Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમલગ્નને વિધવા : એક અભિશાપ : 3 - છેલ્લો ભાગ

પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ:3

આ વાતના અઠવાડિયા પછી ફરી એક વાર સૂરજ આવ્યો. સ્વાતિ એ તેને આવકાર આપ્યો. સ્વાતિ સૂરજની વાત ભૂલી પણ ગયેલો કેમકે સૂરજની વાત પોતાના મગજ પર લીધા વગર જ પોતાના કામમાં પોતાની દીકરીમાં ખોવાઈ ગઈ. ફરી વખત સુરજ બોલ્યો "સ્વાતિ, મારા જીવનસાથી હું તને પ્રેમ કરું છું."

સ્વાતિ બોલી સૂરજ તું પાગલ થઇ ગયો છે. તું મારાથી બે વર્ષ નાનો છે. તારી સામે તારી આખી જિંદગી પડી છે.તારા મમ્મી- પપ્પા તારો પરિવાર. તારો સમાજ .આ બધું જ છે અને તું અને તારું પાગલપન બંધ કરી દે.તે ખૂબ જ જલ્દીથી નિર્ણય લીધો છે અને જે વ્યાજબી નથી અને હું પણ તારા આ નિર્ણય સાથે બિલકુલ સહમત નથી.

સુરજ બોલ્યો હું તારા સાસુના કહેવાથી એક ઘરમાંથી નીકળી ગયો પછી આજ દિન સુધી એ ઘરમાં નથી ગયો. આટલો લાંબો સમયગાળો વિચારવામાં જ ગયો છે અને તું મને કહે છે કે મેં જલ્દીથી નિર્ણય લીધો છે. એવું બિલકુલ નથી.

સૂરજ આગળ બોલ્યો સ્વાતિ, મારે તારો સહારો જોઈએ છે.મારા મમ્મી-પપ્પા ના પાડે છે. એક બાજુ તું ના પાડે છે અને એક બાજુ મારી ખુશી તારી સાથે જોડાઈ ગઈ છે.તું તો મને સમજવાની કોશિશ કર.સૂરજ દુઃખી થઈ દિલની વાત કરી.

સ્વાતિ બોલી તારા મમ્મી-પપ્પાની ઈચ્છા નથી તો પછી તું શા માટે મારી પાછળ પડયો છે? હું  હા, પણ પાડી દઉં અને જો તારા મમ્મી-પપ્પા ના પાડે તો?દુઃખી થઈ સ્વાતિ બોલી.

સૂરજ પ્રેમથી બોલ્યો કંઈ નહીં.હું તને પ્રેમ કરું છું અને તું ના પાડીશ તો હું કોઈ પણ છોકરી સાથે લગ્ન નહિ કરું અને મારી જિંદગી બગાડવામાં તારો હાથ હશે. એ વાત તું યાદ રાખજે.

એ બધું જ પાપ તને લાગશે. હું આખી જિંદગી કુંવારો રહીશ. મારા મમ્મી-પપ્પા ક્યાં સુધી બોલ? પછી મારુ જે થશે બધું જ પાપ તારા ઉપર આવશે.

સ્વાતિ બોલી સુરજ એક સમય માટે મારી દીકરી માટે અને મારા માટે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર પણ થઈ જાવ. પણ મેં એકવાર ભૂલ કરી એવી બીજી વાર નહીં કરું.

સુરજ બોલ્યો કઈ ભૂલ ?

સ્વાતિ બોલી અનુરાગના મમ્મીની મરજી વિરુદ્ધ જઈને તેની સાથે લગ્ન કર્યા અને તેનું પરિણામ તું જાણે છે.હવે હું બીજી માતાના દિલને દુઃખ નથી પહોંચાડવા ઈચ્છતી.

સુરજ બોલ્યો સ્વાતિ દરેક વખત એવું ન થાય.સૂરજ સમજાવી રહ્યો.

સ્વાતિ એ કહ્યું તું તારા મમ્મી-પપ્પાને મનાવ પછી બીજી વાત ત્યાં સુધી તું ઘરમાં પગ નહી મુકતો.

★★★

 

સુરજ પોતાના મમ્મી-પપ્પાને મનાવવા માટે રાત-દિવસ એક કરવાનું શરૂ કરી દીધું. તેની મમ્મીને તેના પપ્પાને એ મોડી રાત સુધી સમજાવે, ક્યારેક તો જમેં પણ નહીં.

તો ક્યારેય પોતાની બંને બહેનો ને કોલ કરીને કે તમેં મમ્મી-પપ્પાને સમજાવો.હું કોઈ જોડે લગ્ન નહીં કરુ અને એમની મરજી વગર પણ હું સ્વાતિ સાથે લગ્ન નહીં કરૂ. રાજીખુશીથી મને આશીર્વાદ આપે. 

સૂરજે એમ પણ કહી દીધું કે તમે વિચારો આમ તો મારે તમને ન કહેવું જોઈએ. તમે મારી બંને બહેનો છો. ન કરે નારાયણ અને સંજોગવશાત કશુંક થાય તો ?

તમે લોકો સ્વાતિની જગ્યા એ હોવ તો?

★★★

બંને બહેનો પિયર આવીને સૂરજ માટે તેના મમ્મી-પપ્પા ને મનાવવા લાગી અને અંતે એક માતા-પિતા ઢીલા પડી ગયા. એક દીકરા પાસે

સ્વાતિના મમ્મી-પપ્પા ને સ્વાતીનો હાથ સૂરજ ના હાથમાં આપવા કહ્યું.સૂરજના મમ્મી-પપ્પા એ.

 

એક સેકન્ડ માટે આ ઘટના  કોઈ ન સમજી શકયુ.આ તે કેવો ચમત્કાર થયો.!!!!

કિશોરભાઈની દીકરીને હાથ ખુશી નો ખજાનો આવતા તેમણે તરત જ હા પાડી દીધી.સ્વાતીના મમ્મી-પપ્પા,ભાઈ -ભાભી. શિલ્પાભાભી, કશ્યપભાઈ બધા ખૂબ ખુશ થઈ ગયા.

 

 

સ્વાતિ એ કહ્યું આ વખતે મારા લગ્ન વિધિવિધાન સાથે સગાઈની રસમથી જ કરો મમ્મી-પપ્પા. ભલે દુનિયા ગમે તે કહે.

સ્વાતિની ઈચ્છા મુજબ તેના પપ્પા એ બ્રાહ્મણને બોલાવ્યા એક શુભ મુહૂર્તમાં સગાઇ નક્કી કરી.

સ્વાતિની જિંદગીમાં ફરી વખત ખુશીના દિવસો શરૂ થયા... સૂરજની સાથે....

�����������������������������