આંખો.. - 4 Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંખો.. - 4

એક ગરીબીમાં ઉછરેલો એકલવાયો યુવાન અને એક યુવતી જે પોતાની આંખો બાળપણ માં જ ગુમાવી બેઠી છે. બે સમદુખિયા યુવાન હૃદય નજીક આવે અને લાગણીનાં અંકુર ન ફૂટે તો જ નવાઈ!

હવે તો તેઓને એકબીજા વગર બિલકુલ ન ચાલતું, થોમસ નોકરી પરથી સીધોજ જેની પાસે પહોંચી જતો. જેની પણ ખુશ થઇ જતી જાણે કે તેની રાહ જ જોતી હોય.
જેની થોમસને પ્રેમથી થોમસ ને બદલે માત્ર 'ટોમ' કહી બોલાવવા લાગી.

તે બંન્ને ઘણી વખત બગીચામાં જઈ બેસતાં,
થોમસ પોતાની આંખોથી જેનીને આખો સંસાર બતાવતો,

"જો પેલો છોકરો ફૂટબોલ ને કિક મારે છે..... એ.... હાં.. ગોલ થઈ ગયો."
જેની ચિચિયારીઓ કરતી તાળીઓ વગાડવા લાગતી.

"જો ત્યાં ઝાડ પર એક પક્ષી બેઠું છે, તે તારી તરફ જ જોઈ રહ્યું છે."
અને જેની પોતાના હાથથી પક્ષી ને પોતાની પાસે આવવા માટે ઈશારો કરતી.

"જો પેલી બાજુ એક દાદા-દાદી એકબીજાનો હાથ પકડી કેવાં પ્રેમથી બેઠાં છે."
જેની પણ થોમસનો હાથ પ્રેમથી પોતાના હાથમાં લઇ લેતી.

હવે જેની સંસારની બધી વસ્તુ ઓ જોઈ શકતી હતી! થોમસ ની આંખો વડે.

થોમસ નોકરીમાં પણ વ્યવસ્થિત ગોઠવાઈ ગયો, તેના કામમાં કયારેય કોઈ ફરિયાદ ન આવતી.
એડવીન સાથે તેની મિત્રતા એકદમ ગાઢ બની ગઈ અને તે એડવીનનો એકદમ વિશ્વાસુ માણસ બની ગયો. બેન્ક માં પૈસા જમા કરવા કે ઉપાડવા જેવાં જવાબદારીવાળાં કામ પણ એડવીન તેને જ સોંપતો થઇ ગયો. થોમસ ક્યારેય પોતાની પ્રામાણિકતા પર આંચ ન આવવા દેતો.

આમજ ઘણા દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા.
એક દિવસ જેની નો હાથ પોતાના હાથમાં લેતાં થોમસ બોલ્યો.
"જેની તું મને ખરેખર ચાહે છે?"

'તું ખરેખર મનેજ પૂછી રહ્યો છે.' તે હળવું હસતાં બોલી. "હા ટોમ, મારા જીવ કરતાં પણ વધારે!"

"તો ચાલ આપણે લગ્ન કરી લઈએ." થોમસે તેનો બીજો હાથ પણ પકડી લીધો અને બોલ્યો.

જેની રડવા લાગી અને કહેવા લાગી, "હું આખી જિંદગી તારા પર બોઝ બની નથી રહેવા માંગતી."
હું તને કશું નહીં આપી શકું, હું તારો સંસાર કઇ રીતે ચલાવીસ મારાથી તો છડી વગર એકલું ચલાતું પણ નથી."
"ના ટોમ, મારી આંખો ના અંધકાર ને હું તારા જીવન માં નહીં ફેલાવા દઉં."

થોમસે જેની ને પોતાની તરફ ખેંચી, પોતાના હૃદય સાથે લગાવતાં બોલ્યો, "કોને કહ્યું તું મારા પર બોઝ બનશે, તને મળ્યા પછી તો હું જીવતાં શીખ્યો, તારી સાથે થયેલી એ પહેલી મુલાકાતે એક ગરીબ ભિખારીને સમાજમાં રહી શકે એવો સભ્ય માણસ બનાવી નાખ્યો."
"અને વાત રહી અંધકારની તો તું મારા જીવન ને અંધકાર નહીં ખુશીઓના પ્રકાશથી ભરી દેશે એ મારો વિશ્વાસ છે."


**** ક્રમશઃ ****


(આ વાર્તા ના તમામ પાત્રો, સ્થળ અને નામ કાલ્પનિક છે.)

© ભાવેશ પરમાર. **આભાર**


માફ કરજો મિત્રો, ફરી એ જ પ્રોબ્લેમ 500 શબ્દ નથી થતા.

ફરી મારી એક કવિતા વાંચી નાખો જેનો આ વાર્તા સાથે કોઈ સંબંધ નથી.



યુગોથી રહી જેની તલાશ, કાશ! એવું કોઈ મળી જાય;
હવે બાકી ન રહે કોઈ આશ, કાશ!એવું કોઈ મળી જાય.

વર્ષા બની લાગણીઓની જે ભીંજવે મારાં મનનું ખેતર;
અંતર સુધીની આપે ભીનાશ, કાશ!એવું કોઈ મળી જાય.

પ્રેમનો ઠંડો વાયરો ફૂંકી જે શીતળતા વરસાવે અનોખી;
ધૂળ બને આ દુઃખોની લાશ, કાશ!એવું કોઈ મળી જાય.

એમના કોમળ હાથમાં રહે મારા પ્રેમ તણી રેશમી રાંશ;
દિલની વાડીમાં પાડે ચાશ, કાશ!એવું કોઈ મળી જાય.

રોજ સાંજે એમનો સાથ અને હાથમાં હાથ હોય મારા;
અને થાય મારા દિલને હાશ! કાશ!એવું કોઈ મળી જાય.

"આર્યમ્"