રીએકશન Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીએકશન

આપણે ક્યારે પણ કોઈ પર કારણ અથવા તો કારણ વગર કોઈના પર ગુસ્સે થતા હોઈએ છીએ. ગુસ્સે થઈ એ ત્યારે હંમેશા આપણને સામેના વ્યક્તિ નો વાંક દેખાય છે. પણ તેવું હોતું નથી. આપણે ગુસ્સા રૂપી ચશ્માંને ઉતારી ને જો જોવી તો બાબત બંને પક્ષે સમાન હોય છે.
ક્યારે પણ કોઈ પણ વાત નું રીએકશન આપતા પહેલા તેની પાછળ નું કારણ જાણવાની કોશિશ કરવી જોઈએ.
આ જ મુદા સરળ રીતે સમજાવતી એક નાની સ્ટોરી.

*****


એક ડોક્ટર ખૂબ ઉતાવળથી હોસ્પિટલમાં પ્રવેશ કરી રહ્યો હતો. કેમ કે તેમને એક એક્સિડન્ટ ના કેસ માં તાત્કાલિક બોલાવ્યા હતા.
અંદર પ્રવેશતાં જ ડોક્ટરે જોયું કિ જે છોકરાનું એક્સિડન્ટ થયું હતું તેના પરિવાર ના લોકો તેમની જ રાહ જોઈ રહ્યા હતા.
ડોક્ટર ને જોતા જ છોકરાના પિતા એ કહ્યું.
“તમે અતિયારે આવી રહ્યા છો. તમારું અમે ક્યારથી રાહ જોઈ રહ્યા છીએ. તમે પોતાની ડ્યુટી સારી રીતે પણ કેમ કરતા નથી. જો મારા દીકરા અમન ને કાંઈ પણ થયું તો તેના જવાબદાર તમે હોશો.”
ડોક્ટરે અમન ના પિતાજીની આ બધીજ વાત શાંત ચિત્તે સાંભળી ને કહ્યું.
“મને માફ કરી દ્યો. હું હોસ્પિટલ માં હાજર ન હતો. મને જ્યારેકોલ આવ્યો ત્યાર પછી જેટલું જલ્દી હોસ્પિટલ આવવાની કોશિશ કરી. તમે શાંત થઈ જાવ. હવે હું આવી ગયો છું ને તો તમારે ઘબરવાની જરૂર નથી. બધું સારું થઈ જાશે. ભગવાન પર ભરોસો રાખો.”
અમન ના પિતાજીએ કહ્યું. “એમ કેમ શાંત થઈ જાવ. તમારો દીકરો હોય તો શું તમે આવી રીતે વાત કરત પરંતુ કોઈની બેદરકારી થી તમારા દીકરાનું મૃત્યું થઈ જાય તો પણ તમે આમ જ બોલત.”
ડોક્ટરે કહ્યું “તમે ભગવાનને પ્રાર્થના કરો બધું સારું થઈ જાય.”
આટલું બોલીને ડોક્ટર ઓપરેશન થિયેટરમાં ચાલ્યા ગયા. પરંતુ અમન ના પિતાજી હજુ પણ બોલ્યા જ કરતા હતા. આગળ તે બોલતા કહ્યું કે “કોઈને સલાહ આપવી સરળ છે. પરંતુ જેના પર વીતે તેને જ ખબર પડે કેવું થાઈ.”
ઓપરેશન થિયેટર માં લગભગ દોઢ કલાક જેટલા સમય થઈ ગયો. ત્યાર બાદ ડોક્ટર બહાર આવ્યા. ડોક્ટર ના સહેરા પર એક પ્રસન્નતા ની રૂપરેખા હતી. તેમને અમન ના પરિવાર ના સભ્યો ને કહ્યું.
“ભગવાનનો લાખ લાખ આભાર તમારો દીકરો અમરને હવે સારું છે. તે ખતરાની બહાર છે.”
આ સાંભળીને પરિવાર ના સભ્યો ખૂબ ખુશ થઈ ગયા. અમન ના પિતાજી ના આંખો માં હર્ષ ના આંસુ આવી ગયા. તેનું મુખ પર આવેલી સ્માઈલ ખૂબ જ આકર્ષક હતી. એક પિતા નો પુત્ર પ્રત્યે નો નિસ્વાર્થ પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો.
અને તે બધા ડોક્ટર ને પ્રશ્ન કરવા લાગ્યા.
“ડોક્ટર સાહેબ અમારા દીકરા અમન ને હવે ક્યારે સંપૂર્ણ સારું થશે. અમે ક્યારે તેને ઘરે લઈ જઈ શકશું.”
પરંતુ ડોક્ટર આ બધા પ્રશ્ન ના જવાબ આપવાના બદલે જે ગતિએ હોસ્પિટલમાં આવ્યા હતા તે જ ગતિએ બહાર જવા લાગ્યા.
જતા જતા ડોક્ટર અમન ના પરિવાર ના લોકોને કહેતા ગયા. “ તમારા જે પણ પ્રશ્ન હોય તે આ નર્સ ને પુછી લેજો. તે તમને બધાજ જવાબ આપશે.”
ડોક્ટર ને જતા જ અમન ના પરિવાર ના લોકો નર્સ પાસે આવ્યા અને નર્સ ને કહ્યું.
“આ ડોક્ટર ને આટલું બધું અભિમાન કેમ છે. આટલી બધી અકડ કેમ છે. અમારી સાથે બે મિનિટ વાત પણ ના કરી. અમારા પ્રશ્નો ના જવાબ આપીને ગયા હોત તો તેમનું શું લૂંટાઈ જતું હતું. કમ છે કમ અમને તો શાંતિ થાત.”
આ સાંભળી ને નર્સ ની આંખમાં આંસુ આવી ગયા. તેણે ઉદાસ ચહેરે કહ્યું.
“ડોક્ટર સાહેબ ના દિકરાનું આજે સવારે ભયાનક એક્સિડન્ટ માં મૃત્યું થયું. જ્યારે મેં તેમને કોલ કર્યો ત્યારે તે પોતાના દીકરા ના અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા. પણ તે અહીં હોસ્પિટલમાં આવ્યા. તમારા દીકરા નું ઓપરેશન કર્યું ત્યાર બાદ હવે તે તેમના દીકરા નું અંતિમ સંસ્કાર કરશે.”
આ સાંભળી બધા પરિવાર ના લોકો સ્તબ્ધ રહી ગયા. તેમણે પોતાની ભૂલ સમજાણી. અમનના પિતાજીને ડોક્ટર ની તકલીફ જાણા વગર આવી રીએક્ટ કરવાથી મન માં દુઃખ થવા લાગ્યું.
@@@@
દોસ્તો કેટલીક વાર આપણે પણ પરિસ્થિતિ જાણ્યાં વગર તેની ઉપર રીએકશન કરતા હોવી છીએ. આપણે પોતાને પોતાની જાત પર કંટ્રોલ રાખવાનો છે. પરિસ્થિતિ ને સારી રીતે પહેલા ઓળખો અને ત્યાર બાદ કોઈ પણ નકારાત્મક પ્રતિ ક્રિયા આપવાથી બસો. કેમ કે કોઈક વાર આપણે અજાણતા માં એવા લોકો ને તકલીફ પહોસાડીયે છીએ કે જે આપણું સારું ઇચ્છતા હોઈ છે.
જે વ્યક્તિ જોર જોર થી પોતાના ગુસ્સા ને લોકો સમક્ષ દેખાડતા હોય તે લોકો અજ્ઞાની છે. બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા પોતાના ગુસ્સાને પોતાના કાબુ માં રાખે છે.
એક વાત હંમેશા યાદ રાખો કે સારૂ અને ખોટુ આપણા મન ની ધારણા છે, ધારણા હંમેશા મન પર નિર્ભર રાખે છે, મન આપણાં વિચાર પર નિર્ભર રાખે છે, અને વિચાર આપણી પર નિર્ભર રાખે છે.
આભાર
હસતા રહો,
હંમેશા ખુશ રહો,
જય શ્રી કૃષ્ણ.

પંકજ રાઠોડ