અજાણ્યો નંબર - 1 Divya Modh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

અજાણ્યો નંબર - 1

થોડા દિવસ પેલા જ તો આ બન્યું હતું.રાત ના દસ વાગ્યા હશે રશ્મિ પોતાના રૂમ પર બેઠી બેઠી કઇ વાંચી રહી હતી એટલા માં એના ફોન ની રિંગ વાગી.રશ્મિ એ ફોન ઉપાડ્યો .કોઈ અજાણ્યો નંબર હતો .રશ્મિ હેલો કોણ ?એવું બોલવા જ જઈ રહી હતી કે સામેથી એક અવાજ સંભળાયો. કોઈ છોકરા નો અવાજ હતો એ. એ બોલ્યો:હેલો પાયલ ,પાયલ સોરી કે અત્યારે તને ફોન કર્યો ,પણ મારે તને કઈ કહેવું છે.રશ્મિ ને કઈ સમજાતું ન હતું એ ફરી બોલવા ગઈ કો.એ કોણ એમ પૂરું વાક્ય બોલે એ પહેલા જ સામે ના છોકરા એ વાત ચાલુ કરી.જો પાયાલ તારે જે પૂછવું હોય એ પછી બોલ જે પહેલા મને મારી વાત કરી લેવા દે ,કારણ કે જો હમણાં નહીં બોલું તો ક્યારેય નહીં બોલી શકું.એટલું કહી એણે વાત શરૂ કરી.પાયલ આપણે એક સાથે કૉલેજ કરીએ છીએ, સ્કૂલ પણ સાથે જ કરી અને આપણી આદતો પણ મળતી આવે છે,જેમ કે આપણને બંને ને હોરર મૂવીઝ જોવાનું ગમે ,એડવેન્ચર પર જવું ગમે છે .પાયલ આપણે બેસ્ટ ફ્રેંડસ છીએ, પણ હવે તું મારા માટે માત્ર મારી ફ્રેન્ડ નથી રહી તું ફ્રેન્ડ થી કઈક વધારે જ મહત્વ ની બની ગઈ છે .હવે તું મારી ‘Some one special ‘ બની ગઈ હોય એવું મને કેટલાય મહિના થી લાગવા લાગ્યું છે , પણ તારી દોસ્તી ગુમાવાની બીકે તને કઈ કહી શકતો નથી.પણ આજે તો મેં વિચારી જ લીધું હતું કે આ topic પર તારી સાથે વાત જરૂર કરીશ પછી ભલે તું મને ને આપણી દોસ્તી ને ભૂલી જાય. પાયલ ‘I LOVE YOU’ .સા … રશ્મિ બોલવા જ જતી હતી પણ સામે વાળો છોકરો હજુ પોતાની વાત કહે જતો હતો,પાયલ ‘Will you Marry Me?’ હું તારો જીવનસાથી બનવા માગું છું જીવનભર તારી સાથે રહેવા માંગુ છું , શુ તું મારી જીવન સંગીની બનીશ ?એ ચૂપ થઈ ગયો .
સામે થી અવાજ ન આવતા એને કહ્યુ બોલને પાયલ ..કઈ તો જવાબ આપ. થોડી વાર પછી રશ્મિ ઝબકી વિચાર માંથી બહાર આવી ને બોલી: જોવો તમે કોણ છો મને નથી ખબર પણ તમારી કોઈ ભૂલ થઈ લાગે છે હું પાયલ નહીં રશ્મિ છું. આટલું સાંભળી ને પેલા છોકરા એ ફોન કાને થી ખસેડી નંબર ચેક કર્યો , નંબર માં ભૂલ તો ન તી પણ કદાચ કોઈ નેટવર્ક પ્રોબ્લેમ ના લીધે બીજા ને ફોન લાગી ગયો હશે એમ વિચારી તેણે ફોન મુકી દીધો. થોડી વાર બાદ રશ્મિ ના નંબર પર મસેજ આવ્યો ,
પેલા છોકરાનો હતો. મસેજ હતો: સોરી. માય નેમ ઇઝ વિનય હું મારી ફ્રેન્ડ પાયલ ને ફોન કરતો હતો પણ તમને લાગી ગયો. એકચ્યુઅલી આઈ લવ પાયલ પણ એને કહી શકતો ન હતો .એ કેટલા દિવસ થી કોલેજ પણ નથી આવતી તો આજે મેં એણે મારા દિલ ની વાત કહેવા જ ફોન કરયો હતો. સોરી વન્સ અગેઇન.
રશ્મિ એ સામો રીપ્લાય આપ્યો ઇટ્સ ઓકે .પણ તમારી પાયલ હા જ પાડશે .ડોન્ટ વૉરી . બેસ્ટ ઓફ લક. વિનય પણ રીપ્લાય આપ્યો થેન્ક્સ.અને વાત પુરી થઈ.
એક દિવસ સાંજે રશ્મિ ના ફોન માં મેસેજ આવ્યો Hii..મેસેજ પેલા અજાણ્યા છોકરા વિનય નો હતો. રશ્મિ રીપ્લાય કરવો કે નહીં એ વિચારી રહી હતી ત્યાં જ બીજો મેસેજ આવ્યો ઓળખાણ પડી કે નહીં મેડમ? અને રશ્મિ એ ખાલી વાત કરવા માં શુ થવા નું એમ વિચારી રીપ્લાય આપ્યો : હા પડી.આજે પણ કંપની એ રોંગ કનેકશન કરી દીધુ કે શુ? વિનયે રીપ્લાય કર્યો : હા…હા … ના આ વખતે મેં જાતે જ રોંગ કનેકશન પર મેસેજ કર્યો .રશ્મિ એ પૂછ્યું : બાય ધ વે પાયલે શુ કહ્યું? ‘રોમિયો કે દેવદાસ? આ વાંચી ને વિનય ને હસું આવી ગયું એણે જવાબ આપ્યો :ન રોમિયો ને ન દેવદાસ. કેમ? રશ્મિ એ પૂછ્યું . અરે યાર એ કોલેજ આવતી જ નથી અને ફોન લાગવું તો તને લાગે છે. ઓહ ..રશ્મિ એ આટલું જ લખ્યું.
તો તું શું કરે ? વિનયે પૂછ્યું બસ બેઠી છું પી.જી પર રશ્મિ એ જવાબ આપ્યો.વિનય એ કહ્યું એમ નહીં હવે તું શું કરે મતલબ સ્ટડી કે જોબ ? ક્યાં રહે તું? હું એક સિંગર છું સુરત ની એક હોટેલ માં ગીતો ગાવા નું કામ કરું છુ. એણે જવાબ આપ્યો. ઓકે વિનય એ કહ્યું. તમે શું કરો છો? રશ્મિ એ પણ સામે એ જ પછ્યુ. હું..હું વડોદરામાં રહું છું , સ્ટડી કરું છું ,એમ કોમ લાસ્ટ યર ,અને હા ક્યારેક ટેલિકોમ કંપની ની મહેરબાની થી રોંગ નંબર પર કોઈ ને પ્રોપોઝ પણ કરી દઉં છું , થોડા મજકિયા મૂડ માં વિનયે જવાબ આપ્યો. મારો નંબર સેવ કરી લીધો લાગે છે તમે? હા કરવો જ પડે ને પાયલ હા પાડે છે કે ના, મને એક પ્રેમ મળશે કે લાફો એતો જણાવવું પડશે ને તને. રશ્મિ એ એક સ્માઈલી મોકલ્યું અને બાય કહી ને બંને સુઇ ગયા.
હવે તો રોજ વાતો થવા લાગી હતી , ગુડ મોર્નિંગ , ગુડ નાઈટ ના મેસેજ રોજ આવવા લાગ્યા . હવે તો બન્ને એક બીજા વિશે ઘણું જાણતા થયા હતા, જેમ કે એક બીજા ને શુ ગમે ,ખાવા માં શુ ભાવે બધું જ. એટલું જ નહીં એક બીજા ના પરિવાર વિશે પણ જાણ્યું.
ત્રણ -ચાર દિવસથી વિનય ના મસેજ નહતા આવ્યા .પહેલા તો રશ્મિ એ વિચાર્યું કે બિઝી હશે એટલે નહિ કરતો હોય, તેમ છતાં રશ્મિ. થી ના રહેવાતા. એણે જ મેસેજ કર્યો: હેલો એણે ફરી મસેજ કર્યો ક્યાં છો તમે ઠીક. તો છોને? પણ કોઈ રીપ્લાય ન આવ્યો. થાકી ને રશ્મિ એ ફોન બાજુ મા મૂકી દીધો. લગભગ બે કલાક પછી રીપ્લાય આવ્યો. બસ આટલુ જ હતું રીપ્લાય ‘leave me alone for sometime’ આ વાંચી ને રશ્મિ ને કારણ પૂછવા નું મન તો થયું. પણ પછ્યુ નહી. ચાર મહિના પછી વિનય નો સવાર સવાર મા મેસેજ આવ્યો. આપણે મળી શકીએ?…