"પ્રેમ કે શરત..?
છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! "
પ્રકરણ ૨: "ક્યુટ બેબ"
ડીસેકશન હોલ 150 ડૉક્ટર થવાના સપના સાથે ઉતરેલા છોકરાઓથી ભરેલો હતો..
ક્યાંક કોઈને ઊલટીઓ થઈ તો કોઈ ચક્કર ખઇને પડ્યું ..
૬ ટીમમાં વહેંચાયેલો એક વર્ગ,
6 ડેડબોડીને ઘેરીને ઉભો હતો.
આ આખા ટોળામાં છેલ્લા ટેબલની ફરતે એક છોકરી અને એક છોકર એમની મસ્તીમાં જ બેઠા હતા.
ડિસેક્શન દરમિયાન કેટલાક ઉત્સાહી છોકરાઓ પોતાની જાતને સર્જન માનીને "પેક્ટોરાલીસ મેજર મસલ્સના" લીરે લીરા ઉડાડી રહ્યાં હતા.
અને આ કપલ બધી વસ્તુઓથી દૂર પોતાની જ મસ્તીમાં મસ્ત હતું ..
આખો દિવસ ક્યાં પૂરો થઈ ગયો તેની ભનક સુધ્ધાં ચિરાગ અને મુસ્કાનને ના પાડી ..
સાંજના પાંચ વાગ્યે કોલેજ પૂર્ણ થવાનો શંખનાદ થયો.
આ જ સમયે મુસ્કાને સ્વીટ સ્માઈલ સાથે બાઉન્સર નાખ્યો,
"તું કહેતો હોય તો આપણે કોફી પીવા જઇએ જોડે...?"
બાઉન્સર નો સામનો ચિરાગને વિથઆઉટ હેલ્મેટે કરવો પડેલો..!
જવાબ ચિરાગની મોટી સ્માઈલ સાથે હાજર હતો..!
"હા, ચોક્કસ જઈશું..! "
કોફી પર ચર્ચાઓ ચાલતી હતી.
ત્યાં અચાનક કોલેજ માં આવેલા એક સરખા દેખાતા બે છોકરા વિશાલ અને ધવનને લઈને બંને વચ્ચે વાત અટકી..!
"એ બન્ને ટ્વિન્સ છે ચિરાગ, મને ખબર છે..!"
મુસ્કાને કહ્યું.
"ના,
બન્ને ટ્વિન્સ નથી ભલે એકસરખા દેખાતા હોય..!"ચિરાગે ફર્મ રીતે કહ્યું..
"તો લગાડી દે શરત..
જોઈએ કોણ સાચું પડે છે...?"
મુસ્કાન ડબલ શ્યોર હતી..
"સારુ તો જે જીતશે તે હારેલા પાસેથી કંઈ પણ વસ્તુ માંગી શકશે...!"
ચિરાગે કહ્યું..!
"ડિલ ઓન...!"
સ્માઈલ આપતા મુસ્કાન બોલી..!
તમામ તપાસ બાદ શરત નું પરિણામ આવ્યું,
ચિરાગ શરત જીતી ચૂક્યો હતો.
બન્નેનય ટ્વિન્સ ન હતા...
"બોલ શું જોઇએ છે તારે..?"
મુસ્કાને પૂછ્યું..
ચિરાગે મુસ્કાનની એકદમ પાસે જઈને ધીમેથી કાનમાં કહ્યું ,
"એક ચોકલેટ....!"
મુસ્કાન ખુશીથી બોલી,
"બસ એટલું જ...!
હું તો ડરી ગઈ હતી ...!"
"પણ એ ચોકલેટ તારે ક્લાસમાં બધા સ્ટુડન્ટસની વચ્ચે મને આપવી પડશે...!"
ચિરાગે મોટો બોમ્બ ફોડ્યો.
મુસ્કાને વાતમાં સંમતિ દર્શાવી..
વાસ્તવમાં,
મુસ્કાને એઈટ્થ સ્ટાન્ડર્ડ સુધીનુ સ્કૂલિંગ અમેરિકામાં જ કર્યુ હતું..
પછી કોઈ કારણસર તેના પેરેન્ટ્સ ઇન્ડિયા શિફ્ટ થયા અને બાકીનું ભણવાનું એણે અહીંયા કર્યું ,
એટલે એના માટે આખા ક્લાસ વચ્ચે ચોકલેટ આપવી એ કંઈ મોટી વાત નતી,
પણ ચિરાગને ખબર હતી કે કાલે કેટલાય છોકરાઓના જીવ બળવાના છે..
બીજા દિવસે સવારે ફિઝિયોલોજી નો ક્લાસરૂમ ...
બધા બરાબર ગોઠવાયા હતા,
૬૦ વર્ષના એચ.ઓ.ડી. ઘેરા અવાજે ભણાવી રહ્યા હતા..
એ ઘેરા અવાજવાળા સાહેબે એક ટોપિકના સંદર્ભમાં બધાને એક સવાલ પૂછ્યો,
આન્સર માટે માઇક બધાની જોડે ફરી રહ્યું હતું..
ત્યાં અચાનક મુસ્કાન ઊભી થઈ,
ચાલીને ચિરાગ જોડે આવી,
અને બોલી..
"લે આ ચોકલેટ,
તારી શરત જીતવાની ગિફ્ટ જે મારા પર ઉધાર હતી...!"
બે મિનિટનો સિનેમેટિક પોસ થયો..
એકદમ સન્નાટો છવાયો..
બધાના મોં જાણે ખુલ્લા જ રહી ગયા..
અને પછી એ ખુલ્લા મોઢામાંથી શરૂ થયેલો "ઓય ઓય" નો અવાજ આખા ક્લાસમાં ફરી વળ્યો...!
અને ફર્સ્ટ યર એમબીબીએસમાં કરમસદ કૉલેજનું પહેલું કપલ વાજતે ગાજતે જાહેર થયું..
મુસ્કાનને મેળવવા માટે ઉમેદવારી નોંધાવેલા કેટલાય છોકરાઓને ઈલેક્શન પહેલા જ ચિક્કર હારનો સામનો કરવો પડ્યો.
ચિરાગ અને મુસ્કાન બંને જોડે લાઇબ્રેરીમાં વાંચતા,
ચિરાગ જેટલો સ્કૂલમાં હોશિયાર હતો તેટલો જ કોલેજમાં પણ હતો.
અને મુસ્કાન થોડી ભણવામાં એવરેજ હતી ,
પણ એને શાર્પ કરવામાં કોઈ કસર ચિરાગે બાકી રાખી ન હતી..
દર શનિવારે મુસ્કાન, ચિરાગને તેના દાદા દાદીના ઘરે લઈ જતી..
દાદા પણ ચિરાગને ઘણું પસંદ કરતા..
"લિપ સાથે જે પ્રેમ સ્કૂલમાં અટક્યો હતો તે અહીંયા લિપ કિસ સાથે જ શરૂ થયેલો ,
અને પ્રેમ પરાકાષ્ઠાની ઘણી એવી હદો વટાવી ચૂક્યો હતો ..
જેટલો અભ્યાસ ચિરાગે મુસ્કાન ના સ્વભાવનો કરેલો તેટલો જ અભ્યાસ તેના શરીરનો પણ કરેલો..!"
પણ ચિરાગને ઘ્રાસકો રિલેશનના દોઢ વરસ પછી મળ્યો..
"હું યુ.એસ.એમ.એલ.ઈ. ની પ્રિપેરેશન કરી અબ્રોડ સેટલ થવા માગું છું,
આપણે જોડે રહેવું હોય તો તારે મારી જોડે અમેરિકા આવવું પડશે...!"
વિદેશી બોમ્બ મુસ્કાને ધડાકો કર્યો.
ચિરાગ સ્કૂલમાં જે હતો એવો જ અત્યારે હતો,
બહુ લાંબી ચર્ચાઓના અંતે ચિરાગે સ્પષ્ટ જવાબ આપ્યો,
"સોરી પણ હું ઇન્ડિયા મૂકીને ત્યાં તારી સાથે નહીં આવી શકું,
આ શરત મને મંજૂર નથી...!"
અને પીઠ ફેરવીને ચાલવા લાગ્યું..
રેવતીની માફક મુસ્કાન પણ બાઘાની માફક ચિરાગને જોઈ રહી હતી,
એક શરત મિત્રો માટે તો બીજી શરત દેશ માટે ચિરાગે નામંજૂર કરી..
એક બ્રેકઅપ નો આઘાત સહન કરવા કદાચ બીજુ મોટુ પેચ અપ કરવું જરૂરી છે...!
એવું ચિરાગનું થોડુક માનવું હતું ...
હવે લાઇફમાં એન્ટ્રી હતી કોલેજમાં ભણતી ચિરાગ અને મુસ્કાનના રિલેશનની ડિટેલમાં માહિતી રાખનાર
એક ભારતીય છોકરીની,
જે ચિરાગ પર પહેલા દિવસથી ફિદા હતી,
ટ્વિસ્ટ સુંદર છે કારણકે એપ્રોચ આ વખતે છોકરી તરફથી થવાનો છે....!!!
To be continued...
ડૉ. હેરત ઉદાવત.