પ્યાર તો હોના હી થા - 18 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર તો હોના હી થા - 18


( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે કે આદિત્ય અને મિહીકાની સગાઈ થાય છે. એ બંનેના હ્રદયમાં પ્રેમ ઉદ્ભવી ચૂક્યો છે. અને એ બંન્ને એને મેહસુસ પણ કરવાં લાગ્યાં છે. તો હવે એમને એકબીજા પ્રત્યેના પ્રેમને તેઓ કેવી રીતે જણાવે છે. એ હવે આપણે જોઈશું.)

સગાઈ સારી રીતે પૂરી થાય છે. અને બંને પરિવાર પોતપોતાના ઘરે જાય છે. પણ આજે આદિત્ય અને મિહીકાને એકબીજાથી દુર જવું ના હોય તેમ એકબીજાને જુએ છે. આદિત્યએ હજી મિહીકા સાથે રહેવું છે. એની સાથે ઘણી બધી વાતો કરવી છે. તો આ બાજું મિહીકાએ પણ આદિત્યથી દૂર નથી થવું.પણ બંનેમાંથી એક પણ એમના પેરેન્ટ્સને કહી નથી શકતા.ના છૂટકે તેઓ આંખો આંખોથી એકબીજાને અલવિદા કહી છૂટાં પડે છે.

ઘરે પહોંચીને મિહીકા એના રૂમમાં જાય છે. એના મમ્મી પપ્પા તો આખા દિવસની ભાગદોડના કારણે થાકી ગયા હોવાથી કપડાં બદલીને ફ્રેશ થઈને સૂઈ જાય છે. મિહીકા પણ થાકી તો ગઈ હતી પણ એની આંખોમાથી ઉંઘ આજે તો ગાયબ જ છે. એની આંખો સામે વારે વારે આદિત્ય જ આવી જાય છે. આદિત્યનું એને જે નજરથી જોવું, એને જ જોતાં રહેવું, એની દાદી સાથે મિહીકા માટે ઝઘડવું. બધું એને યાદ આવે છે. જ્યારે આદિત્ય એને હાથ પકડીને દૂર લઈ ગયો હતો અને એના ગાલ પર કીસ કરી હતી એ યાદ કરીને મિહીકાના શરીરમાં હમણાં પણ જાણે કરંટ પસાર થયો હોય એવી ઘ્રુજારી થાય છે. એ વિચારે છે કે, આ મને શું થઈ રહ્યું છે ! કેમ આદિત્ય મારી નજર સમક્ષથી ખસતો નથી ! વારે વારે કેમ એની યાદ આવે છે ! અને આદિત્યએ જ્યારે મને કીસ કરી ત્યારે મે એને કેમ દૂર ના કર્યો ! મને કેમ એનું મારી નજદીક આવવું ગમવા લાગ્યું છે. એના મનમાંથી એક અવાજ આવે છે કે, " મિહીકા તુ એને પ્રેમ કરવાં લાગી છે." મિહીકાને આ વાતનો એહસાસ થાય છે અને એ પોતાને જ કહે છે કે, " હા હું આદિત્યને પ્રેમ કરું છું." પહેલાં તો એ ખુશીથી ઉછળી પડે છે. પણ પછી કંઈક યાદ આવતાં એના ચેહરા પર ઉડાસી ફરી વળે છે. અને એ કંઈક વિચારીને નિરાશ થઈને સૂઈ જાય છે.

આ તરફ આદિત્યને પણ ચેન નથી.. એ આમ તેમ પડખાં ફરીને સૂવાની કોશિશ કરે છે પણ વારંવાર મિહીકાનો ચેહરો એની સામે આવી જાય છે. એ મિહીકાના જ વિચારો કર્યાં કરે છે. મિહીકા આજે કેટલી સુંદર દેખાતી હતી.. તે પોતે જ પોતાને કહે છે. ત્યારે ફરીથી એના મનમાંથી અવાજ આવે છે કે એ તો પેહલેથી જ આવી જ દેખાય છે પણ તને એની સાથે લવ થઈ ગયો છે એટલે એ તને વધું સુંદર લાગે છે. અને આદિત્ય અને એના મનનાં વિચારોને નકારીને સૂવાની કોશિશ કરે છે.

સવારે બધાં કૉલેજ પર મળે છે ધરા અને સમીર આંખો આંખોથી કંઈક વાત કરે છે અને એકબીજાને ઈશારા કરે છે.

ધરા : મિહીકા આજે મારે થોડું કામ છે તો કૉલેજ પછી મારા ઘરે આવશે.. એક ટૉપિક છે જે મને બિલકુલ સમજ નથી પડતો.

મિહીકા : હા તો ઘરે શું કામ લાઈબ્રેરીમા જઈશું ને..

ધરા : ના યાર કૉલેજમાં આ સમીર મને કંઈ સમજવા ના દેશે ખોટા હેરાન કરશે આપણે મારા ઘરે જ જઈશું. ઈશિતા તુ પણ સાથે આવજે.

સમીર : ઓ હેરાનવાળી હુ કાંઈ હેરાન નથી કરતો તારે જ્યાં વાંચવુ હોય ત્યાં વાંચ.. અને એ બહાને અમને પણ તમારાથી દૂર રહી થોડી શાંતિ મળશે.

ધરા : હા તો રહો ને દૂર અમે ક્યાં તમને બોલાવીએ છીએ..

ઈશિતા : શશશશશ ચૂપ કરો તમે બંને. જ્યારે હોય ત્યારે ઝઘડતાં જ હોય છે. આ આદિત્ય અને મિહીકાને જુઓ સગાઈ થઈ ગઈ પણ કોઈ દિવસ એમને આટલું ઝઘડતાં જોયા છે ?

ધરા : હા તો એ લોકો ક્યાં એકબીજાને લવ કરે છે. કે ઝઘડે !

આ સાંભળી મિહીકા અને આદિત્ય બંને એકબીજા તરફ જુએ છે અને મિહીકા શરમાયને નજર નીચી કરી દે છે.

મિહીકા : સારું ચાલો તમારો ઝઘડો હવે બંધ કરો પહેલાં બધાં લેક્ચર તો એટેન્ડ કરીએ પછી ની વાત પછી.

અને બધાં ક્લાસમાં જાય છે બધાં લેક્ચર પૂરા થતા તેઓ બહાર આવે છે અને ધરા મિહીકા , ઈશિતાને એના ઘરે આવવાનું કહે છે. મિહીકા આદિત્ય તરફ જુએ છે. અને ના છૂટકે હા પાડે છે. ત્રણેય સહેલી ધરાના ઘરે જવા નિકળે છે.

સમીર : ચાલ આદિત્ય આજે તુ પણ મારા ઘરે ચાલ મમ્મી પપ્પા નથી તો આપણે પણ થોડું એન્જોય કરીશું અને આદિત્ય બાઈકની ચાવી ઘૂમાવતો ઘૂમાવતો મિહીકાને જતી જોઈને હા કહે છે.

ધરા અને મિહીકા, ઈશિતા ધરાના ઘરે પહોંચે છે.
અને પછી થોડી આમતેમની વાતો કરી ધરા કહે છે

ધરા : કાલે તો ખૂબ મજા આવી મિહીકા તારી સગાઈમા.. તમે બંને કેટલાં beautiful લાગતાં હતાં. આદિત્ય તો તારા માટે એની દાદીથી પણ ઝઘડી પડ્યો. મિહીકા તને એવુ નથી લાગતું કે આદિત્ય તને લવ કરવા લાગ્યો છે.

ધરાના આ પ્રશ્નથી મિહીકાની ઘડકન તેજ થઈ જાય છે અને એ બુક્સના પાના ફેરવવા લાગે છે.

ઈશિતા : હા મિહીકા ધરા એકદમ સાચું કહે છે. મને પણ એવું જ લાગે છે કે આદિત્ય તને લવ કરે છે.

મિહીકા : અરે ના રે એના જીવનમાં પ્રેમ માટે કોઈ જગા જ નથી. એણે તો પેહલેથી જ કહ્યું હતું કે, એને પ્રેમ, લવ એ બધાંમા વિશ્વાસ જ નથી. એનું તો એક માત્ર સપનું છે બાઈક રેસીંગ. મારી સાથે મેરેજ કરવા પણ તો એ એટલે જ માની ગયો હતો ને, કે, એના પપ્પા એને પરવાનગી નોહતા આપતાં.

ધરા :પણ તો પછી થોડાં દિવસથી એના વર્તનમાં બદલાવ કેમ આવ્યો છે.

મિહીકા : એ તો મને બેસ્ટ ફ્રેન્ડ માને છે એટલે મારી સાથે આ રીતે બીહેવ કરે છે... એ તો જેને પણ એકવાર દોસ્ત માની લે પછી એની સાથે દિલોજાનથી દોસ્તી નિભાવે છે.

ઈશિતા : તો પછી એ તારી આટલી તારીફ કેમ કરે છે, તારી તરફ જુએ છે ત્યારે એની આંખોમાં એક અલગ જ ચમક હોય છે.

મિહીકા : એ તો એને બધી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાની આદત છે એટલે જ એ મારી સાથે પણ આવી વાતો કરે છે.

ધરા : સારું એની વાત છોડ તુ તારી વાત કર. શુતુ આદિત્યને લવ કરે છે ?

મિહીકા : થોડીવાર આંખો બંધ રાખીને એક ઊંડો શ્વાસ લે છે અને પછી આંખો ખોલી બંને સામે મુસ્કુરાઈને નીચે જોવા લાગે છે.

ઈશિતા : ohh my god.. Mihika are u blushing.. u really love Aditya..

મિહીકા : સાચું તો હું તમારી સાથે આ વાત આજે શેર કરવાની જ હતી એટલે તો હું અહીં આવવા તૈયાર થઈ કે અહીં શાંતિથી વાતો થઈ શકે. કાલે રાત્રે મારા મનમાં આ જ ઘમાસાણ ચાલતું હતું. હુ સાચે બિલકુલ નહીં વિચારેલું કે હું આદિત્યને લવ કરીશ. પણ આ દિલ ક્યારે કોને એનામાં વસાવી લે એ આપણને પણ નથી ખબર પડતી. આદિત્ય સાથે રહીને મને એહસાસ થયો કે આદિત્ય જ એ વ્યક્તિ છે જેની સાથે હું મારું પૂરું જીવન વ્યતીત કરી શકું.

ઈશિતા : વાહ તો તે આદિત્યને આ વાત કરી કે નહી..

મિહીકા : ના અને તમારે પણ એને કંઈ કહેવાનું નથી.

ધરા : પણ કેમ.. ?

મિહીકા : હું આદિત્યને લવ કરું છું પણ આદિત્ય તો મને લવ નથી કરતો. હા એ મને બસ બેસ્ટ ફ્રેન્ડ જ માને છે. એની તો મંજીલ અલગ જ છે. અને હું નથી ચાહતી કે મારાં કારણે એ એના સપનાથી દૂર થાય. અને મારો એના તરફના પ્રેમને એની સમક્ષ રાખી હુ એને કોઈ બંધનમાં બાંધવા માંગતી..

ઈશિતા : પણ એકવાર એને કહી તો જો મને પેરેપૂરો યકીન છે એ પણ તને ખૂબ લવ કરે છે.

મિહીકા : ના હુ આવી કોઈપણ વાત કરીને એને દ્વીધામા નથી નાંખવા માંગતી. એ એટલો સારો છે કે મારી ફીલીંગના કારણે એનું સપનું પણ ભૂલી જશે. તમે બંને મને પ્રોમિસ આપો કે આ વાત કોઈને નહી કહો. આદિત્યને તો બિલકુલ નહીં

ઈશિતા : ઓકે અમે પ્રોમિસ આપીએ છીએ. પણ આદિત્ય જો સામેથી કહે તો.

મિહીકા : મિહીકા : એવું થવાનું તો નથી પણ ત્યારની વાત ત્યારે.. અત્યારે આપણે સ્ટડી પર ધ્યાન આપીએ..

મિહીકા તો આદિત્યના સપનાના કારણે પોતાના પ્રેમને સેક્રેફાઈસ કરવાં તૈયાર થઈ જાય છે હવે એ જોઈએ કે આદિત્ય શુ કહે છે.

સમીર : આદિત્ય જ્યારથી મિહીકા તારી લાઈફમાં આવી છે ત્યારથી તુ ઘણો બદલાય ગયો છે. તુ હવે પહેલાનો આદિત્ય નથી રહ્યો. તુ એને લવ તો નથી કરવા લાગ્યો છે.

આદિત્ય : ના એવું બિલકુલ નથી હું મિહીકાને લવ નથી કરતો એ તો મારી ખાલી બેસ્ટ ફ્રેન્ડ છે.

સમીર : ઓહ એ ખાલી તારી બેસ્ટ ફ્રેન્ડ છે તો પછી તુ જ્યારે એની તરફ જુએ છે ત્યારે તારી આંખોમાં મને એના માટે પ્રેમ કેમ દેખાય છે. તુ ભલે ના પાડે પણ તારા ચેહરા પરથી અને આંખોમાં સાફ દેખાય આવે છે કે તુ મિહીકાને લવ કરે છે.

આદિત્ય : ના એવું બિલકુલ નથી..

સમીર : એવું છે તો પછી તુ એની બધી વાત કેમ માની જાય છે. બધું એને પૂછીને કેમ કરે છે.

આદિત્ય : ના એ તો ઘણી સમજદાર અને સુલજેલી છે એટલે હું એની સલાહ માનું છું. બાકી લવ બવ જેવું કંઈ નથી.

સમીર : સારું તુ કહે તો માની લઉ. પણ એવું ના થાય કે તને તારી ફીલીંગ્સનો એહસાસ થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય.

આદિત્ય : યાર સાચું કહું તો હું કાલે આજ વિચારોમાં ઘેરાયેલો હતો. મે મારા મન સાથે પણ ઘણું આરગ્યુ કર્યું પણ મને હજી પણ ચેન નથી પડતું.

સમીર : યાર જો તુ મને તારો ફ્રેન્ડ માનતો હોય તો તારા દિલમા શુ ચાલે છે મને બધું કહે. સારું પહેલાં એ કહે તુ મિહીકા વિશે શું વિચારે છે.

આદિત્ય : મતલબ ?

સમીર : મતલબ કે મિહીકા સાથે હોય કે ના હોય ત્યારે તને કેવો એહસાસ થાય છે?

આદિત્ય : મારું મન તો એવું જ ઈચ્છે છે કે એ હર પલ મારી સાથે હોય, મારી આસપાસ હોય, એ મારી પાસે ના હોય તો મારું મન બેચેન રહે છે, ભીડમાં પણ મારી આંખો હંમેશા એને જ શોધે છે.

સમીર : અરે પાગલ એને જ પ્યાર કહેવાય. તુ પણ કેટલો ડફર છે. મિહીકા માટે આટલું બધું ફીલ કરે છે અને પોતાની ફીલીંગ્સને જ નકારે છે.

આદિત્ય : હા પણ મારી ફીલીંગનુ કોઈ મહત્વ નથી. મિહીકા કોઈ દિવસ મને પ્રેમ કરવાની નથી. એના સપનાનો રાજકુમાર હું નથી. Actually હું એને લાયક જ નથી.. એ મારાથી પણ બેહતર હમસફર ડિઝર્વ કરે છે.

સમીર : અરે પણ એના મનની વાત જાણવાં વગર તુ કેમ કહી શકે કે એ તને લવ નથી કરતી. મે એની આંખોમાં તારા માટે પ્રેમ અને બેચેની જોઈ છે.

આદિત્ય : અરે સમીર તુ મને ઉલઝાવ નહી એમ જ કાલે મારાથી ભૂલ થઈ ગઈ છે.

સમીર : શું ભુલ થઈ તારાથી. ?

આદિત્ય : અરે યાર કાલે હું મારા ઈમોશનને કાબુમાં ના રાખી શક્યો અને એને કીસ કરી દીધી..

સમીર : શું કીસ ? તો પછી મિહીકાએ તો તારી પર બહું ગુસ્સો કર્યો હશે !!

આદિત્ય : ના યાર એણે તો બિલકુલ ગુસ્સો ના કર્યો ઉલટાનું એ તો શરમથી નીચું જોઈ ગઈ હતી..

સમીર : અરે ડફર તુ કેટલો બુધ્ધુ છે. તને હજી ખબર નથી પડતી કે એ પણ તને લવ કરે છે. જો એ તને લવ ના કરતી હોય તો તારી પર ગુસ્સે કરતે અને તારી સાથે બધાં સંબંધ તોડી નાંખતે.

આદિત્ય : હા યાર તુ એકદમ સાચું કહે છે. હુ પાગલ હતો કે મિહીકાની આંખોમાં મારા માટેનો પ્રેમ ના જોઈ શક્યો.

સમીર : સારું કંઈ નહી देर आए दुरुस्त आऐ હવે એ કહે તુ મિહીકાને તારા દિલની વાત કેવી રીતે કરશે

આદિત્ય : થોડી વાર વિચારે છે અને કહે છે, મારી પાસે એક આઈડિયા છે પણ તારે ધરા અને ઈશિતાએ મને એમાં હેલ્પ કરવી પડશે.

સમીર : હા હા દોસ્ત માટે તો જાન પણ હાજીર છે તુ ખાલી બોલ અમારે શું કરવાનું છે.

આદિત્ય એને સમજાવે છે કે એમણે શું કરવાનું છે. અને તેઓ છૂટા પડે છે.

આદિત્ય અને મિહીકા બંનેને એકબીજા માટેના પ્રેમનો એહસાસ થઈ જાય છે હવે આદિત્ય પોતાના પ્રેમનો ઈઝહાર કેવી રીતે કરશે તે જોઈશું આગળના ભાગમાં..