આખા જગતમાં એક રોશની , એક ઉમ્મિદ , જગાવી જાય તેમ આ બારી માથી આવતો ચન્દ્ર નો શીતળ પ્રકાશ અંદર આવી રહ્યો હતો અને ધવલ ના મન માં એ વન્રરાગ્રી ને ઠંડી કરી રહ્યો હતો કોણ જાણતું હતું આ વન્રરાગ્રી કંઈ એમ શાંત થવાની ન હતી આમ તો રૂમની છતની દીવાલ સામે જોઈ રહ્યો હતો પણ શું વિચારી રહ્યું હતો, કોના વિશે વિચારી રહ્યો હતો એની જાણ એને પણ ન હતી આંખો છત સામે અને મન બીજે જ ક્યાંક હતું.
ઘણી વાર મન ની વાતો કોઈને કંઈ સકાતી જ નથી મન માં ને મન માં જ દફન રાખવી પડે છે. આ બધા વિચારો માં ને વિચારોમાં અશ્રુ નું વાદળ ક્યારે સરિ પડ્યું ખબર જ ના રહિ અને ક્યારે આંખ લાગી ગઈ અને એ ફરી એ જ્ સપના માં ખોવાઈ ગયો . મરક મરક હસતો જાય અને કરવતો બદ્દલતો જાય અને એટલામાં સવાર પડી ગઈ અને બા જય્રારે એને બોલાવા જાય ત્યારે મસ્ત નિન્દરા માં સૂતો હોય છે. બા થોડી વાર એની જોડે બેસે છે વહાલ થી એના મોઢા પર હાથ ફેરવે છે ધવલ નિન્દ્ માં જ્ કહે છે "તું પાછી આવી ને સના મને ખબર હતી તું પાછી આવશે જ." આ કહી બા નો હાથ પકડી લે છે અને ચુમવા લાગે છે આ જોઈને બા પણ થોડી વાર માટે મુગ્ધ થઈ જાય અને ધવલ જયારે આંખ ખોલે અને બા તમે... હા બેટા હું જ હોઉં ન બીજું કોણ હોય .