આજે હું જે વિષયે આપ ની સાથે ચર્ચા કરવા માગું છું,તે છે પ્રેમ નો પ્રસ્તાવ ક્યારે મુકવો..? દરેક માણસ તેના જીવન માં ક્યારેક ને ક્યારેક પ્રેમ કરે છે પણ તે પ્રેમ ને તેનાં મુકામ સુધી પહોંચાડવા તેનો સામી વ્યકિત પાસે એકરાક થવો જરૂરી છે.બીજી વ્યકિત માટે તમે જે લાગણી અનુભવો છો એ જ્યાં સુધી તેના સુધી ના પહોંચાડો સ્પષ્ટ શબ્દો માં ત્યાં સુધી સામે ની વ્યકિત ને તમારી લાગણી વિશે ખ્યાલ આવતો હોતો નથી.
અમુક વાર તો પ્રેમ કરતો એક પાત્ર તેની લાગણી સમજવા માટે ની જવાબદારી સામે ના પાત્ર ને સોંપી દેતો હોય છે.તેમજ સમય પછી મુકેલ પ્રસ્તાવ નો કંઈ અર્થ સરતો હોતો નથી.દા.ત કોલેજકાળ ની પ્રેમિકા દસ વર્ષ પછી મળી હોય ત્યારે પ્રેમી જણાવે કે તું મને કોલેજકાળ માં ખૂબ ગમતી હતી,તો શું ફેર પડે કારણ કે બંને અમુક જવાબદારી માં બંધાઈ ચૂકેલા હોય અને પછી આ વાત નો કાંઈ અર્થ સરતો નથી.આ તદ્દન સાચી ઘટના છે અને આ કારણે કેટલાય વ્યકિત આમ ને આમ જિંદગી પસાર કરી દે છે.
આથી સમયસર,સ્પષ્ટ શબ્દો માં આ સ્પષ્ટ શબ્દો આ વાત નો મેં બીજી વાર ઉપયોગ કર્યો કારણ કે કેટલા યુવક/યુવતી તેના પ્રેમી પાત્ર માટે દુનિયાભર ની વસ્તુ કરી છૂટશે.પણ પોતાના મોંઢા માંથી હું તને ચાહું છું એટલું નહીં બોલે અને સામે નો પાત્ર તેના વર્તન દ્વારા સમજી જાય એવી ઈચ્છા ધરાવતા હોય છે.આ કારણે જ કેટલા પ્રેમપ્રસંગ પોતાના મુકામેં નથી પહોંચતા.
આથી બે પ્રેમી ફક્ત પ્રેમ નો ઇકરાર ન થવા ના કારણે આખું જીવન જૂરપો ભોગવવો તેના કરાતાં એક વાર ઇનકાર સાંભળી લેવું સારૂં આવો વિચાર હું ધરાવું છું.માટે જો મારા વાચક માંથી કોઈ યુવક/યુવતી સામે ના વ્યકિત માટે પ્રેમ ની લાગણી ઘરાવતા હોવ તો તેને મન માં ન રાખતા એક વાર તેની પાસે જઈ અને એકરાર કરી જ દેશો.સામાન્ય રીતે આ જવાબદારી પુરુષ પાત્ર ના માથે હોય છે પણ હાલ ૨૦૧૯ ચાલી રહ્યું છે તો સ્ત્રીએ પણ આ માટે પાછળ ના રહેવું જોઈએ.
તમને લાગશે કે હવે આ વાત તો અમને ખ્યાલ જ છે તેમાં નવું શું છે,તો હું જણાવવા માંગીશ કે આજે હું મારા જ્યોતિષવિદ્યા ના અભ્યાસ દ્વારા એવી બે તારીખ જણાવીશ કે જે દિવસે સાચા હૃદય થી મુકેલ પ્રેમ પ્રસ્તાવ સ્વીકાર થઈ જતા હોય છે.વાચકો ને હું અહીં જણાવી દઉં કે વ્યવસાયે હું સરકારી તબીબ છું અને જ્યોતિષવિદ્યા એ મારા રસ નો વિષય છે.તેના દ્વારા ધનોપાર્જન કરવા ની મારો કોઈ ઈરાદો નથી.જ્યોતિષવિદ્યા ના જ્ઞાન થી કોઈ નાં જીવન માં કંઇક ઉપયોગી થઈ શકાય એ જ હેતુ થી મારા ગુરુજી દ્વારા આ વિદ્યા મને શીખવાડવા માં આવી છે.આજે હું આપને જે તારીખ પણ જાણવવા નો છું તે લખવા માટે પણ મારા ના ગુરુજી ની આજ્ઞા લેવા માં આવી છે.હવે આપનો વધુ સમય ના લેતા આપને તારીખ જણાવી દઉં.
૧૧ ડિસેમ્બર ૨૦૧૯(બુધવાર)
૮ જાન્યુઆરી ૨૦૨૦(બુધવાર)
આ દિવસે એટલું ધ્યાન રાખવું કે આપનો પ્રસ્તાવ મુકવા ના સમયે રાહુકાળ, તેમજ અશુભ ચોઘડિયા જેવા કે કાળ,રોગ,ઉદ્વેગ ના આવતા હોય.આ વિશે ની માહિતી આપને ઈન્ટરનેટ દ્વારા મળી રહે તેમ હોવાથી તેનો આ લેખ માં સમાવેશ કરતો નથી.
આ દિવસ નો ઉપયોગ લાંબા સમય થી કોઈ ની સાથે સંબંધ માં તણાવ હોય તો તેમની પાસે માફી માંગવા માટે પણ કરી શકાય.
તેમજ જે લોકો આ બધી બાબતો થી પર છે.જે પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે કાર્ય કરી રહ્યા છે.તેમના માટે પણ આ દિવસે કરેલ ધ્યાન,જપ,સાધના ખૂબ જ સિઘ્ધદાયક નીવડે છે.
જો આપનો પ્રેમ સાચો હશે તો પરમાત્મા જરૂર આપણી મદદ કરશે જ.આશા છે આપને આ લેખ ગમ્યો હશે.આપના પ્રતિભાવ જરૂર થી જણાવશો.